Thursday, August 11, 2016

પ્રશાંતનું ગુજરાત પોલીસ એન્કાઉન્ટર કરવાની છે...

જુલાઈ 2008નો સમયગાળો હતો, હું ટાઈમ્સ ઓફ ઈન્ડીયામં ફરજ બજાવતો હતો, જુન મહિનામાં અમદાવાદના તત્કાલીન પોલીસ કમિશનર ઓ પી માથુર અંગે મેં કુલ છ સ્ટોરી લખી હતી, ત્યાર બાદ મારી અને મારા એડીટર ભરત દેસાઈ સામે રાજદ્રોહની છ પોલીસ ફરિયાદો થઈ હતી, અમારી સ્થિતિ કફોડી હતી, ફરિયાદ નોંધવાનાર ખુદ પોલીસ કમિશનર માથુર જ હતા તો ન્યાય માંગવા જવુ કોઈને પાસે તે પણ પ્રશ્ન હતો, જો કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા મને અને ભરત દેસાઈને તમામ કેસમાં આગોતરા જામીન આપવામાં આવ્યા હતા. આ મુદ્દે માહોલ ગરમ હતો, ટાઈમ્સ ઓફ ઈન્ડીયા મેનેજમેન્ટ કઈક વચલો રસ્તો નિકળે તેવા પ્રયત્નમાં હતું, તેના માટે મુંબઈથી ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના એક સિનિયર અધિકારી અમદાવાદ આવ્યા હતા.

ઝઘડો ભલે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને કમિશનર માથુર વચ્ચેનો હતો, પણ અમારા વિરોધીઓને અમારો બાકી હિસાબ પુરો કરવાની તક મળી હતી, અમદાવાદના એક મોટા અખબાર માલિકના વિશાળ બંગલામાં મિટીંગ મળી તેમાં તત્કાલીન ગૃહમંત્રી અમીત શાહ, ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના અધિકારી અને અખબાર માલિક હાજર હતા, વાત બહુ સ્પષ્ટ હતી, રાજય સરકાર અથવા ભાજપની ઈચ્છા હતી કે જો મને ટાઈમ્સ ઓફ ઈન્ડીયા નોકરીમાંથી કાઢી મુકે તો એક જ ક્ષણમાં સમાધાન થઈ શકે તેમ હતું, પણ મને અભિમાન અને ગૌરવ તે બાબતનું છે કે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા એક પત્રકારની પડખે ઉભુ રહ્યુ અને તેમણે આ મુ્દ્દે કોઈ સમાધાન નહીં થાય તેવુ સ્પષ્ટ કહી દીધુ.

પછી અનેક ચર્ચાઓ થઈ, એક તબ્બકે જે અખબાર માલિકના ઘરે મિટીંગ થઈ રહી હતી, તેમણે ટાઈમ્સ ઓફ ઈન્ડીયાના અધિકારીને ડરાવવા ક્હયુ ગુજરાત પોલીસ પ્રશાંત દયાળથી ખુબ નારાજ છે, તેનું ગમે ત્યારે પોલીસ એન્કાઉન્ટર કરી નાખશે, સ્વભાવીક રીતે આ વાત ચીંતાની હતી. હવે શુ થઈ શકે તે મુદ્દે ટાઈમ્સ મેનેજમેન્ટે નિર્ણય કરવાનો હતો, તેમણે મારી સાથે ચર્ચા કરી , થોડાક સમય માટે મને હું કહુ ત્યાં ગુજરાતની બહાર ટ્રાન્સફર લઈ લેવાની મને વિનંતી કરવામાં આવી. મેં તેમને મારો તર્ક સમજાવ્યો, જો મને મારી જ નાખવો હોય તો ગુજરાતમાં જ કેમ મને તો ગમે ત્યાં મારી શકાય તેમ છે, હું ગુજરાત બહાર જતો રહીશ તો બચી જઈશ તેવુ કેવી રીતે બને. તેમને મારી વાત સાચી લાગી અને મેં ત્યાર બાદ પણ ટાઈમ્સ  ઓફ ઈન્ડીયા અમદાવાદમાં પાંચ વર્ષ નોકરી કરી હતી. કારણ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અને મીત્રોને ફોજ મારી સાથે હતી.

