Monday, August 1, 2016

આનંદીબહેન પટેલે રાજીનામુ અધ્યક્ષને મોકલ્યુ છે, રાજયપાલને નહીંઃ ગુજરાતનો મુખ્યમંત્રી દલિત અથવા આદિવાસી હોઈ શકે છે.

ભાજપ અવનવા પ્રયોગ કરવામાં માહિર છે, વિશ્વના કોઈ પણ નેતાએ ફેસબુક ઉપર રાજીનામાની જાહેરાંત કરી હોય તેવુ બન્યુ નથી, પણ આનંદીબહેને રાજીનામુ આપ્યુ તેની જાણ અનેક ભાજપી નેતાઓને ફેસબુક મારફતે થઈ હતી. આનંદીબહેન જાય છે તેવી અટકળો તેમના વિરોધી લાંબા સમયથી ચલાવતા હતા ત્યારે આ સમાચારને કારણે તેમના વિરોધી ગેલમાં આવી ગયા, જયારે આનંદીબહેનના જુથમાં સન્નાટો છવાઈ ગયો, કારણ આનંદીબહેન 2017 સુધી તો છે જ તેના આધારે કેટલીય પંચવર્ષીય યોજનાઓ બનાવી હતી, હવે તેમના કામનું શુ થશે તેવી ચીંતા થવી સ્વભાવીક હતી.

આનંદીબહેને રાજીનામુ આપી દીધુ છે તેમાં હવે કોઈ શંકા નથી, પણ બહેને રાજીનામુ રાજયપાલને નહીં પણ ભાજપના અધ્યક્ષને મોકલ્યુ છે, બંધારણ અનુસાર આનંદીબહેન રાજયપાલ ભવન જઈ જયાં સુધી રાજીનામુ ના  આપે ત્યાં સુધી આગળની  બધી અટકળોનો કોઈ અર્થ નથી, કારણ આ ભાજપ છે, તેમના માસ્ટર માઈન્ડ નેતા નરેન્દ્ર મોદીના મનમાં શુ ચાલી રહ્યુ છે તે સમજી શકે તેવી કોઈ ફોરેનસીક મશીનરીની શોધ હજી સુધી થઈ નથી.

હું ટીવી ઉપર જોતો હતો વિજય રૂપાણીથી લઈ અમીત  શાહ સહિત બધા જ નેતાઓ આનંદીબહેન પટેલને શ્રધ્ધાંજલી આપતા હોય તે રીતે તેમના કામના વખાણ કરી રહ્યા હતા, આવતીકાલે એટલે મંગળવારના રોજ દિલ્હી ખાતે મળનારી ભાજપની સંસદીય બોર્ડની બેઠકમાં અનઅપેક્ષીત નિર્ણય પણ લેવામાં આવે, અને જાહેરાંત કરવામાં આવે કે આનંદીબહેનના રાજીનામાનો સ્વીકાર કરવામાં આવતો નથી, અને તેમને જ યથાવત રાખવામાં આવે છે. આ કદાચ એક કલ્પના પણ લાગે , પણ હું જે લખી રહ્યો છુ અને મારૂ જે અનુમાન છે અને ખરેખર  શુ થશે તેની વચ્ચે હવે બાર કલાકનો પણ સમય રહ્યો  નથી અત્યારે 1 ઓગષ્ટ રાતના સાડા અગીયાર થઈ રહ્યા છે.

સંસદીય બોર્ડ જ આનંદીબહેન પટેલના રાજીનામાનો અસ્વીકાર કરી તેમને ખસેડવામાં આવી રહ્યા હોવાની વાત ઉપર પુર્ણ વિરામ મુકે તો વ્યકિતગત રીતે મને જરા પણ આશ્ચર્ય થશે નહીં. અને માની લો કે તેવુ કઈ જ થાય નહીં, અને અાનંદીબહેન પટેલનું રાજીનામુ સ્વીકારી જાય તો તેઓ તરત રાજયપાલ ભવન જઈ પોતાનું રાજીનામુ સુપ્રત કરશે. જો આવુ બને તો બંધારણ અનુસાર નવા મુખ્યમંત્રી અને તેમના પ્રધાનમંડળનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.

નરેન્દ્ર મોદી જાણે છે કે ગુજરાતમાં કોંગ્રેસવાળા અને આપ વાળા ઉપરથી નીચે પછડયા તો પણ ખાસ કઈ નુકશાન કરી શકે તેમ નથી, 2017ની ચુંટણીમાં નરેન્દ્ર મોદી ગુજરાત આવી માત્ર દસ સભા કરીને જતા રહે તો પણ ભાજપને સત્તા સુધી જતા કોઈ રોકી શકે તેમ નથી, ભાજપની વર્તમાન બેઠક ઓછી થવાની શકયતા છે પણ તેને સત્તા ઉપર ઉખેડી નાખવાની ક્ષમતા હજી કોંગ્રેસના કોઈ નેતામાં નથી. સવાલ ગુજરાતનો છે જ નહીં, પણ મોદીની ચીંતા ગુજરાતને કારણે દેશમાં ભાજપની બગડી રહેલી છાપ ચીંતાનો મુખ્ય વિષય છે.

