Wednesday, August 17, 2016

મને લાગ્યુ કે બધુ જ કમાયા પછી હું જીંદગીની બાજી તો હારી જ ગયો.



તે દિવસે રોજ પ્રમાણે હું મારી દુકાનમાં કામ કરી રહ્યો, સવારનો સમય હતો ખાસ્સા ગ્રાહકો હતા, એક સાથે ચાર-પાંચ ગ્રાહકો સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે મારી નજર દુકાનના દરવાજા પાસે ઉભા રહેલા માણસ તરફ ગઈ, મારી અને તેની નજર એક થતાં તેણે મને બે હાથ જોડી નમસ્કાર કર્યા, તે મારી આંખમાં રહેલો પ્રશ્ન સમજી ગયો, હું કઈ પુછુ તે પહેલા તેણે મારી તરફ એક કાગળની ચબરખી આગળ કરતા કહ્યુ સાહેબ બીમાર છુ, આ દવાઓ લાવી આપુ તો સારૂ થશે. બીજી જ ક્ષણે મેં દુકાનમાં રહેલી ગ્રાહકોની ગર્દી તરફ જોયુ અને પેલા માણસને કહ્યુ તમે થોડીવાર દુકાનની બહાર બેસો, હું તમને દવાની વ્યવસ્થા કરાવી આપુ, તે હા પાડી દુકાનની બહાર ગયો.
આ શબ્દો ફરસુભાઈ ક્કકડના હતા, તેમણે પોતાની વાત આગળ વધારતા કહ્યુ અમે બનાસકાંઠાના ત્રણ મિત્રો અમદાવાદ ભણવા આવ્યા હતા, ગ્રેજયુએશન કર્યા પછી, શુ કરવુ તેવુ ત્રણેના મનમાં હતું, અમે ધંધો કરવાનો નિર્ણય કર્યો, અને ભાગીદારીમાં અમદાવાદના રતનપોળમાં આસોપાલ સાડીના નામે દુકાન શરૂ કરી. દુકાન ખુબ સારી ચાલતી હતી, પણ મનમાં કયાંમ માટે એવુ હતું કે આપણે પૈસા કમાઈએ છીએ તો કોઈકને મદદ પણ કરવી જોઈએ, એટલે રોજને રોજ કોઈકને નાની મોટી મદદ કરતો, હું મદદ કરૂ છુ, તેની જાણ લગભગ આખા માકેર્ટને  હતી, એટલે તે દિવસ પણ દુકાનમાં એક ગરીબ માણસ દવા લેવા માટે આવ્યો હતો.
ગ્રાહકોની દોડધામમાં અડધો કલાક પછી મને યાદ આવ્યુ કે બહાર પેલો માણસ બેઠો છે, પણ ત્યારે પણ ફુલ ગ્રાહકી ચાલી રહી હતી, મેં તરત મારી દુકાનના પેલા કર્મચારીને કહ્યુ બહાર પેલો માણસ બેઠો છે, તેનું સરનામુ લઈ લે આવતીકાલે આપણે તેને દવા મોકલી આપીશુ.. અને મારા કર્મચારીઓ તેવુ જ કર્યુ. તે રાત્રે  ઘરે જતા મેં મારા કર્મચારીને પૈસા અને પેલા માણસનું સરનામુ આપતા કહ્યુ આવતીકાલે દુકાને આવે તે પહેલા આ સરનામે જઈ તેને દવા અપાવી પછી દુકાને આવજે.
બીજા દિવસે હું દુકાને પહોંચ્યો તે પહેલા મારો કર્મચારી આવી ગયો હતો, મેં દુકાનમાં રહેલા મંદિરમાં દિવો કર્યા પછી મારા કર્મચારીને પુછયુ પેલા ભાઈને દવા આપી આવ્યો, તે મારી સામે જોતો રહ્યો તેણે ખીસ્સામાંથી પૈસા અને પેલા માણસના સરનામાવાળી ચીઠ્ઠી પાછા આપતા કહ્યુ શેઠ હું તેના ઘરે ગયો, પણ તે તો ગઈરાલે રાત્રે જ મરી ગયો. હું સ્તબ્ધ થઈ ગયો, મને મનમાં થયુ કે તે મારા કારણે જ મરી ગયો, થોડાક ગ્રાહકો સાચવી લેવા માટે મેં મોડુ કર્યુ, જો મેં તેને તરત દવા અપાવી હોત તો કદાચ તે દવાને કારણે બચી જતો.
