Thursday, August 4, 2016

આનંદીબહેનના સત્તા ત્યાગ પાછળના અનેક કારણોમાં અનાર તમે પણ એક છો.

અનાર

કોઈ પણ સંબોધન વગર વાતની શરૂઆત કરૂ છુ, તમે મને ઓળખો છો અને હું તમને. આપણે કયારેય રૂબરૂ મળ્યા નથી. છતાં એક બીજાથી પરિચીત છીએ, હું એક પત્રકાર છુ અને જેમની માટે  લખુ તે નારાજ થાય તો પહેલા મને ગુસ્સો આવતો હતો, પણ સમયની સાથે સમજાયુ કે જેના અંગે લખાય તેમને  નારાજ થવાનો અધિકાર તો મારે આપવો જ  જોઈએ. તમે અને આનંદીબહેન મારાથી લાંબા સમયથી નારાજ છો, તેનાથી હું સારી રીતે વાકેફ છુ, આનંદીબહેન મંત્રી હતા અને પછી મુખ્યમંત્રી થયા ત્યારે પણ મેં તેમને કયારે મળવાનો પ્રયત્ન કર્યો નથી. ત્રણ દિવસ પહેલા તમે મુખ્યમંત્રીના બંગલે ગયા ત્યારે પણ મારા બ્લોગ ઉપર લખાયેલી પોસ્ટ અંગે તમે તમારા મમ્મી અને અમારા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સામે ખાસ્સી નારાજગી વ્યકત કરી હતી, ત્યારે તમારા પતિ જયેશ પટેલે પણ તેમા સુર પુરાવ્યો હતો. બહેન પણ તમારી સાથે સંમત્ત હતા, તમે  જાણવાનો પ્રયત્ન ના કરતા કે મુખ્યમંત્રીના બંગલામાં થયેલી વાત મારા સુધી કેવી રીતે પહોંચી, કારણ તે જ મારૂ કામ છે.

પણ અનાર મુળ વાત ઉપર આવીયે. આનંદીબહેન પટેલ મુખ્યમંત્રી થયા ત્યાર બાદ તમારૂ અને તમારા ભાઈ સંજયનું નામ ખુબ ચર્ચામાં રહ્યુ, જો કે બહેન શિક્ષણ અને મહેસુલ મંત્રી હતા ત્યારે પણ તમે ચર્ચામાં તો  હતા, પણ મુખ્યમંત્રી થયા પછી તે ચર્ચાને આનંદીબહેન પટેલના વિરોધીએ વેગ આપ્યો. બહેનના વિરોધીઓ સતત પ્રચાર કરતા રહ્યા કે મુખ્યમંત્રીના દિકરા સંજય, દિકરી અનાર અને જમાઈ જયેશ ખુબ પૈસા કમાય છે, વાત માત્ર પૈસા કમાવવાની હોય તો વાંધો ન્હોતો, બધાએ જ કમાવવા જોઈએ, પણ તમે સરકારી કામો, સનદી અને આઈપીએસ અધિકારીઓની બદલી, અને પરોક્ષ રીતે સરકારી મદદ લઈ મળતા વ્યવસાઈક લાભ લીધા છે. તેઓ આરોપ તમારી ઉપર છે.

હું આનંદીબહેનના સ્વભાવથી પરિચીત છુ, કદાચ તમે ત્રણે તમને મળતા વ્યકિતગત લાભ લઈ સીધા તેમની પાસે ગયા હોત તો તેમણે તમને ઘસીને ના પાડી દીધી હોત, જો કે મારો અનુભવ કહે છે કે પછી તમારે મુખ્યમંત્રીની ચેમ્બર અથવા બંગલે જવાની જરૂર જ પડતી નથી, કારણ અધિકારીઓની એક એવી પણ ફોજ દરેક સરકારમાં હોય છે જે મંત્રી અને મુખ્યમંત્રીના નજીકના સગાઓને માનસીકતા ભ્રષ્ટ કરવાનું કામ જ કરે છે અને આવા અધિકારીઓ તમારી સેવામાં હતા. તમારા મમ્મી મુખ્યમંત્રી થયા તે પહેલા તમે વ્યવસાઈક રીતે સંપન્ન થઈ ગયા હતા, તો તમે સચિવાયલયના કામકાજથી દુર રહ્યા હોત મુખ્યમંત્રીની પરોક્ષ રીતે ઘણી મદદ મળતી, પણ તમે અને સંજય સતત ત્યા નજરે પડતા રહ્યા, તમે રાણીપમાં રહો છો ત્યા અને સંજયના શીલજના બંગલે લાંબી લચક કારો આવીની ઉભી રહેતી હતી. સીંધુ ભવન પાસે આવેલા તમારા સ્ટોરમાં સનદી અધિકારીઓની પત્ની ખરીદી કરવા આવતી હતી, આ બધી બાબતો બીટવીન્ધી લાઈન્સ ઘણુ કહી જતી હતી.

