Monday, August 22, 2016

તેના આંસુ કહી રહ્યા હતા હવે નારાજ કોની સાથે થઈશ

પ્રમુખ સ્વામીના સ્વર્ગવાસના સમાચાર બાદ ટેલીવીઝન અને અખબારોમાં ખુબ સમાચારો આવ્યા, મને નિયમિત વાંચતા મારા કેટલાંક મીત્રો તરફથી ફોન આવ્યો, તમારા બ્લોગ ઉપર કેમ હજી સુધી તે અંગે કઈ લખાયુ નથી, કદાચ મારામાં મનમાં ચાલતો  દ્વંધ હતો, મારે પ્રમુખ સ્વામી અંગે કઈ લખવુ  જોઈએ કે નહીં તે અંગે હું સ્પષ્ટ ન્હોતો, સાચુ પુછો તો હું તેમના અંગે ખાસ કઈ જાણતો પણ ન્હોતો, હું જેના અંગે જાણતો નથી તેના અંગે કઈ લખુ તો જાણે-અજાણે તેમને અન્યાય થઈ જવાનો પણ ભય હતો, બીજી તરફ બધા સારૂ લખી રહ્યા હતા, ત્યારે હું કઈક અલગ લખવા માટે બીજા કરતા જુદુ લખુ તેવા મતનો પણ ન્હોતો.

સાચુ પુછુ તો મને ધર્મ-મંદિર અને શાસ્ત્રોએ કયારેય પ્રભાવીત કર્યા નથી, ઈશ્વરની શોધમાં મે કરેલા પ્રયાસો અંગે ફરી કયારેક લખીશુ, મને નજીકથી ઓળખનારોઓને તેં અંગે ખબર છે, છતાં મને મંદિર-મસ્જીદ-ચર્ચ અને  દેરાસરો કરતા સ્કુલો અને હોસ્પિટલો વધારે મહત્વની લાગી છે, તે મારો વ્યકિતગત મત છે ,  પણ આપણે પ્રમુખ સ્વામીની વાત કરીએ.એક તરફ પ્રમુખ સ્વામીના સમાચાર જોઈ રહ્યો હતો, બીજી તરફ મારૂ મન ઉના ભટકતુ હતું, જયા માણસ-માણસ  હોવાની લડાઈ લડી રહ્યો હતો, તેઓ પોતાને માણસ સમજવામાં આવે તેવી સાદી અને સરળ વાત કરી રહ્યા હતા. આ બધાની વચ્ચે મારી માન્યતા, મારા ગમા-અણગમાઓ વચ્ચે પ્રમુખ સ્વામીનો દેહ પંચમહાભુતમાં વિલીન થઈ ગયો.

હું આખી ઘટના વચ્ચે એક માણસને શોધી રહ્યો હતો, અને મને તે મળી ગયો. વાત પાંચ-છ દસક જુની છે,યોગીજી મહારાજ દિક્ષા આપી રહ્યા હતા, તેમના અનેક શીષ્યો હતા, તેમાં એક જ દિવસે દિક્ષા ધારણ કરનારમાં હરિપ્રસાદ સ્વામી અને અને પ્રમુખ સ્વામી બન્ને હતા, તેમણે તેમના ગુરૂ યોગીજી મહારાજ પાસેથી   ધર્મનું  શિક્ષણ સરખુ જ લીધુ  હતું, પણ સમયનું ચક્ર પોતાનું કામ કરી રહ્યુ હતું, સમય જતા બન્ને અલગ થયા અને તેમની પાછળ તેમનો મોટો અનુયાયી વર્ગ હતો,  બન્નેનો પંથ અલગ હોવા છતાં તેઓ એક જ ગુરૂના સંતાન હતા, તેમનો ઈશ્વર પણ એક હતો, આ બહુ સ્વભાવીક હતું એક જ માતાની કુખે  જન્મેલા બે સંતાનો અલગ હોઈ શકે છે..

