Monday, August 1, 2016

બા રીટાયર થાય છે..

બે દિવસ પહેલા જ મે પોસ્ટમાં આનંદીબહેન પટેલને ગુજરાતના યુવાનોના સંદર્ભમાં લખ્યુ હતું, તમે ગુજરાતના મુખ્યમંત્રી છો તેની સાથે એક માતા પણ છો, કદાચ તમે જ તેમની વેદના એક મા તરીકે સમજી શકશો. પણ હું તમને વર્ષોથી ઓળખુ છુ. તમે ખાસ્સા જીદ્દી છો, પણ  જીદ્દ કરવાનો અધિકાર તો બાળકને જ હોય માતાને નહીં અને જયારે માતા સરકારની ભુમીકામાં હોય ત્યારે તેના હાથમાં ભલે રાજ દંડ હોય પણ તેનું હ્રદય તો માતૃત્વથી ભરેલુ હોવુ જોઈએ. પણ તમારી સત્તાની બરછટતામાં માતૃત્વ ડોકાયુ જ નહીં, તામીલનાડુમાં જયલલીથા અને બંગાળમાં મમતાને જુવો તેમના વ્યવહારમાં ભલે કડકાઈ હોય છતાં ત્યાંની પ્રજા તેમને પ્રેમ કરે છે.

ગુજરાતની પ્રજાએ તમને તે તક આપી હતી, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી થવાનું બહુમાન કઈ નાનુ ન્હોતુ, તમે ખુબ કામ કરતા, રાજયના અધિકારીઓનો તમારો ડર પણ લાગતો હતો, પણ તમારૂ કાર્ય અને સારાપણાનો પ્રજાને અહેસાસ કરવામાં કઈક ચુક થઈ હતી., તમારો  અને મારો ચંદ્રમા રહ્યો છે, આપણે બન્ને એકબીજાને કેમ પસંદ કરતા નથી તેની કદાચ તમને પણ ખબર નહીં હોય, ખેર આ તો વ્યકિગત બાબત છે પણ જયા સુધી રાજયના એક નાગરિક અને રાજયના વડા તરીકેનો તમારો અને મારો સંબંધ રહ્યો છે ત્યારે મારે તમને કહેવુ છે, એવુ તો શુ બન્યુ કે તમારા જ લોકો તમારાથી નારાજ હતા.

2014માં નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે તમને મુકવામાં આવ્યા ત્યારે તમારી જ પાર્ટીના અનેક સિનિયરો નારાજ હતા, નારાજગી માત્ર સિનિયોરીટી પુરતી હોય તો વાજબી હતી, પણ એક સ્ત્રીને મુખ્યમંત્રી તરીકે કેવી રીતે સ્વીકારી શકાય તેવી પુરૂષ માનસીકતા પણ હતી, અને આ બધા જ નેતાઓ ઈચ્છતા હતા, તમારે જવુ જોઈએ. સમય સાથે પરિસ્થિતિઓ પણ બદલાઈ અને તેની સાથે પટેલ અને દલિત આંદોલનો થયા, આ તમામ આંદોલમમાં તમારી પાર્ટી તમારી સાથે ન્હોતી. તમે એકલા હતા.

તમારી વ્યકિગત મર્યાદાઓ પણ હતી, તમારા સ્વભાવની સાથે તમારા પુત્ર  સંજય અને પુત્રી અનાર પણ કારણભુત હતા, મંત્રી અને મુખ્યમંત્રીના સંતાનોને  પણ  સામાન્ય માણસના સંતાનની જેમ જ તમામ પ્રકારના વ્યવસાય કરવાનો અધિકાર છે,  તેઓ પોતાનો વ્યવસાય પ્રમાણિકપણે કરે એટલુ જ પુરતુ ન્હોતુ, પણ તેમને ત્યાં સનદી અધિકારીઓ- ઉદ્યોગપતિઓ અને બીલ્ડરોની  અવરજવર ઘણુ બધુ કહી જતી હતી.

તમે રીટાયર થઈ રહ્યા નથી પણ તમને પાર્ટી રીટાયર કરી રહી છે, આ બાબત કાયમ માટે પીડાદાયક જ હોય છે, જેમ ઘરમાં આવેલી નવી વહુને ચાવીઓને ઝુડો સોંપતા સાસુને જેટલી તકલીફ પડે એટલી જ તમને પડતી હશે. પણ સમય સાથે તમારે બદલાવુ પડશે એક વિનંતી છે, તમે શિક્ષક હતા ત્યારે તમને બાળકો ખુબ પ્રેમ કરતા હતા, ફરી એક વખત પ્રારબ્ધે તમને શિક્ષક  થવાની તક આપી છે, ગુજરાત પાસે પૈસા ખુબ છે પણ ઘડતરની કમી છે વિકાસશીલ  ગુજરાતને એક શિક્ષકની પણ જરૂર છે..

10 comments:

  1. Finally...

    Heading should be....
    finally.. ba retire thaay Che..

    ReplyDelete
  2. Anandiben na netrutav ma party na gunda tatvo jeva rajkarnio favya nahta aa netao temna dishman banya patidar ke dalit aandolan ma aa gunda neta o ni chankya niti no labh ben ne na malyo ultu aa neta o ben ni same pasa fekta hata. Aa neta o same ek mahila tarike ben e je takkar api te kabile dad che
    ben ni biji khami temni dikri ane jamai pan hata

    ReplyDelete
  3. મને એવુ લાગે છે કે બહેનને સત્તા આપવા છતા મોદીએ સત્તાનો ઉપયોગ કરવાની સત્તા આપી નહોતી.નખ અને દાત વગરનો વાઘ શુ કરી શકે? આનંદીબેન વ્યકિતગત રીતે નિર્ણય લઇ શકતા હોત તો ગુજરાતનો સાચે જ વિકાસ થઇ શકયો હોત.

    ReplyDelete
  4. Anandi Ben ne bahut soch samajhkar istifa dene ka nirnay liya hai. BJP ka
    Doorandaji wali chal hai. Kuch bhi ho BJP ka Vote bank kal nahin hona chahiye.

    ReplyDelete
  5. Wah Prashantbhai... Saras. Ba Parane Retire Thay chhe

    ReplyDelete
  6. CM chair is not a permanent seat of anybody

    ReplyDelete
  7. ગુજરાત પાસે પૈસા ખુબ છે પણ ઘડતરની કમી છે વિકાસશીલ ગુજરાતને એક શિક્ષકની પણ જરૂર છે..

    ReplyDelete
  8. આ તમામ આંદોલમમાં તમારી પાર્ટી તમારી સાથે ન્હોતી. તમે એકલા હતા.આ પહેલા પણ આપે કહ્યું હતું કે આપની આસપાસનાં સલાહકારો સાચી વિગતો-વાસ્તવિકતા, માહિતી આપતાં નથી. બેનના રાજીનામા પહેલા લખાયેલી આપની પોસ્ટમાં આ વાત આપે કરી હતી.. જે એક દિવસના ટૂંકાગાળામાં જ સાચી ઠરી..

    ReplyDelete