Monday, August 8, 2016

સાબ કયા કરે હમ , હમારે પાસ અહમદાબાદ કા કિરાયા ભી નહીં હૈ.

સાત દિવસ પહેલાની વાત છે, અમદાવાદમાં ધીમે વરસાદ થઈ રહ્યો હતો, રીવરફ્રન્ટ ઉપર અનેક પરિવાર વરસાદ અને સાંજની મઝા લઈ રહ્યા હતા, ત્યાં બીજી તરફ અમદાવાદ પોલીસ કંટ્રોલરૂમ અને ફાયર બ્રીગેડના ફોન સતત રણકી રહ્યા હતા, સાહેબ નદીમાં કોઈ કુદયો છે, જલદી આવો.. એક જ દિવસમાં જીવનનો અંત આણવા માટે કુલ છ  વ્યકિતઓ અલગ અલગ સ્થળેથી સાબરમતી નદીમાં કુદી હતી, શહેરમાંથી પસાર થતી 14 કિલોમીટર લાંબી સાબરમતી નદીમાં કુદી પડેલી વ્યકિત સુધી ફાયર બ્રીગેડને પહોંચતા સમય  તો લાગે, ફાયર બ્રીગેડ માત્ર એક જ વ્યકિતને જીવીત બહાર કાઢી શકયુ.

પાલડી એનઆઈડી  પાસે આવેલા રીવરફ્રન્ટ પોલીસ માટે આ કઈ પહેલી ઘટના ન્હોતી, તેમના માટે રોજનું કામ હતું, જેમના મૃતદેહ ફાયર બ્રીગેડે બહાર કાઢયા હતા, તેમને ઓળખ કરી તેમના પરિવારને જાણ કરવાની કામગીરી ચાલતી હતી, તે દિવયે ડયુટી ઉપર જમાદાર રામસિંહ હતા, સતત મૃતદેહો મળી રહ્યા હતા, તેના કારણે તેમણે પોતાની મદદમાં હેડ કોન્સેબલ યુનુસને બોલાવી લીધા, એક પછી એક વ્યકિતઓની ઓળખ થઈ રહી હતી, એક ગરીબ જેવા દેખાતા માણસની લાશ હતી, તેના ખીસ્સા તપાસતા તેના ખીસ્સામાંથી પ્લાસ્ટીકની થેલીમાં લપેટેલો મોબાઈલ ફોન મળી આવ્યો હતો, કદાચ તેણે વરસાદથી ફોનને બચાવવા માટે ફોનને પ્લાસ્ટીક થેલીમં મુકયો હશે, પણ કમનસીબી એવી હતી, ફોનની ચીંતા કરનાર જીંદગીની ચીંતાથી હારી ગયો હતો.

જો કે તે નદીમાં કુદયો તેના કારણે તેનો ફોન પણ પાણીના કારણે બંધ થઈ ગયો હતો, પણ તેના ખીસ્સામાં એક કાર્ડ હતું, તેની ઉપર તેનું નામ મહંતો લખેલુ હતું, તેમાં લખેલા સરનામા પ્રમાણે તે પશ્ચીમ બંગાલના પુરોલીયાનો વતની હતો.. મહંતોને બાદ કરતા તમામના સગા સંબંધીઓને જાણ કરી દેવામાં આવી હતી, પણ મહંતોના પરિવારને બંગાળ કેવી રીતે જાણ કરવી તે મુશ્કેલી હતી. હેડ કોન્સટેબલને પોલીસ ખાતામાં વર્ષો થઈ ગયા, તેમને ખબર હતી કે મહંતોના ઘર સુધી કેવી રીતે પહોંચી શકાય, પણ પોલીસ તરીકે તેમની સમસ્યા ભાષાની હતી.

બંગાલની પોલીસને ગુજરાતી સમજાશે નહીં અને બંગાળી અથવા અંગ્રેજીમાં વાત કરી શકીશુ નહીં. પણ તેનો રસ્તો હતો, પોલીસ સ્ટેશનની પાછળ એનઆઈડી સંસ્થા આવેલી છે , યુનુસ ત્યાં ગયા, એક વિધ્યાર્થીને પોલીસના કામમમાં મદદ કરવાની વિનંતી કરી, અને યુનુસ ગુજરાતમાં બોલતા ગયા અને પેલો વિધ્યાર્થી અંગ્રેજીમાં તેમની વાતનું ભાષાતંર કરતો ગયો. અંગ્રેજીમાં એક ફેકસ મેસેજ તૈયાર કરી યુનુસે બંગાળ પોલીસના કંટ્રોલરૂમને મહંતો અંગે માહિતી મોકલી આપી, થોડાક જ કલાકમાં બંગાળ પોલીસના એક અધિકારીનો ફોન આવ્યો તેમણે મહંતોના લાશનો ફોટો પોતાને વોટસએપ કરવા જણાવ્યુ.