પ્રમુખ સ્વામીનો પથ બાપ્સના નામે ઓળખાવવા લાગ્યો જયારે હરિપ્રસાદ સોખડા મંદિરના નામે ઓળખવા લાગ્યા, બન્ને સંત હોવા છતાં માણસ હતા કયારેકને કયારેક એક બીજા વચ્ચે જાણે અજાણે એકબીજા કરતા આગળ જવાની હરિફાઈ પણ થઈ હશે. બન્ને વચ્ચે નારાજગી પણ હશે. પણ જયારે પ્રમુખ સ્વામી નથી રહ્યા તેવા સમાચાર મળ્યા ત્યારે હરિપ્રસાદ સ્વામી કેનેડાના ટોરેન્ટોમાં હતા, હજી તેમને ત્યાં પહોંચી અડતાલીસ કલાક પણ થયા ન્હોતા, તેમનું  મન વિહવળ થઈ ગયુ, તે તેમનો સખા હતો, સાથે રહ્યા હતા, સાથે ભણ્યા હતા, પથ અલગ હોવા છતાં તે તેમનો પોતાનો હતો, કદાચ હરિપ્રસાદસ્વામીનું મન એક આમ આદમીના મનની જેમ વિચારી રહ્યુ હતું, તેમની લાગણીઓ અને યાદો તેમની ઉપર હાવી થઈ રહી હતી,તેઓ  હજી હમણાં જ ભારતથી આવ્યા હતા, તેમણે નક્કી કર્યુ તે ભારત પાછા ફરશે અને સત્તર કલાકની હવાઈ મુસાફરી કરી તે પોતાના સખાને છેલ્લી વખત મળવા પાછા આવ્યા.

મને આશ્ચર્ય તે વાતનું છે કે નરેન્દ્ર મોદીએ  ભાવવિભોર ભાષણ કર્યુ તેની નોંધ બધાએ જ લીધી પણ પ્રમુખ સ્વામીને  તેમનો એક જુનો સખા  મળવા આવ્યો, તેની નોંધ એક  સંપ્રદાયના  વડા તરીકે લેવાઈ પણ પ્રમુખ સ્વામીના મીત્ર તરીકે ના લેવાઈ, સાધુત્વ ધારણ કર્યા પછી તમામ સંબંધોનો અંત આવે છે, તેવુ કહેવુ બહુ સહેલુ છે, પણ માણસનું હ્રદય કયારે નિયમો અને શાસ્ત્રો પ્રમાણે વ્યવહાર કરતુ નથી, પ્રમુખ સ્વામીના અંતિમ દર્શને આવેલા તેમના સખા હરિપ્રસાદ સ્વામીએ જયારે પોતાના સાથીનો નશ્વર દેહ જોયો ત્યારે તેમણે  અગીવાર વખત દંડવત પ્રણામ કર્યા હતા, કદાચ તેમના પ્રણામ  કહી રહ્યા હતા, દોસ્ત આપણે અલગ હોવા છતાં તારી મહાનતાને લાખ લાખ પ્રણામ કરૂ તો પણ ઓછુ છે. જીંદગીભર આપણે અલગ ચાલ્યા છતાં આજે તુ અચાનક નિકળી મારી કરતા આગળ જતો રહ્યો અને ફરી હું પાછળ રહી ગયો.

અગીયારમાં દંડવત પ્રણામ કરી ઉભી થઈ રહેલા હરિપ્રસાદ સ્વામીએ પોતાની ઉપરનો કાબુ ગુમાવી દીધો, અને નાના બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા, તેમના આંસુ કદાચ કહી રહ્યા હતા, આજે મારી પાસે પોતાની નારાજગી બતાડી શકુ તેવુ પણ કોઈ રહ્યુ નથી, એક તુ હતો જેની સામે મને ગુસ્સો પણ હતો છતાં તુ મારો હતો, આજે તુ પણ મને મુકી ચાલી નિકળ્યો ત્યારે મારી પાસે નારાજ થવાનું કારણ પણ રહ્યુ નથી પણ આ વખતે ત્યાં હાજર અનેક મોટા લોકો અને હજારોની ભીડને બે સખાઓના આખરી મીલન અને વેદનાનો અંદાજ જ ન્હોતો. મારે મન આ મીત્રતા એક નવા અક્ષરધામના નિર્માણ કરતા મોટી છે. કારણ તેમા માણસ જીવી ગયો હતો.

45 comments:

  1. પ્રશાંતભાઇ કોઈ શબ્દો નથી આ દૈવીક ઘટના માટે.

    ReplyDelete
  2. Pramukh Swamiji will be always remembered as a crusader of humanity,religion and spirituality.His death is a huge loss and he leaves behind a rich legacy!

    ReplyDelete
  3. Mark twain devaliyo thai pachhe j saru sarjan karyu hatu evu apna kissa ma hoy tevu lage chhe

    ReplyDelete
  4. Replies
    1. દાદુ નોકરી તો ઘર ચલાવવા માટે કરવાની છે, તમે પ્રાર્થના કરો નોકરી મળે કે ના મળે આવુ લખતો રહુ અને તમને વાંચવાની મઝા આવે તેની તો મને મઝા છે..

      Delete
  5. Aakhre sadhu mitrata na mohma fasaya...

