Monday, August 15, 2016

સુરતના એક જૈન પરિવારમાં રોજ નમાઝ થાય છે.

લગભગ 20-22 વર્ષ પહેલાની વાત હશે, ઈમ્તીયાઝ પોતાના નાનકડા પરિવારને સાથે ઉત્તર પ્રદેશથી સુરત કામની શોધમાં આવ્યો હતો, જો કે તે મુળ ઉત્તર પ્રદેશનો રહેવાસી પણ જયા કામ મળે ત્યાં જતો, તેનું કઈ કાયમી સરનામુ ન્હોતુ, તે સુરત આવ્યો ત્યારે એક કેન્ટ્રાકટર મારફતે તેને સુરતના ભાનુભાઈ શાહના બંગલાનું કલર કામ મળ્યુ, કે કલર કામનો બહુ સારો કારીગર, ઈમ્તીયાઝ કલરનો બહુ સારો કારીગર, તેને કામ કરતો જોઈ ભાનુભાઈ કહેતા ઈમ્તીયાઝ તેરે હાથ મેં જાદુ હૈ... તે આકાશ તરફ નજર કરી કહેતો શેઠ અલ્લાહને પૈસા તો નહીં દિયા, લેકીન મેરે હાથો મેં યહ હુન્નર દે દીયા હૈ.

ઈમ્તીયાઝ કલર કામ કરી રહ્યો હતો, તેમે બે-ત્રણ મહિના થઈ ગયા હતા, ત્યારે ભાનુભાઈનો સૌથી  નાનો દિકરો વિરાટ પાંચ વર્ષનો થયો હતો, તેને સ્કુલમાં મુકવાની ચર્ચા ચાલી રહી હતી, રોજ કામે આવતો ઈમ્તીયાઝ ભાનુભાઈના પરિવારનો સભ્યો થઈ ગયો હોય તેવુ બધાને જ લાગતુ હતું, વિરાટના સ્કુલની વાત ચાલી રહી, ત્યારે ભાનુભાઈના ધ્યાનમાં આવ્યુ કે ઈમ્તીયાઝના કામ કરતા હાથ અટકી ગયા હતા, અને અચાનક તે કોઈ ઉંડા વિચારમાં જતો રહ્યો હોય તેવુ લાગ્યુ. તેમણે ઈમ્તીયાઝને બોલવાતા પુછયુ  અરે મીયા કહા ખો  ગયે ... કયાં સોચતે હો... એકદમ સફાળા થઈ ઈમ્તીયાઝે કહ્યુ.. કુછ નહીં શેઠ ...પણ ભાનુભાઈ સમજી ગયા  તેમણે ફરી પુછયુ, ત્યારે ઈમ્તીયાઝે કહ્યુ શેઠ મુજે મેરે ઈકબાલની યાદ આ ગઈ.. વો ભી વિરાટબાબા જીતના હી હૈ.. પાંચ સાલ કા.. લેકીન મુજે તો કભી યાદ હી નહી કી મેરા બેટા ભી સ્કુલ જા શકતા હૈ.

ભાનુભાઈ કહ્યુ કોઈ બાત નહી, તેરે ઈકબાલ કો મેં સ્કુલ મેં દાખલા દીલવા દુંગા.. એકક્ષણ માટે ઈમ્તીયાઝના ચહેરા ઉપર રોનક આવી ગઈ કે મારો ઈકબાલ સ્કુલમાં જશે.. પણ બીજી જ ક્ષણે પાછો ચહેરો મુરજાઈ ગયો. તેણે ભાનુભાઈ સામે જોતા કહ્યુ શેઠ મેરે કામ કો કોઈ ઠીકાના નહીં, હોતા, આજ સુરત મેં હું તો છે મહિને બાદ મહારાષ્ટ્ર મેં યા ફીર મધ્યપ્રદેશ મેં ચલા જાઉગાં ફીર ઉસકી પઢાઈ કા કયા, ભાનુભાઈ પણ વિચારમાં પડી ગયા.. ઈમ્તીયાઝની વાત સાચી હતી. તેમણે પોતાની પત્ની કુસુમ સામે જોયુ અને કહ્યુ દેખો ઈમ્તીયાઝ હમારે તીન બચ્ચે હૈ, તુમ ફીકર મત કરો ઈકબાલ હમારે ચોથા બચ્ચા હો જાયેગા, તુમ ઉસે મેરે ઘર છોડ જાઓ, હમ ઉસે પઢાયેગેં. કુસુમબહેન પણ માથુ હલાવી પોતાના પતિના નિર્ણયમાં હકાર પુરાવ્યો.

