Tuesday, August 2, 2016

અમીત શાહને ટોળા સાથે જોતા એ કે સુરોલીયા કહ્યુ અહિયાથી નિકળી જાવ નહીંતર ગોળી મારીશ

ભારતના રાજકારણમાં સમય અને સ્થિતિ બદલતા સમય લાગત નથી, આપણે ત્યાં હિન્દી ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે તેવુ જ વાસ્તવીક રૂપે પણ મને છે, આજે કેટલાંક અખબારમાં મેં જોયુ કે આનંદીબહેનના ઉત્તરાધિકારી તરીકે અમીત શાહ આવી રહ્યા છે તેવા સમાચાર છે. ત્યારે મને 28 ફેબ્રુઆરી 2002નો દિવસ યાદ આવી ગયો.ે
 ગોધરા રેલવે સ્ટેશન ઉપર 57 કાર સેવકોને જીવતા સળગાવી દેવાની ઘટનાને કારણ 28 ફેબ્રુઆરીના દિવસે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું, ભારેલા અગ્ની જેવી સ્થિતિ હતી, તેમાં પણ અમદાવાદ તો એપી સેન્ટર હતું, સવારથી રસ્તાઓ ઉપર ટોળા ઉતરી આવ્યા હતા, મુસ્લીમોની માલિકીને દુકાનો લુટાતી અને આગ ચાંપી દેવામાં આવતી હતી, પરિસ્થિતિ નાજુક બની રહી હતી, મોટા ભાગના સ્થળેએ પોલીસ મુક પ્રેક્ષક બની ઉભી  રહી ગઈ હતી, છતાં કેટલાંક પોલીસ અધિકારીઓ જેમણે ત્યારે પોતાના આંખ-કાન બંધ કરી ચેમ્બરમાં બેસી રહેવાને બદલે શરીર ઉપર રહેલી ખાખીને શોભે તે પ્રમાણે કામ કર્યુ.

લાંબા સમય સુધી  રાજકિય પ્રભાવ વગર કામ કરવુ મુશ્કેલ હોય છે છતાં કેટલાંક અધિકારીઓ પ્રમાણિક પ્રયાસ કર્યો તેમાં ત્યારના અમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર શીવાનંદ ઝા, ડેપ્યુટી પોલીસ કમિશનર વી એમ પારઘી અને ડેપ્યુટી પોલીસ કમિશનર ક્રાઈમ એ કે સુરોલીયા હતા.ત્યારે તેમને સરકાર અથવા ભાજપના નેતાઓ શુ પસંદ પડશે અથવા ભાજપીઓ નારાજ થઈ જશે તેની ચીંતા કર્યા વગર રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, તેમને પાસે પણ ખુબ જ ઓછો ફોર્સ હતો છતાં જે પોલીસના માણસો હતો તેને લઈ તેઓ એક સ્થળેથી બીજા સ્થળે દોડી રહ્યા હતા.

સવારનો જ સમય હતો અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમને સંદેશો મળ્યો કે સેટેલાઈટ વિસ્તારમાં એક હિંસક ટોળુ રસ્તા ઉપર નિકળ્યુ છે. એડીશનલ પોલીસ કમિશનર શીવાનંદ ઝાના કારમાં વાયરલેસ સેટ હતો, તેમણે પણ કંટ્રોલરૂમને મળેલો  સંદેશો સાંભળ્યો, સ્થાનિક પોલીસ અધિકારીઓને સ્થળ ઉપર જવાની સુચના આપવાને બદલે શીવાનંદે પોતાના ડ્રાઈવરને સેટેલાઈટ તરફ જવાની સુચના આપી, તેઓ મિનીટોમાં ત્યાં પહોંચ્યા, તેમણે જોયુ તો એક ટોળુ આગળ વધી રહ્યોુ હતું, પોલીસના વાહનો જોતા ટોળુ જે તરફ રસ્તો મળે તે તરફ ભાગી નિકળ્યુ, ટોળામાં એક જ માણસ ઉભો રહી ગયો, અને તે હતા અમીત શાહ. શીવાનંદ ઝાની કાર બરાબર અમીત શાહ પાસે આવી ઉભી રહી.

