Sunday, August 14, 2016

શુ લાગે છે તમને.. કોણ મુખ્યમંત્રી થશે...

આજે રવિવાર બ્લોગ લખવામાં મોડુ થઈ ગયુ, તેની પાછળનું કારણ માથા ઉપરથી ભાર ઉતરી ગયો હોય તેવુ લાગ્યુ, સામાન્ય રીતે તે રવિવારે હળવુ જ લખવુ તેવો નિર્ણય કર્યો છે, અને તેમા પણ પોતાની ઉપર હસી શકાય તેવુ  કઈક લખવુ... જેમાં મને પણ મઝા આવે અને તમને..

1 ઓગષ્ટના રોજ અાનંદીબહેન પટેલે રાજીનામુ આપ્યા તેના એક કલાકમાં શુ લાગે છે.. હવે કોણ હશે મુખ્યમંત્રી તેવા પ્રશ્નોની શરૂઆત થઈ  ગઈ હતી, આ મારી વાત નથી, બધા જ પત્રકારોને લાગુ પડે છે, સામાન્ય રીતે પત્રકારોના પ્રશ્નોથી નેતાઓ અને અધિકારી ભાગતા હોય છે, પણ આવી ઘટનાઓ વખતે પત્રકારને અંદરથી ભાગી છુટવાની ઈચ્છા થતી હોય છે પણ તે કહે કોને તે મોટો પ્રશ્ન હોય છે.

એક સામાન્ય છાપ, જે સાચી હોતી નથી, કે પત્રકારને અમદાવાદના નરોડાથી ન્યુઓર્ક સુધીની તમામ ઘટનાઓની માહિતી હોય છે. અને થનાર ઘટનાઓની આગોતરી જાણકારી હોય છે, પણ શુ લાગે છે તેવુ પુછનારની સામે ભાઈ મને ખબર પડતી નથી તેવુ કહેવા માટે બહુ હિમંતની જરૂર પડતી હોય છે. થોડા દિવસ પહેલા એક ટીવી ચેનલવાળાનો ફોન આવ્યો, તેમણે કહ્યુ પહેલા અમે પત્રકાર ઉર્વીશ કોઠારીને સંપર્ક કર્યો , પણ તે પ્રોગ્રામમાં આવી શકે તેમ નથી તો તમે આવો તો સારૂ. હું તે પ્રોગ્રામમાં તો ગયો પણ ત્યાર બાદ મેં ઉર્વીશને પુછયુ કે તે ટીવી ચેનલવાળાને ના કેમ પાડી.. તે હસવા લાગ્યો તેણે કહ્યુ તેઓ જે વિષય ઉપર પ્રોગ્રામ કરી રહ્યા હતા, તે વિષય મારા માટે સંપુર્ણ રીતે અજાણ્યો હતો, હવે જે વિષય ઉપર મને ખબર પડતી નથી, તેની ઉપર બોલવાની મારી હિમંત નથી, જો કે મને ખબર પડતી નથી, તેવુ કહેવુ અધરૂ તો છે પણ તમે પત્રકાર તરીકે તેવુ કહો તો પણ સામેવાળા માનવા તૈયાર થતાં નથી.

આ દિવસો દરમિયાન તમે ચ્હાની લારી ઉપર જાવ , પાનના ગલ્લા ઉપર જાવ એટલે, તમને પત્રકાર તરીકે ઓળખતી વ્યકિતની નજર તમારી ઉપર પડે એટલે મનમાં કોઈ ઉઘરાણીવાળો તમારી સામે જોતો હોય તેવો ડર લાગવા માંડે, અને ડર સાચો પણ પડે, 120નો મસાલો મોંઢામાં નાખ્યા પછી બોલતા તકલીફ પડે તેમ છતાં, તમારી પાસે આવીને તમારી પરિક્ષા લેતા હોય તેમ પુછે.. બોસ  શુ લાગે છે.. નિતીનભાઈના કેટલા ચાન્સ છે.. આપણને અંદરથી ખબર હોય કે નરેન્દ્ર મોદી આપણને પુછીને નિતીનભાઈને બેસાડવાના નથી, હવે મને ખબર નથી તેવુ કહેવાનો પ્રશ્ન તો આવતો જ નથી, છતાં રવિશકુમારની જેમ હસતા હસતા અથવા અર્ણમ ગોસ્વામીની આંખો મોટી કરી જવાબ આપવાનો નિતીનભાઈનો ચાન્સ ઓછો લાગે છે.. કારણ કે તેમ કહી બે-ત્રણ સાચા ખોટા કારણો આપી દેવાના. આપણે માનીએ કે આપણે પ્રશ્ન પુછનારને સંતોષ આપી દીધો.

