Sunday, August 14, 2016

જીજ્ઞેશ મારા જેવા બ્રાહ્મણોને કારણે તારે પદયાત્રા કરવી પડી છે...

પ્રિય

જીજ્ઞેશ

 આજે મેં તને ફોન કર્યો ત્યારે તુ ઉના પહોંચી ગયો હતો  , પણ તારો અવાજ અને તું થાકી ગયા હતા , તે હું સમજી ગયો હતો, સાથે તુ બીમાર પણ છે તેવી પણ  મને ખબર છે. મને તારી સાથે  ફોન ઉપર વાત કરતી વખતે ખરાબ લાગી રહ્યુ હતું, તારો અને મારો રૂબરૂ પરિચય કદાચ એક-બે વર્ષ પહેલા અમદાવાદ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના ચ્હાની લારી ઉપર જ થયો હતો, મને હમણાં બરાબર યાદ નથી, પણ મને મનમાં કયાંક ઉંડે-ઉડે એવુ લાગી રહ્યુ હતું કે તારે 400 કિલોમીટરની લાંબી પદયાત્રા કરવી પડી તેના માટે હું પ્રત્યક્ષ રીતે નહીં તો પરોક્ષ રૂપે કારણભુત છુ.

પણ તારી  પાસે હું કેટલીક નિખાલસ કબુલાત કરવા માગુ છુ, આજે હું જે વિચારી રહ્યો હતો તેવો પહેલા હુ અને મારા વિચારો ન્હોતા, વીસ વર્ષ પહેલા મને હિન્દુ અને બ્રાહ્ણણ હોવાનું ખુબ ગૌરવ હતું, પણ મને સારા મીત્રો મળતા ગયા અને મારી સમજ પણ બદલાતી ગઈ, ત્યારે મને લાગ્યુ કે હિન્દુ અને બ્રાહ્ણણ હોવાની વાત કેટલી ખોખલી છે., પણ જયારે મારી સમજ બદલાઈ ન્હોતી ત્યાં સુધી મેં તારા જેવા કેટલાય મીત્રોની લાગણીને ઠેસ પહોચાડી હશે તે મને યાદ નથી , કારણ યાદ તો જેને પીડા થાય તેને જ યાદ  રહે,  પીડા આપનારને નહીં.

પણ હું સંતોષ લઈ શકુ કે મને બદલાવવાન સમય મળ્યો અને હું બદલાયો. 1985માં અનામત આંદોલન થયુ  ત્યારે હું અનામતની રેલીઓમાં નિકળતો હતો, એક દિવસ મને નાટય દિગ્દર્શક અને પ્રોફેસર મંગુભાઈ પટેલે કહ્યુ પ્રશાંત તું જે કરી રહ્યુ છે, તે બરાબર નથી, પણ મને ત્યારે લાગતુ તે અનામત તો હોવી જ જોઈએ નહીં, અફસોસ તે વાત છે કે તે દિવસે મેં મંગુભાઈ પટેલ પાસે અનામત કેમ હોવી જોઈએ તેની સમજ મેળવી હોત તો મારૂ રૂપાંતરણ  જલદી થયુ હોત, પણ હું જયારે બદલાયો ત્યારે મને જોવા માટે પ્રોફેસર મંગુભાઈ પટેલ રહ્યા નથી.

5 ઓગષ્ટના રોજ તે દલિત અસ્મીતા રેલી કાઢી ત્યારે હું પણ સારી સાથે ઉના સુધી આવવાનો હતો, કારણ કદાચ તે મારા જેવા બ્રાહ્ણણ માટે પ્રાયશ્ચીતના એક તણખલુ સમાન હતું, પણ મારી પત્ની શીવાની ખુબ જ બીમાર હોવાને કારણે મને અફસોસ રહી ગયો કે હું તારી સાથે આવી શકયો નહીં. જો કે મારી પત્ની શીવાની પણ   નારાજ છે, કારણ આ મારો પહેલો શ્રાવણ મહિનો એવો છે કે દરેક વર્ષની જેમ મેં શ્રાવણ કર્યો નથી, જો કે તેના વ્યકિતગત કારણો પણ અનેક હોવા છતાં મનમાં ઘમાસાણ ચાલી રહ્યુ હતું,  કે એક તરફ હિન્દુ તરીકે હું શ્રાવણ મહિનો કરૂ અને બીજી તરફ કેટલાંક મીત્રોને માણસ હોવાની સાબીતી આપવા માટે પદયાત્રા કાઢવી પડે, મને લાગ્યુ કે મારા શ્રાવણ મહિનો કરવાનો કોઈ અર્થ સરયો નથી.

