Tuesday, July 5, 2016

વાદળો વિખેરાયા અને છેલ્લે પ્રેમ ડોકાયો ...


જીવનમાં નાની નાની  બાબત દ્વારા પણ પ્રેમ વ્યકત થઈ શકે, આવુ અનેક વખતે સાંભળ્યુ હતું, પણ કઈ પુછે કે કઈ રીતે કદાચ તરત સમજાવવુ મુશ્કેલ થઈ શકે થઈ, પણ બે દિવસ પહેલા એક મરણ પ્રસંગમાં મેં પ્રેમ વ્યકત કરવાની રીત જોઈ, પ્રસંગ મરણનો હતો પણ કોણ જાણે મનમાં એક પ્રકારની નિરાંત હતી,કદાચ  શબ્દોમાં સમજાવી ના શકાય તેવી શાંતિએ મનમાં ઘર કરી લીધુ હતું.
ઘટના કઈક આવી હતી, મારા પત્રકાર મીત્ર શૈલેષ નાયકના પિતાનું અવસાન થયુ, સમાચાર મળ્યા એટલે મેં અંતિમયાત્રા કયારે છે તેની પુછપરછ કરી, મને માહિતી આપનાર મીત્રએ કહ્યુ અંતિમયાત્રાની બધી તૈયારી થઈ ચુકી છે, પણ શૈલેષના બહેન મુંબઈથી આવી રહ્યા છે, બસ તે આવે એટલે નિકળીશુ. મારા ઘરેથી શૈલેષનું ઘર નજીક એટલે મેં અંતિમ દર્શન માટે શૈલેષના ઘરે જ પહોંચી જવાનો નિર્ણય કર્યો, હું અમદાવાદના સરદાર પટેલ કોલોની પાસે આવેલી નાયક સોસાયટીમાં પહોંચી ગયો, સોસાયટીની બહાર સ્વજનો અને મીત્રો ઉભા હતા, હું સોસાયટીમાં દાખલ થયો, નનામી બંધાઈ ગઈ હતી અને ઘરની બહાર પણ  મુકાઈ ગઈ હતી, આકાશમાં વાદળો હતો. બધાની જ નજર સોસાયટીમાં આવી રહેલા વાહનો તરફ જતી હતી, કારણ અંતિમયાત્રાની તમામ તૈયારીઓ વચ્ચે માત્ર બહેન આવે એટલે અને તે છેલ્લી વખત પિતાના નશ્વર દેહના દર્શન કરે એટલે  યાત્રા અંતિમ મુકામે જવાની હતી.
ત્યાં જ વાદળો વિખેરાયા અને ધોમધખતો તાપ શરૂ થયો. તાપ આકરો હતો , નનામીની આસપાસ ઉભા રહેલા ડાઘુઓ તાપથી બચવા માટે કોઈ નજીકના મકાનની આડશમાં તો કોઈ નજીકના વૃક્ષના છાયામાં જતા રહ્યા, શૈલેષના ઘરની બરાબર સામેની જગ્યામાં માત્ર નનામી અને શૈલેષ સહિતના બે-ચાર મીત્રો ઉભા હતા, શૈલેષ પોતાના પિતા સામે જોઈ રહ્યો હતો.. કદાચ બાળપણથી લઈ હમણા સુધીની યાદો ટોળુ બની દોડી આવી હશે, શૈલેષ નાનો હશે અને તડકામાં પપ્પા સાથે નિકળતો હશે ત્યારે કદાચ તેના પપ્પા પોતાનો હાથ આડો કરી સુર્યના તાપથી શૈલેષને બચાવતા હશે, શૈલેષે આકાશ તરફ નજર કરી, વાદળો હટી જતા ગેલમાં આવી ગયેલો સુર્ય જાણે કહેતો હોય કે હું તો મારૂ કામ કરીશ જ, તેવુ લાગી રહ્યુ હતું.
શૈલેષની નજર સુર્ય તરફથી હટી મીત્રો તરફ ફરી તેણે નાના બાળકોની જેમ પિતા તરફ ઈશારો કરતા પુછયુ પપ્પાને ગરમી લાગતી હશે કેમ.., કોણ કોને શુ સમજાવે તે પ્રશ્ન હતો, થોડીક જ વારમાં શૈલેષના પિતાનો  દેહ અગ્નીમાં ધુમાડે બની પંતમહાભુતમાં વિલીન થઈ જવાનો હતો, પણ તે પહેલા તો શૈલેષના પપ્પા સહદેહે હાજર હતા. પપ્પાના શરિરમાં ભલે હવે પ્રાણ ન્હોતો છતાં ગરમીનો લાગતી હશેને તેવા ભાવમાં  પપ્પા તરફનો પ્રેમ જ હતો. કોઈ આપણા મૃત્યુ પછી પણ આટલી દરકાર રાખશે તેવી ખબર હોય તો મોતનો ડર જ જતો રહે .
શૈલેષ મીત્રો સામે જોઈ રહ્યો હતો, તેણે કહ્યુ ઘરમાંથી એક ચાદર લઈ આવો, અને ચાદર આવતા  ચાર મીત્ર નનામી ઉપર ચાદરની આડશ કરી ગરમીને રોકી રહ્યા હતા. મેં જયારે આ જોયુ ત્યારે લાગ્યુ મૃત્યુ બાદ પણ આવો પ્રેમ કરે તેવુ એક સંતાન દરેક પિતા પાસે હોવુ જોઈએ. ઘટના ભલે નાની હતી, પણ પ્રેમ વ્યકત કરવાની રીત હતી, રીત નિરાળી હતી એટલે જ  મનમાં એક ગજબની શાંતિ હતી

