Sunday, August 7, 2016

વિજય અને અંજલી પહેલી વખત પાલડી મળ્યા હતા.

જયારે ભાજપનો જન્મ પણ થયો ન્હોતો, મ્યુનિસિપલ કોર્પોરેશનથી લઈ વિધાનસભાની ચુંટણી માટે ટીકીટ આપવી હોય તો પણ જનસંઘની ટીકીટ લેવા પણ કોઈ તૈયાર  થતુ ન્હોતુ, જયારે જનસંઘ કયારેય પણ સત્તા ઉપર આવશે તેવુ દુર દુર સુધી દેખાતુ ન્હોતુ, ત્યારે અંજલી અને વિજય અખિલ ભારતીય વિધ્યાર્થી પરિષદ માટે કામ કરતા હતા, ત્યારે પણ એબીવીપીનું કાર્યાલય પાલડી ગામમાં હતું અને આજે પણ છે, ત્યારે જનસંઘ માટે સારી જગ્યાએ ઓફિસ લેવાના પણ પૈસા ન્હોતા, અને કોઈ આપવા પણ તૈયાર ન્હોતુ.

કદાચ ગુજરાતના મુખ્યમંત્રી અંગે તમે કઈ લખતા હોવ ત્યારે વિજય અને અંજલીના નામે સ્ટોરીનું હેડીંગ કરો તો કદાચ કોઈને પણ મનમાં ખટકે, પણ હું જે અરસાની વાત કરવા જઈ રહ્યો છુ, ત્યારે વિજયની ઓળખ એટલે માત્ર વિજય હતી, અને અંજલીની પાછળ વિજયનુું નામ ઉમેરાયુ ન્હોતુ. બન્ને સરખી વિચારસરણીવાળી યુવાન વ્યકિત હતી, તેમના અંગે લખતા પહેલા મેં અનેક લોકો સાથે વાત કરી, પણ દરેક વખતે કોઈની સારી વાત જાણવામાં જેટલી તકલીફ પડે એટલી જ તકલીફ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીની સારી અને અજાણી વાતો જાણવામાં પડી.

વિજય રાજકોટ રહે અને અંજલી અમદાવાદ પણ બન્ને એબીવીપીના કાર્યાલય ખાતે જ મળ્યા હશે તેવુ મને અનેક જુના લોકોએ કહ્યુ. રાજકોટના અને ભાજપના કાર્યકર્તાઓને બાદ કરતા બહુ ઓછી વ્યકિતઓ જાણે છે અંજલી મરાઠીભાષી છે, તેમનું પિયર મણિનગરની દક્ષિણી સોસાયટીમાં આવેલુ છે. પણ વિજય અને અંજલીને પહેલી વખત મળ્યા ત્યારે તેમની આંખોએ વાત કરી લીધી હતી, અને જયારે પ્રેમ થાય ત્યારે ગુજરાતી-મરાઠી ભાષા બાજુએ મુકાઈ એક નવી ભાષાનો જન્મ થાય છે અને તેમણે લગ્ન કરી લીધા.

તા 1 ઓગષ્ટના રોજ આનંદીબહેને રાજીનામુ આપ્યુ ત્યાર બાદ મોટુ કમઠાણ થયુ, મેં થોડીક પોસ્ટ પણ લખી, સ્વભાવીક છે  કે તેનું કેન્દ્રબીંદુ અમીતભાઈ અને આનંદીબહેન હતા.પણ જેવા વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી થયા તેની સાથે કેટલાંક મીત્રોના મને ફોન આવ્યા.. કેમ હવે વિજયભાઈ માટે લખતા નથી.. આનંદીબહેન માટે તો બહુ લખ્યુ.. મને ફોન કરનાર બીટવીન્ધી લાઈન્સ કહેવા માગતા હતા, જેમ ડંડો લઈ બીજા માટે નિકળતા હતા, તેમ હવે વિજયભાઈ રૂપાણી માટે પણ નિકળો. મેં બહુ વિચાર કર્યો, વિજયભાઈના સંદર્ભમાં શુ લખી શકાય. એક પત્રકાર તરીકે રાજનેતાની ટીકા કરવી  મારા માટે સહેલી હતી, પણ હજી તેમને મુખ્યમંત્રી તરીકે શપથ લઈ ચોવીસ કલાક પણ થયા ન્હોતા ત્યાં જ તેમના કામની ફુટપટ્ટી લઈ બેસી જવી મને વાજબી લાગ્યુ  નહીં..