15 ઓગષ્ટના રોજ તું ઉનામાં ત્રીરંગો ફરકાવીશ, આ એક એવો ઝંડો છે જેની નીચે તુ અને હું સરખા હોવા જોઈએ, પણ તેવુ નથી, તે જે દિશામાં કદમ ઉપડાયા છે, તેમાં તુ એકલો નથી, મારા જેવા અનેક લોકો તારી સાથે છે, હવે મારા સમાજે બદલાવવુ પડશે, આપણી સંખ્યા નાની હોવા છતાં આપણી વાત આજે નહી તો આવતીકાલે બધાએ જ માનવી પડશે, કદાચ તારો અને મારો પ્રયાસનો ફાયદો આજની પેઢીને નહી મળે પણ આવતીકાલની પેઢી માટે તુ જે કઈ રહ્યો છે, તેમાં હું તારી સાથે છુ.

તુ દલિત છે માટે દુખી છે  અને હું  બ્રાહ્રણ હોવાને કારણે, આપણે એક એવા સમાજનું નિમાર્ણ કરવાનું છે, જયા માત્ર પ્રશાંત અને જીજ્ઞેશ હશે અને આપણે એક જ ત્રીરંગા નીચે ઉભા રહી જયહિન્દ કહીશુ.


તારો

પ્રશાંત દયાળ

24 comments:

 1. Nirman karo eva samaj nu k corrupt neta o satta par na avi shake

  ReplyDelete
 2. Law of the land and society shall stop asking beyond first name

  ReplyDelete
 3. Law of the land and society shall stop asking beyond first name

  ReplyDelete
 4. adbhut varnan prashantbhai. je dukh no ahesaas tamne thayo te mane ek rajput hovaane naate aaj thi 6 varsh pahela thayo hato. tyar thi jignesh saathe naana mota kaam karto rahyo chhu... ane aapda jevani sankhya vadhe tema j samaaj ni bhalai chhe.

  ReplyDelete
 5. mane lage che ke aa pruthvi ni dhari Ma matra prem nu sinchan kariea ....kyak kranti ni saruat Thai Gai che ...social Cycal na chakra fast farva lagya che ,kya sudhi Ek Manas bija Manas ne kachdse ....Ek bija ne prem karie bus etluj

  ReplyDelete
 6. હે માનવ વિશ્વાસ કરી લે..સમય બનીને આવુ છુ..

  ReplyDelete
 7. હે માનવ વિશ્વાસ કરી લે..સમય બનીને આવુ છુ..

  ReplyDelete
 8. Una ma je banyu teni same ane dalito ni aa ladai ma darek Non Dalit e temno sath aapvo j joiye. Sadio thi chalya aavta atyachar ane shoshan ma aapne sahu sarkha bhagidaro 6ye ane aa change have nai aave to kyare aavshe?

  ReplyDelete
 9. એક હમ હિંદુસ્તાન હમારા

  ReplyDelete
 10. કેટલા લોકો ને અહેસાસ થાય છે તેં ખૂબ જરુરી છે મે એવા લોકો જોયા છે કે જેની પાસે ભણતર ખૂબ છે પણ માનસિકતા જૂની છે.

  ReplyDelete
 11. Prashantbhai tamara lekhma ek fashionable apradhbhav thi vishesh kain nathi. Kharekhar to aapne temathi mukta thavani jarur chhe. Aapne unch-nich ni pratha ne te samay na sandarbh ma
  mulavi joiye. Aapna purvajo aapna karta ochha samajdar na hata. Etle aapne haalni manytao thi temnu mulyankan karvu te kudarati nyay ni virudh chhe.

  ReplyDelete
 12. Ptashantbhai I think your wholeheartedly support to Jignesh is a one kind of little beginning to form cast free society

  ReplyDelete
 13. Ptashantbhai I think your wholeheartedly support to Jignesh is a one kind of little beginning to form cast free society

  ReplyDelete
 14. Great Humanbeing, Great thoughts...!!

  ReplyDelete
 15. Sir tame jevu samjya cho evu samajana darek loko samje to kharekhar samajna darek loko sukha ane sahnti thi jivi sakse...

  ReplyDelete
 16. Nice latter. We are same here we are indian. I also thanks to support to dalit. Every people want to change above the religion. Dalit not say we are dalit. We always indian but when cast unity become then we also come as cast unity.

  ReplyDelete
 17. Prashant bhai tame khara arthma azadi melavi...congratulations.....jativad thi azadi...hope bija loko pan tamari jem azad thay.....Jay Bharat...

  ReplyDelete
 18. Prashant bhai tame khara arthma azadi melavi...congratulations.....jativad thi azadi...hope bija loko pan tamari jem azad thay.....Jay Bharat...

  ReplyDelete
 19. Prashantbhai u are right. You encouraged Jigneshbgai and us with right understanding. This article may change others.

  ReplyDelete