Tuesday, August 2, 2016

ભાઈશ્રી રમેશ ઓઝાએ લંડનમાં ઉનાની ઘટનાની નીંદા કરી

મેં એક સપ્તાહ અગાઉ મારી પોસ્ટમાં પુજય મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાને ખુલ્લો પત્ર લખી, ઉનામાં ઘટેલી ઘટના અંગે બોલવા વિનંતી કરી હતી, બન્ને મહાનુભાવોને પત્ર લખ્યા બાદ મને જાણકારી મળી ભાઈશ્રી અને બાપુ બન્ને વિદેશમાં કથા કરી રહ્યા છે, મારા પત્ર બાદ મોરારીબાપુની નજીકના વર્તુળમાંથી મને  મારા ફેસબુક અને પોસ્ટની કોમેન્ટમાં જણાવવામાં આવ્યુ કે બાપુ અગાઉ દલિતો અંગે ખુબ બધી કહી ગયા છે, જો કે જવાબ આપનાર મીત્રએ ઉનાની ઘટના અંગે બાપુ શુ બોલ્યા તેનો ઉલ્લેખ કર્યો ન્હોતો.

સામાન્ય રીતે હું કોઈ પણ હકારાત્મક અથવા નારાજગી દર્શાવતી કોમેન્ટનો જવાબ આપતો નથી, કારણ તે બધી પ્રક્રિયા મોટે ભાગે વિવાદનું કારણ બને છે, અને જયાં સુધી સંવાદ થાય ત્યાં સુધી વાંધો નથી, પણ સંવાદ કયારે વિવાદનું રૂપ ધારણ કરે છે તેની ખબર પડતી નથી. કારણ કે આપણે ત્યાં જે મારી વાત સાથે સંમત્ત નથી તે મારી સામે છે તેવુ માની લેવામાં આવે છે. વિચાર ભેદ હોઈ શકે, પણ મારા કરતા અલગ વિચાર કરનારને પણ માન મળવુ જોઈએ એટલી પુખ્તતા હજી આપણામાં આવી નથી.

ભાઈશ્રી રમેશ ઓઝાને પાઠવેલા પત્રમાં મેં  વિનંતી કરી હતી કે અંબાણી પરિવારમાં સમધાન કરાવી શકતા હોય તો તેમણે ઉના પણ જવુ  જોઈએ, આ કહેવા પાછળનો મારો ઈરાદો એટલો જ હતો કે ભાઈ અને બાપુને લોકો જે સન્માન આપે છે, તે સન્માનને તેમણે માણસાઈ માટે એનકેશ કરવાનું હતું, પરિણામની મને ખબર નથી, છતાં કોઈ એક વ્યકિતના જીવનમાં તેમનો પ્રયાસ સફળ થાય તો એક માણસને ખરા અર્થમાં માણસ બનાવવાનું મહાન કાર્ય એક સો કથા કરતા વધુ મહત્વનું સાબીત થાય તેવુ હું માનું છુ.

રમેશ ઓઝા લંડનના લેસ્ટર સિટીમાં ભાગવત કથા કરી રહ્યા છે, મારી પોસ્ટ વાંચ્યા પછી લંડનમાં રહેતા એક મીત્ર ગીરીશ વાળંદ પોસ્ટની પ્રીન્ટ લઈ રમેશભાઈ ઓઝા પાસે ગયા. ગીરીશ કહે છે પોસ્ટ વાંચી મને લાગ્યુ કે આ વાત ભાઈશ્રી પાસે જવી જોઈએ. ત્યાર બાદ ગીરીશભાઈ જે નિયમિત રીતે ટેલીવીઝન ઉપર ભાઈશ્રીને સાંભળતા હતા, તેમણે જોયુ તે લેસ્ટરની કથામાં રમેશભાઈ ઉનાની નીંદા  તો કરી પણ હિન્દુ ધર્મની વર્ણ વ્યવસ્થા ઉપર પણ આકરા પ્રહાર કર્યા. અને તે પણ એક કલાક સુધી આ વિષય ઉપર જ બોલ્યા , ગીરીશભાઈ  રમેશભાઈના ઉપદેશનો મને એક નાનકડો વિડીયો પણ વોટસઅપ ઉપર મોકલી આપ્યો છે.

ભાઈશ્રી ભલે લંડનમાં બોલ્યા, આવતીકાલે ભારત આવી ગુજરાતમાં પણ બોલશે તેવો વિશ્વાસ છે, રમેશભાઈ અને મોરારીબાપુ જેવા સંતોએ  તેમની દરેક કથાઓ એક વાર  તો આપણા ધર્મની બદીઓ ઉપર બોલવુ જ પડશે કારણ કથા પણ આખરે માણસને વધુ સારા માણસ બનાવવાનો જ પ્રયાસ છે, તો પ્રયાસની દિશા બદલવી પડશે. દરેક માણસને બીજા માણસમાં જ જો ભગવાન દેખાશે તો મંદિર જવાની જરૂર પડશે નહીં.
થેકસ રમેશભાઈ ઓઝા.. તમે એક નાનકડા પત્રના જવાબ કઈક તો બોલ્યા, કાલે તમારી જેમ અન્ય સંતો પણ હિન્દુઓને આયનો દેખાડવાની હિમંત કરશે. તો હિન્દુ કથાઓ અને કથાકારો  બચી શકશે. નહીંતર રજનીકાંત અને સલમાનખાની ફિલ્મો પાંચ સો કરોડનો ધંધો કરે છે તે ફિલ્મ અને કથા વચ્ચે ખાસ કોઈ અંતર રહેશે નહીં.


10 comments:

 1. Una is no more a social event.. but a pilitical one... wondering y the religious leaders waited for it to snowball into a political event before commenting

  The religious leaders need to come out in speak against social evils like rape.. domestic violence... extra marital affairs.. black money...

  ReplyDelete
 2. લેખ લખ્યાની ફલશ્રુતિ.....

  ReplyDelete
 3. જોકે સારુ એ રહેત કે જાતે જ જવાબદારી નકકી કરી શકયા હોત...

  ReplyDelete
 4. જોકે સારુ એ રહેત કે જાતે જ જવાબદારી નકકી કરી શકયા હોત...

  ReplyDelete
 5. લેખ લખ્યાની ફલશ્રુતિ.....

  ReplyDelete
 6. Dadu very good Tamari vat manvano bhai ne faydo lagyo ek divas mate lok upyogi visay malyo Ben ne na samjayu parinam same che.😎

  ReplyDelete
 7. I appreciate you for publishing this article.

  ReplyDelete
 8. I appreciate you for publishing this article.

  ReplyDelete