વર્ષો પહેલાની વાત કરતા વખતે પણ ફરસુભાઈની આંખમાં ઝળઝળીયા આવી જાય છે. હું ખુબ પૈસા કમાતો પણ મને પેલા માણસ મરી ગયો, તે સાંભળી લાગ્યુ કે હું પૈસા કમાયો પણ જીંદગીની બાજીની હારી ગયો એક માણસ તરીકેની પરિક્ષામાં નાપાસ જાહેર થયો. તે દિવસે હું કઈ બોલી શકયો જ નહીં, મારૂ મન મને સતત દોષીત હોવાનું કહી રહ્યુ હતું, દિવસો પસાર થવા લાગ્યા, પણ પેલા માણસનો ચહેરો સતત મારી સામે આવ્યા કરતો હતો, તે મને તેની જીંદગીનો હિસાબ માંગી રહ્યો હોય તેવુ લાગ્યા કરતુ હતું. મારા મન ઉપર ભાર વધી રહ્યો હતો.
એક દિવસ મેં મારા બન્ને મીત્રો અને ભાગીદારોને બેસાડીને કહ્યુ હવે હું ધંધો કરવા માગતો નથી, મારે બીજુ કઈક કરવુ છે, તેમણે મને આખી ઘટના ભુલી જવા કહ્યુ પણ હું ભુલી શકતો ન્હોતો, કદાચ મારે તે ભુલવી પણ ન્હોતી, મારે પશ્ચાતાપ કરવો હતો, અને મેં દુકાન છોડી દીધી. વર્ષો પહેલા ફરસુભાઈના ધ્યાનમાં આવ્યુ કે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં જીવનસંધ્યા વૃધ્ધાશ્રમ ચાલે છે, એક દિવસ ત્યાં આવ્યા અને તેમણે પોતાનું કામ શરૂ કરી દીધુ આજે જીનસંધ્યામાં વૃધ્ધોની દરકાર કરતા ફરસુભાઈને કદાચ ત્રણ દાયકા કરતા વધુ સમય થઈ ગયો છે, વૃધ્ધાશ્રમમાં એક વખત પોતાના મા-બાપને મુકી ગયા પછી સામાન્ય રીતે તેમના દિકરાઓ આવતા જ નથી, પણ જો ફરસુ બીમાર હોય અને તે વૃધ્ધાશ્રમ ના આવી શકે તો વૃધ્ધોની આંખ આંસુ આવી જાય છે, થોડા મહિના પહેલા ફરસુભાઈ સ્કુટર ઉપરથી પડી જતા, તેમને બેડરેસ્ટ કરવો જરૂરી હતો, તો એક દિવસ બધા જ વૃધ્ધો રીક્ષા કરી ફરસુભાઈના ઘરે પહોંચી ગયા હતા.
ફરસુભાઈ દરેક મહિને વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોનો જન્મ દિવસ મનાવે છે, કેક કાપે છે મ્યુઝીક વાગે અને વૃધ્ધો ડાન્સ કરે છે, આ જોઈ ફરસુભાઈને લાગે છે, વર્ષો પહેલા દવાના અભાવે ગુજરી ગયેલા માણસનું રૂણ અદા થઈ રહ્યુ. ફરસુભાઈ વર્ષમાં એક વખત બધા જ વૃધ્ધોને લઈ પીકનીકમાં જાય છે, જયારે ફિલ્મ જોવા તો કયારેક ફાઈવ સ્ટાર હોટલોમાં જાય છે, આ વૃધ્ધોને તેમના સંતાનો પણ ના સાચવે એટલુ સુખ તેમની ફરસુભાઈની હાજરીમાં મળે છે. આજે તો ફરસુભાઈની પણ ઉમંર થઈ ગઈ છે, પણ જયારે વૃધ્ધાશ્રમની વાત આવે ત્યારે તેમની અંદર એક ગજબ પ્રકારનો જુસ્સો આવી જાય છે.
વર્ષોથી દુકાને જવાનું તેમણે બંધ કર્યુ હોવા છતાં વર્ષો સુધી તેમના મીત્રો તેમના ભાગે આવતો હિસ્સો તેમને મોકલી આપતા હતા, પણ બહુ વિનંતી બાદ ફરસુભાઈ મીત્રોને સમજાવ્યા કે હું કામ કરતો નથી, પૈસા લેવાનો હકદાર નથી. ફરસુભાઈ સાથે અવારનવાર વાત થતી  રહે છે, પણ જયારે પણ તેમની સાથે વાત થાય ત્યારે એવુ લાગે કે આપણી તમામ તકલીફો નાની છે, અને આપણી પાસે ફરિયાદ કરવાને બદલે જીવવાના પણ અનેક કારણો હજી પણ છે

