Sunday, July 10, 2016

કેમેરામેન થયો તે પહેલા હું વેઈટર હતો. હુ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ખારીઘારીયાલ ગામનો વતની, ગામમાં દુરદર્શનના સમાચારો અને ટેલીવીઝન સિરીયલો જોતો ત્યારે મનમાં થતુ કે હું જો અમદાવાદ રહેતો હતો તો મને આ સમાચાર વાંચનાર અને સિરિયલમાં કામ કરતા કલાકારો જોવા મળતા, હું અમદાવાદ રહેતા મારા સગાઓને પુછતો પણ ખરો કે ટીવીના પડદે કામ કરતા આ કલાકારોને તમે જોયા છે.... ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી ઘરે એકાદ ભેંસ હતી, પણ તો પણ ઘરનું પણ પુરૂ થતુ ન્હોતુ, હું નવમાં ધોરણ સુધી ભણ્યો પછી પપ્પાને આર્થિક રીતે મદદરૂપ થઈ શકુ તે માટે મારે શિક્ષણ છોડી મારે પણ કામે લાગી જવુ જોઈએ તેવો ઘરનો સામુહિક નિર્ણય લેવાયો, જો કે ગામમં તો કોઈ મળવુ મુશ્કેલ હતું  એટલે અમદાવાદ આવવાનું નક્કી થયુ ત્યારે મારી ઉમંર માંડ 14 વર્ષની હશે, પહેલી વખત અમદાવાદ આવ્યો, મારા પિતાએ ચ્હાની કીટલી શરૂ કરી, હું ચ્હા પણ બનાવતો અને કપ-રકાબી પણ ધોતો, પણ પછી ચ્હાની એક કીટલી ઉપર ઘરની બે વ્યકિત કામ કરે તો ખાસ કઈ મળશે નહીં તેના કરતા મારે બીજી નોકરી પણ કરવી તેવો નિર્ણય થયો અને હાલમાં જયા અમદાવાદમાં નારણપુરામાં એઈસીની ઓફિસ છે, તેની સામે આવેલી વૃંદાવન હોટલમાં વેઈટર તરીકે નોકરીઓ લાગ્યો. આ શબ્દો હાલમાં ગુજરાતની જાણિતી ચેનલ એબીપી અસ્મીતા ચેનલના કેમેરામેન જયરામ રબારીના છે, પોતાની જુની વાત કરતા જયરામની આંખમાં એક અનેરી ચમક આવી ગઈ હતી.
(મારી ફરમાઈશ ઉપર જયરામે એક કીટલી ઉપર ફોટો પડાવ્યો)
સામાન્ય રીતે પત્રકાર તરીકે એવુ બનતુ હોય છે કે પત્રકારને દુનિયાભરના લોકોને ખબર હોય છે, કયા ધનીકે કેટલુ દાન કર્યુ, કઈ અભીનેત્રી પ્રેગન્ટ છે, કયાં નેતાઓ કાળુ નાણુ કયા રોકયુ વગેરે વગેરે પણ સતત સમાચારની શોધમાં દોડતા પત્રકારને પોતાની આસપાસના સમાચારો અને માણસોમાં રસ જ રહેતો નથી અથવા તેની તરફ તેનું ધ્યાન સુધ્ધા જતુ નથી, બીજી તરફ લોકો સુધી સમાચાર પહોંચડતા  સમાચાર માધ્યમમાં કામ કરતા પત્રકારો, ટીવી એન્કર અને પડદાની પાછળ જેની ભુમીકા સૌથી અગત્યની હોય છે તેવા કેમેરામેનને તો કોઈ ઓળખતુ જ નથી. કાયમ તેની સ્થિતિ સેકન્ડ સીટીઝન જેવી જ હોય છે, હું પોતે પણ જયરામ રબારીને કેમેરામેન તરીકે વર્ષોથી ઓળખુ છુ, છતાં મને કયારેય તેની જીંદગીમાં ડોકયુ કરવાની ઈચ્છા ના થઈ, પણ જયારે મને જયરામની સ્ટોરી ખબર પડી ત્યારે મને લાગ્યુ કે ચ્હા વેચતો કોઈ માણસ વડાપ્રધાન થઈ જાય તો તે સ્ટોરી છે તેના કરતા વધુ ઈન્ટરેસ્ટીંગ સ્ટોરી જયરામ રબારીની  છે તે ચ્હા પણ પણ વેંચતો હતો અને હોટલમાં વેઈટર પણ હતો, મને તેની વાતમાં રસ પડયો.