અમીત શાહ ભાજપના ધારાસભ્ય હતા, શીવાનંદે કારમાંથી ઉતરતા સત્તાવાહી અવાજમાં કહ્યુ અમીતભાઈ આ બરાબર થઈ રહ્યુ નથી, હવે જો રસ્તા ઉપર નજરે પડયા તો તમને પણ અંદર મુકી દેતા મને સમય લાગશે નહીં. અમીત શાહ જેવા શકિતશાળી નેતાને કહેવા માટે કલેજામાં હિમંત જોઈએ ત્યારે શીવાનંદ ઝાએ હિમંત બતાડી. અમીત શાહ ત્યાંથી જતા રહ્યા.બપોર થતાં સંદેશો મળ્યો કે પાલડી ડીલાઈટ ફલેટને  આગ લગાડવામાં આવી છે, ડીલાઈટ ફલેટમાં મુસ્લીમો રહેતા હતા, તરત શીવાનંદ ઝા અને ડીસીપી વી એમ પારઘી ત્યાં પહોંચ્યા. પણ જતા નજરે પડયુ કે સ્થાનિક પોલીસ હાજર હતી તેમની સાથે મંત્રી હરેન પંડયા પણ ઉભા હતા,

શીવાનંદ અને પારઘીએ પોતાની કારમાંથી ઉતરતા જ ટોળા ઉપર તુટી પડયા તેમણે પરવા કરી નહીં કે હરેન પંડયા શુ માનશે. સળગતા ફલેટમાં જીવતા લોકોને બહાર કાઢવાની કામગીરી પણ તેમણે કરી, રાત થતાં સુધી તો અમદાવાદ શહેર ભડકે બળવા લાગ્યુ હતું, રાતે સંદેશો મળ્યો કે એક ટોળુ રાણીપની બકરામડી પાસે એકત્ર થયુ છે, આ વિસ્તારમાં બકરામંડીની ચારે તરફ હિન્દુઓ જ રહે છે, ડીસીપી એ કે સુરોલીયા ત્યાં પહોંચ્યા, તેમણે જોયુ તો અમીત શાહ ત્યાં હાજર હતા, કદાચ સવારે તેઓ સેટેલાઈટમાં પણ ટોળા સાથે હતા, તે વાત શીવાનંદે તેમને કરી હશે.

એ કે સુરોલીયા હમણાં સુખી રાજકિય પ્રભાવથી દુર રહ્યા છે, તેમણે અમીત શાહને જોતા તેમનો ગુસ્સો ફાટી પડયો તેમણે કહ્યુ જો હવે તમે કયા ટોળા સાથે નજરે પડયા તો ગોળી મારી દઈશ. આ હું જે કઈ લખી રહ્યો છુ તે સત્તાવાર રીતે કયાંય નોંધાયુ નથી, છતાં કઈ છાનુ પણ રહેતુ નથી. કારણ આવી ઘટનાની ડાયરીમાં નોંધ થતી નથી,  આ ત્રણે અધિકારીઓ જાહેરમાં  કહી શકે છે કે આ વાત ખોટી છે કારણ દરેક વખતે લડતા રહેવુ જરૂરી પણ હોતુ નથી. પણ સત્ય બદલી શકાતુ નથી.

 પણ  ત્યાર બાદ સમય અત્યંત તીવ્ર ગતીએ બદલાયો  2002ના તોફાનો  થયેલી ચુંટણી બાદ અમીત શાહ ધારાસભ્યમાંથી મંત્રી થયા અને તે પણ ગૃૃહમંત્રી થયા, જે શીવાનંદ ઝા, વી એમ પારધી અને  એ કે સુરોલીયા થોડા મહિના પહેલા તેમને  મયાર્દામાં રહેવાનું કહ્યુ હતું. તે હવે ગૃહમંત્રી હતા પ્રોટોકલ પ્રમાણે હવે આ જ પોલીસ અધિકારીઓએ  તેમને સલામ કરવાની હતી. આવુ તમે ફિલ્મમાં તો અનેક વખત જોયુ હશે પણ તે વાસ્વીકતાનું રૂપ લઈ રહી હતી.