બંગાળ પોલીસની એક ટીમ અમદાવાદ પોલીસની માહિતીને આધારે મહંતોના ઘરે પુરોલીયા પહોંચી, પરિવારને જયારે મહંતો અંગે જાણ કરી ત્યારે ભાંગી પડયો, અત્યંત ગરીબ દારૂણ પરિસ્થિતિમાં રહેતા મહંતોના પરિવારની માહિતી અનુસાર તે મજુરી કામ માટે સુરત ગયો હતો, દરમહિને થોડી ઘણી રકમ પણ ઘરે મોકલતો હતો, કદાચ તે વધુ સારૂ કામ મળે તેવા ઈરાદે અમદાવાદ પહોંચ્યો હશે તેવુ તેમનું માનવુ હતું. બંગાળ પોલીસના અધિકારીઓ રીવરફ્રન્ટ પોલીસ સાથે તેમના પરિવારના સભ્યોની વાત પણ કરાવી.

જમાદાર રામસિંહે મહંતોના પરિવારને કહ્યુ નિયમ પ્રમાણે અમે સાત દિવસ આ લાશને કોલ્ડ સ્ટોરેજમાં સાચવી શકીએ છીએ, તો તમે અમદાવાદ આવી જાવ તો અમને તમને મહંતોની બોડી સોપી દઈશુ, સામે છેડે મહંતોનો ભાઈ હતા, તેણે રડમસ અવાજમાં કહ્યુ સાબ ભાઈ તો રહા નહીં, લેકીન હમ ઉસકા અંતિમ સંસ્કાર ભી કર નહીં શકતે ક્યો કિ હમારે અહમદાબાદ આને કા કિરાયા ભી નહીં હૈ, હમ બહુત ગરીબ આદમી હૈ, રામસિંહ પાસે મહંતોની વાત સાંભળ્યા પછી કોઈ જવાબ ન્હોતો.બંગાળ પોલીસ સ્થિતિ સમજી ગઈ, તેમણે મહંતોના પરિવાર પાસેથી લેખિતમાં મહંતોના અંતિમ સંસ્કારની મંજુરી લઈ અમદાવાદ પોલીસને મોકલી આપી.

અને પોલીસે મહંતોનો વીએસ હોસ્પિટલ પાછળના સ્મશાનમાં અતિંમ સંસ્કાર કર્યા, મે જયારે આ વાત હેડકોન્સટેબલ યુનુસભાઈ પાસેથી સાંભળી ત્યારે મને લાગ્યુ કે આપણે બધા જ જે વિકાસની વાત કરીએ છીએ તે કયા પ્રકારનો છે, એક તરફ મલ્ટીપ્લેકક્ષમાં પીકચર પડતા એક દિવસમાં પાંચસો કરોડનો ધંધો કરી નાખે છે, બીજી તરફ મહંતો જેવા લાખો લોકો છે, જેમના પરિવાર પાસે અંતિમ સંસ્કાર કરવા માટે અમદાવાદ આવવાના પણ પૈસા નથી.. આખી ઘટના સાંભળી ત્યારે હું અંદરથી ધ્રુજી ગયો, અમદાવાદની પંચોતેર લાખની વસ્તી છે, વિશાળ રસ્તાઓ, ઉંચી ઈમારતો, હોટલો અને બગીચાઓ બધુ જ હોવા છતાં માણસ એકલો પડી રહ્યો છે, કદાચ એટલે જ રોજ કેટલાય મહંતો પોતાની સમસ્યા અને એકલતાનો કાયમી અંત આણે છે.

મહંતો જન્મે તો ગરીબ હતો, પણ મૃત્યુ  વખતે પણ ગરીબ જ રહ્યો.

15 comments:

  1. Very heart touch story .... Dada

    ReplyDelete
  2. I was moved while reading this story

    ReplyDelete
  3. I was moved while reading this story

    ReplyDelete
  4. There u r dear! There are only two types of people now a day, HAVE & HAVE NOT.

    ReplyDelete
  5. very touchy...
    what a cruel reality...!

    ReplyDelete
  6. તમે સમાજ સામે સુચારુ રીતે અરીસો ધર્યો છે.

    ReplyDelete
  7. યુનુસભાઈ અને એમના જેવા બીજા પોલીસકર્મીના ઈજ્જ્ત વધી છે . અગાઉ પણ આપના તરફ થી એક પોલીસ અધીકારી ની પોસ્ટ આવી હતી આ બન્ને પોસ્ટ માટે આભાર

    ReplyDelete
  8. What...it's not possible that we people mean any institutions, NGO or Government make set up for to help this category people? At this time we can not contribute and make arrangements to send ?
    Prashantbhai, I am witness one of the incident so I feel that .

    ReplyDelete
  9. What...it's not possible that we people mean any institutions, NGO or Government make set up for to help this category people? At this time we can not contribute and make arrangements to send ?
    Prashantbhai, I am witness one of the incident so I feel that .

    ReplyDelete
  10. very touchy...
    what a cruel reality...!

    ReplyDelete
  11. I wholeheartedly support the suggestion given by Shri Padhariya

    ReplyDelete