જયરામ પોતાની વાત આગળ વધારતા કહે છે કે વેઈટરની નોકરી કરતો હતો છતાં જીવ તો ટીવીના પડદા ઉપર હતો, એક દિવસ ખબર પડી મલ્લીકા સારાભાઈની ટીવી કંપનીમાં ચ્હા બનાવનારની જરૂર છે, હું ત્યાં નોકરી ઉપર પહોંચી ગયો, ઓફિસની કેન્ટીનમાં ચ્હા બનાવવાની અને મહેમાનોને ચ્હા-પાણી પીવડાવવાના, એક દિવસ મારા મેનેજરે મારી સામે જોતા કહ્યુ ભાઈ ઓફિસમાં ચડ્ડી પહેરી આવવાનું નહી પેન્ટ પહેરવી પડશે અને લગભગ 16 વર્ષની ઉમંરે નોકરીને કારણે મેં પેન્ટ પહેરી, એકાદ વર્ષ નોકરી કરી તેના કારણે ટીવી કંપનીમાં આવતા મોટા લોકો સાથે પરિચય થયો એક દિવસ મેં એક લાઈટબોયને વિનંતી કરી કે મને તારી સાથે કામ કરવા મળે તેવુ કઈક કરોને, તેણે મને લાઈટ પકડવાના કામમાં સાથે રાખી લીધો, અને રૂપિયા 400ની ઓફિસ બોયની નોકરી છોડી 500 રૂપિયાની લાઈટ બોયની નોકરીમાં જોડાયો.

ખુબ આનંદ થતો ટીવી સિરીયલોમાં ટીવીના પડદે કામ કરતો કલાકારોને એકદમ નજીકથી જોવા મળતા હતા, જાણે ઈશ્વરનો રૂબરૂમાં સાક્ષાત્કાર થયો હોય. ટીવી પાછળની રુપાળી જીંદગી પણ જોઈ, મહિનાઓ સુધી લાઈટબોય તરીકે કામ કર્યા પછી કેમેરા એટેન્ડન્ટ તરીકેનું કામ મળ્યુ, દર્શનદાદા અને રાજુ સોંદરવા જેવા મોટા ગજાના કેમેરામેનની સાથે કેમેરા ઉચકીને ફરવાનું , તડકો હોય તે કેમેરામેનના માથે છત્રી પકડી ઉભા રહેવાનું, હું તેમને ધ્યાનથી જોતો, તે લાઈટ કેવી રીતે એડજસ્ટે કરે છે, કેમેરો ફોકસ કેવી રીતે કરે છે હું એકલવ્યની જેમ શીખી રહ્યો હતો, કયારેક એકલો હોઉ ત્યારે ડરતા ડરતા કેમેરા ઉપર હાથ અજમાવી લેતો.

