Friday, August 26, 2016

ઘરની સ્ત્રી અને બાળક ઈચ્છે નહીં તો પુરૂષો ભ્રષ્ટાચાર કરી શકે નહીં

માણસ પ્રમાણિક  હોઈ શકે તેવો... પ્રશ્ન થવો વર્તમાન સમયમાં  વાજબી છે, પણ મારી સામે પ્રમાણિક માણસોની યાદી છે જેઓ તક અને ડરના અભાવે નહીં પણ પોતાની જાતને આપેલા વચનને કારણે પ્રમાણિક છે, સામાન્ય રીતે આપણે જે પ્રમાણિક છે, તેમનો  ઉત્સાહથી વખાણ કરીએ છીએ, પણ મને લાગે છે કે આપણે જયારે કોઈ પ્રમાણિક માણસના વખાણ કરીએ છીએ ત્યારે કેટલાંકને અન્યાય કરી બેસીએ છીએ. કારણ પ્રમાણિકતાની કિમંત માત્ર પ્રમાણિક રહેનાર જ નહીં પણ  અનેક લોકો ચુકવતા હોય છે,  આપણને કયારેય ખબર સુધ્ધા પડતી નથી. એક માણસ પ્રમાણિક રહે તેની કિમંત આખુ કુટુંબ ચુકવે છે.

પુરૂષ દુનિયા ,સામે લડી શકે છે, પણ પોતાના પરિવાર સામે લડતો નથી કારણ તે પોતાના પરિવારના સુપર હિરો તરીકે જીવવા માગે છે, સાંજે ઘરે નોકરી ધંધો પતાવી જતો પુરૂષ જયારે ઘરે પહોંચે ત્યારે પત્ની કહે ખબર છે બાજુવાળા મોટુ ટીવી લાવ્યા, કયાં સુધી આપણે આ જુનુ ટીવી જોયા કરીશુ, ત્યારે તે ચુપ રહે છે.. તેને પોતાના હિસાબની  ખબર હોય છે, તેને ખબર હોય છે કે તેના પગારમાં પડોશમાં આવેલુ મોટુ ટીવી કયારે આવી શકે તેમ નથી, પણ તે પત્નીને કહેતો નથી, કારણ તે પોતાની પત્ની પાસે પોતે ઓછુ કમાય છે તેવુ કહી તેને દુખી કરવા માગતો નથી, એક તરફ તેની લાચારી અને બીજી તરફ પત્નીની સુખ આપવાની તેની અંદરની ઈચ્છા તેની અંદર ધમાસાણ ઉભુ કરે છે. તે ઘરનો વડો છે, સુખ આપવુ તેનું કર્તવ્ય સમજે છે.

જયારે બીજી તરફ તેના બાળકો હોય છે, તે બાળકના મનમાં રહેલી તેની છબી સુપરમેનની જાળવી રાખવા માગે છે, તેના બાળકને સારો મોબાઈલ ફોન જોઈએ, સારૂ બાઈક જોઈએ તે તેના પગારમાં કયારે શકય બનવાનું નથી તેને ખબર છે, છતાં તે પોતાના બાળકને નારાજ કરવા માગતો નથી, તે બાળકની સામે સુપર જીરો સાબીત થવા માગતો નથી, ફરી એક વખત તેના મનમાં દ્વંધ થાય છે, કે કયાંથી તે પોતાના પરિવારને સુખ આપી શકે, અને તેની દિશા બદલાય છે અને ઘરે નવુ ટીવી આવે, ફોન અને બાઈક આવે છે, બધા જ ખુશ છે પણ બધી ખુશી ઘર સુધી લઈ આવનારને ખબર છે આ ખુશીની ખબર કયા રસ્તે ઘર સુધી આવી છે.

આ બધી જ પરિસ્થિતિઓ વચ્ચે જેઓ પ્રમાણિક રહી શકયા છે તેવા પુરૂષ પાછળ તેની પત્ની અને બાળકોએ કિમંત ચુકવી હોય છે, તેમને ખબર હોય છે તેના પતિ અને અથવા  પિતાએ જે માર્ગ પસંદ કર્યો છે, તે મુશ્કેલ છે, તે રસ્તે ચાલવાની હિમંત તો અમારી પાસે નથી પણ તેમનો  રસ્તાને સરળ કેવી રીતે બનાવી શકાય તે દિશામાં કઈક થઈ શકે, તેઓ કોઈ માગણી કરતા નથી , તેઓ વર્તમાન સ્થિતિમાં રાજી છે તેવુ પણ નથી, પણ છતાં તે પોતાના વર્તમાનને બીજા સાથે સરખાવી પોતાને દુખી માનતા નથી, મોટા ભાગે પોતાનું  દુખ બીજાના સુખને જોઈ ઉદ્દભવતુ હોય છે.તેઓ પોતાના મનના રંજને ઘરના વડા સુધી પહોંચવા દેતા નથી.

