Tuesday, August 9, 2016

એક આઈપીએસ અધિકારીએ અમીત શાહને સલામ નહી કરતા તેમને ગુસ્સો ફાટયો

સત્તા મેળવવી જેટલી સહેલી છે તેની કરતા સત્તા પચાવવી એટલી જ અઘરી છે, સત્તા મળ્યા પછી ભારતના રાજકારણીઓ માને છે કે તેઓ અમર પટ્ટો લઈ આવ્યા છે,તેઓ મૃત્યુ પર્યત્ત સત્તા ભોગવવાના છે, પણ સમયને ફરી જતા સમય લાગતો નથી, અને ઈતિહાસ તેનો સાક્ષી છે. આનંદીબહેન સરકારના પતન બાદ વિજય રૂપાણીની સરકારની સોંગદવિધી દરમિયાન બનેલી ઘટનાની એક પણ અખબારે નોંધ સુધ્ધા  લીધી નહી.

વિજય રૂપાણીની સોગંદવિધી કરી રહી હતા, ત્યારે ભાજપના દિગ્ગજ નેતાઓ ઉપરાંત ગુજરાત સરકારના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ પણ ત્યાં હાજર હતા, સતત સત્તામાં રહેવાને કારણે તેમજ ગુજરાતના ગૃહમંત્રી રહી ચુકેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત  શાહ પણ સમારંભમાં હાજર રહ્યા હતા, જયારે અમીત શાહ સમારંભમાં આવી રહ્યા હતા તે વખતે ત્યાં હાજર ગુજરાત કેડરના એક સિનિયર આઈપીએસ અધિકારી જે એક સમયના તેમના ખાસ હતા, અમીત શાહની નજર તેમની ઉપર પડતા તે અધિકારીએ ચહેરા ઉપર એક હાસ્ય દ્રારા તેમનું અભિવાદન કર્યુ હતું, પણ આઈપીએસ અધિકારીના ચહેરા ઉપર હાસ્ય જોઈ અમીત શાહને અપમાન લાગ્યુ, કારણ તેમની અપેક્ષા કઈક જુદી હતી, આ આઈપીએસ અધિકારીની પાસેથી પસાર થતાં અમીત એક ક્ષણ રોકાય અને કહ્યુ તમને પ્રોટોકોલ લાગુ પડતો નથી.

અમીત શાહ શુ કહી રહ્યા છે, તે પેલા આઈપીએસ અધિકારી સમજી ગયા, પણ અમીતને રાજી કરવા જતા તેમની સરકારી આબરૂના વટાળા વેરાઈ જાય તેમ હતા, અમીત  શાહે પ્રોટોકોલના નામે જે  નારાજગી વ્યકત કરી તે એવી હતી  તે પ્રમાણે તમે મને જોઈ સલામ કરતા નથી. અમીત જયારે ગૃહમંત્રી હતા ત્યારે ગુજરાતના પોલીસના તમામ તબક્કાના અધિકારીઓ તેમને સલામ કરતા હતા કારણ તે પ્રોટોકોલનો એક ભાગ હતો, તે અમીત શાહને સલામ કરતા ન્હોતા, પણ ગુજરાતના ગૃહમંત્રીને સલામ કરતા હતા, પણ હવે અમીત શાહ એક રાષ્ટ્રીય પક્ષના અધ્યક્ષ છે ત્યારે તેઓ પ્રોટોકોલના નામે સલામના હકદાર નથી પણ તે તેમને કોણ સમજાવે.

