Tuesday, August 16, 2016

ગાંધીની હત્યા થઈ ત્યારે વડોદરામાં મીઠાઈ વહેચી હતી.

પ્રાર્થના સભામાં જઈ રહેલા મહાત્મા ગાંધી ઉપર નાથુરામ ગોડસેએ બીરલાહાઉસમાં વખતે ગોળી મારી હત્યા કરી નાખી હતી. નાથુરામ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં હતા, અને બાપુની હત્યામાં સંઘનો હાથ છે તેવો આક્ષેપ કરવા માટે સારો લાગે પણ નાથુરામ સંઘમાં નહીં તે હિન્દુ મહાસભાનો સભ્ય હતો, સંઘનો નહીં. જો કે તે જુદી વાત છે મહાસભા અને સંઘ અલગ હોવા છતાં બન્નેની વિચારધારા એક સરખી જ હતી, ગાંધી હત્યાના સમાચાર મળતા મહારાષ્ટ્રના શહેરોમાં અને વડોદરામાં મીઠાઈઓ વહેંચાઈ હતી, આ કોઈ ગપ્પા નથી તેનું દસ્તાવેજીકરણ પણ થયું છે, અને ત્યાર બાદ સંઘના લોકોના ઘરે હુમલાઓ પણ થયા હતા.

પણ મુળ વાત ગાંધીજીની હત્યા કોણે કરી-મીઠાઈ કોણે વહેંચી અને કોણ રાજી થયું તેની કરતા અલગ મુદ્દો એવો છે, વિશ્વભરમાં ગાંધીની જે સ્વીકૃતી થઈ તેના પ્રમાણમાં ગુજરાતમાં ગાંધી અને ગાંધી વિચાર સ્વીકારનારાની સંખ્યા ત્યારે પણ નાની હતી અને આજે પણ છે. 1915માં ગાંધીજી અમદાવાદ આવ્યા ત્યારે સમાજનો પ્રતિષ્ઠત વર્ગ જેને આપણે મહાજનો અને શેઠીયા કહી શકીએ, તે ગાંધીજીની સાથે હતો, તેઓ ગાંધીથી પ્રભાવીત હતા કારણ તેઓ ગોરાઓ સામે લડવા નિકળ્યા હતા, કોઈ પણ આંદોલન ચલાવવા માટે પૈસા અનિવાર્ય હોય છે અને ગાંધીજીને પણ પૈસાની જરૂર હતી, ત્યારે અમદાવાદના મહાજનોએ પૈસા પણ આપ્યા હતા.

અમદાવાદમાં ગાંધીજીનો પહેલો મુકામ પાલડીમાં આવેલો કોચરબ આશ્રમ હતો, આપણો એક આશ્રમ હોય તેવો વિચાર પણ ગાંધીજીને મહાજનો તરફથી મળ્યો હતો, અને તેમણે કોચરબ આશ્રમની શરૂઆત કરી, પણ જયારે બાપુ આશ્રમમાં રહેવા માટે એક હરિજન પરિવારને લઈ આવ્યા ત્યારે ત્યારે મહાજનોએ મદદનો હાથ પાછો ખેંચી લીધો હતો, બાપુ આઝાદીની વાત કરે ત્યાં સુધી મહાજનો સાથે હતા, પણ બાપુ દલિતોને સાથે લેવાની વાત કરે તે વાત ત્યારે પણ સમાજને મંજુર ન્હોતી. મને લાગે છે ત્યારે પણ ગુજરાતીઓએ કહ્યું હશે બાપુ તમે  સારા માણસ છો, તમારા માટે મને માન છે,પણ તમે જે કહો છો તેનું અનુસરણ કરવુ અમારા માટે અઘરૂ કામ છે, અમે વેપારીઓ છીએ અમે મહાજન છીએ.

ગુજરાત, ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે , પણ 1915માં પણ દલિતોને સાથે રહેવાની વાતનો વિરોધ થયો હતો, જે આજે પણ યથાવત રહ્યો છે, ગાંધી પોતાની વાત વિશ્વને સમજાવી શકયા પણ ગાંધી ગુજરાતમાં નિષ્ફળ સાબીત થયા, હિન્દુ મહાસભાનો આરોપ હતો કે બાપુ મુસ્લીમ તરફી છે, અને હિન્દુત્વના મુદ્દે તેમની હત્યા થઈ હતી, જો કે ગાંધી હિન્દુ-મુસ્લીમથી પર હતા, ગાંધીજી જીવતા હતા ત્યારે ગુજરાતમાં 1945માં મોટા પ્રમાણમાં કોમી તોફાનો થયા હતા. જો આપણે ગાંધીનું ગુજરાત કહેતા હોઈએ તો ગુજરાતના હિન્દુ-મુસ્લીમ શા માટે એક બીજાના લોહીના તરસ્યા રહ્યા છે. આમ ગાંધીની દલિતોને સાથે રાખવાની અને કોમી સદ્દભાવનાની વાત કયારેય સ્વીકાર્ય બની નહીં.

