Friday, August 12, 2016

પુત્રના લક્ષણ પારણામાંઃ વિધાનસભાની ચુંટણી વહેલી આવી રહી છે

મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મંત્રીમંડળ તેમના સહિતનું ચોવીસ સભ્યોનું છે, તેમજ તેમણે બીજા અગીયાર સંસદીય સચિવની પણ નિમંણુક કરી નાખી, એકાદ અઠવાડીયામાં કેટલાંક બોર્ડ-નિગમના ચેરમેનની નિમંણક પણ કરવાના છે તેવી મારી પાસે માહિતી છે. જે રીતે ખાસ કરી સૌરાષ્ટ્ર અને પોતાના ધારાસભ્યોને સાચવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે, તે જોતા 2017ની ચુંટણી 2017માં જ થાય પરંતુ તેના નિર્ધારીત સમય કરતા છ-આઠ મહિના વહેલી થાય તો નવાઈ પામવા જેવુ કોઈ નથી.છેલ્લાં દસ દિવસમાં થઈ રહેલા ફેરફાર ઉપર હું નજર રાખી બેઠો છુ, તેમાં મને અનેક તરફથી ભાજપ મુશ્કેલીમાં હોય તેવા એંધાણ મળી રહ્યા છે.

(1) નરેન્દ્ર મોદી દિલ્હી ગયા પણ ભાજપ માટે સૌથી મોટો પડકાર હોય તો તે નેતાગીરીનો અભાવ છે, આખુ ગુજરાત જેને લોકનેતા માને તેવો એક પણ નેતા હાલમાં ગુજરાત ભાજપ પાસે રહ્યો નથી, જેના કારણે ભાજપની નેતાગીરી વધુમાં વધુ ધારાસભ્યોને લાલ લાઈટવાળી કાર આપી તેમને નેતા તરીકે પ્રસ્થાપીત કરવા માગે છે, જો કે લોકતંત્રમાં તમામ સ્તરના નેતાઓને મહત્વ મળવુ જોઈએ, પણ તમે બધા મારા કારણે ચુટાવ છો, તેવા મદમાં રાચતા નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્તરના તમામ નેતાઓને તેમની હેસીયત બતાવી દીધી, પરિણામ સ્વરૂપ કોર્પોરેટરથી લઈ ધારાસભ્યનું તંત્રએ સાંભળવાનું બંધ કરી દીધુ, તંત્રમાં સૌથી ચાલાક અધિકારીઓ છે, જો તેમને ખબર પડે તેમના ધારાસભ્યનું કઈ ઉપજતુ નથી, તો ધારાસભ્ય કલાકો સુધી અધિકારીની ચેમ્બર બહાર બેસી રહે છે, આ બધુ પ્રજા જોતી હોય ત્યારે કઈ રીતે આ ધારાસભ્યને પોતાનો નેતા માને, મારી એક માહિતી પ્રમાણે વિજય રૂપાણી મુખ્યમંત્રી થયા તે પહેલા રાજકોટના પોલીસ કમિશનર પણ તેમનો ફોન ઉપાડતા ન્હોતા.

(2) ગુજરાત ભાજપનો ગ્રાફ એકદમ નીચે જવા લાગ્યો ત્યારે નરેન્દ્ર મોદી અને અમીત શાહને પોતાની ભુલ સમજાઈ, હવે તેમને નેતા ઉભા કરવા મંત્રીમંડળ અને સંસદીય સચિવો મુકવા માંડયા, હવે બોર્ડના ચેરમેનો પણ મુકાશે, ભાજપના શાસનમાં સત્તાના કેન્દ્રીયકરણની સાથે ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીયકરણ થયુ, બધા જ વ્યવહાર ગાંધીનગરથી ચાલતો કોઈ ધારાસભ્ય સાચી રજુઆત કરે તો પણ તેણે વ્યવહાર તો કર્યો નથી તેવી નજરે તેમને જોવામાં આવતા, ભ્રષ્ટાચાર કરવાનો અધિકાર તો માત્ર ગાંધીગરમાં જ હતો, આપણે વિકાસશીલ ગુજરાતની વાત કરીએ છીએ ત્યારે મને યાદ આવ્યુ કે ભ્રષ્ટાચારમાં પણ ગુજરાતે ખાસ્સો વિકાસ કર્યો છે, સામાન્ય માણસને જન્મ-મરણનો દાખલો અથવા પાસપોર્ટ ઈન્કવારીમાં પણ પૈસા આપવા પડે છે. આ બધુ હવે ભાજપને સમજાયુ તેના કારણે જેમ જેમ મોડુ થાય તેમ તેમ લોકોની નારાજગીનો ગુણાકાર થઈ રહ્યો છે.

