Friday, August 5, 2016

મુંબઈમાં માતોશ્રી છે. અને અમદાવાદમાં પિતાશ્રી છે.,

બાળાસાહેબ ઠાકરે જીવતા હતા ત્યારે શિવસેનાના તમામ નિર્ણયો, માતોશ્રીમાંથી લેવામાં આવતા હતા, મરાઠીભાષામાં કેટલાંક સંબંધોને માન આપવા માટે સુચક શબ્દોનો  પ્રયોગ થાય છે, તેમાં માતા માટે માતોશ્રી શબ્દનો પ્રયોગ થાય છે, બાળાસાહેબ જે બંગલામાં રહેતા હતા તેને માતોશ્રી નામ આપવામાં આવેલુ છે. ભાજપના નેતાઓ મને ગઈકાલે ફોન કરી મારા ધ્યાન ઉપર વાત મુકી કે મુંબઈમાં બધા જ નિર્ણયો માતોશ્રીમાં થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ બધા જ નિર્ણયો કુસુમવિલામાંથી  લેવામાં આવે છે. કુસુમવિલા નામ સંભાળવા છતાં મને કઈ યાદ આવ્યુ નહીં, ભાજપના નેતાએ ફોડ પાડતા કહ્યુ અમીત શાહના નવા બંગલાનું નામ કુસુમવિલા છે.

નવા મુખ્યમંત્રી બેસાડવા માટે અમીત શાહ અમદાવાદ આવ્યા, અને સીધા જ તેમના બંગલે કુસુમવિલામાં દાખલ થઈ ગયા, તેમના અંગત સચિવે પત્રકારોને જાણકારી આપી કે સાહેબ બંગલાની બહાર નિકળવાના નથી, પણ નોકરી માટે જો પત્રકારોએ બંગલાની બહાર ઉભા જ રહેવુ પડે. પછી નેતાઓ મળવા આવ્યા અને મિટીંગોને દૌર ચાલ્યો. ગાંધીનગર હાઈવે ઉપર કમલમ નામનું ભાજપનું પ્રદેશ કાર્યાલય હોવા છતાં મિટીંગો બધી કુસુમવિલામાં જ થઈ. મોટા નેતાઓની સાથે ભાજપના સિનિયર નેતા સુરેન્દ્ર પટેલ પણ આવ્યા, જે સુરેન્દ્રકાકાની આંગળી પકડી અમીત શાહ રાજકારણની સીડી ચઢતા શીખ્યા, તે અમીત હવે કાકા કરતા મોટા નેતા થઈ ગયા, ખરેખર તો સુરેન્દ્રકાકાને મળવા માટે અમીત શાહે જવુ જોઈએ, અથવા કાકાએ કુસુમવિલા ઉપર જવાને બદલે અમીત શાહને ફોન કરી બોલાવી લેવા જોઈએ, જો કે અપમાન કરનારને અને અપમાન સહન કરનારને બન્નેને કઈ ખરાબ લાગતુ નથી.

નિતીન પટેલ કોઈ મામુલી કાર્યકર્તા નથી, આનંદીબહેન પટેલે રાજીનામુ આપ્યુ તે દિવસ એનડીટીવીના પ્રાઈમ ટાઈમ પ્રોગ્રામમાં હું ગયો હતો, રવિશકુમારે મને પુછયુ શુ લાગે છે,  કોણ મુખ્યમંત્રી બનશે, મેં કહ્યુ નરેન્દ્ર મોદીને હું ઓળખુ છુ ત્યાં સુધી મને ખબર છે તેમને પત્રકારોને ખોટા પાડવાની મઝા આવે છે, પત્રકારો જેમના નામની જાહેરાંત કરશે તેનું નામ છેલ્લી ઘડીએ ઉડી જશે. ભાજપ ધારાસભ્યપક્ષની બેઠક પહેલા નિતીન પટેલ મુખ્યમંત્રી થશે તેવી આતંરિક જાહેરાંત થઈ ગઈ હતી, ખુદ નિતીનભાઈને પણ તેનાથી વાકેફ કરી દેવામાં આવ્યા હતા. નિતીનભાઈ કુસુમવિલામાંથી ખુશ થતાં થતાં નિકળ્યા હતા. આખો દિવસ તેમણે ભાવી મુખ્યપ્રધાનની જેમ ટીવીને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા.

નિતીનભાઈએ પોતાના પરિવારને પણ નવા સમાચારની જાણ કરી દીધી હતી, ઘરે મીઠાઈઓ પણ બની ગઈ હતી. અને સાંજે ચીત્ર બદલાઈ ગયુ, વિજય રૂપાણી મુખ્યમંત્રી થઈ રહ્યા છે તેવી જાહેરાંત કરતા રવિશકુમારનો ફોન આવ્યો, તેમણે મને કહ્યુ તમે સાચા પડયા અમે તો દિવસે નીતીનભાઈ પટેલનો ઈન્ટરવ્યુ પણ લઈ લીધો હતો જે રાત્રે દર્શાવવાના હતા, પણ હવે તો ચીત્ર બદલાઈ ગયુ છે. મેં કહ્યુ નરેન્દ્ર મોદી પત્રકારોને ખોટા પાડે ત્યાં સુધી તો બરાબર હતું પણ તેમણે તો પત્રકારોની સાથે પોતાના સાથી નિતીનભાઈ પટેલની હાલત પણ કફોડી કરી નાખી.ખબર નહીં આવુ કરવામાં તેમને શુ મઝા આવતી હશે

