Friday, August 12, 2016

દોઢસો માણસનું ટોળુ અમને પાંચ પત્રકારોને ફરી વળ્યુ હતું.

(ભાગ-2)
ભાજપના કહેવાતી શીસ્ત કાયમ અંદરથી ખોખલી રહી છે, સત્તા વગર શીસ્તની વાત કરતી પાર્ટીમાં સત્તા આવ્યા પછી સત્તા અનેક ડખાઓ પડયા છે, કેશુભાઈ પટેલના સત્તા પતન પછી જયારે શંકરસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે શંકરસિંહ બાપુ ગુજરાત વિધાનસભાના સભ્ય ન્હોતા, જેના કારણે તેમને છ મહિનાની અંદર વિઘાનસભામાં ચુટાઈ આવવુ અનિવાર્ય હતું, તેમણે વિધાનસભાની ચુંટણી માટે રાધનપુર બેઠક પસંદ કરી ત્યારના તત્કાલીન ઘારાસભ્ય લવીંગજી સોંલકીએ રાજુનામુ આપતા શંકરસિંહ ચુંટણી લઈ રહ્યા હતા ત્યારે તેમણે પોતાનો પ્રાદેશીક પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવી દીધી હતી, જયારે ભાજપના ઉમેદવાર તરીકે શંકર ચૌધરી હતા.

ચુંટણીના એક સપ્તાહ પહેલા હું, મારા પત્રકાર મીત્ર ઉર્વીશ કોઠારી, દિલીપ પટેલ વિકાસ ઉપાધ્યા, મનિષ વ્યાસ અભિજીત ભટ્ટ સહિતના અનેક પત્રકારો રાધનપુર પહોંચી ગયા હતા, એક અઠવાડીયા પહેલા ત્યાં પહોંચી ગયા હોવાને કારણે રાજપ અને ભાજપ કેવી રીતે પ્રચાર કરે છે, તેમની ચુંટણી વ્યુહ રચના કેવી છે તે સમજવાનો સારો એવો સમય મળી ગયો, ભાજપ ચુંટણી જીતવા માટે  મરણીયો પ્રયાસ કરી રહ્યુ હતું, કારણ શંકરસિંહ ખુદ ભાજપી હોવાને કારણે ભાજપ કયારે કેવા પત્તા ઉતરશે તેની એક-એક માહિતી હતી, બાપુ માટે આબરૂનો સવાલ હતો, તેમણે પોતાની મદદ મસલ્સ મેન બોલાવી લીધા હતા, અને તંત્ર તો તેમના જ તાબામાં હતું..

બીજી તરફ ભાજપના નરેન્દ્ર મોદી, પ્રવિણ તોગડીયા અને અશોક ભટ્ટ  સહિત અનેક નેતાઓએ ધામા નાખ્યા હતા, રોજ રાત્રે અમે કામ પુરૂ કરી બાપુ અને નરેન્દ્ર મોદીને મળતા હતા, બાપુના ચહેરા ઉપર એક આત્મ વિશ્વાસ હતો, જો કે તેના કારણોની અમને ત્યારે ખબર ન્હોતી, જયારે નરેન્દ્ર મોદી સહિતના બધા જ નેતાઓ ખોખારીને બોલતા હતા, પણ તેમના અવાજમાં રણકો ન્હોતો. ચુંટણીની આગલી રાતે ત્યારના લો એન્ડ આઈજીપી ચીતરંજનસિંગ રાધનપુર આવી પહોચ્યા હતા, હવે ખરો ખેલ શરૂ થવાનો હતો, ગ્રામ્ય વિસ્તારમાં ચુંટણી થતી હોય ત્યારે સવારે ચુંટણી વખતે પાર્ટીના પોલીંગ એજન્ટો બુથ ઉપર પહોંચી શકે નહીં કારણ વિસ્તાર અને અતંર ખુબ લાબુ હોય છે.

