Wednesday, August 24, 2016

તમને કઈ થશે નહીં, પણ તમારા મૃત્યુ પછી મને શરમ આવવી જોઈએ નહીં.

2010ની વાત છે, શૌહરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસનો ધમધમાટ ચાલી રહ્યો હતો, અમીત શાહ સહિત મોટા પોલીસ અધિકારીઓની ધરપકડ થઈ ચુકી હતી, મારી ઉપર તેમનો આરોપ હતો કે એક પત્રકારે આ કેસમાં લેવો જોઈએ તેના કરતા વધુ રસ લીધો હતો અને અને હું સીબીઆઈની રોજ-બરોજની તપાસમાં તેમને મદદ કરી રહ્યો હતો, ગુજરાત સરકાર સહિત અનેક લોકો મારી સામે નારાજ હતા, ત્યારે જ એક અત્યંત નજીકના મીત્ર પાસેથી માહિતી મળી કે પોરબંદરના એક ગેંગસ્ટરને મારી સોપારી આપવામાં આવી છે, જે જેલમાં હતો છતાં એક રાત માટે તેને બહાર લાવી મારુ કામ તમામ કરી તે પાછો જેલમાં જતો રહેશે, સામાન્ય રીતે મને ડર લાગતો નથી,છતાં જેમના દ્વારા મને માહિતી મળી હતી, તે વિશ્વાસુ વ્યકિત હતા,, માહિતીમાં દમ  હતો , તે રાત્રે પહેલી વખત મને ડર લાગ્યો, મોડી રાત સુધી કેમય કરી ઉંઘ આવતી ન્હોતી. અનેક વિચારોએ મને ઘેરી લીધો હતો.

રાતના ત્રણ વાગ્યા હશે.. મારી પત્ની શીવાનીએ લાઈટ ચાલુ કરી મને પુછયુ શુ સમસ્યા છે, આમ તો હું મારી સમસ્યા તેનાથી ખાનગી રહે તેવા પ્રયત્ન કરૂ છુ, પણ મને આ તબ્બકે લાગ્યુ કે મારે તેને આ જાણકારી આપવી જઈએ, તેણે મને ધ્યાનથી સાંભળ્યો, મને હતું તે ડરી જશે, ચીંતા કરશે. પણ તેણે થોડીક ક્ષણો વિચાર કરીને મને પુછયુ ખરેખર તમે એન્કાઉન્ટર કેસમાં જે લખો છો તેના કારણે તેઓ તમારાથી નારાજ છે, મેં કહ્યુ હા તો બીજુ શુ કારણ હોઈ શકે.. તેણે દ્રઢતાપુર્વક કહ્યુ મને ખાતરી છે, તમને કઈ થશે નહીં પણ તેમ છતાં તમારા લખાણને કારણે કોઈ નારાજ થાય અને તમારી હત્યા કરે તો મને દુખ જરૂર થશે, પણ તેના કરતા મહત્વની બાબત તેવી છે, તમારી હત્યા પછી મને અથવા તમારા બાળકને શરમ આવે તેવુ કોઈ કારણ સામે આવવુ જોઈ નહીં. મેં ખાતરી આપી કે તેવુ કયારેય થશે નહીં.

જો કે ત્યાર બાદ હું જયા નોકરી કરતો હતો તે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના તંત્રી ભરત દેસાઈએ બીજા જ દિવસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી, સમગ્ર બાબતની ગંભીરતા તરફ ધ્યાન દોર્યુ અને તે દિશામાં કઈ થયુ નહીં તે માટે હું કોનો આભાર માનું તે સમજ આજે પણ પડતી નથી, કારણ આજે હું જીવીત છુ, તે રાજય સરકારની સક્રીયતાને કારણે કે પછી મને મારવાના હતા તેમની મહેરબાની હતી. પણ આજે તે વાત મને ગાંધી આશ્રમમાં યાદ આવી હતી, અમે પત્રકારો જુનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યાની ઘટનાની નિંદા કરવા અને એક પત્રકારની હત્યાના વિરોધમાં અમારી નારાજગી બતાડવા માટે એકત્ર થયા હતા. અગાઉ મેં અનેક વખત રીપોર્ટીંગ દરમિયાન પોલીસ અને નારાજ લોકોનો માર ખાધો છે. ત્યારે મને બહુ ગુસ્સો પણ આવતો અને તે મુદ્દે મેં અને મારા સાથીઓએ તેનો વિરોધ પણ કર્યો હતો.