    ReplyDelete
    Replies
    1. Anea moh na kehvay ea hariprasad swamiji no suhradbhaav kehvay

      Delete
  6. Great Prashantbhai!!

    Aa H.D.H Hariprasad Swamiiji no SUHRADBHAV no gun(Vertues) Che k Je BAPS Sanstha E Hariprasad Swamiji ne Heran karvama kashu j baki rakhyu nathi tem chata pan e Samu joya vagar Keval Yogijimaharajnaj Sauhuma Darshan Kari rahya hoy e Bhav thi darshan Karva padharya hata!!!

    I have no words to explain this SUHRADBHAV Gun

    ReplyDelete
    Replies
    1. Maafi mangva aya ta emna atyar sudhi karela karmo ni...

      Delete
    2. Bhai BAPS A AVU SU HERAN KARYA CHE K MANE JANAVSO KHARA AND JO HERAN KARYA J HOI TO TAME BAFHA KEM VIRODH NATHI KARTA BAPAS NO BHAI

      Delete
    3. Baps ne bolta phela bhai vicharvu jo baps a khotu j kayu hot to atle moti sankhya ma manso na mana hot k avat b nai

      Delete
  7. સાહેબ તમે બધા છાપા અને ચેનલો કરતા પણ ઉંચા સમાચાર સાથે પોટા નાં વિચારો રજૂ કર્યા છે .. સાહેબ મારું માનવું છે કે મિત્ર ક્યારે દુશ્મન નથી હોતો

    ReplyDelete
  8. સાહેબ તમે બધા છાપા અને ચેનલો કરતા પણ ઉંચા સમાચાર સાથે પોટા નાં વિચારો રજૂ કર્યા છે .. સાહેબ મારું માનવું છે કે મિત્ર ક્યારે દુશ્મન નથી હોતો

    ReplyDelete
  9. હદય સ્પર્શી આ ઘટના અને બંને દિવ્ય ભગવતી નુ મીલન...�� ખરેખર અવણઁવીય છે. મિત્ર હોવુ અને હંમેશા સાચો સાથી મિત્ર બની રહેવુ..એક અલૌકિક સંબંધ છે.જે અહીં જોવા મળ્યું.. Salute to both Guruji...
    Jai swaminarayan..����

    ReplyDelete
  10. હદય સ્પર્શી આ ઘટના અને બંને દિવ્ય ભગવતી નુ મીલન...�� ખરેખર અવણઁવીય છે. મિત્ર હોવુ અને હંમેશા સાચો સાથી મિત્ર બની રહેવુ..એક અલૌકિક સંબંધ છે.જે અહીં જોવા મળ્યું.. Salute to both Guruji...
    Jai swaminarayan..����

    ReplyDelete
  11. VERY TOUCHY , BAHOT ACHCHE .....હરિપ્રસાદજી ત્યાં ગયા હતા એ કહ્બ્ર હતી પણ એ બંને એક સાથે દીક્ધા લીધી હતી અને મિત્ર હતા એ પહેલીવાર જાણ્યું....

    ReplyDelete
  12. I think article pertains to the last journey of Pramukh Swami with this it also pertains to real love of followers of same Guru who alienated later on.Jai Swami Narayan

    ReplyDelete
  13. The best example of friendship , sarve sabadho thi pare chhe mitro ane mitrata .

    ReplyDelete
  14. હદય સ્પર્શી આ ઘટના અને બંને દિવ્ય ભગવતી નુ મીલન...�� ખરેખર અવણઁવીય છે. મિત્ર હોવુ અને હંમેશા સાચો સાથી મિત્ર બની રહેવુ..એક અલૌકિક સંબંધ છે.જે અહીં જોવા મળ્યું.. Salute to both Guruji...
    Jai swaminarayan..����

    ReplyDelete
  15. 1000 salam bhai guru hari prasad swami na atlaj tamna shruhad samarat kaha cha.

    ReplyDelete
  16. E j to Hariprasad swamiji no shruhad bhaav no gun che Te Das na Das bani ne rahya che Temne Atmiya bani jivan jivyu che ane bija ne sikhvade che etle j temne shruhad samrat ane Atmiya samrat kevay che Te Badha Bhakto ma kevad ne kevad Yogiji mahraj na Darshan kare che .....

    ReplyDelete
  17. E j to Hariprasad swamiji no shruhad bhaav no gun che Te Das na Das bani ne rahya che Temne Atmiya bani jivan jivyu che ane bija ne sikhvade che etle j temne shruhad samrat ane Atmiya samrat kevay che Te Badha Bhakto ma kevad ne kevad Yogiji mahraj na Darshan kare che .....

