Tuesday, August 9, 2016

સરકાર જાય તો ભલે જાય, પણ શહેરમાં પાણી ભરાવવુ જોઈએ નહીં.

કેરળના આઈએએસ અધિકારી જીજી થોમસ
એક વર્ષ પહેલા મેં કેરળની કેબીનેટ બેઠકમાં મુખ્યમંત્રી ઓમાન ચાંડીની મંજુરી લઈ કેટલાંક ફોટોગ્રાફ મોટા સ્ક્રીન ઉપર બતાડયા, ઠેર ઠેર શહેરમાં પાણી ભરાઈ ગયા, વાહનો બંધ પડી ગયા હતા, અને લોકો પરેશાન થઈ ગયા હતા. આ દર્શ્ય જોઈ મને મુખ્યમંત્રીએ પુછયુ ચીફ સેક્રેટરી તમે મને કહેશો આ દર્શ્યો કયા શહેરના છે. મેં દુખ અને સંકોચ સાથે કહ્યુ સર આ સ્થિતિ આપણા ત્રિવેન્દ્રમની છે, આજે લોકોમાંથી મને અનેક લોકોએ ફોન કરી વરસાદને કારણે તેમને પડી રહેલી મુશ્કેલીઓ અંગે વાત કરી ત્યારે મેં તેમને વિનંતી કરી કે તેઓ જે વિસ્તારમાં હોય તેના ફોટો પાડી મને વોટસઅપ કરો. આ તમામ ફોટો સામાન્ય લોકોએ પાડીને મને મોકલ્યા છે. ચાંડી ત્યારે તો કઈ બોલ્યા નહીં, પણ કેબીનેટ બેઠક પછી તેમણે મને તેમની ચેમ્બરમાં બોલાવ્યા.

હજી થોડા દિવસ પહેલા જ અમદાવાદની મુલાકાતે આવેલા કેરળના આઈએસએસ અધિકારી જીજી થોમસ સાથે નવજીવન પ્રેસ ખાતે મુલાકાત થઈ હતી, તેમણે કહ્યુ કેરળમાં તો ગુજરાત કરતા ખુબ વધારે વરસાદ પડે છે, છતાં આ વર્ષે ત્રિવેન્દ્રમના રસ્તાઓ ઉપર એક ઈચ પાણી ભરાતુ નથી. થોમસે પોતાની વાત આગળ વધારતા કહ્યુ હું મુખ્યમંત્રી ચાંડીની ચેમ્બરમાં ગયો ત્યારે તેમના ચહેરા ઉપર ચીંતા અને ગુસ્સો હતો. તેમણે મને બેસાડતા પુછયુ આવુ છે મારૂ ત્રીવેન્દ્રમ.. આવી ચલાવી શકાય નહીં.. પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ છે તમારી પાસે., થોમસ કહે છે હું ચાંડીને ઓળખતો હતો, એટલે પુરી તૈયારીઓ કરી હતી, કેબીનેટમાં ફોટા બતાડતા પહેલા મેં સંબંધીત વિભાગના અધિકારીઓની મિટીંગ લીધી હતી, અને ખરેખર કયાં કારણે વરસાદી પાણી ભરાઈ જાય છે તેની જાણકારી અને તેના ઉકેલ અંગે વિગતે ચર્ચા કરી હતી.

મેં કહ્યુ સર ઉપાય તો છે, પણ તે જોખમી છે, કારણ આગામી મહિનામાં કેરળ વિધાનસભાની ચુંટણી સામે આવી રહી છે, લોકો ખુબ જ નારાજ થશે. આ સાંભળતા જ ચાંડીએ કહ્યુ થોમસ તમે તેની ચીંતા ના કરો શહેરનું ભલુ કરવામાં મારી સરકાર જતી હોય તો પણ મને વાંધો નથી, સમસ્યા અને ઉપાય બતાવો. થોમસે વિગતે તેમને માહિતી આપતા કહ્યુ સર આપણે જે વરસાદી પાણીની લાઈનો નાખી છીએ તેની ક્ષમતા કરતા વધુ વરસાદ થાય છે, પણ વર્ષો પહેલા ત્રિવેન્દ્રમાં કુદરતી પાણીના જે વહેણ હતા, (નેચરલ ડ્રેનેજ) તેની ઉપર મકાન , ઓફિસો અને હોટલો બની ગઈ છે. આ સમસ્યાનો એક જ ઉપાય છે કુદરતી વહેણ ખુલ્લા કરવામાં આવે. ચાંડી મિનીટોમાં બધુ જ સમજી ગયા તેમણે કહ્યુ હવે તમે ચીંતા ના કરો કામ શરૂ કરો હું તમને રોકીશ નહીં, મારે પરિણામ જોઈએ.