તેથી મોટા ભાગના બુથ ઉપર ભાજપના પોલીગ એજન્ટો રાત સુધી પહોંચી ગયા, ચુંટણીની આગળની  મોડી રાતે આઈજીપી પોલીસના મોટા કાફલા સાથે નિકળ્યા, તેઓ આખી રાત એક એક બુથ ઉપર ગયા, અને જયાં પણ ભાજપના પોલીગ એજન્ટો હતો તેમને પોલીસવાનમાં બેસાડી નિકળી ગયા, સવારે ચુંટણી વખતે બુથમાં ચુંટણી અધિકારી અને રાજપના એજન્ટ સિવાય કોઈ ન્હોતુ, આવુ અમે ગુજરાતની ચુંટણીમાં પહેલી વખત જોયુ, એક તબ્બકે તો એવુ લાગ્યુ બીહારમાં ચુંટણી થઈ રહી છે. ચુંટણીના દિવસે એક કારમાં હું દિલીપ પટેલ, અભીજીત ભટ્ટ, વિકાસ ઉપાધ્યાય અને કદાચ ભાર્ગવ પરીખ અમારી સાથે હતો તેવો મારો અંદાજ છે, અમે રાધપુરની આસપાસના ગામોમાં થઈ રહેલા મતદાનનો ટ્રેન્ડ જોઈ રહ્યા હતા.

એક ગામમાં દાખલ થયા ત્યારે મારી નજર પોલીસ ઈન્સપેકટર તરૂણ બારોટ ઉપર પડી, બારોટ અમદાવાદમાં નોકરી કરતા હોવાને કારણે અમારે તેમની સાથે પરિચય પણ ખરો, તેમની સાથે ચ્હા પી અમે નિકળી રહ્યા હતા, ત્યારે તેમણે જાણકારી આપી કે મુખ્યમંત્રી શંકરસિંહ આ બુથ ઉપર આવી રહ્યા છે. એટલે અમે પોલીસવાળા સાથે વાતો કરતા ઉભા હતા, ત્યાંજ બાપુનો કેન્વેય આવ્યો, બાપુએ અમને જોયા ન્હોતા, તે ઉતરી સીધા બુથમાં ગયા, અમે પણ તેમની પાછળ જઈ ઉભા રહ્યા.

બાપુએ બુથમાં નજર કરી તો તેમને બે પોલીગ એજન્ટો નજરે પડયો, બાપુએ બન્નેને પુછયુ અલ્યા કઈ પાર્ટીના છો.. જયારે બાપુને ખબર પડી કે એક ભાજપના એજન્ટ છે, તે બાપુએ તેને હાથનો ઈશારો કરતા કહ્યુ ઉઠ ભાઈ.. કયાંનો છે.. ઘરે જવાની ઈચ્છા નથી. ચુંટણી અધિકારીની હાજરીમાં રાજયનો મુખ્યમંત્રી વિરોધી પક્ષના એજન્ટ સાથે આવી રીતે વાત કરતો જોઈ અમે પણ સ્તબ્ધ થઈ ગયા, પેલો ભાજપનો એજન્ટ સમજી ગયો અહિયા ઉભો રહેવામં ભલીવાર નહીં, આવે તે તરત બહાર નિકળી ગયો, શંકરસિંહ જેવા બહાર નિકળવા માટે ઉધા ફર્યા તેની સાથે તેમણે મને તેમની પાછળ ઉભા રહેલા જોયા.

 તરત તેમના ચહેરા ઉપર હાસ્ય  આવ્યુ, તેમણે ઈન્સપેકટર બારોટ સામે જોતા કહ્યુ બારોટ આ મીત્રો અમદાવાદથી આવે છે ચ્હા-પાણી કરાવ્યા કે નહીં. ત્યાંથી બાપુ રવાના થયા એટલે અમે પણ તેમના કોન્વેયની પાછળ જોડાઈ ગયા, તેમનો કોન્વેય સાંતલપુર પાસે હાઈવે ઉપર રાજપના કાર્યકરોને જોઈ રોકાયો, અમારે બીજા ગામ જવુ હતું એટલે અમે કોન્વેયને ઓવરટેક કરી જતા રહ્યા લગભગ બે કલાક પછી ગયા હતા તે જ રસ્તે અમે પાછા આવી રહ્યા હતા, ત્યારે સાતંલપુર રાજપના જે કાર્યકરો સાથે બાપુએ વાત કરી હતી, તેમણે અમને હાથ બતાડી રોકવાનો ઈશારો કર્યો.