પણ આ દિશામાં મે મારી સમજ બદલી, આ મારો સંપુર્ણપણે વ્યકિતગત મત છે, તે બધાને સ્વભાવીક રીતે લાગુ પડતો નથી, જયારે શિક્ષકને શિક્ષણ માટે અને ડૉકટરને સેવા માટે માન મળતુ હતું ત્યારે પત્રકારત્વ માટે પત્રકારને   મીશનરી તરીકે માન મળતુ હતું, પણ સમય બદલાયો અને વ્યવસાયના હેતુઓ અને ધોરણો બદલાયા તેમા પત્રકારત્વ પણ બાકાત નથી,દરિયામાં પડતા પહેલા તેના જોખમોની ખબર હોવી જોઈએ તેવી જ સીધી વાત છે, સમય બદલાયો છે, જયારે પત્રકારત્વ પહેલા જેવુ રહ્યુ નથી, ત્યારે તેને મળતુ માન આજે મળે તેવી અપેક્ષા રાખવી પણ વધુ પડતી છે, તે સંજોગોમાં પત્રકારત્વના જોખમો પણ વધ્યા જ છે તેમાં કઈ બેમત નથી.

છતાં આપણા દેશમાં કોઈ પણ નાગરિક ઉપર હુમલો થાય અથવા તેની હત્યા થાય તો તમામ બાબત ઈન્ડીયન પીનલકોડના આધારે જ નક્કી થાય છે. તમે આપણા દેશના સામાન્ય માણસની હત્યા કરો તો અથવા આપણા દેશના વડાપ્રધાનની હત્યા થાય તો પણ ઈન્ડીયન પીનલ કોડની 302 કલમ હેઠળ જ ગુનો નોંધાય છે, કાયદો બધાને સમાના રીતે જુવે છે, કેટલાંક પત્રકાર મીત્રો આ બાબતે ચીંતીત છે,. તેમની લાગણી છે કે  પત્રકારોની સુરક્ષા માટે વિશેષ કાયદા હોવા જોઈએ, પણ હું માનું છે સરહદે તૈનાત જવાન શહેરમાં ફરજ બજાવતો કોન્સટેબલ અને એક પત્રકાર વચ્ચે ખાસ કોઈ ફેર નથી, બધા દેશના પ્રહરી છે, જયારે પત્રકાર તરીકે આપણે આ વ્યવસાયમાં આવ્યા ત્યારે તેના જોખમો અને આવનારી પરિસ્થિતિનો અંદાજ હોવો જોઈતો હતો..પોલીસની હત્યા થાય અથવા પત્રકારની હત્યા તો પણ એક જ કાયદા હેઠળ કાર્યવાહી થાય છે તો અલગ કાયદો કેવી રીતે હોઈ શકે.

પત્રકારત્વની પોતાની પણ કેટલીક સમસ્યા છે, ખાનગી માલિકો, ઓછા પગાર, નોકરીની અસલામતી અને સાથે નારાજ લોકો તરફથી મળતી ધમકીઓ સહિતના તમામ પરિણામો માટે ભોગવવાની માનસીક તૈયારીઓ તો રાખવી જ પડશે , કારણ કાયદો એક એક માણસને રક્ષણ આપી શકે તેવી સ્થિતિમાં નથી, ધમકી મળવી , માર પડવો અને હત્યા થવા સુધીની ઘટના આ વ્યવસાયનો એક ભાગ છે તે માની અને સ્વીકારી આગળ વધવુ પડશે, કારણ ડરતા ડરતા રોજ જીવી શકાશે નહીં રોજ મરવુ તેના કરતા એક દિવસ મરી જવુ સારૂ છે.શરૂઆતના કાર્યકાળમાં જયારે પણ મારા સહિત પત્રકારો ઉપર જયારે હુમલા થતાં ત્યારે હું તેનો ખુબ વિરોધ કરતો, પણ આજે મને લાગે છે ત્યારે શારિરીક માર કરતા મારા અહંમને પહોચેલી ઠેસ મને વધુ પીડા આપતી હતી, આજે મેં એક પત્રકાર મીત્રને કહ્યુ શરીરને વાગશે તો ચાલશે પણ તે બાબત મનને વાગી જાય નહીં તેનું ઘ્યાન રાખવુ પડશે.

તેનો અર્થ તેવો પણ નથી. કે અમે મારા ખાવા તૈયાર છીએ અને હાલતો ચાલતો કોઈ મવાલી ગુંડો અથવા નારાજ રાજકારણી પત્રકારને મારી જાય અથવા હત્યા કરી નાખે તે પણ હરગીજ ચલાવી લેવાય તેમ નથી, તેવુ જયારે જયારે   પણ બનશે ત્યારે તેનો વિરોધ કરનારમાં મારૂ નામ મોંખરે હશે,પણ હવે પત્રકારત્વના વ્યવસાયની ફરિયાદ અને પીડા કહેવાનો કોઈ અર્થ નથી કારણ આપણને કોઈ ગરદન પકડી આ વ્યવસાયમાં લાવ્યુ ન્હોતુ ,આપણે સ્વૈચ્છાએ પીડા અને તકલીફ સહન કરવાનો માર્ગ પસંદ કરેલો છે, ફિલ્મોમાં દેખાતી ગ્લેમરસ જોબ પણ નથી તેવુ તમે અને હું બન્ને જાણીએ છીએ, ત્યારે જે નથી તેના ભ્રમમાં રહી દુખી થવા કરતા જે સામે દેખાય છે તેનો સામનો કરવો જોઈએ.