આ વાત આજે એટલા માટે લખી રહ્યો છુ કે થોડાક દિવસો પહેલા મને કેટલાંક મીત્રોએ પર્સનલ મેસેજ કરી કહ્યુ ધ્યાન રાખજો તમે નેતાઓની સામે ખુબ લખો છો તેમનો કોઈ ભરોસો નહીં. હું તેમની ચીંતાની કદર કરૂ છુ, પણ હું ભાજપ અને કોંગ્રેસના નેતાઓને નજીકથી સારી ઓળખુ છુ, જયાં સુધી ભાજપના નેતાઓનો સવાલ છે ત્યાં સુધી પહેલા તો તમે કઈ પણ લખો અમને કોઈ ફેર પડતો નથી, તેવા મુડમાં જ હોય છે, એટલે મારા બ્લોગ ઉપર જે કઈ લખાય છે તેની ગંભીર નોંધ લેવાતી હશે તેવા કોઈ ભ્રમમાં હું નથી, હું ખુબ જ નાનો અને સામાન્ય પત્રકાર છે, તેઓ મને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડી મારૂ કદ વધારશે નહીં, ટાઈમ્સ ઓફ ઈન્ડીયા મોટુ અખબાર હતું, તેના કારણે તેમણે મારી ઉપર કેસ કર્યો હતો. પણ હવે તેવુ કઈ કરશે નહીં.

વાત છે અન્ય રીતે નુકશાન કરવાની છે  તો મારો મત છે તેવુ તેઓ કરતા નથી, નરેન્દ્ર મોદીના શાસનમાં પણ પત્રકાર ઉપર તેના પત્રકાત્વના કારણે હુમલા થયા હોય તેવુ બન્યુ નથી. કેટલાંક મીત્રો મને પુછે છે કે તમને ડર લાગતો નથી, તો વાત સાચી છે પહેલા ડર લાગતો હતો, પણ હવે નહીં 1998માં હું  સંદેશમાં કામ કરતો હતો ત્યારે મારી એક સ્ટોરી પછી મારા ઘરે છ એસઆરપી જવાનો અને મારી સાથે ચોવીસ કલાક એક સબઈન્સપેકટરનું રક્ષણ મને આપવામાં આવ્યુ હતું.

થોડાક દિવસ પછી મારી માંએ મને પુછયુ પ્રશાંત મરવાની બીક લાગે છે. પહેલા મને આશ્ચર્ય થયુ મેં કહ્યુ મરવાની કોને બીક  લાગે નહીં... તેણે કહ્યુ જયારે તમને ડર લાગે ત્યારથી તમારા મૃત્યુની શરૂઆત થાય છે, તને ડર લાગે છે એટલે તુ રોજ મરી રહ્યો છે, મારો દિકરો રોજ મરે તે મને પસંદ નથી, તને કઈ નહીં થાય તેની મને ખાતરી છે, છતાં તુ એક દિવસ મરી જઈશ તો હું રડી લઈશ પણ તને રોજ મરતા જુવો મને ગમતુ નથી. હું તેની વાત સમજી ગયો મેં મને મળેલુ પોલીસ રક્ષણ પાછુ મોકલી આપ્યુ, મારો એક મીત્ર છે ચેતન પટેલ તેને અમે ચેતનગાય તરીકે બોલાવીએ છીએ તેણે મને એક દિવસ કહ્યુ દયાળ પાચમની છઠ્ઠ થતી નથી, મૃત્યુનો દિવસ નક્કી છે, તો તેની ચીંતા આજે કેમ કરવી.

( ક્રમશ વધુ આવતીકાલે આ તો ભાજપની વાત થઈ હજી કોંગ્રેસની બાકી છે)

32 comments:

 1. No need for fear.Risk is always with journalist and socially Activist.

  ReplyDelete
 2. No need for fear.Risk is always with journalist and socially Activist.

  ReplyDelete
 3. Dada you are inspiration for all of us.

  ReplyDelete
 4. ડર ગયા, સમજો વો મર ગયા

  ReplyDelete
 5. Salu patrakarTWA pan jabru che...jo dara nahi wo mara nahi

  ReplyDelete
 6. Aadmi ko darna mana hai lekin insan sachcha hona chahiye
  Burai to har roj darati hai dosto

  ReplyDelete
 7. પાચમની છઠ્ઠ થતી નથી, મૃત્યુનો દિવસ નક્કી છે, તો તેની ચીંતા આજે કેમ કરવી.....sir....kharekhar chetanbhai ni vaaat ma jabardast dam....che!!!!!!