(3) વિરોધ પક્ષને તો ઠીક પણ પોતાના જ સ્થાનિક નેતાઓને તુચ્છ સમજતી ભાજપને સમજાયુ કે જાજી કીડીઓ સાપને તાણે, જેમને તુચ્છ સમજી રહ્યા હતા, તેઓની સંખ્યા ક્રમશ ખાસ્સી મોટી થઈ ગઈ છે, જેના કારણે પોતાના પક્ષના જેટલા નારાજ છે તેમને જટ રાજી કરો નહીંતર તેમની નિષ્ક્રીયાત પણ પક્ષને નુકશાન પહોંચાડી શકે છે, પ્રધાનમંડળમાં પુરૂષોત્તમ સોંલકી અને સંસદીય સચિવમાં હિરા સોંલકી તેનું ઉત્તમ ઉદાહરણ છે, સોંલકી બ્રધરના અનેક પ્રશ્નો છે, છતાં હવે તેમની અવગણના ભારે પડી શકે તેમ છે. ઈચ્છા નહીં હોવા છતાં હવે બન્ને.... ભાઈઓ.... હવે સરકારનો ભાગ બની ગયા છે.

(4) કોંગ્રેસના ભાજપને લાગવો જોઈએ એટલો ડર લાગતો નથી, સત્તાની બહાર બે દસકથી હોવા છતાં કોંગ્રેસના નેતાઓને માઠુ લાગતુ નથી, તેમની અગ્રતા ભાજપને હરાવવાને બદલે પોતાના માણસોને પતાવવાની પહેલી છે, બાપુ, ભરતસિંહની ફિરાકમાં છે અને અર્જુનભાઈ બાપુની આમ હજી તેમના જ હિસાબ પત્યા નથી, આમ છતાં પટેલ દલિત આંદોલનને કારણે કોંગ્રેસ કઈક કાઠુ કાઢી જાય તેવો થોડો ઘણો પણ ડર તો ભાજપને લાગી રહ્યો છે, આમ તો કોંગ્રેસ છેલ્લા વીસ વર્ષથી કોમામાં સરી પડેલા અને આઈસીયુમાં સારવાર લઈ રહેલા દર્દી જેવી છે, પણ કોઈ ચમત્કાર થાય અને દર્દી ભાનમાં આવી જાય તેવી શકયતા નહીંવત હોવા છતાં ભાજપ તેને નકારી શકે તેમ નથી, એટલે આ દર્દીમાં પ્રાણમાં  સંચાર થાય તે પહેલા લગ્ન લઈ લેવાની ઉતાવળ ચોક્કસ છે.