આ ચીંતા ગુજરાતનો મુખ્યમંત્રી કોણ હશે તે નક્કી કરશે, એક સમય હતો પટેલોને કારણે ભાજપને સત્તા મળે છે તેવુ પટેલો અને ભાજપ બન્ને માનતા હતા, પણ પાટીદાર આંદોલન વખતે જ યોજાયેલી પંચાયતની ચુંટણીમાં પટેલો ભાજપને ધાર્યુ નુકશાન કરી શકયા નહીં, જેણે પટેલોની રાજકિય તાકાતનો મૃત્યુ ઘંટ વાગી ગયો , પટેલ વગર પણ ગુજરાતમાં સત્તા હાંસલ કરી શકાય છે તેની જાણ ભાજપને થઈ ગઈ છે તેના કારણે એક નિશ્ચીત છે કે આનંદીબહેન પટેલ પછી ગુજરાતની ધુરા પટેલના હાથમાં નહીં હોય.

અમીત શાહનું જુથ પણ ગેલમાં છે તેમની અંદર અમીતભાઈ મુખ્યમંત્રી થઈ આવી રહ્યા છે તેવા રાજકિય ગલગલીયા થઈ રહ્યા છે, પણ મોદીજીને અમીત વગર દિલ્હીમાં ચાલે તેમ નથી દિલ્હીમાં ભાજપની શરૂઆત મોદીથી થાય છે અને અમીત શાહને સરનામે અંત આવે છે,. આ સ્થિતિમાં હાલમાં તો અમીતને ગુજરાત મોકલી મોદી દિલ્હીનો પોતાનો ખેલ બગાડે નહીં. નરેન્દ્ર મોદીને હાલમાં ઉત્તરપ્રદેશની ચીંતા છે, ભાજપ મનુવાદીઓની  પાર્ટી છે તે છાપ ભુસવા માટે ગુજરાત મોડલમાં દલિત અથવા આદિવાસીને મુકવે પડે તેવુ હું માનુ છે. ભાજપે હમણાં સુધી ગુજરાતમાં દલિત અને આદિવાસીને મુખ્યમંત્રી બનાવ્યા નથી, આ ચહેરો સુધારવાનો પ્રયાસ પણ હોઈ શકે છે.

આમ છતાં નરેન્દ્ર મોદીને છાપાવાળાને ખોટા પાડવાની મઝા આવે છે, છાપાવાળા જેને પતાવી દેવા માગતા હોય તેમના નામ મુખ્યમંત્રીની રેસ હોવાનું કહી ચલાવવાના, બાકીનું કામ મોદી પુરી કરી નાખશે, મુખ્યમંત્રી થવાનું તો બાજુ ઉપર મોદી જેમના નામ મુખ્યમંત્રીને રેસમાં ચાલે છે તેમનું રાજકારણ પુરૂ કરી નાખશે.

26 comments:

 1. Puru karvuv joi e modi saheb e mukhymantri banva ni lahay ma gujarat ni ....... nakhi

  ReplyDelete
 2. એકદમ ચોક્કસ એનાલિસિસ

  ReplyDelete
 3. Congress haravse bjp ne chokas pane. Tamara congress mate na statement jode hu agree nahi

  ReplyDelete
 4. એકદમ ચોક્કસ એનાલિસિસ

  ReplyDelete
 5. Replies
  1. Good analysis but I don't agree with your view that BJP is unbeatable in Gujarat. Good day Prashantbhai👍

   Delete
  2. Good analysis but I don't agree with your view that BJP is unbeatable in Gujarat. Good day Prashantbhai👍

   Delete
 6. ये बात! जरा हटके ! You was awaysom on NDTV INDEA with Ravishkumar. Logical prediction, neutral analysis, honest talk
  Excellent 👏 👏 👏 👍

  ReplyDelete
 7. ये बात! जरा हटके ! You was awaysom on NDTV INDEA with Ravishkumar. Logical prediction, neutral analysis, honest talk
  Excellent 👏 👏 👏 👍

  ReplyDelete
 8. DADU.. EK VAT CHOKAS... TAME "NADI VIDYA" CHO... SOGTHI PARBARI NISHAN UPARAJ LAGE CHE... TAMNE VACHI NE MARU GYAN VADHI RAHYU CHE... JAY HO...

  ReplyDelete
 9. માનનીય શ્રી પ્રશાંતભાઇ
  ગઇકાલે તા. ૦૧/૦૮/૨૦૧૬ ના રોજ આપને એનડીટીવી પર રવિશકુમાર સાથે જોયા અને ઘણો આનંદ થયો. સાથે સાથે પ્રશ્ન પણ થયો.
  પ્રશ્ન થવાનુ કારણ આપની તાજેતરની જ ફેસબૂક પરની એક પોસ્ટ છે.