  ReplyDelete
 8. પાચમની છઠ્ઠ થતી નથી, મૃત્યુનો દિવસ નક્કી છે, તો તેની ચીંતા આજે કેમ કરવી.....sir....kharekhar chetanbhai ni vaaat ma jabardast dam....che!!!!!!

  ReplyDelete
 9. प्रशांत ऐटले गहन...शांत परंतु सौथी वधु खतरनाक.. कारण जेम प्रशांत महासागरमां अनेकानेक अकळ रहस्यो छुपायेला छे अने ते तेनी इच्छाथी ज बहार आवी शके छे... तेवुं आपनुं पण छे... अहीं आपे ऐक पत्रकार केवो होवो जोइए.. अखबारनुं मेनेजमेन्ट पण केवुं होवुं जोइऐ ते पण बखूबी समजावी दीधुं छे... ग्रेट दादा,.. घणा पत्रकारो माटे प्रेरणात्मक लखाण छे...

  ReplyDelete
 10. Dhanana dungea bole mata Jijabai julave dada or dar ?

  ReplyDelete
 11. Whatever you are doing if doing in a good faith there is no need to worry all the best

  ReplyDelete
 12. Sir i proud of you... સર આપણા ફિલ્ડ માં ખરેખર સાચા અને નિષ્ઠાવાન પત્રકાર નું કોઈક ને કોઈક રીતે એન્કાઉન્ટર જરૂરથી કરવામાં આવે છે. આવા એન્કાઉન્ટર માં તમારા જેવા નિદર અને બહાદુર પત્રકાર જ બચીસકે છે

  ReplyDelete
 13. Sir i proud of you... સર આપણા ફિલ્ડ માં ખરેખર સાચા અને નિષ્ઠાવાન પત્રકાર નું કોઈક ને કોઈક રીતે એન્કાઉન્ટર જરૂરથી કરવામાં આવે છે. આવા એન્કાઉન્ટર માં તમારા જેવા નિદર અને બહાદુર પત્રકાર જ બચીસકે છે

  ReplyDelete
 14. सच सब को हजम नही होता ईस लिये लोग कुछ भी बोलना सुरू कर देते है.

  ReplyDelete
 15. सच सब को हजम नही होता ईस लिये लोग कुछ भी बोलना सुरू कर देते है.

  ReplyDelete
 16. Sachi vat kahiye to tamara chetanbhai jeva dosto che mate tamne koi no dar nathi ...

  ReplyDelete
 17. Tum jio hajaro sal aur bas aise hi bindast jiya karo saheb!! You wont remember, but I very much remember I also had called you up during that OPM period to take care of your self!! Tame to bhagvan ni bi seva kari chhe ane etli je bachpan ma Lord Isu ni bi etli j prayers karta, C1 na dhaba par!! So God and our good wishes are always with you... Kyarey hu jo tamara koi kam ma avi shaku em hou to yad karjo! Khushi thase...

  Varshesh..

  ReplyDelete
 18. Sir you are grate,we teach from your experience....and well done for bravery...

  ReplyDelete
 19. Sir you are grate,we teach from your experience....and well done for bravery...

  ReplyDelete
 20. Sir you are grate,we teach from your experience....and well done for bravery...

  ReplyDelete
 21. This comment has been removed by the author.

  ReplyDelete
 22. This comment has been removed by the author.

  ReplyDelete
 23. સાહેબ,આ વાત નોં બીજો અંક વાચવાની ખૂબ તાલાવેલી છે. જલદી.

  ReplyDelete
 24. Salute...we r proud of u. Pranam temari jeneta ne...temne 1 j vaar melyo to pen evu lagyu tu ke savaj ne 2 foot nejik thi joyo

  ReplyDelete
 25. Prashantbhai,I have seen you in all your black hairs during my tenure as PRO to DGP-Gujarat, today I see your hairs grown white ! The height you have achieved as a truth-speaking journalist, no one can achieve.We are proud of you.

  ReplyDelete
 26. Prashantbhai,I have seen you in all your black hairs during my tenure as PRO to DGP-Gujarat, today I see your hairs grown white ! The height you have achieved as a truth-speaking journalist, no one can achieve.We are proud of you.

  ReplyDelete
 27. Sir majethiya Commission vise prakash padjo. Koik story ma

  ReplyDelete
 28. Sir majethiya Commission vise prakash padjo. Koik story ma

  ReplyDelete
 29. દાદા હું તો હવે તમારા બ્લોગનો બંધાણી બની ગયો છું.

  ReplyDelete