(5) હું રોજ પાંચથી સાત સાવ સામાન્ય માણસને મળુ છુ, જેઓ ભાજપના મતદાર છે, તેમને મારો પહેલો સવાલ હોય છે .. કોને મત આપો છો... તો કહે ભાજપને .. કેમ.. તો જવાબ મળે છે શુ કરીએ કોંગ્રેસને નથી આપવો માટે આપી છીએ, પણ જો કેજરીવાલની આપ પાર્ટી આવે તો કોને આપો.. તો તરત કહે છે આપને જ આપીએને.. સામાન્ય  નજરે ધ્યાનમાં ના આવે તેવી બાબત છે, પ્રજાનો મોટો વર્ગ ભાજપથી નારાજ છે, પણ કોંગ્રેસ એટલે મુસ્લીમોની પાર્ટી ખાસ કરી શહેરી વિસ્તારના મતદારો માને છે તેના કારણે ભાજપને મત મળે છે, પણ જો આપ આવે તો પ્રજાને એક નવો વિકલ્પ મળે તેમ છે, આપ ભલે વધુ ઉકાળી શકે નહીં પણ પણ ભાજપનું સૌભાગ્ય છીનવી લેવામાં ચોક્કસ તેનો ફાળો રહે,જો કે આપની પણ કાર્યકર અને પૈસા સહિત નવા ચહેરાની મર્યાદા છે, હમણાં સુધી તેમને સારો ચહેરો ગુજરાત માટે મળ્યો નથી, યતીન ઓઝા અાપમાં છે પણ તેઓ ચાર ધામની જેમ ભાજપ અે કોગ્રેસની યાત્રા કરી આવ્યા છે તે સંદર્ભમાં મારે વધારે કઈ કહેવુ નથી.

(6) કેજરીવાલના દિલ્હી વહિવટ અંગે મારે કઈ કહેવુ નથી કારણ તે અંગે મારૂ જ્ઞાન સારૂ નથી, છતાં નરેન્દ્ર મોદી એન્ડ કંપનીને તેમની ભાષામાં જવાબઆપી શકે તેવો એક ભારતીય રાજકારણી અરવિંદ કેજરીવાલ  છે, પ્રજાને મોદી અને કેજરીવાલ બન્નેને સાંભળવા ગમે છે, હમણાં કેજરીવાલ પંજાબમાં ખુબ મહેનત કરી રહ્યા છે, માહિતી મુજબ તેમનો ઘોડો ભાજપ કરતા હમણા તો આગળ દોડી રહ્યો છે, ભાજપની ચીંતા પંજાબ સહિત ઉત્તર પ્રદેશની છે, ત્યાં માયાબહેનની હાથી સવારી કમળ અને ભાજપને તો પગ નીચે છુંદી નાખશે તેવી સંભાવના છે. ત્યારે જો પંજાબ અને ઉત્તર પ્રદેશની ચુંટણીના પરિણામ બાદ ગુજરાતની ચુંટણી યોજાય તો નવરા  પડેલા કેજરીવાલ, સોનીયાબહેન અને માયાબહેન ગુજરાતમાં વિઝીટર વિઝા લઈ આવી પહોચે, તો ભાજપના વકરામાં જ ભાગ પડાવે, એટલે તો પંજાબ અને ઉત્તર પ્રદેશની સાથે ગુજરાતની ચુંટણી કરાવી નાખીએ તો પંજાબ અને ઉત્તર પ્રદેશને જે થવાનું હોય તે થાય ગુજરાત તો બચી જાય તેવી ચર્ચા પણ ભાજપમાં ચાલી રહી છે.

