Thursday, August 18, 2016

મે તમારા બધા પ્રસંગ સાચવ્યા તમે મારો છેલ્લે પ્રસંગ સાચવી લેજો...

કદાચ જીંદગીમાં કયારેય નહીં ભુલાય એવુ પાત્ર ફરસુભાઈ કક્કડે અચાનક રંગમંચ ઉપરથી એકઝીટ લઈ લીધી, મારો અને તેમનો  સંબંધ છેલ્લાં દોઢ દાયકાથી હતો, કામ મોટુ કરતા હતું  છતાં જયારે પણ તેમનો ફોન આવે ત્યારે તેમનો સ્વર વિનંતીનો રહેતો હતો, મારે મન જીવનના રંગમંચ ઉપરનું ફરસુભાઈ એવુ  પાત્ર હતું હતું કે તેની એન્ટ્રી જ હોય , પણ એકઝીટ પણ જીંદગીનો એક ભાગ હોય છે. અમદાવાદના જીવન સંધ્યા વૃધ્ધાશ્રમનો એક એવો શ્રવણ હતો તેની ગેરહાજરીમાં તેના વડિલો અનાથ થઈ ગયા છે.. અગાઉ પણ હું તેમના અંગે દિવ્ય ભાસ્કર અને ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં લખી ચુકયો છે, પણ તે મારો સ્ટોરી સબ્જેકટ નહીં રહેતા મારી જીંદગીનો ભાગ બની ગયા હતા, આવુ બહુ ઓછુ થાય છે, તેના કારણે જ ફરસુભાઈ આજે પણ મારી નજર સામેથી હટતા નથી.

આપણી ચારે તરફ બધુ જ ખોટુ થઈ રહ્યુ છે તેવી આપણે સર્વ સામાન્ય ફરિયાદ હોય છે, ત્યારે ફરસુભાઈ જેવી વ્યકિત આપણને સતત આપણી અંદર રહેલી સારૂ થવાની આશાને જીવંત રાખે છે. મારૂ માનવુ છે કે આપણી આસપાસ સારૂ થાય તે પણ એક પત્રકારત્વનો ભાગ છે, તેથી  મારી એક પત્રકાર તરીકેની શોધમાં  સારા માણસોની  શોધ મારી  અંદર નિરંતર ચાલ્યા કરતી  હોય  છે. ફરસુભાઈ ગયા તેનો અફસોસ મને અને મારા જેવા પત્રકારો સહિત તેમને  નજીકથી ઓળખનાર લોકોને હોય જ , પણ મેં મારી પોસ્ટમાં જયારે ફરસુભાઈ અંગે લખ્યુ ત્યારે માત્ર ચોવીસ કલાકમાં દેશ અને દેશ બહાર 11640 લોકોએ પોસ્ટ વાંચી, મારી ફેસબુક ઉપર 140 મીત્રોએ લાઈક કરી તેમાંથી   123 મીત્રોએ શેર કરી. આ મારી સ્ટોરીની કમાલ ન્હોતી. આ ફરસુભાઈના જીવનની કમાલ હતી.

માણસ સતત સારૂ જીવવાનો પ્રયાસ કરે છે કયારે તેના સંજોગો તેને તે તરફ જતા રોકે છે. મને ઈશ્વર કરતા પણ વધુ કોઈના ઉપર ભરોસો હોય તો તે માણસ છે, કારણ મેં તેને જોયો છે અને તેને હું રોજ મળુ છુ. ફરસુભાઈની સ્ટોરીનો જે પ્રતિભાવ હતો  અને જેટલા મીત્રોએ શેર-લાઈક કરી તે તેમણે ખરા અર્થમાં ફરસુભાઈની શ્રધ્ધાંજલી  આપી હતી.. આજે ફરસુભાઈ આપણી વચ્ચે નથી છતાં, તેઓ જતી વખતી પણ એક શ્રેષ્ઠ જીંદગી જીવી ગયા  હતા. તેનો વધુ એક પુરાવો મને હાથ લાગ્યો . તેમણે પોતાના મૃત્યુ પહેલા તેમના પરિવારને એક પત્ર લખ્યો હતો જે એક મીત્ર મારફતે મને મળ્યો હતો., તે અંગે હું કઈ જ લખતો નથી અહિયા માત્ર તેમનો પત્ર અક્ષરસહ તમારી જાણ સારૂ મુકુ છુ.

14 comments:

  1. farsubhai koti koti Naman 🙏🏻🙏🏻

    ReplyDelete
  2. પ્રશાંતભાઈ,
    ફરસુકાકા મૃત્યુ પછી પણ સેવાની સુવાસ ફેલાવતા ગયા. તેમનો અંતિમદેહ જીવનસંધ્યામાં રખાયો ત્યારે તેમના જુના મિત્રોએ વૃદ્ધાશ્રમને દાન જાહેર કર્યા. ફરસુકાકાને નામથી ઓળખતા એક સેવાભાવીએ 180 વૃદ્ધને વિમાનમાં ફરવા લઇ જવાની જાહેરાત કરી. ફરસુકાકા આપણી વચ્ચે નથી પણ એમની સેવાની જ્યોત પ્રજ્વલલિત છે, આ જ તેમને સાચી અંજલિ છે.

    ReplyDelete
  3. પ્રશાંતભાઈ,

  4. પ્રશાંતભાઈ,

  5. Farsubhai ne salaam.
    Aatla progressive vicharo ane temna sevavsevavrat mate.

    ReplyDelete
  6. Farsubhai ne salaam.
    Aatla progressive vicharo ane temna sevavsevavrat mate.

    ReplyDelete
  7. Speechless.Farsubhai ne sat sat Naman

    ReplyDelete
  8. Contributions made by Farsubhai for the senior citizens is unforgettable

    ReplyDelete
  9. Farsudada na sadbhavna na karyo ni vat na thay

    ReplyDelete
  10. પ્રશાંતભાઈ,
    ફરસુકાકા મૃત્યુ પછી પણ સેવાની સુવાસ ફેલાવતા ગયા. તેમનો અંતિમદેહ જીવનસંધ્યામાં રખાયો ત્યારે તેમના જુના મિત્રોએ વૃદ્ધાશ્રમને દાન જાહેર કર્યા. ફરસુકાકાને નામથી ઓળખતા એક સેવાભાવીએ 180 વૃદ્ધને વિમાનમાં ફરવા લઇ જવાની જાહેરાત કરી. ફરસુકાકા આપણી વચ્ચે નથી પણ એમની સેવાની જ્યોત પ્રજ્વલલિત છે, આ જ તેમને સાચી અંજલિ છે.

    ReplyDelete
  11. પ્રશાંતભાઈ,

  12. પ્રશાંતભાઈ,