થોડા સમય પહેલા મને એક તંત્રીનો ફોન આવ્યો પ્રશાંતભાઈ તમારી કોઈ વારતા મને મોકલો અમે અમારા અખબારમાં તે વારતા છાપવા માંગીએ છીએ, મે એક અઠવાડીયા પહેલા આ વારતા મોકલી આપી , પણ આજે સવારે એક પત્રકારનો ફોન આવ્યો  કે ફરસુભાઈ હવે રહ્યા નથી, હું ત્યાં પહોંચ્યો, જીવનસંધ્યા વૃધ્ધાશ્રમમાં રહેલા વડિલોની આંખમાં આંસુ હતા, માણસ માતા-પિતા ગુમાવે ત્યારે અનાથ થાય પણ અહિયા તો સંતાન ગુમાવી મા-બાપ અનાથ થયા હોય તેવો માહોલ હતો.જીવનની સંધ્યાકાળે જયારે અનેક વડિલોને ફરસુભાઈની જરૂર હતી ત્યારે તે બધાને મુકી જતા રહ્યા હતા અને હું નિશબ્દ થઈ જોઈ રહ્યો હતો.

21 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. जिना ईसी का नाम है।.... वे मरे नहीं, वे मरते नहीं, जो ओरो के लीऐ जीते है।

    ReplyDelete
  3. LEAD TO SERVE was shown by him very well. before few days i was there to celebrate birthday with senior citizens.

    ReplyDelete
  4. Farsubhai jeva ghare ghare hoy to Vrudhdhashram ni jarooriyat nahivat thai jay ... RIP Farsubhai ... Thank You for being U.

    ReplyDelete
  5. Farsudada vrudhashram na kartaharta hata pan tyanu pani pan na pita ghare thi lai ne jata koi vastu tyani tevo leta nahi e j to temni kheldili hati

    ReplyDelete
  6. भाई फरशु भाई जेवा माणस सदी मा एकाद ज होय छे ॐ शान्ति

    ReplyDelete
  7. भाई फरशु भाई जेवा माणस सदी मा एकाद ज होय छे ॐ शान्ति

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. भाई फरशु भाई जेवा माणस सदी मा एकादज होय छे
    ॐ शान्ति

    ReplyDelete
  10. What a great life he lived.....more pious than a saint!

    ReplyDelete
  11. What a great life he lived.....more pious than a saint!

    ReplyDelete
  12. RIP FARSUBHAI....તમે જિંદગીમાં એવું કામ કર્યું છે જે કોઇ નથી કરી શકતો, અને એમાં પણ ત્રણ દાયકા સુધી નિસ્વાર્થ સેવા....ફરસુભાઇ તમે હંમેશા યાદ રહેશો

    ReplyDelete
  13. RIP FARSUBHAI..'મા' અને 'મોત' વચ્ચે ફરસુભાઇ આવ્યા
    પ્રશાંતભાઇ દયાલની સ્ટોરી વાંચી ત્યારે ખબર પડી કે ફરસુભાઇ આપણી વચ્ચે નથી રહ્યા....તેમની સાથેની આ યાદ તમારી સાથે શેર કરી રહ્યું છે. કારણ માત્ર એટલું જ છે કે એમણે જે કર્યું છે તે ક્યારેય કોઇ કરી શકશે નહીં...આશા રાખીએ કે અમદાવાદના નારાયણપુરા વિસ્તારમાં આવેલું જીવનસંધ્યા વૃદ્ધાશ્રમ ફરસુભાઇની નિઃસ્વાર્થ સેવાને હંમેશા યાદ રાખશે...ફરસુભાઇની ભાવભીનિ શ્રદ્ધાંજલી....
    હું જ્યારે સ્ટોરી કરવા ગયો ત્યારે સાચા અર્થે ફરસુભાઇની નિઃસ્વાર્થ સેવાનો અનુભવ પણ થયો....વૃદ્ધાશ્રમમાં તરછોડાયેલી મા અચાનક બિમાર પડતાં દિકરો તો ના આવ્યો પરંતુ ફરસુભાઇની નિઃસ્વાર્થ સેવા જરૂર આવી ચઢી...તરછોડાયેલી મા અને મોત વચ્ચે ફરસુભાઇ 'જિંદગી' બનીને આવી ચઢયા...આ તો જાત અનુભવ લખ્યો બાકી આવી તેમણે અનેક જિંદગી લોકોને આપી છે, એકલતામાં ખુશ રહેતા લોકોને શીખવ્યું છે ફરસુભાઇએ....

    ReplyDelete
  14. Kharekhar farsubhai ghardaghar ma nahota jata pan ghardaghar akhu emni rha joi ne beai rahe Eva hata e. Emni vagar kaink baa-dada dikra vagar na Thai jase. Bhagvan emni atma ne shanti ape. 🙇

    ReplyDelete
  15. I really appreciate the countribution made by Shri Farsubhai

    ReplyDelete