  આપે એ પોસ્ટ પર જણાવેલ છે કે…..ડીબેટમા આવનાર એકસપટર્ને પૈસા મળવા જોઈએ

  પ્રશાંતભાઇ, આ પોસ્ટના સંદર્ભમા મારે જાણવુ છે કે, ગઇકાલે તા. ૦૧/૦૮/૨૦૧૬ ના રોજ એનડીટીવી પર આપ જ્યારે રવિશ કુમારના કાર્યક્રમમા હાજર રહ્યા તો આપને કેટલુ મહેનતાણુ ચુકવાયુ ? ચેકથી પૈસા આપ્યા કે રોકડથી ? ચેકથી આપ્યા હોય તો ચેકનો ફોટો અપલોડ કરવા વિનંતી જેથી તમારી વાતને પુરાવાનુ સમર્થન મળે.

  જો આપને કોઇ ચુકવણી નથી થઇ તો એનો એ અર્થ થયો કે આપની એ પોસ્ટમા રજુ થયેલી આપની વાતમાં વજન નથી અને બીજા પત્રકારો કે જે ટીવી પર આવે છે એમની પ્રત્યેનો તમારો ઇર્ષાભાવ જ છે. જો કોઇ ચુકવણી ના થઇ હોય તો તે ખુલ્લે આમ જણાવશો. કારણ કે મારા હ્રદયમા તમારુ એક સવિશેષ સ્થાન છે.
  આશા રાખુ છુ કે તમે મને જવાબ ચોક્કસ કરશો મારુ ઇમેલ આઇ ડી rudraketan@yahoo.com છે.

  ReplyDelete
  Replies
  1. મિત્ર તમને કોઇ કારણસર લાગી આવ્યુ હોય તેમ લાગે છે. તેનું કારણ વ્યાજબી હોઇ શકે છે.
   પણ,
   માણસ જો - જ્યારે મફત કામ કરતો હોય તો - ત્યારે એને હા કે ના પાડવાનો હક હોય છે. કોઇ પણ ઇચ્છે ત્યારે એને બોલાવી જાય એવો હક તો મહેનતાણું કે માનદ ચુકવતા હોય તો પણ ના કરી શકાય. જ્યારે અહીં એમ જ કરાતો હોય છે.

   Delete
 10. માનનીય પ્રશાંતભાઇ

  હુ ગુજરાત વિદ્યાપીઠમા ભણ્યો છુ અને ‘ગાંધીવિચાર પરિચય‘ એવી પરીક્ષા પણ પાસ કરેલ છે એ માત્રથી ગાંધી વિચારનો મારી પર પ્રભાવ છે એમ કહેવુ એ અતીશયોક્તી ભર્યુ છે એવુ મારુ માનવુ છે. પણ છતાય ગાંધીજી વિશે એક વાત કહીશ કે, એમનુ એક પુસ્તક છે, મારુ જીવન એજ મારો સંદેશ, આ પુસ્તક મને ખુબ ગમે છે. દર વર્ષે હુ નવા નવા પુસ્તકો વાંચતો હોવુ છુ, પણ ગાંધીજીનુ આ પુસ્તક ભગવદ ગીતાના બીજા અને છઠ્ઠા અધ્યાય, કર્મયોગ અને સાંખ્ય યોગની જેમ મારાથી વધુ વંચાયુ છે. જેનુ મુખ્ય કારણ જીવનની પારદર્શકતા છે.
  આપે મારા મનની વાત ફેસબૂક દ્વારા લોકો સમક્ષ મુકી, મને જવાબ પાઠવી, પારદર્શક જીવનનુ ઉદાહરણ પ્રાસ્થાપીત કર્યુ છે. સાથે સાથે લેખક અને વાચકનો સંબંધ વધુ મજ્બૂત બનાવ્યો છે.
  હુ ગદગદ છુ અને નીઃશબ્દ છુ.
  આભાર

  આપનો વાચક
  કેતન માંડલીયા
  rudraketan@yahoo.com

  Above comment is in connection of Prashant Dayal s post dated 02-08-2016. Please refer that...

  ReplyDelete
 11. નમસ્કાર પ્રશાંતભાઈ,
  તમારા આર્ટિકલ વાંચી ને બહુ આનંદ થયો. અને તમારા બ્લોગ પર મુકેલા બધા આર્ટિકલ મેં વાંચ્યા એમનો એક આર્ટિકલ હતો એ છે તમારી અને સરફરાઝ વચ્ચે ની હરીફાઈ નો જે આર્ટિકલ વાંચી ને મને બહુ જ આનંદ થયો. અને સરફરાજભાઈ ને પણ હું સારી રીતે ઓળખું છું. અને મે તમને જોયા નથી પણ હું તમને સારી રીતે ઓળખું છું. જે તમારા મિત્રો માટે લડત લડ્યા છો એમાંના ઘણા મિત્રો મારા પણ હતા. પણ એટલું કહી શકાય કે અડગ માનવી ને હિમાલય પણ નડતો નથી....

  ધન્યવાદ....

  ReplyDelete