Sunday, August 7, 2016

તમે મારી સાથે કામ કરશો, મને કોઈ ના પાડી શકે તેવા માણસની જરૂર છે

1974ના નવનિર્માણ આંદોલન પછી  1990માં ચીમનભાઈ પટેલ ફરી મુખ્યમંત્રી થયા હતા, બહુ લાંબો વનવાસ હતો. 1990માં ચીમનભાઈ પટેલ ચુંટણી લડી રહ્યા હતા, ત્યારે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લાં દિવસે તે પોતાના ટેકેદારો સાથે વાજતે-ગાજતે કલેકટર ઓફિસ પહોંચ્યા, તેમની સાથે તેમની સાથે તેમના ટેકેદારો પણ હતા. અચાનક  રૂમમાં મોટુ ટોળુ ધુસી આવતા ફરજ ઉપરના ચુંટણી અધિકારી દીક્ષીતે ચીમનભાઈ પટેલને વિનંતી કરી કે  આપ થોડીવાર રાહ જુઓ હું આપને અંદર બોલાવુ પછી આવો, કારણ મારી સામે એક અપક્ષ ઉમેદવાર પોતાનું ફોર્મ ભરી રહ્યો છે.

ચીમનભાઈ પટેલ કઈ જવાબ આપે તે પહેલા તેમના કાર્યકરો ઉકળી ઉઠયા, અને ચુંટણી અધિકારી દિક્ષીતને ધમકાવવાના સુરમાં કહ્ય તમે ચીમનભાઈ પટેલને ઓળખતા નથી, તેમની તાકાતની તમને ખબર નથી, અપક્ષ ઉમેદવાર માટે તમે ચીમનભાઈને બહાર ઉભા રાખશો. દિક્ષીત શાંત ચીત્તે જવાબ આપ્યો જુઓ ચુંટણી અધિકારી તરીકે મારા માટે તમામ ઉમેદવાર સરખા છે. આ સાંભળી ચીમનભાઈ પટેલે દિક્ષીતને કહ્યુ દિક્ષીત તમારી વાત સાચી છે, ચીંતા ના કરો હું તમારી રાહ જુઉ છુ.

ચીમનભાઈ પટેલનો ક્રમ આવતા, દિક્ષીતે તેમને બોલાવ્યા અને ફોર્મ સ્વીકાર્યુ, આ વાત બીજા બધા ભુલી ગયા હશે, પણ ચીમનભાઈ ભુલ્યા ન્હોતા, જનતા દળ ગુજરાત અને ભાજપની સંયુકત સરકાર બની અને ચીમનાભાઈ પટેલ મુખ્યમંત્રી થયા, પોતાની શપથવિધી પતાવી જેવા ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રીની ખુરશીમાં બેઠા તેની સાથે તેમણે કલેટકરને ફોન લગાવી આદેશ આપ્યો દિક્ષીતને મારી ઓફિસમાં મોકલી આપો, કલેકટરે જયારે દિક્ષીતને મુખ્યમંત્રીના કાર્યાલયથી મળેવા સંદેશાની જાણ કરી ત્યારે તેમને પણ પરસેવો છુટી ગયો, તેમને ચીમનભાઈ પટેલને બહાર ઉભા રાખ્યા હતા તે દિવસ યાદ આવી ગયો.

છતાં મુખ્યમંત્રી કાર્યાલયથી આદેશ મળ્યો હતો એટલે દિક્ષીત ગાંધીનગર પહોંચ્યા, દિક્ષીતને જોતા જ ચીમનભાઈ પટેલ હસી પડયા, બીજી તરફ દિક્ષીતના મનમાં ફફડાટ  હતો કે ચીમનાભઈ પટેલ હવે પોતાનો હિસાબ પુરો કરશે.પણ ચીમનાભાઈ દિક્ષીતને બેસવાની સુચના આપતા પુછયુ, મારી સાથે કામ કરશો.. દિક્ષીત કઈ સમજયા નહીં, તેમણે પુછયુ સર.. ચીમનભાઈ પોતાની વાત સ્પષ્ટ કરતા કહ્યુ દિક્ષીત મારે તમારી જરૂર છે. દિક્ષીતની અપેક્ષા કરતા જુદુ જ થઈ રહ્યુ હતું, તે કઈ બોલી શકયા જ નહીં. ચીમનભાઈ તેમની મનોસ્થિતિ સમજી ગયા હતા.