1916માં ગાંધીજી હરિજન આશ્રમની શરૂઆત કરી જે આજે ગાંધી આશ્રમ તરીકે ઓળખાય છે, બાપુ 1930 સુધી અમદાવાદ આશ્રમમાં રહ્યા, જો કે ત્યાર બાદ તેઓ અમદાવાદ આવ્યા પણ આશ્રમમાં કયારેય ગયા ન્હોતા. દસ્તાવેજમાં કયાંય નોંધાયુ નથી, છતાં બાપુએ અમદાવાદ છોડયું ત્યારે ભારે હ્રદયે છોડયુ હશે તેવું મને લાગે છે, કારણ તેમની અમદાવાદની હયાતીમાં જ ગુજરાતમાં તેઓ સ્વીકાર્ય નથી તે તેમને સમજાઈ ગયું હશે. 1969માં ગાંધીની જન્મ શતાબ્દી હતી, ત્યારે 2002 કરતા વધુ ભયંકર કોમી તોફાનો ફાટી નિકળ્યા હતા. જેનો ઈતિહાસ સાક્ષી છે, છતાં આપણે આને ગાંધીનું ગુજરાત કહીએ છીએ.

ગાંધીના નામે આજે અનેક ગાંધી સંસ્થાઓ પણ ચાલે છે, પણ આ સંસ્થાના ટ્રસ્ટીઓએ માત્ર ખાદી પહેરવા સિવાય અને ચરખા ચલાવ્યા સિવાય ગાંધીને ગુજરાતમાં જીવીત રાખવા માટે ખાસ કઈ કર્યું હોવાનું નોંધાયુ નથી. ઉના જેવો શરમજનક કાંડ થયો છતાં હરિજન આશ્રમનો એક પણ ટ્રસ્ટી ઉના ગયો નથી, આ મુદ્દે શું થઈ શકે તેવો ઉકેલ શોધવાનો પ્રયાસ થયો નથી, બસ બધાને સરકારી ગ્રાન્ટ અને ગાંધી આશ્રમ જોવા આવતા મહાનુભાવો સાથે ફોટો લેવા પુરતી જ  નીસ્બત રહી છે. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલા નવજીવન પ્રેસનું કામ ગાંધી સાહિત્યના પ્રસાર-પ્રચારનું રહ્યુ છે. 1960માં ગુજરાત રાજયની સ્થાપના બાદ દર વર્ષે દેશના અનેક રાજયોની સરકારે ગાંધીની આત્મકથા સહિત અને ગાંધી સાહિત્યની લાખો નકલ ખરીદી પોતાની શાળા અને કોલેજોમાં વહેંચે છે, પણ નવજીવન પ્રેસના રેકોર્ડ પ્રમાણે ગુજરાત સરકારે  આટલા વર્ષોમાં ગાંધી આત્મકથાની સમખાવા પુરતી પણ  એક નકલ પણ ખરીદી નથી, છતાં આપણે તેને ગાંધીનું ગુજરાત કહીએ છીએ.

અમદાવાદમાં રહેનારા લોકો પોતાની છાતી ઉપર હાથ મુકી પોતાની જાતને એક વખત પુછી જુવે  કે તમે કયારે ગાંધી આશ્રમ ગયા હતા, કોઈ  દિવસ તમારા બાળકોને લઈ ગાંધી આશ્રમ ગયા છો કારણ આશ્રમ કોઈ મંદિર- મસ્જીદ અને ચર્ચ કરતા વધુ પવિત્ર છે કારણ કે અહિયા એક સમય આ સદીનો સંત રહેતો હતો.

8 comments:

  1. Dada, aapna desh ma pratyek vyakti pahela hindu, muslim,dalit ane potana samaj no chhe desh no nagrik nathi.. etke Gandhi ji pan temne samjavvama nishfal rahya hashe.. desh par angrejo na sankat chhatay aaje pan e j maansikta saathe aapna deshvasiyo jive chhe.. parivartan mane em laage chhe ke self descipline saathe j thashe ane tema desh daaz hovi joiye samaj ni daaz bhavna nahi.. baaki dada aap je lakho chho ema satya ane nishpakshata hoy j chhe, ene salaam..

    ReplyDelete
  2. Dada, aapna desh ma pratyek vyakti pahela hindu, muslim,dalit ane potana samaj no chhe desh no nagrik nathi.. etke Gandhi ji pan temne samjavvama nishfal rahya hashe.. desh par angrejo na sankat chhatay aaje pan e j maansikta saathe aapna deshvasiyo jive chhe.. parivartan mane em laage chhe ke self descipline saathe j thashe ane tema desh daaz hovi joiye samaj ni daaz bhavna nahi.. baaki dada aap je lakho chho ema satya ane nishpakshata hoy j chhe, ene salaam..

    ReplyDelete
  3. I can guess that Godsa was member of HMS hence after assassination of Gandhiji HMS members might have distributed sweet because only HMS members were happy after the sad news

    ReplyDelete
  4. Sachin patil sir is right..everyone think about only cast,and religion ....identity as a indian...very rare...ketla mahapuruso khi gya pan a loko nhi sudhre

    ReplyDelete
  5. Sachin patil sir is right..everyone think about only cast,and religion ....identity as a indian...very rare...ketla mahapuruso khi gya pan a loko nhi sudhre

    ReplyDelete
  6. કોઈ પણ વાત બહેકાવી બહેકાવીને કહેવાના બદલે મુદ્દાસર અને સ્પષ્ટ કહેવા બદલ ધન્યવાદ. તમારાં લખાણો વાંચવા પડે છે. :D

    ReplyDelete