19 comments:

  1. ધન્ય છે
    એક આવી જ ઘટના યાદ આવી ગઈ
    મારી મમ્મી નું અવસાન 3.5 વરસ પહેલા થયું
    એમની અંતિમ યાત્રા બાદ સ્મશાન માં લાકડા ની ચિતા ઉપર એમને સુવડાવ્યા
    એમના પગ નીચે એક લાકડું વ્યવસ્થિત નહોતું
    મારો નાનો ભાઈ સુકેન તરત જ બોલયો
    કે મોટાભાઈ મમ્મી ને વાગશે
    હું શું જવાબ આપું ?
    આજે પણ એ શ્રવણ ની જેમ બધું છોડી ને ગામડે જઈ ને 3 વરસ થી મારા પપ્પા ની સેવા કરે છે

    ReplyDelete
  2. હ્રદય સ્પર્શી ...!

    ReplyDelete
  3. હ્રદય સ્પર્શી....ધન્ય છે....

    ReplyDelete
  4. દાદા.... ખુબ સરસ....

    ReplyDelete
  5. વાહ... વાહ... સરસ... અભિનંદન.......

    ReplyDelete
  6. Nice and sorry for Shileshbhai rip

    ReplyDelete
  7. મારો પણ આવો જાણીએ કિસ્સો છે. મારા પિતાનું અવસાન તો 1998માં થયેલું. અગ્નિદાહ માટે સ્મશાન લઇ ગયા. ચિતા પર તેમનો પાર્થિવ દેહ મૂકતા હતા ત્યારે એકબાજુનો છેડો હાથમાંથી સસરકી ગયો. મારાથી સહજ રીતે બોલાઈ ગયું કે સંભાળજો પપ્પાને વાગશે. .

    ReplyDelete
  8. મારો પણ આવો જાણીએ કિસ્સો છે. મારા પિતાનું અવસાન તો 1998માં થયેલું. અગ્નિદાહ માટે સ્મશાન લઇ ગયા. ચિતા પર તેમનો પાર્થિવ દેહ મૂકતા હતા ત્યારે એકબાજુનો છેડો હાથમાંથી સસરકી ગયો. મારાથી સહજ રીતે બોલાઈ ગયું કે સંભાળજો પપ્પાને વાગશે. .

    ReplyDelete
  9. Too touching, thank you sharing

    ReplyDelete
  10. સાહેબ એકદમ સાચી અને હ્રદયસ્પર્શી વાત કહી છે તમે.. એક સંસ્કારી દિકરો જ આવું વિચારી કે કરીશકે છે..

    ReplyDelete
  11. Maa.... ane.. papaa...... aama badhi j.. lagni o aavi jay... dil thi bolo to

    ReplyDelete
  12. heart touching.....
    હજુ પણ સાહેબ આ કળયુગ આપણી પાસેથી કઇજ નઈ લઇ શકે.. કેમકે હજુ પણ આ દુનીયા માં શ્રવણકુમાર પડ્યા છે...
    Thank you very much...

    ReplyDelete
  13. heart touching.....
    હજુ પણ સાહેબ આ કળયુગ આપણી પાસેથી કઇજ નઈ લઇ શકે.. કેમકે હજુ પણ આ દુનીયા માં શ્રવણકુમાર પડ્યા છે...
    Thank you very much...

    ReplyDelete
  14. Dada I m speechless on this incident

    ReplyDelete