Thursday, August 11, 2016

હા હું દંભી છુ, કારણ મધ્યમવર્ગમાંથી આવુ છુ...

પ્રતિકાત્મક તસવીર

થોડા દિવસ પહેલાની વાત છે, મારી પંદર વર્ષની દિકરી, પોતાની સહેલીઓ સાથે ફિલ્મ  જોવા જઈ રહી હતી, તે જવા માટે તૈયાર થઈ તે પોતાના રૂમમાંથી બહાર આવી , તેણે મને  કહ્યુ પપ્પા હું કેવી લાગુ છુ, મેં તેની સામે નજર કરી, તે મારા ઉત્તરનો ઈતઝાર કરી રહી હતી, મેં તેને કહ્યુ બહુ જ સરસ લાગે છે, તે સરસ જ લાગતી હતી, પણ મને તેને જોતા જ કઈક ખટકયુ, સામાન્ય રીતે પંજાબી ડ્રેસ પહેરતી મારી દિકરીએ આજે રોજ કરતા જુદા  કપડાં પહેર્યા હતા, બહુ સારળ ભાષામાં કહુ તો તે રોજ પહેરે છે તેના કરતા ટુકા કપડા  હતા, તેમાં કઈ અસ્વભાવીક ન્હોતુ, છતાં કોણ જાણે મને લાગ્યુ કે તે આવા કપડા ના પહેરે તો સારુ..પણ હું આવુ કઈ પણ કહી મારી દિકરીના નજરમાં પડી જવા માગતો ન્હોતો.

મારા મનમાં એક થોટ પ્રોસેસ ચાલી રહી હતી, મને લાગ્યુ કે હું રસ્તા ઉપર પસાર થતો હોઉ ત્યારે મારી નજર અનેક યુવતીઓ ઉપર પડે છે, તેમાં પણ 18-19-20 વર્ષની યુવતી ટુંકા કપડા પહેરી નિકળે ત્યારે મને તેમને જોવી ગમે છે, પણ મારી દિકરી તેવા કપડાં પહેરે તેને મને પસંદ ન્હોતુ, આવુ કેમ ખુબ વિચાર કર્યો મને લાગ્યુ કે હું એક મધ્યવર્ગનો માણસ છુ, અને આ તમામ મધ્યવર્ગના માણસની સમસ્યા છે,મધ્યવર્ગના માણસના જે આદર્શો છે તે પ્રમાણે તે પોતાનો પરિવાર જીવે તેવી અપેક્ષા રાખે છે, પણ વ્યકિગત જીવનમાં તેને પોતાના આદર્શને તે પસંદ કરતો નથી.

જે માણસ ગરીબ છે, તે પોતાની જીંદગી જીવે છે, કારણ તેને કોણ શુ માને છે તેની સાથે કોઈ નીસ્બત નથી, જે પૈસાદાર અથવા ઉચ્ચ મધ્યવર્ગ અને તેની ઉપરનો માણસ છે, તેને પોતાની એક અલગ દુનિયા છે,તેને જીવનના કોઈ ધોરણો અને આદર્શો સાથે કોઈ લેવા દેવા હોતી નથી, પણ મધ્યવર્ગનો માણસ સતત તેણે કલ્પના કરેલી દુનિયામાં જીવતો હોય છે, તેના ચોક્સ નિયમો છે, તેમાં પણ સ્ત્રીઓ અને પુરૂષો માટેના અલગ નિયમો છે જો કે મધ્યવર્ગનો પુરૂષ જ બધા નિયમો ઘડે છે, જેમાં તેની પત્ની અને દિકરી કયા નિયમો પાળશે તે જ નક્કી કરે છે..

એક પુરૂષ તરીકે મારી કોઈ સ્ત્રી મીત્ર હોય તો તે બહુ સ્વભાવીક ઘટના છે, પણ મારી પત્નીને કોઈ પુરૂષ મીત્ર હોય તો તે મારા માટે અસહ્ય બની જાય છે. હું જે કઈ કરૂ છુ, તેમાં પણ મારી નજર મારા  મીત્રો, મારો પડોશી અને મારા સગા શુ માનશે તેના આધારે હું જીવવાનો પ્રયત્ન કરૂ છુ. જયારે મને લાગે કે મારા મીત્ર, સંબંધી અથવા પડોશી મારી ટીકા કરશે તેવો  વ્યવહાર ખાનગી રહે તેવો મારો પ્રયત્ન રહે છે, મને લાગ્યુ કારણ હું દંભી છુ, હું જેવો છુ, તેવો મને સમાજ સ્વીકારશે નહીં તેવા ડરમાં જેવો હું નથી તેવો હું જીવવાનો પ્રયત્ન કરૂ છુ, કારણ એટલુ જ હું ગરીબ પણ નથી અને પૈસાદાર પણ નથી હું મધ્યમર્ગનો છુ, મને દંભ કરતા આવડે છે, અને મને તેની મઝા પણ આવે છે.કદાચ એટલે જ હું પૈસાદારોને ધીક્કારૂ છુ કારણ હું પૈસાદાર થઈ શકતો નથી કારણ હું દંભી છુ.