કદાચ આપણા ખીસ્સામાં બીજા કરતા નાના હોઈ શકે છે,પણ  આપણી અંદરની તાકાત બીજા કરતા અનેક ગણી વધારે છે, કારણ આપણી પાસે હથિયાર નથી, આપણા શરીર ઉપર ખાખી અથવા મેલેટરી રંગની સુરક્ષા નથી, નોકરી અને જીવની સલામતી નથી, છતાં અાપણે આપણને ડરાવનારને કહેવાની જરૂર છે, અમે લાચાર નથી ડરપોક નથી,અમે તૈયાર છીએ, તમામ સ્થિતિઓ માટે, કારણ અમારી પાસે વિચાર છે, જે તમારી પાસે નથી, કારણ આખરે તો આખા વિશ્વમાં જીત તો વિચારોની જ થાય છે..

20 comments:

 1. કારણ આખરે તો આખા વિશ્વમાં જીત તો વિચારોની જ થાય છે.....really true sir!!!

  ReplyDelete
 2. Yes excellent
  Hu tamari vat sathe sahmat che

  Jindgi to bewafa hai ek din thukrayegi maut mehbuba hai apni sath lekar jayegi

  ReplyDelete
 3. Thought can change the world;all revolution born from it and press media give more contribution to make it....
  but how many fighter's in your field like you,I can't count because not found....really.
  In this article I like most is...when you aware and talk about threat to 'Shivanibhabhi' and she tell you the sentence....not anything other than it ...really courageous, brave and in deeply full of ethical.

  ReplyDelete
 4. This comment has been removed by the author.

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. આપણી પાસે હથિયાર નથી, આપણા શરીર ઉપર ખાખી અથવા મેલેટરી રંગની સુરક્ષા નથી, નોકરી અને જીવની સલામતી નથી, છતાં અાપણે આપણને ડરાવનારને કહેવાની જરૂર છે, અમે લાચાર નથી ડરપોક નથી,અમે તૈયાર છીએ, તમામ સ્થિતિઓ માટે, કારણ અમારી પાસે વિચાર છે, જે તમારી પાસે નથી, કારણ આખરે તો આખા વિશ્વમાં જીત તો વિચારોની જ થાય છે..વાહ દાદા વાહ ગર્વ છે મને કે હું દયાળપંથી છું....

  ReplyDelete
 7. આપણી પાસે હથિયાર નથી, આપણા શરીર ઉપર ખાખી અથવા મેલેટરી રંગની સુરક્ષા નથી, નોકરી અને જીવની સલામતી નથી, છતાં અાપણે આપણને ડરાવનારને કહેવાની જરૂર છે, અમે લાચાર નથી ડરપોક નથી,અમે તૈયાર છીએ, તમામ સ્થિતિઓ માટે, કારણ અમારી પાસે વિચાર છે, જે તમારી પાસે નથી, કારણ આખરે તો આખા વિશ્વમાં જીત તો વિચારોની જ થાય છે..વાહ દાદા વાહ ગર્વ છે મને કે હું દયાળપંથી છું....

  ReplyDelete
 8. Atmavisvas ane karapsan vagarnu nikhalas reporting atle Dayal

  ReplyDelete
 9. This comment has been removed by the author.

  ReplyDelete
 10. આ ખેલદિલી ગમી કે આપણને કોઇ આ વ્યવસાયમાં ગરદન પકડીને નહોતું લાવ્યું
  આ વાત ગમી....

  ReplyDelete
 11. Saru dada.. mari post no javab mali gyo

  ReplyDelete
 12. Saru dada.. mari post no javab mali gyo

  ReplyDelete
 13. Despite of unaccountable problems including murder being faced by my reporter friends I can here say with great pride that a Pen is mightier than sword.It is requested to whole media community to please don't forget it up to end of the service.

  ReplyDelete
 14. bhasha nu vaividyasabhar hovu joie evu nathi

  ReplyDelete
 15. Wah prashantbhai, darek tabakke samay mujab aapne taiyar rahewu pade

  ReplyDelete
 16. Prashantbhai is the great salute dada

  ReplyDelete
 17. Prashantbhai is the great salute dada

  ReplyDelete
 18. You draw not only real but factual picture of the life of journalism! Great!

  ReplyDelete
 19. You draw not only real but factual picture of the life of journalism! Great!

  ReplyDelete