ઈમ્તીયાઝની આંખમાં ઝળળીયા આવી ગયા, ભાનુભાઈ  ઉભા થયા અને તેના ખભા ઉપર હાથ મુકતા કહ્યુ રો મત મે  બોલતા હુ વૈસા કર. કલ તેરે ઈકબાલ કો યહા લેકર આ અબ વો મેરી જીમ્મેવારી હૈ. ઈમ્તીયાઝે શેઠના હાથ પકડી લેતા તેમનો બોલ્યા વગર આભાર માન્યો, અને હજી તેના મનમાં એક પ્રશ્ન હતો તેણે તે પણ પુછી નાખ્યો શેઠ આપ જૈન હો, ઔર મેં તો મુસલામન હું.. તેનું વાકય પુરૂ થાય તે પહેલા ભાનુભાઈએ તેની વાત કાપતા કહ્યુ બસ બહુત હુવા તુમ ઈકબાલ કો લેકર આવો.

બીજા દિવસે ઈમ્તીયાઝ કામ ઉપર આવ્યો ત્યારે તેની સાથે નાનકડો ઈકબાલ હતો, તે કેટલીવાર સુધી બંગલાને અને નવા માણસોને જોતો રહ્યો, તેનું જે કઈ શિક્ષણ હમણાં સુધી થયુ હતું તે મદરેસામાં થયુ હતું, પણ હવે તે સામાન્ય સ્કુલમાં જવાનો હતો., તેના ચહેરા ઉપર નવા માહોલનો ડર હતો, કુસુમબહેને તેને પોતાની પાસે લેતા  કહ્યુ બેટા તુ મારી સાથે રહીશ ચીંતા ના કરતો .  તે દિવસે ઈકબાલને ભણવા માટે મુકી જઈ રહેલો ઈમ્તીયાઝ પોતાના નાનકડા દિકરા ઈકબાલને મુકી જતા  ખુબ રડયો હતો, તે વાંરે વારે ભાનુભાઈ-કુસુમબહેનને હાથ જોડી આભાર માની રહ્યો હતો.અને તે દિવસથી ઈકબાલ ભાનુભાઈના ઘરનો હિસ્સો થઈ ગયો. ઈકબાલ સ્કુલે જવા લાગ્યો તેના એક વર્ષ સુધી ઈમ્તીયાઝનું કામ સુરતમં ચાલતુ હતું , તે તેને અવારનવાર મળવા પણ આવતો હતો, ઈકબાલ નાનો હતો એટલે નવા ઘરમાં જલદી ગોઠવાઈ ગયો હતો.

એક દિવસ કુસુમબહેને જોયુ તો નાનકડો ઈકબાલ નમાઝ પઢી રહ્યો હતો, કારણ તેનો નમાઝની રોજ આદત હતી, કુસુમબહેન નમાઝ પઢી રહેલા ઈકબાલને જોઈ રહી ત્યારે ભાનુભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા, તેમણે જોયુ કે કુસુમ  કઈક અવઢવમાં છે, કદાચ કોઈ જૈન પરિવારમાં નમાઝ પઢશે તેવી કુસુમબહેને કયારેય કલ્પના પણ કરી નહી હોય, ભાનુભાઈએ પોતાની પત્નીના ખભે માત્ર હાથ મુકયો અને બોલ્યા વગર કહ્યુ કરવા દે તેને તેના અલ્લાહની ઈબાદત. અને તે દિવસથી ઈકબાલની ઈબાદત અકબંધ રહી છે.