19 comments:

  1. Good article and thats true prashantbhai

    ReplyDelete
  2. Good article and thats true prashantbhai

    ReplyDelete
  3. એક્ઝેટલી દાદા.. આસપાસના લોકોની અપેક્ષાઓનો બોજ ફરજિયાત અમુક ઢાંચામાં જીવવા દબાણ કરતો હોય છે. જો એ પ્રમાણે ના જીવીએ તો એકલા પડી જવાનો ડર, અસ્વીકૃત થવાનો ડર વગેરે ડર લાગ્યા કરે. અને સામાન્ય માણસ કઈ જગ્યાએ,કેટલા ડરનો સામનો કરે. મોંઘવારી, ભ્રષ્ટાચાર, મૂલ્યહ્રાસ.. અંતે ક્યાંક તે કોઈ મર્યાદામાં બંધાતો હોય છે. વાસ્તવિકતાઓ ઘણીવાર આનંદથી તો શું, માણસને વ્યવસ્થિત રીતે પણ જીવવા નથી દેતી અને આશાઓ-સપનાઓ કે મજબૂરીઓ માણસને મરવા નથી દેતી. સરવાળે બેની વચ્ચે ભીંસાતો માણસ છુપાઈ-છુપાઈને પોતાની એક કિલ્લેબંધ કરેલી દુનિયામાં આનંદ માણવાનો પ્રયાસ કરે છે, જીવે છે. મજાથી, દંભ કરીને..

    ReplyDelete
  4. બીજા ફકરામા ત્રીજી ચોથી અને પાચમી લીટી ખુબ સરસ છે અને આખી વાર્તા મા તેનો જવાબ તેનાથી પણ વધારે સરસ છે. Great DADA.

    ReplyDelete
  5. Very real story of middle class!

    ReplyDelete
  6. તો શું આપણે કપડા પહેરીએ છીએ તે પણ દંભ કહેવાય ? કારણ કે તેમા પણ મનોવૃત્તિ તો જે છીએ તે ઢાકી ને જુદા જ દેખાવાની જ હોય છે ને ?

    ReplyDelete
  7. તેમ છતા I appreciate ur idea to present nacked fact.

    ReplyDelete
  8. તેમ છતા I appreciate ur idea to present nacked fact.

    ReplyDelete
  9. તો શું આપણે કપડા પહેરીએ છીએ તે પણ દંભ કહેવાય ? કારણ કે તેમા પણ મનોવૃત્તિ તો જે છીએ તે ઢાકી ને જુદા જ દેખાવાની જ હોય છે ને ?

    ReplyDelete
  10. અદભુત પ્રશાંત ભાઈ

    ReplyDelete
  11. In this fast era when today s thing becomes old next day it's difficult for middle class person to buy the things for their children.If you're pocket allows you can buy to fulfill demands.If not don't come into any temptation and live simple life as per income

    ReplyDelete
  12. I totally agree with you...
    we all are hypocrites...
    but very few like you can dare to say like you...!!!
    Thanks for giving me courage to accept that
    'hu pan dambhi chhu'

    ReplyDelete
  13. આજના સમાજ રહેતા દરેક મધ્યમ વર્ગના લોકોની વાસ્તવિકતા છે,ખુબ સારી વાત લોકો સુધી પહોંચાડી છે,આભાર પ્રશાંતભાઇ....

    ReplyDelete
  14. આજના સમાજ રહેતા દરેક મધ્યમ વર્ગના લોકોની વાસ્તવિકતા છે,ખુબ સારી વાત લોકો સુધી પહોંચાડી છે,આભાર પ્રશાંતભાઇ....

    ReplyDelete
  15. Well written Reality Prashantsirji

    ReplyDelete
  16. હું દંભી છુ.અને મને તેની મઝા પણ આવે છે.100% Truth.

    ReplyDelete
  17. આ વાત પચાવી થોડીક અઘરી છે... પરંતુ મધ્યમ વર્ગના લોકોની વરવી વાસ્તવિક્તા છે...

    ReplyDelete