આ દરમિયાન હું પત્રકાર નિર્ણય કપુરના પરિચયમાં આવ્યો, ત્યારે ગુજરાત સમાચાર જીએસ ટીવીના નામે કેબલ ઉપર અડધો કલાકની સમાચાર શરૂ કરવા જઈ રહ્યુ હતું, ત્યાં કેમેરા એટેન્ડન્ટની જરૂર હતી, નિર્ણય કપુર મને જીએસ ટીવીમાં લઈ ગયા, અને હું કેમેરો ચલાવતો શીખી ગયો, પહેલી વખત મે શુટ કરેલી ઘટના ટીવી ઉપર સમાચાર રૂપે જોઈ ત્યારે દંગ રહી ગયો મને પોતાને પણ વિશ્વાસ ન્હોતો કે મને કેમેરો ચલાવતા આવડી ગયો અને હું કેમેરામેન બની ગયો. મને લાગ્યુ કે હું જીંદગીની અડધી જંગ જીતી ગયો, મેં જયરામ સામે જોતા પુછયુ જયરામ મને ખબર છે, કે એક ટીવી પત્રકાર કરતા કેમેરામેનની જીંદગી વધારે જોખમી હોય છે કારણ તેને કાયમ વિપરીત સંજોગો વચ્ચે કામ કરવાનું હોય છે  તો તને કયારેય બીક લાગી છે.

પહેલા તો તેણે કહ્યુ ના મને કયારેય ડર લાગ્યો નથી, પણ પછી તરત યાદ કરતા કહ્યુ હા 2002ના તોફાનો વખતે હું બીજા કેમેરામેન સાથે કાલુપુર ખીસકોલા પોળના એક મકાન ઉપરથી તોફાનના દર્શ્યનું શુટીંગ કરી રહ્યો, હતો તે જ વખતે થોડે દુરના એક મકાન ઉપરથી દેશી બોમ્બ અમારી ઉપર ફેકાયો, બસ મોત અને અમારી વચ્ચેનું અંતર નજીક આવી રહેલા બોમ્બ જેટલુ જ દુર હતું, પણ કુદરે કઈક બીજુ વિચાર્યુ હશે, અમારી તરફ આવી રહેતો બોમ્બ  અમારી સુધી આવે તે પહેલા એક દિવાલ સાથે અફળાયો અને ફુટી ગયો અને બોમ્બ ભલે દુર ફાટયો પણ અમારુ ઘણુ બધુ ફાટી ગયુ હતુ, તેમ કહી જયરામ ખડખડાટ હસવા લાગ્યો.
(કેમેરામેન દર્શનદાદાની સાથે છત્રીની પકડીને ઉભો રહેલો જયરામ રબારી, જીન્સ શર્ટ પહેરો હાલમાં ઝી ટીવીનો કેમેરામેન અને દર્શનદાદાનો કેમેરા આસીસ્ટન્ટ સુબોધભાઈ તેમજ ખીસ્સામાં હાથ નાખી ઉભો રહેલો આજના જાણિતા કેમેરામેન પ્રવિણ પટેલનો ફાઈલ ફોટો)
જયરામ કહે છે ત્યાર બાદની સફર આગળ વધી જીએસ ટીવીમાંથી ટીવી નાઈનમાં કેમેરામેન તરીકે જોડાયો ઘણુ શીખ્યો, છેલ્લાં થોડા મહિનાથી એબીપી ન્યુઝમાં કામ કરૂ છુ, આજે પણ મને કયારેક નામથી બોલવનારા પત્રકારો મને જયરામ દેસાઈ કહે છે ત્યારે હું તેમને ટોકુ છુ અને કહું છુ મારૂ નામ જયરામ રબારી છે , દેસાઈ નહીં, રબારી હોવુ કોઈ ગુનો નથી મને રબારી હોવાનું ગૌરવ છે, બે-ચાર ગુંડાઓને કારણે મારી અટક બદલવાની મને જરૂર નથી, સાથે મને ગૌરવ પણ તે વાતનું છે કે હજી સુધી રબારીઓના વૃધ્ધાશ્રમ શરૂ થયા નથી.