 કદાચ આ સ્થિતિ ટાળવા માટે જ એ કે સુરોલીયા ડેપ્યુટેશન ઉપર એક દસક સુધી બીએસએફમાં જતા રહ્યા, પછી સમયનું એક ચક્ર પુરૂ થયુ, અમીત શાહ આવતીકાલના મુખ્યમંત્રી પણ થાય  તેવી સંભાવના છે, જયારે આજે શીવાનંદ ઝા અમદાવાદના પોલીસ કમિશનર છે, એ કે સુરોલીયા એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડના વડા છે જયારે વી એમ પારધી ડીજીપી ઓફિસમાં કાર્યરત છે. સામા  પ્રવાહમાં દરેક વખતે તરી જ શકાતુ નથી, કેટલાંક જલદી થાકી જાય કેટલાંક મૃત્યુ પર્યત લડતા રહે છે કારણ તેમની પાસે ગુમાવવા જેવુ કઈ હોતુ નથી છતાં  તે બધી જ બાબતો વ્યકિગત છે.

 જય હિન્દ મેરા ભારત મહાન...

26 comments:

 1. Sau sau salaam prashantbhai ni kalam ne.....

  ReplyDelete
 2. Sau sau salaam prashantbhai ni kalam ne.....

  ReplyDelete
 3. ખાખી ખાદીને ઝુકાવી શકે છે

  ReplyDelete
 4. ખાખી ખાદીને ઝુકાવી શકે છે

  ReplyDelete
 5. ખાખી ખોદીને ઝુકાવી શકે છે

  ReplyDelete
 6. ખાખી ખોદીને ઝુકાવી શકે છે

  ReplyDelete
 7. Brave.....Dayalji once again an authentic voice

  ReplyDelete
 8. समय समय की बात है सर.खादी बदल जाती है पर खाकी तो खाकी रहती है जो लोग सत्ता का गलत प्रयोग करते है उनका अंन्त बहुत बुरा होता है.

  ReplyDelete
 9. समय समय की बात है सर.खादी बदल जाती है पर खाकी तो खाकी रहती है जो लोग सत्ता का गलत प्रयोग करते है उनका अंन्त बहुत बुरा होता है.

  ReplyDelete
 10. આવી વાતો બીજા કોઈ કેમ લખતા નથી?
  તમે બંને અંતિમોની વચ્ચે દેખાતી માણસાઈ અને એનું ગૌરવ જાળવી શકે એવી વ્યક્તિઓ વિષે કોઈ પણ અભિનિવેશ વગર લાખો છો. તમને સલામ.

  ReplyDelete
 11. I appreciate you for disclosing the talk of senior police officers with both the MOS Home to maintain law and order situation in Ahmedabad

  ReplyDelete
 12. Appreciate.. Proud of you Prasantbhai

  ReplyDelete
 13. Its evident that both police officers are there on higher position inspite of 14 years of BJP rule in Gujarat ..

  ReplyDelete
 14. Its evident that both police officers are there on higher position inspite of 14 years of BJP rule in Gujarat ..

  ReplyDelete
 15. Pan su amit shah gujarat ma bjp ne salamat rakhse?

  ReplyDelete
 16. Pan su amit shah gujarat ma bjp ne salamat rakhse?

  ReplyDelete
 17. સચ્ચાઈ રજુ કરવી એ મર્દાનગી નું કામ છે,મુરબ્બી કાંતિ ભટ્ટ ના સને 2૦૦2 ના સમયગાળા દરમ્યાન ના લેખો બાદ આજે આવો સત્ય મર્દ લેખ વાંચ્યો.

  ReplyDelete