થોમસે કહ્યુ દરવર્ષે અમે પણ વરસાદ અગાઉ કરોડો રૂપિયા ગટરોની સફાઈ અને નવી લાઈનો નાખવામાં ખર્ચ કરતા હતા, છતા સમસ્યા તો ત્યાંની ત્યાં જ ઉભી હતી, અમે નક્કી કર્યુ કે ત્રિવેન્દ્રમના કુદરતી વહેણ ઉપર જે મિલ્કતો ઉભી છે તેને હટાવી દઈશુ, ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ ચીફ સેક્રેટરી અને કલેટકરોને કાયદાએ વિશાળ સત્તાઓ આપેલી છે, આ બન્ને અધિકારીઓ સંભવીત હોનારત ટાળવા અથવા હોનારત દરમિયાન પોતાની મળેલી ખાસ સત્તાનો ઉપર માત્ર ચોવીસ કલાકની ટુંકી મુદતની નોટીસ આપી કરી શકે છે. મેં તે પ્રમાણે કુદરતી વહેણ ઉપર ઉભી રહેલી એકસો કરતા વધુ ઈમારતોને નોટીસ આપી ચોવીસ કલાકમાં ખાલી કરવા જણાવ્યુ.

બહુ મોટો હોબાળો થયો, કારણ કુદરતી વહેણ ઉપર ગરીબોના મકાનો ઉપર થ્રી સ્ટાર હોટલો અને રાજકિય પક્ષોની ઓફિસ હતી, અમે જેમને નુકશાન જઈ રહ્યુ હતું, તેમને ખાતરી આપી હતી કે તમારૂ નુકશાન રાજય ભરપાઈ કરશે અને હમણાં તમારી જે વ્યવસ્થા છે તેના કરતા પણ સારી વ્યવસ્થા અમે કરીશ, ઘણા લોકો માની ગયા, કેટલાંકે વિરોધ કર્યો ત્યાં અમારે કાયદા પ્રમાણે કામ કરવુ પડયુ અને ત્રણ મહિનાના ટુંકા
ચીફ સેક્રેટરી હોવા છતાં થોમસ  રોજ સાઈટ ઉપર આવતા અધિકારી અને લોકોને મળતા હતા.
 ગાળામાં ત્રીસ કિલોમીટર લાંબી કુદરતી વહેણની જગ્યા ખુલ્લી થઈ ગઈ, મને આશ્ચર્ય તે બાબતનું છે કે આ કામગીરીમાં માત્ર ત્રીસ કરોડનો જ ખર્ચ થયો, મને તે પણ ખબર હતી કે મારા અધિકારીઓને આ કામ પસંદ પડશે નહીં, માટે હું રોજ કામના સ્થળે જતો, કામનું  નિરીક્ષણ કરતો અને ત્યાં જેમના મકાન અથવા મિલ્કત જઈ રહી હોય તેવા લોકોને પણ મળતો હતો. સ્થળ ઉપર હાજર તમામ અધિકારીઓને સુચના હતી કે તમામે મને રોજ સાંજે તેમને ત્યાં કેટલુ કામ થયુ છે તેના ફોટા વેટસપ કરી દેવાના જેથી કામની પ્રગતી કરવી અનિવાર્ય હતી.

મારો અને ઓમાન ચાંડીનો નિર્ણય સાચો હતો કે ખોટો તેની ખબર એક વર્ષ પછી પડવાની હતી, પણ ચોમાસુ બેસી ગયુ હું વરસતા વરસાદમાં ત્રીવેન્દ્રમના રસ્તાઓ ઉપર નિકળ્યો, કયાં પાણી ભરાયા ન્હોતા, કયાં કોઈ વાહન અટકી ગયુ ન્હોતુ, વરસાદ હતો છતાં ત્રીવેન્દ્રનો ટ્રાફિક સરળ રીતે ચાલી રહ્યો હતો, હું ખુશ હતો, કારણ મેં મારા રાજય માટે કઈક ખરા અર્થમાં કામ કર્યાનો આનંદ હતો, હું મારી અંગત કારમાં એકલો હતો, એક સ્થળે રસ્તા ઉપર આવી ઉભો રહ્યો, હું મારા શહેરને જોઈ રહ્યો હતો, ત્યારે એક માણસ મારી પાસે આવ્યો તેણે મારા ચહેરા સામે ધ્યાનથી જોતા પુછયુ તમે થોમસ સર છો.. મેં કહ્યુ હા તેણે તરત મારો હાથ પકડતા કહ્યુ સર તમારો ખુબ ખુબ આભાર ગયા વર્ષે આ રસ્તો પાણીમાં હતો પણ આજે  જુવો.. તેમ કહી તેણે મને ખુલ્લા રસ્તો બતાડયો.. તે સામાન્ય માણસ હતો તે જતો રહ્યો.. મને કેટલો આનંદ થયો તે હું કહી શકતો નથી.