રીલેકક્ષ દિક્ષીત કહી વાતને આગળ વધારતા કહ્યુ જુઓ મારી ઓફિસમાં અધિકારીઓની ફોજ છે, પણ બધા જ મારી  વાતમાં હા પાડશે અને મને સારૂ લાગે તેવી વાત કરશે, પણ તમે તે દિવસ મને બહાર ઉભા રહેવાની ફરજ પાડી ત્યારે જ મેં નક્કી કર્યુ હતું મારી ટીમમાં તમારો જેવો એક માણસ હશે જેની અંદર મને ના પાડવાની હિમત હશે, દિક્ષીત સમજી ગયા , ચીમનભાઈએ તેમને ચહેરો જોતા પુછયુ કામ કરશોને મારી સાથે. દિક્ષીતે હા પાડી.

ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી દિક્ષીત મુખ્યમંત્રીના કાર્યાલયમાં ફરજ બજાવતા હતા, તેમનું કામ મુખ્યમંત્રી તરફ જઈ રહેલી ફાઈલ જોઈ માત્ર કામ કરવા જેવુ નથી એટલી જ કહેવાનું હતું. કદાચ તેમના અભિપ્રાય સાથે ચીમનાભઈ પટેલ સંમત્ત ના પણ હોય છતાં દિક્ષીતે સાચુ કહેવાનું હતું સારૂ નહીં. આજે મને આ ઘટના એટલા માટે યાદ આવી કે ત્યાર બાદ આવેલા મુખ્યમંત્રીઓની ટીમમાં સારૂ કહેનારા સંખ્યા મોટી હતી, પણ એક પણ મુખ્યમંત્રીએ તંત્રમાં અથવા તંત્રની બહાર રહેલા દિક્ષીત જેવા માણસોની શોધ કરી નહીં.

20 comments:

 1. Adbhut vat janva mali... atyare to evu chhe k modi k amit ne na game evu koi kai pan bole etle daaz ma rakhi ne badlo levano vruti tivra hoy..

  ReplyDelete
 2. Adbhut vat janva mali... atyare to evu chhe k modi k amit ne na game evu koi kai pan bole etle daaz ma rakhi ne badlo levano vruti tivra hoy..

  ReplyDelete
 3. વહીવટી કુશળ વહીવટકર્તા ની અજાયબી તાકાત

  ReplyDelete
 4. વહીવટી કુશળ વહીવટકર્તા ની અજાયબી તાકાત

  ReplyDelete
 5. YOU'RE RIGHT SIR.. WE ALSO OBSERVED & EXPERIENCED WHEN WE WORK AT PUBLIC ACTIVITIES.

  ReplyDelete
 6. I appreciate Shri Dixit for performing his duty honestly without any fear. I appreciate late Chimanbhai for considering the honesty and daring of Gov't official even after becoming the CM.Here I shouldn't forget to appreciate you for publishing the article which will become inspiration to Gov't official and also to politicians

  ReplyDelete
 7. Dada tamari story ma kaik navu janva male chhe.Aabhar.

  ReplyDelete
 8. Dada tamari story ma kaik navu janva male chhe.Aabhar.

  ReplyDelete
 9. Dada tamari story ma kaik navu janva male chhe.Aabhar.

  ReplyDelete
 10. પ્રામાણીકતા હોય તો જ ના પાડવાની હિંમત આવે, અત્યારે પ્રામાણીક અધિકારીને સજા જ મળે છે

  ReplyDelete
 11. પ્રામાણીકતા હોય તો જ ના પાડવાની હિંમત આવે, અત્યારે પ્રામાણીક અધિકારીને સજા જ મળે છે

  ReplyDelete
 12. tamari sogthi sachi jagya a vage to saru.. mahadev har.. jay mataji

  ReplyDelete
 13. Satya paresan jarur kare che pan har nathi aaptu

  ReplyDelete
 14. Satya paresan kare che har nathi aaptu

  ReplyDelete
 15. Gujarat ma polkhol patrakaro na awaj dabava ma che
  shivanand zaa jeva police officer o negative story pachavi nathi shakta. Amuk patrakaro na number block karvani system sharu thai che

  ReplyDelete
 16. Both the persons...chimanbhai as a CM and Dixit as an officer were assets for Gujarat

  ReplyDelete
 17. Both the persons...chimanbhai as a CM and Dixit as an officer were assets for Gujarat

  ReplyDelete