અમારી માટે બહુ સહજ ઘટના હતી, ઘણી જગ્યાએ ગામ લોકો અમને રોકતા પત્રકાર હોવાને કારણે અમને વધારે ખબર પડે છે તેવુ તે માનતા એટલે કોણ જીતશે વગેરે પ્રશ્નો પુછતાં અને અમે ત્યાંથી નિકળી જતા, મને પણ મનમાં તેવુ જ હતું ડ્રાઈવરે ટોળાને જોઈ કાર રોકી, કાર રોકાતા ટોળુ કારની પાસે આવ્યુ, અમને પુછયુ કયાંછી આવો છો અમે કહ્યુ પ્રેસ, એટલે એક કદાવર માણસે પુછયુ પ્રેસવાળા તે તો બરાબર પણ ભાજપવાળા કે રાજપ વાળા.. અમે કહ્યુ ભાઈ પ્રેસ એટલે પ્રેસ અમારે કોઈ પક્ષના હોય. બસ આટલી જ વાત થઈ અને કારની ચારે તરફ રહેલી વ્યકિઓ અમારી ઉપર તુટી પડી, અમે પાંચ હતા સામે દોઢસો મારનાર હતા, અમે કારની અંદર માર ખાઈ રહ્યા, ભાગી છુટવાનો પણ કોઈ રસ્તો ન્હોતો.

માની લો કે કારની બહાર હોત તો પણ ભાગવા માટેની ભુગોળની ખબર ન્હોતી, લગભગ આ તમાશો પંદર વીસ મિનીટ ચાલ્યો, કારના કાચ તુટી ગયા સ્ટીયગીંગ વ્હીલ પણ અડધુ તોડી નાખ્યુ હતું, પણ સદ્દનસીબે ગામની એક વૃધ્ધ વ્યકિત ત્યાં પહોંચી તેણે બધાને કારથી દુર કર્યા, ત્યારે પત્રકાર ધીમંત પુરોહીત પણ પસાર થતો હતો તે પણ અમને જોઈ ત્યાં રોકાયા અને માંડ માંડ ત્યાંથી ભાગ્યા. અમારામાં પત્રકાર દિલીપ પટેલ અને વિકાસ ઉપાધ્યાયને ખાસ્સુ વાગ્યુ પણ હતું. અમે રાધપુર તરફ કાર મારી મુકી અમને હતું ત્યાં જઈ ફરિયાદ પણ થશે અને મદદ પણ મળશે. અમને મારનાર રાજપના જ કાર્યકરો હતો.

રાધપુર ચોકડી પહોંચ્યા ત્યાં અમે જોયુ કે બાપુ કોઈ ટીવી ચેનલના પત્રકારને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા, હું કારમાંથી નીચે ઉતર્યો, હું બાપુ પાસે અમારી ઉપર થયેલા હુમલાની ફરિયાદ કરવા જઈ રહ્યો હતો, ત્યારે બાપુની સાથે તેમના બોડીગાર્ડ તરીકે આવેલા પોલીસે મને રોકયો, તે મને ઓળખતો હતો, તેણે મને પુછયુ તમને માર પડયો. મને આશ્ચર્ય થયુ, તેણે બાપુ તરફ ઈશારો કરતા કહ્યુ, તેમની જ સુચના હતા, રજુઆત કરશો તો પણ કોઈ ફાયદો નથી. ત્યારે  મારા કાને બાપુ ટીવી ચેનલને આપી રહેલા ઈન્ટરવ્યુના શબ્દો કાને પડયા, અભી મુઝે જાનકારી મીલી હૈ કી ભાજપાના કાર્યકરોને પત્રકારો પે હમલા કિયા , મે ઉસકી નીંદા કરતા હું ઔક સખ્ત કારવાહી હોગી ઉસકી સુચના દેતા હું.