થોમસને મળ્યા પછી મને લાગ્યુ કે ભારતીય વહિવટી સેવાઓ  એક અધિકારીને સામાન્ય માણસની તકલીફ સમજાય તો કેટલુ કામ થઈ શકે તેનું થોમસ એક ઉદાહરણ હતા, બીજી ખાસ બાબત સુચક એવી હતી કે કેરળમાં સામાન્ય માણસો પોતાની ફરિયાદ ચીફ સેક્રેટરીને કરી શકે તેવી વ્યવસ્થા પણ છે, અને તેઓ સામાન્ય માણસોને પોતાનો ફોન નંબર પણ આપે છે.ઓમાન ચાંડી વિધાનસભાની ચુંટણી હારી ગયા જો કે તેના અનેક અલગ કારણો પણ છે છતાં ચાંડીએ રાજયના હિતમાં પ્રજા નારાજ થાય તેવો આકરો નિર્ણય પણ લીધો હતો. દરેક રાજયમાં એક ચાંડી અને એક થોમસ જેવા રાજનેતા અને અધિકારી હોય કદાચ ખરા અર્થમાં સ્વરાજય આવશે.

થોમસ નવજીવનની બહાર નિકળ્યા રહ્યા હતા, ત્યારે મેં તેમને કહ્યુ અમારા શહેરમાં પણ પાણી ભરાવવાની સમસ્યા છે, તમે અમારા કોઈ અધિકારીઓને મળ્યા, તે હસવા લાગ્યા.. તેમણે કહ્યુ મને મળવા કોઈ તૈયાર હશે તો ચોક્કસ મળીશ..

17 comments:

  1. Super. Pani bharay to bhale bharay, Mara friend NI property hatavta nahi..Gujarat no jawab hashe

    ReplyDelete
  2. Great officers.. Great decision with Great courage..

    ReplyDelete
  3. Great officers.. Great decision with Great courage..

    ReplyDelete
  4. I think the article pertains to a real politician and real bureaucrat who are always working for the welfare of people.Thus they are performing their real duty with honesty

    ReplyDelete
  5. I think the article pertains to a real politician and real bureaucrat who are always working for the welfare of people.Thus they are performing their real duty with honesty

    ReplyDelete
  6. થોમસ જેવા IAS અને ચાંડી જેવા મુખ્યમંત્રી ગુજરાતને ક્યારે મળશે? બશર્તે, વરસાદ આવે ત્યાં સુધી રાહ જોવાની ધીરજ અમદાવાદની પ્રજાએ પણ બતાવવી પડે. પ્રજા અને પ્રશાસન એક દિશામાં વિચારે તો રાજકારણીઓની દશા-દિશા બદલે.

    ReplyDelete
  7. Thomas is great I salute him mara desh na tamam khuna ma aava citizen ni jarur che

    ReplyDelete
  8. Je loko prashno jani ne chief minister sudhi teni vat pahochade ane cm pan keva sarkar jay to bhale jay loko ni samsaya dur karo vah vah
    Gujarat ma shiva jeva ips ne cp banavya ratre nasho kari mahila officer ne phone kari pareshan kare. Daru jugardhamdhame ane fariyado dakhal na kare
    Aava cp karta to thomas jeva officer sara officero ni jarur che

    ReplyDelete
  9. ગુજરાતમાં થોમસ જેવા અધિકારીઓ તો છે, પણ ચાંડી ક્યાં છે ?

    ReplyDelete
  10. ગુજરાતમાં થોમસ જેવા અધિકારીઓ તો છે, પણ ચાંડી ક્યાં છે ?

    ReplyDelete