લોકાના મોંઢે તાળા ના મરાય, છતાં તમારે આનંદીબહેનની ખાતર સાચવી લેવાની જરૂર હતી. હું મહાત્મા ગાંધી અને સરદાર પટેલના જમાના વાત કરતો નથી, પણ ચીમનાભાઈ પટેલની સરકારમાં ગૃહમંત્રી રહેલા સી ડી પટેલની વાત કરૂ છુ, તેમણે ગૃહ મંત્રી થતાં પોતાના એડવોકેટ પુત્ર સુનીલને બોલાવી કહ્યુ હતું કે સુનીલ તમે પાસા હેઠળ અટકાયત થતાં આરોપીના કેસ લડશો નહીં, કારણ લોકો કહેશે બાપ -બેટાનું સહિયારૂ છે, બાપા પાસાનો કેસ કરે અને દિકરો છોડાવે છે, અને સી ડી પટેલ ગૃહમંત્રી રહ્યા ત્યાં સુધી સુનિલે તેવા  કેસ તરફ જોયુ સુધ્ધા નહીં. તમારી ઉપર ભ્રષ્ટાચારનો આરોપ મુકનારા પ્રમાણિક હતા તેવુ પણ ન્હોતુ, કદાચ તેમને હજી તક મળી નથી તેની નારાજગી પણ હશે.

1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થયુ ત્યાર બાદ આવેલા મુખ્યમંત્રીમાં તમારી મમ્મીનો ક્રમ 23માં મુખ્યમંત્રી તરીકેનો હતો, નરેન્દ્ર મોદીને બાદ કરતા તમામ મુખ્યમંત્રી પરણેલા હતા અને તેમને સંતાનો છે   તેવી મારી જાણકારી છે, તો શા માટે જ મુખ્યમંત્રીના સંતાન તરીકે કારણભુત બન્યા, જુઓ બધા જ જાણે છે તમારા મમ્મી મુખ્યમંત્રી થયા પછી ભાજપમાં જ તેમના દુશ્મનોની યાદી લાંબી હતી, સતત દિલ્હી જઈ સરકાર ખાડે ગઈ છે, ભાજપની દશા બેઠી છે, બહેન ચાલે તેમ નથી, વહિવટી તંત્ર ઉપર પક્કડ નથી તેવી અનેક ફરિયાદો કરતા હતા, હું જાણુ છુ બહેને મુખ્યમંત્રી થયા પછી સતત કામ કર્યુ છે, ખાખી પેન્ટ પહેરતા અધિકારીઓની પેન્ટ ભીની થઈ જતી હતી, અને તેઓ પણ દિલ્હી દરબારમાં સાચી ખોટી ફરિયાદ કરતા હતા, આમ છતાં એક કારણ તો તમે પણ હતા.

તમારા પતિ જયેશભાઈ સારા અને નમ્ર માણસ છે, તેમની પાસે ગાંધી આશ્રમ સહિત હરિજન આશ્રમનું ઘણુ કામ છે, ત્યાં સારૂ કામ કરવાની તક પણ હતી અને છે, છતાં ખબર નહીં તેમને માનવ સાઘના જ વધુ પ્રિય લાગ્યુ છે. કદાચ મેં તમને જે કહ્યુ તે તમને પણ સમજાતુ હશે. તમે જે કામ કરો છો તેમા તમે નામ અને દામ બન્ને કમાયા છો, આવતીકાલે મુખ્યમંત્રીનો બંગલો આનંદીબહેન ખાલી કરી દેશો તો આપણે કયા જઈશુ તેની ચીંતા થાય તેવુ પણ નથી છતાં આનંદીબહેન પટેલનો આ પ્રકારનો સત્તા ત્યાગ મને તો પસંદ ના પડયો. બહેન તમને અને સંજયને ખુબ પ્રેમ કરે છે, એટલે જ તમારા પ્રેમને કારણે તેમના કાન સુધી તમારા અંગે પહોંચતી વાતો તેમણે એક માતા તરીકે નજર અંદાજ કરી હશે.

ખેર કયારેય કોઈ સારી શરૂઆત માટે મોડુ થતુ નથી એક નવી સવારના ઈંતજાર રહેશે.

19 comments:

 1. Sab....gr8....thoda ma ganu ganu kahi gaya!!!

  ReplyDelete
 2. Fantastic. Anandiben no Dhrutrast prem temna mate ghatak sabit thayo

  ReplyDelete
 3. Fantastic. Anandiben no Dhrutrast prem temna mate ghatak sabit thayo

  ReplyDelete
 4. સીધી અને સ્પષ્ટ વાત...!

  ReplyDelete
 5. Ek anar ne Akbar( Delhi ) ko hilayath dusri ne gujrat

  ReplyDelete
 6. I think you narrated the reign of Anandi Ben as CM Gujarat by the article

  ReplyDelete
 7. Short article ma ghanu badhu Kahi dhidhu prashantbhai

  ReplyDelete
 8. Short article ma ghanu badhu Kahi dhidhu prashantbhai

  ReplyDelete
 9. Anandiben no mukhyamantri tarike no kram 15 mo nathi ?

  ReplyDelete
 10. Ma ma to thai pan beti beti na thai...

  ReplyDelete
 11. wah,,,prashantbhai....SIDHI BAAT .....

  ReplyDelete
 12. ખરેખર ખુબ સરસ દાદા

  ReplyDelete
 13. ખરેખર ખુબ સરસ દાદા

  ReplyDelete