33 comments:

 1. Jayrambhai ni jay ho..dada have dharbayeli varta ni columne saru karva jevi chhe

  ReplyDelete
 2. Jayrambhai ni jay ho..dada have dharbayeli varta ni columne saru karva jevi chhe

  ReplyDelete
 3. કહ્યાગરા જયરામ સાથે એક જ કંપનીમાં કામ કરવાનો મોકો તો નથી મળ્યો, પરંતુ આજની તારીખે પણ સાથે જરૂર છીએ. જયરામે કહેલો એક એક શબ્દ કોઇની પણ માટે પ્રેરણારૂપી છે. મને યાદ છે આજે પણ અમદાવાદના પત્રકારોમાં (ઇલેક્ટ્રોનિક) ચાલતા રાજકારણનો ભોગ બનતા જયરામે અટકાવ્યો હતો. ખરેખર ઉમદા વ્યક્તિ અને એક સારો મિત્ર...અભિનંદન અને ખુબ આગળ વધે તેવી શુભેચ્છા...

  ReplyDelete
 4. દાદા ખૂબ લાગણીસભર રિયલ સ્ટોરી છે. ગઈકાલે સાંજે જ મે અને જયરામે સાંજે કિટલા પર સાથે ચા પીધી ત્યારે મને તેના જીવનની આ વાસ્તવિકતાની ખબર નહોતી, આજે તમારો બ્લોગ વાંચીને તેમના તરફનું માન ઓર વધી ગયું

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. This comment has been removed by the author.

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. આમ તો જયરામ મને એક બાબતે ક્યારે પણ માફ નઈ કરે, પણ જયરામ કી કારકિર્દી માં એક ખાસિયત એ પણ છે..એક કેમેરા મેન હોવા છતાં અને કોઈ પત્રકાર ને ઓળખે એટલા પોલીસ વાળા અને નેતાઓ જયરામ ને ઓળખે છે.... એકે સારો અને સાચો અને ભોળો રબારી છે...

  ReplyDelete
 9. जयराम ने मे पण झीअेसटीवी मा अेटेऩठर तरीके मेहनत करता जोयो छे

  ReplyDelete
 10. સુંદર વાત કહી બે-ચાર લોકો ને લીધે પોતાની ઓળખ શું કરવા છુંપાવે.

  ReplyDelete
 11. Jayrambhai no next encounter, PM bane tyare.. 2nd chay vala to PM.��

  V.nice encounter sir.

  ReplyDelete
 12. Jayrambhai no next encounter, PM bane tyare.. 2nd chay vala to PM.��

  V.nice encounter sir.

  ReplyDelete
 13. જયરામ ની નિષ્ઠા અને સ્વભાવ, સલામને પાત્ર,વર્ષોથી સતત ઉત્સાહભેર કામ!
  કેમેરામેન રાજુ સોંદરવા ને બદલે રાવજી સોંદરવા લખવા વિનંતી !

  ReplyDelete
  Replies
  1. મનિષીભાઈ સુધારા માટે આભાર

   Delete
 14. જયરામ ની નિષ્ઠા અને સ્વભાવ, સલામને પાત્ર,વર્ષોથી સતત ઉત્સાહભેર કામ!
  કેમેરામેન રાજુ સોંદરવા ને બદલે રાવજી સોંદરવા લખવા વિનંતી !

  ReplyDelete
 15. વાહ, દાદુ... જોરદાર.. જયરામભાઇની સંઘર્ષકથાથી સૌને પ્રેરણા મળશે.. વળી એમની આસપાસના વર્તુળમાં એમના માટે સૌને અદકેરું માન થશે..

  ReplyDelete
 16. Thanks for bringing truth of JairAm who climbed from ground to top by his hard work and dedication.My best wishes are with him

  ReplyDelete
 17. Bhai bhai.. jayram aa amara mate gaurav ni vat che...sodi Mel...

  ReplyDelete
 18. Bhai bhai.. jayram aa amara mate gaurav ni vat che...sodi Mel...

  ReplyDelete
 19. Cameraman Jayram Rabari sathe Prashant Dayal, Encounter blog ..

  ReplyDelete