કોઈ વ્યકિતની આવક માની લો કે દસ હજાર છે અને તે ઘરમાં વીસ હજાર રૂપિયાની વસ્તુ લઈ આવે તો તેની પત્ની પુછતી નથી કે તમારો પગાર દસ હજાર છે તો વીસ હજારની વસ્તુ આવી કેવી રીતે, પચાસ હજારના પગારદાર તેના બાળકને એક લાખનું બાઈક લાવી આપે ત્યારે તેનો દિકરો પુછે નહીં તે પપ્પા તમારા પગારની ડબલ કિમંતનું બાઈક તમે મને કેવી રીતે લાવી આપો છે, વાલીયા લુટારાના જેમ તેના પાપમાં તેનો પરિવાર પણ એટલો જ ભાગીદાર છે, જયારે ઘરની સ્ત્રી અને બાળક ઘરમાં આવી રહેલી આવક અને વસ્તુઓનો હિસાબ રાખતો થશે ત્યારે માણસ પ્રમાણિક રહેવાની શકયતા વધી જશે. પુરૂષ બધે જ હારવુ પસંદ કરે છે, પણ પોતાની પત્ની અને બાળક સામે હારવાનું તેને પસંદ હોતુ તેના કારણે તે જીંદગીની લડાઈ હારી જાય છે.. આ સ્થિતિમાં કોઈ પ્રમાણિક માણસ તમે મળી જાય તો તેમની પત્નીને વંદન કરજો અને તેમના બાળકોને આશીષ આપજો કારણ સાચા લડવાયો તો તેઓ હતા ,તેમણે પણ કિમંત ચુકવી છે.,

13 comments:

 1. Absolutely true verdict of your's about our society.

  ReplyDelete
 2. પ્રશાંતભાઇ હું ખુશનસીબ છું કેમકે મને આવો પરિવાર મલ્યો છે.પત્ની અને સંતાનો સમજણ રાખે એટલે ગાડું ચાલે છે.છતાં પ્રેસમાં એક દિવસ નવા આવેલા પટાવાળાએ પૂછ્યું કે તમે આટલા વર્ષ શું કર્યું? મે પૂછ્યું કેમ? તો કહે કાલના આવેલા પત્રકારો કારમાં આવે ને તમે ટ્રેનમાં!

  ReplyDelete
 3. પ્રશાંતભાઇ હું ખુશનસીબ છું કેમકે મને આવો પરિવાર મલ્યો છે.પત્ની અને સંતાનો સમજણ રાખે એટલે ગાડું ચાલે છે.છતાં પ્રેસમાં એક દિવસ નવા આવેલા પટાવાળાએ પૂછ્યું કે તમે આટલા વર્ષ શું કર્યું? મે પૂછ્યું કેમ? તો કહે કાલના આવેલા પત્રકારો કારમાં આવે ને તમે ટ્રેનમાં!

  ReplyDelete
 4. પ્રશાંતભાઇ હું ખુશનસીબ છું કેમકે મને આવો પરિવાર મલ્યો છે.પત્ની અને સંતાનો સમજણ રાખે એટલે ગાડું ચાલે છે.છતાં પ્રેસમાં એક દિવસ નવા આવેલા પટાવાળાએ પૂછ્યું કે તમે આટલા વર્ષ શું કર્યું? મે પૂછ્યું કેમ? તો કહે કાલના આવેલા પત્રકારો કારમાં આવે ને તમે ટ્રેનમાં!

  ReplyDelete
 5. There are so many persons in this society who despite of hardships being faced by them they are adamant to believe in honesty is the best policy

  ReplyDelete
 6. Satya paresan jarur karshe pan har nahi aape

  ReplyDelete
 7. i have proud on my family also...specially my wife... she never demanded anything....

  ReplyDelete