આજે ભાનુભાઈ રહ્યા નથી, પણ ઈકબાલ તેમના જ ઘરમાં રહે છે, તે નમાઝ અદા કરે છે, રમઝાનમાં રોજા પણ રાખે છે અને પયર્ષણમાં અઠ્ઠઈ પણ કરે છે, તે માંસાહાર કયારેય  કરતો નથી, જયારે ભાનુભાઈ ગુજરી ગયા ત્યારે તેમના ત્રણ સંતાનોની સાથે તેમને કાંધ આપનાર ચોથો દિકરો ઈકબાલ હતો, તે ભાનુભાઈ ગયા ત્યારે ખુબ રડયો હતો, ઈકાબલનું શિક્ષણ પુરૂ થતાં સુરતની જ એક સારી કંપનીમાં નોકરી કરે છે, કુસુમબહેનના ત્રણે સંતાનોના લગ્ન થઈ ગયા, એટલે કુસુમબહેન તેને સતત આગ્રહ કરે છે કે ઈકબાલ તુ લગ્ન કરી લે.. ત્યારે ઈકબાલ કહે મને કાઢી મુકવો છે, શુ કામ મારા લગ્ન કરાવવા છે, ત્યારે કુસુમબહેન તેને પાસે બેસાડી કહે છે, બેટા મારી જીંદગીનો કોઈ ભરોસો નથી, ત્રણ વહુઓ તો મેં જોઈ હવે  તારી દુલ્હન જોવી છે.

ઈકબાલ મુંઝવણમાં છે, તેને મનમાં સતત ડર લાગી રહ્યો છે, તેની પત્ની જૈન પરિવારમાં ગોઠવાઈ શકશે નહીં, અને કદાચ તેને આ પરિવાર છોડવો પડે તો. આ વાત તેને અંદરથી ધ્રુજાવી મુકે છે. તે કહે છે મેં અલ્લાહને કયારેય જોયો નથી, પણ અલ્લાહ હોવાની મને ખાતરી આપતા આ માણસોને હું કયારે ગુમાવવા માગતો નથી.

19 comments:

 1. Speechless.... wag wah Bhai wah

  ReplyDelete
 2. Sacha arth ma manavta ane binsampradayikta ane kahevay...

  ReplyDelete
 3. Sacha arth ma manavta ane binsampradayikta ane kahevay...

  ReplyDelete
 4. સરસ વાત કરી.પણ ટાઇટલ મિસલિડિન્ગ. કોઈ જૈન પરિવાર નમાઝ પઢવા લાગ્યો હોય એવું લાગે.

  ReplyDelete
 5. Worship to the human being is worship to God almighty and Bhanubhai did real worship to God.Netas and Abhinatas of the nation are saying that there is intolerance will definitely learnt from the story if bring the same to their notice.This is unique example of unity in diversity of this country

  ReplyDelete
 6. Worship to the human being is worship to God almighty and Bhanubhai did real worship to God.Netas and Abhinatas of the nation are saying that there is intolerance will definitely learnt from the story if bring the same to their notice.This is unique example of unity in diversity of this country

  ReplyDelete
 7. Manav dharam must...nice story bhai

  ReplyDelete
 8. Manav dharam must...nice story bhai

  ReplyDelete
 9. Heart touching story prashantbhai

  ReplyDelete
 10. Heart touching story prashantbhai

  ReplyDelete
 11. જૈન પરિવારને મારા કોટિ કોટિ વંદન

  ReplyDelete
 12. આ ક્યાં ની સ્ટોરી છે?અડ્રેસ પ્લીઝ -ગૌતમ પટેલ ડી.ડી ન્યુઝ.

  ReplyDelete
 13. આ ક્યાં ની સ્ટોરી છે?અડ્રેસ પ્લીઝ -ગૌતમ પટેલ ડી.ડી ન્યુઝ.

  ReplyDelete
 14. Aisa bhi hota hai? Ashanu kiran chhe haji mara desh ma ...Koi divas to naat jaat ma vada jashe ... Bhanubhai jeva kaik Bhanubhai joishe ena mate nahi .....

  ReplyDelete
 15. Jain parivar mate allumdulillah rasul

  ReplyDelete