(7) 1995 સુધી ભાજપનો પત્રકારો સાથેનો વ્યવહાર ખુબ સારો હતો, 1995ની ચુંટણીમાં કોઈક કારણસર પત્રકારો નારાજ થઈ ગયા હતા, મને યાદ છે, ત્યારે સુરેશ મહેતા મારીતી ફિયાટે ગાંધીનગરથી અમદાવાદ ખાનપુર ઓફિસ આવ્યા હતા, અને વિનંતી કી હતી કે અમારૂ પ્લેન ટેક ઓફ તૈયારીમાં છે આટલા   વર્ષો અમને સાચવ્યા થોડી વધારે મદદ કરોને.. અને પત્રકારોએ મહેતાનું માન  રાખ્યુ કારણ તે તેના માટે લાયક હતા.પછી સત્તાની સફર આગળ વધતી ગઈ, પછી તુ કોણ અને હું કોણ શરૂ થયુ, બને ત્યાં સુધી પત્રકારોને ટાળવાના, વાત નહીં કરવાની , વાત નહી સાંભળવાની... પત્રકારત્વ હવે પહેલા જેવુ રહ્યુ નથી જેવા મ્હેણા શરૂ થયા. નરેન્દ્ર મોદી અખબાર માલિકોને ગાળ આપવા માગતા હતા, પણ એટલી નૈતિક હિમંત તેમનામાં નથી એટલે માલિકોના બદલે પત્રકારોને જાહેરમાં ગાળો આપવાની શરૂઆત કરી. પંદર વર્ષમાં ભાજપે પત્રકારની હાલત સ્ટેનોગ્રાફર જેવી બનાવી દીધી, અમે કહીએ એટલુ જ લખવાનું અને વધારે સવાલ પુછવાના નહીં, પરંતુ છેલ્લાં પંદર દિવસથી તેમને વ્યવહાર પત્રકાર સાથે  બદલાઈ ગયો છે, કરડવા દોડતી પત્ની એકદમ પ્રેમ કરવા લાગે  ત્યારે જેવો જ ડર લાગી તેવો ડર લાગી રહ્યો છે. ભાજપા મુશ્કેલીમાં હોય તો તેને જ પત્રકારો યાદ આવે છે, આ સ્થિતિ જોતા લાગે છે, અમારે પણ વરઘોડામાં જલદી જ આવવુ પડશે.

18 comments:

 1. Prashanth,your writing & art of explanation is just simp marvelous.

  ReplyDelete
 2. Sorry,Name should be PRASHANTBHAI

  ReplyDelete
 3. Lol, excellent nd cool article

  ReplyDelete
 4. Maja padi vanchvani ...Gujarat na Patrakaro jevi j halat national media ni pan thai rahi 6 both TV n Print Media ma mota bhag na Sham dam dand bhed no bhog banela dekhai aave chhe.

  ReplyDelete
 5. પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ

  ReplyDelete
 6. પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ

  ReplyDelete
 7. Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of Saurashtra

  ReplyDelete
 8. Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of Saurashtra

  ReplyDelete
 9. Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of Saurashtra

