Monday, August 8, 2016

ગુજરાતના બધા જ ગૃહમંત્રીઓ ઘરે ગયા, અને અમીતભાઈ જેલમાં ગયા..

ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે હિતેન્દ્રભાઈ દેસાઈ હતા ત્યારથી ગુજરાતના ગૃહમંત્રીનું પદ સંભાળનાર નેતાના  રાજકિયજીવનને ગ્રહણ લાગી જાય છે, ગૃહમંત્રી જેવુ મહત્વનું ખાતુ મળતા રાજી થવુ સ્વભાવીક છે, લાલ લાઈટવાળી કાર અને આગળ પાછળ ફરતી પોલીસોની સલામ જીલવી કોઈને પણ ગમે તેવી વાત છે , પરંતુ એક વખત ગુજરાતના ગૃહમંત્રી થયા પછી રાજકિય જીવનમાં શુ થશે તે કહેવુ મુશ્કેલ હોય છે.હિતેન્દ્રભાઈની સરકારમાં જયરામ પટેલ ગૃહમંત્રી હતા, પણ ત્યાર બાદ ચુંટણી હારી ગયા હતા, માધવસિંહ સોંલકીની સરકારમાં પ્રબોધ રાવળનો દબદબો ખાસ્સો હતો, પણ તેમને પણ ત્યાર બાદની ચુંટણીમાં ઘરે જવાનો વખત આવ્યો હતો, માધવસિંહ ફરી વખત મુખ્યમંત્રી થયા ત્યારે જીતુ શાહ ગૃહમંત્રી  થયા પણ પછી તેમના રાજકિય જીવનનો અંત આવી ગયો હતો. જનતાદળ ગુજરાત અને ભાજપના ગઠબંધના અંત પછી ચીમનભાઈ પટેલે સી ડી પટેલને કેબીનેટ કક્ષાનાગૃહમંત્રી બન્યા હતા, પણ ચીમનભાઈ સાથે વાંધો પડતા તેમણે રાજીનામુ આપ્યુ અને પછી ચુંટણી પણ હારી ગયા હતા, તેવી જ રીતે ચીમનાભઈ પટેલના અંગત એવા નરહિર અમીન પણ ગૃહમંત્રી થયા પછી કદાવર નેતા હોવા છતાં ચુંટણી હારી ગયા હતા. સુરેશ મહેતાની સરકારમાં મહેન્દ્ર ત્રીવેદ્દી ગૃહમંત્રી બન્યા પણ ત્યાર બાદ તેઓ એક પણ ચુંટણી જીત્યા નથી. ભાજપના બીજા ગૃહમંત્રી તરીકે હરેન પંડયા આવ્યા અને તેઓ એક સક્ષમ ગૃહમંત્રી હોવા છતાં નરેન્દ્ર મોદીને વાંધો પડતા તેમને ટીકીટ આપવાનો જ મોદીએ ઈન્કાર કરી દીધો હતો. નરેન્દ્ર મોદીની સરકારમાં ગૃહ રાજયકક્ષાના હવાલો ગોરધન ઝડફીયાને સોંપવામાં આવ્યો હતો.2002માં તોફાનમાં
ગૃહમંત્રી હતા, જો કે ત્યાર બાદ તેમને મોદી સામે વાંધો પડતા તેઓ કેશુભાઈ પટેલની આગેવાની હેઠળ અલગ પડયા હતા, રાજકિય કમનસીબી એવી છે કે આજે કેશુભાઈ પટેલ અને ગોરધન ઝડફીયા ફરી પાછા ભાજપમાં આવી ગયા છે. છતાં ઝડફીયાનો કયાં મેળ પડતો નથી.2002માં નવી સરકાર થઈ તેમાં અમીત શાહ ગૃહમંત્રી થયા, અમીત શાહ એક માત્ર અપવાદ છે કે ગૃહમંત્રી થયા પછી પણ તેઓ ફરી ચુંટાયા પણ ગુજરાતનો ગૃહમંત્રી જેલમાં જાય તેવી પ્રણાલીનો તેમણે જ

કર્યો હતો. 2010માં બનાવટી એન્કાઉન્ટરના કેસમાં તેઓ સાબરમતી જેલમાં જઈ આવ્યા, જેના કારણે તેમને ગૃહ રાજયમંત્રી તરીકે રાજીનામુ આપવાની ફરજ પડી હતી, અમીત શાહ બાદ મોદી પોતાના વિશ્વાસુની શોધમાં હતા ત્યારે ગૃહમંત્રી તરીકે પ્રફુલ પટેલ ઉપર તેમણે પસંદગી ઉતારી હતી, પ્રફુલ પટેલ બીનવિવાસ્પદ રહ્યા, પણ તેમણે ગૃહમંત્રી તરીકેનો કાટાળો તાજ પહેર્યો હતો તેની કિમંત ચુકવી અને તેઓ વિધાનસભાની ચુંટણી હારી ગયા.
છેલ્લાં પંદર વર્ષમાં ભાજપને સહન કરવુ પડયુ તો ગૃહ વિભાગને કારણે હતું, કાયદો અને વ્યવસ્થાના મામલે ભાજપ ભલે ગુલબાંગો મારતુ હોય પણ ગુજરાત અને દેશમાં બદનામી પણ ગૃહ વિભાગને કારણે જ આવી આ સ્થિતિમાં નવા ગૃહમંત્રી તરીકે લો પ્રોફાઈલ ગૃહમંત્રીની જરૂર હતી, તેથી જ રજની પટેલની પસંદગી થઈ, પણ રજની પટેલ અપેક્ષા કરતા વધુ લો પ્રોફાઈલ નિકળ્યા, રજનીભાઈ કરતા તેમના અંગત સચિવ રાકેશનો દબદબો ખાસ્સો હતો, તેમને રાજયમાં તો ઠીક પણ પોલીસખાતામાં પણ કોઈ ઓળખતુ ન્હોતુ તેવુ  કહીએ તો અતિશયોકિત નથી, પટેલ અને દલિત આંદોલન થયુ પણ તે મુદ્દે તેમની સરેઆમ નિષ્ફળતા ભાજપના ધ્યાનમાં આવી અને તેમને વિજય રૂપાણીની સરકારમાં ખસેડવાની ફરજ પડી હવે સ્થિતિ તો એવી છે તે 2017ની ચુંટણીમાં તેમના માટે ફરી ધારાસભ્ય થવુ પણ મુશ્કેલ થઈ ગયુ છે.


9 comments:

  1. Gruhmantri kataro taj have kon lese te jovanu che

    ReplyDelete
  2. દાદા, જોરદાર.
    ગૃહમંત્રી ઓ ઘર ભેગાં જ થઈ જાય છે, હવે જે બનશે એ પણ પેવિલયન ભેગા થઈ જશે.

    ReplyDelete
  3. The portfolio of HM is a job of hanging sword however we hope same thing should not took place with present HM

    ReplyDelete