પણ તેવુ થતુ નથી, તે મસાલાની પીચકારી મારી પાછો આપણી પાસે આવી કહે ના બોસ.. પટેલો વગર તો ભાજપને ચાલે તેમ જ નથી, દિવાલ ઉપર લખી નાખો નિતીનભાઈ જ સીએમ બનશે. મનમાં થાય ભાઈ તને  આટલી ખબર પડે છે તો શુ કામ મારી...મારે છે.છતાં તેનું મનોરંજન તો કરવુ પડે, કારણ સામાન્ય દિવસોમાં તે આપણને પત્રકાર તરીકે કારણ વગરનું માન આપે છે તેના હિતમાં પણ શુ લાગે છે તેનો જવાબ તો આપવો જ પડે. જો પત્રકાર પાસે મીટર હોય તો છેલ્લાં દસ દિવસમાં તેમને એક હજાર કરતા વધુ લોકોએ આ સવાલ પુછયો હશે, ઘરમાં પત્ની સાંજે શાક શેનું બનાવવુ તે ભલે પુછતી ના હોય પણ ગુજરાતનો મુખ્યમંત્રી કોણ થશે તેનો જવાબ તો પત્રકારે આપવો જ જોઈએ.

વિજય રૂપાણી મુખ્યમંત્રી થઈ ગયા એટલે મને લાગ્યુ હાશ સારૂ થયુ હવે આપણને કોઈ પ્રશ્ન પુછશે નહીં, પણ વિજયભાઈ પણ ઓછી તકલીફ આપે છે, મુખ્યમંત્રી થઈ ગયા પણ ખાતાની વહેચણી કરી નહીં, એટલે દસ હજારના પગારમાં માંડ માંડ ઘર ચલાવતી વ્યકિત આપણને પુછે શુ લાગે છે, નાણા ખાતુ કોને આપશે, મનમાં થાય ભાઈ તારા ઘરનું બજેટ વીસ તારીખથી જુની ડીઝલ ગાડી જેવુ ડચકા ખાવા લાગે છે, તેને શુ ફેર પડવાનો છે નાણાખાતુ કોને મળશે.. જો કે વાત ટાળવા આપણે કહીએ ભુપેન્દ્રસિંહને તો તે તરત જવાબ આપે બાપુ તો ચાલે જ નહીં. સૌરભભાઈ સિવાય કોઈ વિકલ્પ જ નથી. હવે આ ભાઈને કોણ સમજાવે કે નાણા મંત્રી તરીકે તુ અને હું પણ ચાલીએ કારણ ખાતુ તો અધિકારીઓ જ ચલાવતા હોય છે, મંત્રીના ભાગે સાદો સરવાળો કરવાનું પણ કામ આવુ નથી. ચાલો પણ  પછી વિજયભાઈએ ખાતા પણ વહેચી દીધા, આપણને નિરાંત થઈ હવે તાત્કાલીત કોઈ પ્રશ્ન પુછશે નહીં.

અંગ્રેજી અખબારમાં કામ કરતા એક પત્રકાર મીત્રને પણ એવી ટેવ છે, તે તમને ફોન કરે એટલે પહેલા પુછે કેમ છે.. સારૂ છે, પછી બીજો સવાલ આવે છે કઈ જાણવા જેવુ.. તમે તેનો જવાબ ના આપો તો પણ ચાલે તે તરત ત્રીજો સવાલ પુછે... છે કઈ નવાજુની.. આ ત્રણે પ્રશ્નોના કોઈ પણ જવાબ આપો ના આપો પણ તે તેની વાતા ચાલુ જ રાખે, છતાં તે વાતની શરૂઆત તો આ ત્રણ પ્રશ્નથી જ કરે. બીજાને તો જવાદો તે પોતાની ઘરે પત્નીને ફોન કરે તો પણ પુછે .. છે શુ ચાલે .. છે કઈ નવાજુની... મેં મારા મીત્રને દસ વખત સમજાવ્યુ કે ભાઈ તુ ઓફિસમાં હોય ઘરે નવાજુની કેવી રીતે થાય તો પણ તે સમજતો જ નથી.

ભરૂચમાં પત્રકાર તરીકે કામ કરતા મીત્ર વિક્કી જોષી થોડા દિવસ પહેલા અમદાવાદ આવ્યો તેણે કહ્યુ હવે મારી પત્નીને પણ પ્રશ્ન પુછવાની ટેવ પડી ગઈ છે, રાતે ઘરે જઉ એટલે તેનો પહેલો સવાલ હોય શુ લાગે છે.. એટલે હું તેને જવાબ બહુ સારૂ લાગે છે... હા હા હા હા

8 comments:

  1. wah ...hashyaras...saras rite pirso chho..

    ReplyDelete
  2. આપણા 'ગુસ્તાખી માફ'ના દિવસો યાદ આવે એવો પીસ છે. :-)

    ReplyDelete
  3. I think people now adays becoming very smart and also too much eager to know every development early hence before you ask anything they ask you.I think you have to listen them and also to reply them

    ReplyDelete