    ReplyDelete
  18. Prashant bhai you have wasted your life's time.
    Aape je lakhyu Che P.P Pramukh swamiji ane P.P Hariprasad swamiji mate e bhaduj khotu Che.
    Both are Gunatit saints, emni vyakhya spiritual books ma nathi thai sakti to Hu ane tame aa blog par su karisakvana. Blogs par koi post karvi hoi to Eva koik bhagwan na pavitra sant sathe friendship joie je aava santo ni odkhan karavi aape ane eno mahima samjavi sake jethi aapde aava santo na mahima gan kari sakay. Or else this all post's are immaterial.

    ReplyDelete
  19. જોરદાર ભાઈ સત્ય અને પ્રેમ તથા સમર્પણ ની ભાવન અને તમારા લેખે ફરી આંખો માં આંસુ લાવી દીધા

    ReplyDelete
  20. જોરદાર ભાઈ સત્ય અને પ્રેમ તથા સમર્પણ ની ભાવન અને તમારા લેખે ફરી આંખો માં આંસુ લાવી દીધા

    ReplyDelete
  21. Sir until my knowledge pramukh swami ji maharaj ne shastri ji maharaj aa diksha aaipi haati in very small age...
    Baaki hariprasad swami ji ni toh waat aaj nirali che shakshaat yogi bapa najare aave

    ReplyDelete
  22. Sir until my knowledge pramukh swami ji maharaj ne shastri ji maharaj aa diksha aaipi haati in very small age...
    Baaki hariprasad swami ji ni toh waat aaj nirali che shakshaat yogi bapa najare aave

    ReplyDelete
  23. Bhai prashant je gaam nu naam na janta hoy tya javu nahi..... saan ma samjhi jav....

    ReplyDelete
  24. This comment has been removed by the author.

    ReplyDelete
  25. PRAMUKHSWAMI JEVA SANT A DUNYA MA KYA B JOVA NAI MALE K JEMNE POTANA GURU NU CHEK LAGE NE MANYU CHE SASTRIJIMAHARAJ YOGIBAPA NA NIYAMO NU PALAN KARYU CHE YOGIBAPA A PRAMUKHSWAMI NE GADI APE TO HARIPRASAD SWAMI ALAG KEM THYA A NATHI SAMJATU

    ReplyDelete
  26. Mr. Dayal many information posted on this blog are not true. Please present fact to all audience.

    1.) first of all P.Hariprasad Swami and P. Pramukh Swami didnt take diksha on the same day. Pramukh swami got diksha from Shastriji Maharaj while Hariprasad swami got diksha from P. Yogiji Maharaj. Even though the guru was Yogiji Maharaj for both saints, P. Pramukh swami Maharaj was declared as "Pramukh" of BAPS long way back by Shastriji Maharaj even before Hariprasad swami took dikhsha.. Thus, Hariprasad swami was left from BAPS.. Not Pramukh Swami Maharaj.. Now, Its on your side to identify what was the main reason, Hariprasad swami left BAPS along with Kakaji and Pappaji..

    2) There was no competition at all from P. Pramukh swami maharaj. You will find numerous examples from many dignitaries.

    ReplyDelete
  27. Jo P.Hariprasad Swamiji sanstha mathi left thaya hoy to te antimdarshan krvano sha mate ave....vicharjo jara....

    ReplyDelete
  28. આદરણીય પ્રશાંતજી,
    સુંદર પ્રયત્ન કર્યો બંને લોકોત્તર વિભૂતિઓનું દર્શન કરાવવા... ભાવ શુદ્ધ છે, પણ પરિસ્થિતિનું વાસ્તવિક વર્ણન ક્યાંક ચુકાયું છે...

    પ.પૂ. પ્રમુખ સ્વામીજીને દિક્ષા આપનાર બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ હતા અને પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીને દિક્ષા આપનાર બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ - કે જેઓ શાસ્ત્રીજી મહારાજના આદ્યાત્મિક અનુગામી અને ગુણાતીત સંત પરંપરાના ચતુર્થ જ્યોતિર્ધર હતા.

    BAPS સંસ્થા દ્વારા પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીને અલગ કરવા - એ લૌકિક બુદ્ધિથી વિચારનાર ક્યારેય નહીં સમજી શકે... પ્રભુના પ્રસ્થાપિત સિદ્ધાંતમાટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જે સંઘર્ષ કર્યો અને જીવન હોમી દીધું, છતાં વડતાલ સાથેનું જોડાણ ક્યારેય છૂટ્યું નહિ - તેમના જીવનની એ તપશ્ચર્યા જો કોઈ ને સમજાય, તો કદાચ પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીના જીવન અને કાર્યમાં થોડી ચાંચ ડૂબે....