આ ઘટના બાદ મેં પોલીસ મેન્યુઅલમાં સલામી અંગેના નિયમો જોયા જેમાં મેન્યુઅલના 351 અને 352 પેરેગ્રાાફ  સલામી કોને કરવી, કયારે કરવી વગેરેની  માર્ગ દર્શીકા બહુ જ સ્પષ્ટ છે, પોલીસ મેન્યુઅલ પ્રમાણે બંધારણી હોદ્દો ધરાવતી જ વ્યકિત જ સલામીને હકદાર છે, અમીત શાહ ગૃહમંત્રી હતા હતા ત્યાં સુધી તેઓ બંધારણી હોદ્દો ધરાવતા હતા, ત્યારે તેમને પસંદ નહીં કરતા પોલીસ અધિકારી માટે પણ તેમને સલામ કરવી અનિવાર્ય હતી, પણ હાલમાં શાહ પક્ષના અધ્યક્ષ છે તે પદ બંધારણી નથી, તે સંજોગોમાં જો કોઈ પણ પોલીસ અધિકારી તેમને સલામી કરે તે સલામી કરનાર પોલીસ અધિકારીની વ્યકિગત મુનસુફી છે, પણ પોલીસ મેન્યુઅલ પ્રમાણે શાહ પોલીસ અધિકારીની સલામી માટે હકદાર નથી.

આ વાત અમીત શાહ સારી રીતે સમજતા જ હશે, આમ છતાં સારા પોસ્ટીગ માટે તેમના દરબારમાં સલામી ભરતા પોલીસ અધિકારીઓને કારણે તેઓ પોલીસ મેન્યુઅલની જોગવાઈઓ ભુલી ગયા હશે તેથી સોંગદવિધી સમારંભમાં તેમને સલામી નહીં કરનાર પોલીસ અમલદાર તેમનું અપમાન કરી રહ્યા છે તેવી તેમના લાગણી થઈ હશે, અમીત શાહના સ્વભાવ પ્રમાણે શાહને સલામી નહીં કરનાર આઈપીએસ અધિકારીઓ હવે પોતાનો સામાન બાંધી બદલીની નવી જગ્યાએ જવાની તૈયારી કરી લેવી પડશે કારણ શાહના શબ્દકોશમાં સહિષ્ણુતા નામનો શબ્દ જ નથી.

સતત થતી બદલીઓ ડર , સારા પોસ્ટીગ અને પૈસા કમાવવાની લાલસા જો પોલીસ અધિકારીઓમાંથી જતી રહે તો એક નાનકડો પોલીસ હેડ કોન્સટેબલને પણ કાયદાએ કેટલી વિશાળ સત્તાઓ આપી છે તેની કલ્પના સંસદમાં કાયદો ઘડનારઓને પણ નથી, રાજકારણીનું આયુષ્ય તેમની સત્તા સાથે જોડાયેલુ હોય છે પણ કોન્સેટબલથી લઈ ભારતીય પોલીસ સેવામાં જોડાનાર એક  પોલીસ અધિકારીનું વ્યવસાયીક આયુષ્ય પાંત્રીસથી ચાલીસ વર્ષનું હોય છે, સત્તા જતા સમય લાગતો નથી, પણ સત્તા હોય ત્યારે કરેલો સારો વ્યવહાર જીંદગીભર મદદ કરતો હોય છે,

23 comments:

 1. Aadat jati j nathi.. Bau try karyo.....

  ReplyDelete
 2. Dada jor
  pan ips nu naam to aapo

  ReplyDelete
 3. Dada, satta no nasho alag hoy che 😁

  ReplyDelete
 4. Desh ma Aava IPS ni j Jarur chhe.

  ReplyDelete
 5. Desh ma Aava IPS ni j Jarur chhe.

  ReplyDelete
 6. Aava Politicians jantani seva mate nahi Jalsa karva mate rajkaran ma aave

  ReplyDelete
 7. If he said "Does the protocol not apply to you?" it does not mean that the officer was expected to salute Shah. It means that the officer is expected to show serious attitude in public- especially smiling at VIPs show a sense of affinity which should be discouraged.

  ReplyDelete
 8. PD your posting is really excellent. you are marking JOURNALISM pride. True journalist is really full of courage. You are demonstrating most courage.Gujarat is lucky and most intellectuals
  readers can appreciate your work.