વિજય રૂપાણીને મુખ્યમંત્રી જાહેર કર્યા પછીના દર્શ્યો તમે ટીવી ઉપર જોયા હશે તો તમને યાદ હશે, પોતાની ખુરશીમાંથી આભાર માનવા ઉભા થયેલા વિજય રૂપાણી પહેલા અમીત શાહ સાથે હાથ મીલાવ્યો અને બાદમાં નીચે વળી આશીર્વાદ લીધા. મને બહુ શરમજનક ઘટના લાગી, વિજયભાઈ અમીત શાહ કરતા ઉમંરમાં ખાસ્સા મોટા નેતા છે, તેમને અમીત શાહના ચરણસ્પર્શ કરવાની જરૂર નથી, ભાજપ તો સંસ્કૃતિમાં માને છે વદન તો ઉમંરમાં મોટા અથવા  જ્ઞાનીને થાય પણ વિજયભાઈ.કયા કારણે પગે લાગ્યા તેનો જવાબ તો તે જ આપી શકે, માની લઈએ કે વિજયભાઈ માનતા હશે તે તેમને મુખ્યમંત્રી પદ તેમની રાજકિય લાયકાત કરતા અમીતભાઈને મહેરબાનીને કારણે મળ્યુ હશે,. પણ જયારે વિજયભાઈ પગે લાગે ત્યારે અમીતભાઈએ તો તેમને રોકવા હતા, પણ અગાઉ કહ્યુ કદાચ અહિયા બન્નેને મઝા પડતી હોય તો આપણે માઠુ લગાડવાની જરૂર નથી.

આવનાર દિવસોમાં કુસુમવિલા પાવર સેન્ટર રહેશે તેમાં કોઈ શંકા નથી, પણ આવુ ત્યાર જ થાય જયારે કોઈ પણ પક્ષમાં લોકનેતાની અછત  ઉભી થાય, ભાજપમાં અત્યારે એક જ લોકનેતા છે અને તે નરેન્દ્ર મોદી છે. મોદીને ખબર છે ભાજપના નામે ગધેડા પણ ચુંટાઈ શકે છે. જનાધાર વગરના નેતાઓ હોય ત્યારે લોકનેતા બેફામ થવાની સંભાવના પુરી રહેલી છે, અને તેવુ જ થઈ રહ્યુ છે, પહેલા નરેન્દ્ર મોદી આક્ષેપ કરતા હતા કે કોંગ્રેસના નેતા સોનીયાના દરબારમાં મુજરો કરવા જાય છે, હવે ભાજપના નેતા દિલ્હી અથવા કુસુમવિલામાં જાય છે., ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કોઈ ફેર રહ્યો નથી. એક મુખ્યમંત્રી નક્કી કરવા માટે છ-છ નેતાઓની ફોજ દિલ્હીથી આવી, ધારાસભ્યોની મિટીંગ કરી અને આખરે તો પિતાશ્રી અમીત શાહનું ધારેલુ  જ થયુ..

હવે વાત ગુજરાતના માતોશ્રી આનંદીબહેન પટેલની કોઈ મને કહ્યુ.. બહેન બહુ નારાજ છે કઈક તો કરશે, મેં કહ્યુ ભાઈ બહેન મુખ્યમંત્રી  હતા ત્યારે ધારાસભ્ય સાથે સારી રીતે વાત કરી હોત તો પણ આ દિવસોમાં કોઈ તેમની સાથે  ઉભુ રહેતુ, પણ આનંદીબહેનની સંખ્યાબળ વગરની નારાજગીનો કઈ અર્થ નથી.

15 comments:

 1. Superb... Papa kahte hai bada naam....

  ReplyDelete
 2. Very vivid observation of the politican arena of Gujarat. Congrats

  ReplyDelete
 3. Very vivid observation of the politican arena of Gujarat. Congrats

  ReplyDelete
 4. Nice article bhai.. keep it up

  ReplyDelete
 5. Nice article bhai.. keep it up

  ReplyDelete
 6. Nice article bhai.. keep it up

  ReplyDelete
 7. પ્રશાંતભાઇ તમારી કાબા રાજકારણીઓને પરખવાની શક્તિ ગજબની..!! માનવુ પડે.

  ReplyDelete
 8. Prashantbhai

  saras lakhyu chhe chhelle...aanandiben ni sankhyabal vagar ni narajagi no koi arth nathi....carry on boss...mast mast...

  ReplyDelete
 9. Prasant Bhai you are right , this is new era of modi politics

  ReplyDelete
 10. Jenu naam chale che te kyarey Aavtu nathi,, it's a strategy to cut down the name from the race..

  ReplyDelete
  Replies
  1. I marked in this party that a party member or MLA who doesn't have group in the party becomes CM like Suresh Mehta Dilip Parikh Modi Anandi ben and RuPani due to blessings of High Command

   Delete