    પરાત્પર પ્રભુનો એકજ દિવ્ય સ્વભાવ છે - સુહૃદ્ભાવ ! મિત્ર - શત્રુ એ તો માનવ ક્ષુદ્ર મસ્તિષ્કની ઉપજ કે નીપજ છે, પણ આવા ગુણાતીત સંત અખંડ કલ્યાણની ભાવના થી જ પ્રત્યેક પળ જીવતા હોય....!

    પ.પૂ હરિપ્રસાદ સ્વામીજીનું કેનેડાથી પરત ફરવું, તે આવાજ કોઈક પારલૌકિક સુહ્રદ્ભાવનું દર્શન છે....

    અસ્તુ...

    ReplyDelete
  29. એક જ વસ્તુ લખવું છે..
    હરિપ્રસાદ સ્વામી વારે વારે કહેતા હતા કે જો પ્રમુખ સ્વામી અમારા મહોત્સવ માં આવે તો baps ના એક એક સંત ને હું હાથી પર બેસાડી લાવું અને હું
    અને મારા બધા સંત ચાલતા ચાલતા તેમની પાછળ જઇશ તેમની ઉપર હું જાતે ફુલ નાખીસ ......તે તેનું દાસત્વ છે....
    ખરેખર સાચી વાત છે કે પ્રમુખ સ્વામી જેવા સંત આ પૃથ્વી ના પટાંગણ પર નહી જન્મે .....
    ઉપર ગણી બંને સંતો વિશે ગણી તકરાર થઇ છે બંને ના લખનાર ને કહું કે આપના પ્રાણપ્રિય પુસ્તક વચનામૃત માં લખ્યું છે સંત ના અભાવ લેશે તે અમારા સંપ્રદાય થી વિમુખ છે કોઈ એમ નથી પૂછતું કે તમે બાપસ ના કે સોખાડા ના એમ પૂછે કે તમે સ્વામિનારાયણ વાળા દયાળુ માફ કરશોજી પણ આપના બાપ નું નામ ખરાબ થાય છે
    સ્વામિનારાયણ સંપ્રદાય સુહૃદભાવ નો છે....
    આપણે સૌ અક્ષરધામ ના છે એમ કહો...આદેશ નથી..પ્રાર્થના છે...
    છતાં પણ ભૂલો બદલ માફ કરશોજી...
    જય સ્વામિનારાયણ...
    દાસ ના દાસ

    ReplyDelete
  30. એક જ વસ્તુ લખવું છે..
    હરિપ્રસાદ સ્વામી વારે વારે કહેતા હતા કે જો પ્રમુખ સ્વામી અમારા મહોત્સવ માં આવે તો baps ના એક એક સંત ને હું હાથી પર બેસાડી લાવું અને હું
    અને મારા બધા સંત ચાલતા ચાલતા તેમની પાછળ જઇશ તેમની ઉપર હું જાતે ફુલ નાખીસ ......તે તેનું દાસત્વ છે....
    ખરેખર સાચી વાત છે કે પ્રમુખ સ્વામી જેવા સંત આ પૃથ્વી ના પટાંગણ પર નહી જન્મે .....
    ઉપર ગણી બંને સંતો વિશે ગણી તકરાર થઇ છે બંને ના લખનાર ને કહું કે આપના પ્રાણપ્રિય પુસ્તક વચનામૃત માં લખ્યું છે સંત ના અભાવ લેશે તે અમારા સંપ્રદાય થી વિમુખ છે કોઈ એમ નથી પૂછતું કે તમે બાપસ ના કે સોખાડા ના એમ પૂછે કે તમે સ્વામિનારાયણ વાળા દયાળુ માફ કરશોજી પણ આપના બાપ નું નામ ખરાબ થાય છે
    સ્વામિનારાયણ સંપ્રદાય સુહૃદભાવ નો છે....
    આપણે સૌ અક્ષરધામ ના છે એમ કહો...આદેશ નથી..પ્રાર્થના છે...
    છતાં પણ ભૂલો બદલ માફ કરશોજી...
    જય સ્વામિનારાયણ...
    દાસ ના દાસ

    ReplyDelete
  31. આ હરિપ્રસાદસ્વામીના દાસત્વની પરમસીમાનુ દશૅન હતુ...

    ReplyDelete
  32. આ હરિપ્રસાદસ્વામીના દાસત્વની પરમસીમાનુ દશૅન હતુ...

    ReplyDelete