  ReplyDelete
 9. I think.....Darek vyakti e Yaad Rakhvu j joi ke...... "Ye Waqt bhi Guzar Jayega..""

  ReplyDelete
 10. પ્રશાંતભાઇ,સત્તાનો નશો અફીણનાં નશા જેવો હોય છે..!!

  ReplyDelete
 11. પ્રશાંતભાઇ,સત્તાનો નશો અફીણનાં નશા જેવો હોય છે..!!

  ReplyDelete
 12. Post is good, but what about the authenticity ?

  ReplyDelete
 13. Post is good but what about the authenticity ?

  ReplyDelete
 14. Post is good but what about the authenticity ?

  ReplyDelete
 15. આજે દેશ માં ખાલી આ લોકો હિટલર રાજ ચલાવી રહા છે.
  તું મેરી ખુજા મે તેરી ખુજાઉ
  કોંગ્રેસ પાસે મુદ્દો છે પણ એ લોકો કઈ નહિ કરી સકતા કેમ કે એમની પાછળ CBI છોડી દેવા માં આવશે....

  ReplyDelete
 16. આજે દેશ માં ખાલી આ લોકો હિટલર રાજ ચલાવી રહા છે.
  તું મેરી ખુજા મે તેરી ખુજાઉ
  કોંગ્રેસ પાસે મુદ્દો છે પણ એ લોકો કઈ નહિ કરી સકતા કેમ કે એમની પાછળ CBI છોડી દેવા માં આવશે....

  ReplyDelete
 17. ધણા સમય પહેલાં જોએલી મધુર ભંડારકર ની પેઈજ3 ફીલ્મ યાદ આવી ગઈ.નાયક દ્વારા છેલ્લે એક વાકય બોલાયેલું છે જે હજી પણ મારા માનસપટ પર જેમની તેમ કોરાયેલુ છે: to fight with the system you have to be the part of that system. સીસ્ટમ થી થોડુક અલગ ચાલવા થી શુ થાય તે કાઈમ રિપોર્ટર તરીકે પ્રશાંત તમે સારી રીતે જાણો છો. તમે પણ જીવનમા આ સબંધે ઘણૂબધુ ભોગવેલુ છે. તમારા વિરોધ ગુન્હો પણ દાખલ થયેલો, તમે ખુબ સંધષૅ કરેલો છે. એક પોલીસમેન ને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા ફક્ત બદલી નો ડર, સારા પોસ્ટીગ અને પૈસા કમાવવાની લાલચ જ આડે નથી આવતી, બીજી પણ ધણી બધી વાતો આડે આવતી હોય છે. અને આ રણસંગરામ તો છે નહી કે દરેક પોલીસમેન સહીદી ઓરવા નીકળી પડ્યો હોય. હા આ માટે સમાજે જાગવુ પડશે. આવી સમાજ સુરક્ષા જેવી મહત્વની કામગીરી કરતી સંસ્થા ને સ્વતંત્રતા આપવી પડશે. જે સંદર્ભે અગાઉ આપણે વાત થયેલી છે જય હિન્દ

  ReplyDelete
  Replies
  1. Saheb tamne lage che k Ava IPS-IAS no yug pacho avse ? As pahela tame chimanbhai patel vali post ma je collector no ullekh kario hato, evu have na that.

   Delete
 18. Zamir vala ips ne Salam 🇮🇳🌹👍

  ReplyDelete
 19. Here I should not forget to remember M.M.Singh and Majubatsigh Jadeja both IPS officers who adamantly followed protocol from the day of joining to retirement.Now you can add the name of this officer in the line of these two officers whome people are remembering for their law abiding nature

  ReplyDelete
 20. This protocol should me amended. As in case of Armed Forces, all superior office bearers must reciprocate to all salutes from anyone. Hence all Politicians should be mandated to reciprocate to all "Salaam"s they are offered. And if either misses this protocol, they should be forced to salute hundred times to each other; just like happens in schools :-).

  ReplyDelete