  ReplyDelete
 10. સાચી વાત લખવાવાળા પત્રકારો શોધવા પડે તેવી હાલત છે અને હું આ બાબતે છેલ્લા 3 વર્ષ થી હેરાન થાવ છુ અને લાચારી અનુભવું છુ. તારીખ 2.2.2016 ની રાતના 12 વાગે છેલ્લા 30 વર્ષ થી ચાલતી પાપડખાર બનાવતી ફેક્ટરી જમીન માફિયા ઓ એ કોર્ટ માં કેસ હોવા છતાં તોડી પાડી સવારે ચાર વાગે અમોને તેની જાણ થઈ પોલીસ ની ત્રણ ગાડી ઓ ફરિયાદ કરતા સાથે આવી પણ જમીન માફિયા ઓ ને માત્ર દશ મિનિટ માં છોડી મુકાયા. અને અમોને એવું જણાવવામાં આવીયુ કે તમારા બાપે આ જગયા કામ ભરવાડ ને વેચી નાખેલ છે. ખરેખર સાચી વાત કૈક અલગ જ છે પણ પોલીસ ને તપાસ કરવી નથી અને પડદા પાછળ રહેલા માણસો છ કરોડ ની જમીન મફત પડાવી લેવા માંગે છે જેમાં ગોંડલ પોલીસ મામલતદાર ઓફિસ તેમજ જમીન માફિયા સૌ કોઈ ની મીલીભગત છે. નહીતો એકવાર જાહેર નોટીશ થી અને રજી.એ.ડી. થી જાણ કરવામાં આવે કે આ મિલકત ના ઓરીજીનલ કાગળો ઘરે મોજુદ છે તો કોઈએ આ જગ્યા નું ખરીદ વેચાણ કરવું નહિ તેમ છતાં પણ માત્ર ઝેરોક્સ પરથી વેચાણ દસ્તાવેજ કરવામાં આવીયો અને આ તમામ બાબતો હાલ ગોંડલ કોર્ટ માં પેન્ડિંગ હોવા છતાં જમીન માફિયા જમીન ખાલી કરાવવા ત્રણ વાર મારામારી કરી ગયા. દરેક વખતે પોલીસ ફરિયાદ થઈ તો પણ કઈ કાર્યવાહી ન થઈ તેમ છતાં પણ અમો આખા કુટુંબે દ્રઢતા પૂર્વક જીવ ના જોખમે માથાભારે તત્વો નો સામનો કરતા તેઓ આખા કુટ્મ્બ ની જીવાદોરી સમાન ફેક્ટરી તોડી ગયા તે તમામ બાબતે ગોંડલ પીએસઆઈ ને જાણ કરતા તેમજ ફેક્ટરી બાબતે તમામ આધારો પુરા પાડવા છતાં પણ પીઆઈ ચૌધરી એ જાણે કે માથે રહીને જે કસર તારીખ 2.2.16 ના બાકી હતી તે તારીખ 4.2.16 ના રાત્રે 2 થઈ ચાર ની વચ્ચે પુરી કરાવી .અને હવે dsp અને મામલતદાર અમોને દિલાસો આપે છે કે તમારી સાથે જાસ્તી થઈ છે મારૂ તમામ વહીવટી તંત્ર અને કહેવાતા આ પત્રકારો ને પૂછવાનું કે જયારે મિલકત સંબંધી ઓરીજીનલ કાગળો મોજુદ હોય તેમજ તે બાબતે જાહેરાત પણ કરેલ હોય અને દસ્તાવેજ લખનાર વકીલ ને રજી.એ.ડી. થી જાણ પણ કરી દીધેલ હોય તો પણ ઝેરોક્સ ના આધારે ઉભો કરેલ દસ્તાવેજ ને માન્યતા મામલતદારે કઈ રીતે આપી દીધી? અને આ ઓછું હોય તેમ દસ્તાવેજ વ્યક્તિ એ ના નામનો હોય અને મિલકત નો કબજો મેળવવા માટે જોર વ્યકતિ બી કરે તેમ છતાં પણ રાજકોટ ના પત્રકારો ચૂપ પોલીસ ચૂપ મામલતદાર ચૂપ ડેપ્યુટી કલેક્ટર ચૂપ અને આનંદી બેન ની સૂચના હોવા છતાં પણ કલેક્ટર પણ ચૂપ. હું જો ખોટો હોવ તો મારા બાપ પાસે આ મિલકત સબંધે દસ્તાવેજ પ્રમાણે રૂપિયા એક કરોડ ત્રીસ લાખ હોવા જોઈએ પણ તેઓ અમારી માં જીવતી હોવા છતાં જે બીજાની પરણેતર સાથે ભાગેલ છે અને રહે છે તે બાઈ અને મારા બાપા હાલની તકે બી.પી.એલ ના ઘઉં ખાય છે અને આ તમામ બાબતો થી તમામ લોકો વાકેફ હોવા છતાં રાજકોટ ના એક મોટા ભૂમાફિયા નો પડદા પાછળ થી દોરી સંચાર હોય તમામ ચૂપ છે પત્રકારો સહીત.

  ReplyDelete
 11. Article saro chhe Prashantbhai, pan khas navinta na jova mali. Ema pan khas to tamne AAP baju dhalta joya, to bhare dukh thayu... Sachavjo bhai... Sap E Undar Galyo evu thay AAP ma.. 100% ni gurrentee hu apva taiyar chhu.. Pan mane e vishwas chhe ke Gujrat ni praja Delhi and Punjab karta to ghani je hoshiyar, durendeshi ane vicharshil chhe. AAP to kyary nahi ho bhai!!!

  ReplyDelete
 12. લાગે છે કે AAP ને જીતાડવા સારી મહેનત કરી રહયા છો દયાળ ભાઇ. ભરમ ના ફેલાવ શો.

  ReplyDelete
 13. Wait and watch congress,BJP,aap

  ReplyDelete