એક એવો પણ પ્રશ્ન મનમાં આવ્યો, વિજયભાઈ રૂપાણી અમીત શાહના માણસ છે તે મુદ્દે પણ લખી શકાય અને ઘણુ લખી શકાય, આ પોસ્ટ અમીતભાઈના વિરોધીઓ ખુબ વાંચશે. અમીતભાઈની કાર્યપ્રણાલી સામે મારો ચોક્કસ વાંધો છે, તેના પરિણામો પણ મેં વ્યકિતગત જીવનમાં પણ  ભોગવ્યા છે, પણ આ તો એવી વાત થઈ કે પત્ની સાથે ઝઘડો થાય એટલે હું બાળકોને જુડી નાખુ..વિજયભાઈ અને અમીતભાઈ બન્ને એકબીજાને પસંદ કરે છે અથવા તેમની સાથે રહેવાની રાજકિય જરૂરીયાત છે તે તેમનો પ્રશ્ન છે એક પત્રકાર તરીકે અથવા રાજયના એક નાગરિક તરીકે મને શુ કામ ફેર પડવો જોઈએ. રાજયને વિજયભાઈને કોની સાથે શુ સંબંધ છે અથવા તે કયા જુથના માણસ છે તેની સાથે કોઈ નીસ્બત નથી, તેમને મન તેમને  ઘર મળવુ જોઈએ, ઘરનો ચુલો સળગવો જોઈએ, તેમના બાળકો સ્કુલે જવા જોઈએ અને તેમને કોઈ ગુંડો પરેશાન ના કરે તે જ તેમનું સ્માર્ટસિટી છે.

વિજય રૂપાણી જન્મે જૈન વણિક છે, અંજલીબહેન મરાઠી છે. ગુજરાતમાં પ્રેમ લગ્ન કરનાર આ કઈ પ્રથમ જોડુ નથી, છતાં વ્યકિતગત રીતે જે  માણસ પ્રેમ કરે તે મને કાયમ બીજા કરતા જુદો લાગ્યો છે.વિજયભાઈ જૈન હોવા છતાં પત્ની અંજલીના પ્રેમ અને ધર્મનો પુરો આદર કરે છે, રાજકોટના મારા કેટલાંક મીત્રોને મેં ફોન કરી કહ્યુ મારે રૂપાણી દંપત્તીના ફોટા જોઈએ છે, તેવી વાત કરી  તો તેમણે જે ફોટા મોકલ્યા તે જોઈ મને આનંદ અને આશ્ચર્ય બન્ને થયુ, સામાન્ય રીતે વિજયભાઈ દેરાસર જવા જોઈએ, પણ તે દંપત્તી મહાદેવના મંદિરમાં પુજા કરતા હોય તેવો ફોટો મને મળ્યો, મેં તેનું કારણ પુછયુ તો જાણવા મળ્યા, વિજયભાઈ મરાઠીભાષી પત્ની અંજલીબહેન સાથે શ્રાવણ મહિનામાં નિયમિત પુજા કરવા આવે છે..
રાજકોટના મીત્રો સાથે વાત કરતા મને તેમના જીવનનો કરૂણ કિસ્સો પણ જાણવા મળ્યો, વિજયભાઈ અને અંજલી બહેનનું એક સંતાન હતું, તેનું  નામ પુજીત હતું , વર્ષો પહેલાની વાત છે, વેકેશનમાં અંજલીબહેન પોતાના દિકરા પુજીતને  લઈ અમદાવાદ પિયર આવ્યા હતા, ત્યારે પુજીત પાંચેક વર્ષનો હશે, અને તે રમતા રમતા ત્રીજામાળેથી પટકાયો અને તેણે   કાયમ માટે વિદાય લઈ લીધી, આ ઘટના રૂપાણી પરિવાર માટે આધાતજનક હતી, અનેક રાતો વિજયભાઈ અને અંજલીબહેનની આંખ સામે પુજીત આવતો રહ્યો. ત્યારે એક દિવસ વિજયભાઈને રસ્તા ઉપર પુજીત નજરે પડયો.

રાજકોટના રસ્તાઓ ઉપર કચરો વિણવાનું કામ કરતા છોકરાઓ ઉપર વિજયભાઈની નજર પડી, તેમને લાગ્યુ કે  આ બાળકોની દરકાર કરવી જોઈએ, અને તેમણે પુજીત રૂપાણીના નામનું એક ટ્રસ્ટ બનાવી કચરો વિણતા બાળકોને ભણાવવાની શરૂ કરી છે, આ કામ તેઓ વર્ષોથી કરે છે, પણ આ અંગે જયારે પણ કોઈ વાત કાઢે ત્યારે તેઓ વાત ટાળી જાય છે. ગુજરાતનો મુખ્યમંત્રી બાહોશ, કાબેલ અને સક્ષમ તો જોઈએ છે પણ અત્યારેની પહેલી જરૂરીયાત સંવેદનશીલતા છે, તંત્ર બરડ થઈ ગયુ છે, તે સાંભળતુ નથી અને કઈ જોતુ નથી ત્યારે વિજયભાઈ જેવા  સંવેદનશીલ માણસ તંત્રમાં સંવેદનશીલતાનો પ્રાણ ફુકે તો પણ ઘણુ છુ, સમય ઓછો છે અને 2017 નજીક છે, રાત નાની અને વેશ જાઝા છે.

17 comments:

 1. Wah... new CM ni un-known vaato...

  ReplyDelete
 2. Very indepth research. Congrats.

  ReplyDelete
 3. Very indepth research. Congrats.

  ReplyDelete
 4. Dada revealed human touch face of cm

  ReplyDelete
 5. Dada revealed human touch face of cm

  ReplyDelete
 6. Yes this fact and very true story said by you sir for respective Vijaybhai and he is peace-loving personality as I am from Rajkot and neighbour of him

  ReplyDelete
 7. Dada politicians ni mara dimag ma image kai judi j hati pan vijaybhai na sangarsh ane punit trust vishe jani aanad thayo.gunda rajkarni o sathe rahi sara manas banvu kathin che

  ReplyDelete
 8. ખૂબ ખૂબ આભાર પ્રશાંતભાઈ...

  ReplyDelete
 9. Dada nice deeply information ...

  ReplyDelete
 10. I think marriage means mutual understanding and to love each other by heart.During my posting at Rajkot I had an opportunity to know about the welfare activities carried out by this family for the children of poor and down trodden.I am sure that after taking over the charge of CMS chair he will continue to work in same sprite and also with love which he has in his personal life

  ReplyDelete
 11. Nice read Prashantbhai...though I know everything since I worked in Saurashtra. I liked your honesty in writing ...keep doing it the same way

  ReplyDelete
 12. Hu jyare Rajkot hato, tyare pujit rupani trust na program ma hu jato, ane anek garib parviar na balko mane malta. joke aa trust na karne temathi koi nirma jevi sari unirversity ma study kartu hoi..ke koi moti software campany ma job kartu hoi tevu pan mara dhayan ma avu....ane savthi moti vat e che ke pujit rupani trust child help line jevu pan kam kare che...vijaybhai avi activity hamesha karta rahe tevi subhkamna... prashantbhai good....

  ReplyDelete
 13. પત્રકારની ભૂલાઇ ગયેલી વ્યાખ્યા યાદ કરાવી. ધન્યવાદ

  ReplyDelete
 14. Prashant thank you for telling us this side of new CM of Gujarat. RIP Pujit Rupani

  ReplyDelete
 15. Feels good Prashantbhai that you could write good about a BJP leader by coming out of your strong biases .....congratulations !!!!!!!!!!!!!!!

  ReplyDelete