અમે કલેકટર ઓફિસે પહોંચ્યા ત્યારે ખબર પડી અલગ અલગ વિસ્તારમાં એક ડઝન કરતા વધુ પત્રકારો અને ફોટોગ્રાફરોને મારવામાં આવ્યા હતા, કલેકટર અનુરાધા મલ્લ પાસે અમે રજુઆત કરી  તેમણે તરત ચીંતરંજનસિંગને સુચના આપી કે તમામ ફરિયાદ નોંધી લો પણ જયારે સિંગ પાસે ગયા ત્યારે તેમણે ધરાર ફરિયાદ નોંધવાની ના પાડી દીધી હતી, ડીએસપી એ કે પંડયા પાસે ગયા તો તેમણે સામાન્ય અરજી લીધી, સાંજ પડતા પડતા વાતાવરણ બગડયુ, અમે ભાજપની ઓફિસમાં પહોંચ્યા તેની ઉપર પણ હુમલો થયો, નરેન્દ્ર મોદી ફફડી રહ્યા હતા, તેઓ અમને વિનંતી કરતા તે તમે કઈક કરો., રાધનપુરની બહાર જવાના બે રસ્તા એક મહેસાણા તરફ અને બીજો સુઈ ગામ તરફ, બન્ને હાઈવે ઉપર બાપુના ખાસ વિપુલ ચૌધરી જે ગૃહરાજય મંત્રી હતા અને બીજી તરફ ચૈતન્ય શંભુ મહારાજ ટોળા લઈ ઉભા હતા, બહાર નિકળનાર ઉપર પણ હુમલાઓ થતાં હતા.

અમારે અમદાવાદ જવુ હતું પણ બહાર નિકળવુ કેવી રીતે, કલેકટર અનુરાધા મલ્લે અમને પોલીસ રક્ષણ હેઠળ અમદાવાદ મોકલવાની તૈયારી કરી હતી, પણ તે જ વખતે મહેસાણા ડીએસપી વિનોદ મલ્લ ત્યાં આવ્યા હતા, તેમને રાધપુર પોલીસના રક્ષણ હેઠળ અમને બહાર લઈ જવાનું મુનાસીફ લાગ્યુ નહીં, તેમણે પોતાની સાથે રહેલી મહેસાણા પોલીસને મોકલી, અને અમે પોલીસ રક્ષણ સાથે અમદાવાદ પહોંચ્યા હતા. મારો અનુભવ કહે છે કે શંકરસિંહ સત્તાની બહાર હોય ત્યારે જ લોકશાહીની વાત કરે છે, પણ સત્તા ઉપર હોય ત્યારે તેમને લોકતંત્ર , અખબારી સ્વંતત્રતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે સ્નાનસુતકનો સંબંધ હોતો નથી.

28 comments:

  1. વાહ દોસ્ત માન ગયે.........

    ReplyDelete
  2. વાહ દોસ્ત માન ગયે.........

    ReplyDelete
  3. બતાવવાના અલગ અને ચાવવાના અલગ, તોય કહેવાય બાપુ

    ReplyDelete
  4. બતાવવાના અલગ અને ચાવવાના અલગ, તોય કહેવાય બાપુ

    ReplyDelete
  5. Your all writeap is very usefull to our everyday moument.salut sir...

    ReplyDelete
  6. Your all writeap is very usefull to our everyday moument.salut sir...

    ReplyDelete
  7. Your all writeap is very usefull to our everyday moument.salut sir...

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. મંગલસિંહે બંદૂક કાઢી બંદૂકના કુંદામાર્યા હતા. કારમાં બેઠેલા સામે તાકી અને ટ્રીગર દબાવવાની તૈયારી હતી. પણ ધીમંતે તેમના ઈન્ટરવ્યુ લેવા છે તેમ કહી બધાને ડાયવર્ટ કરી દૂર લઈ ગયા અને ડ્રાઇવરે કાર ભગાડી મૂકી હતી. મંગલસિંહ સામે કોઈ પગલાં ન ભરાયા. તે દિવસે મોદી જીવ બચાવવા આપણી વચ્ચે આવીને ગભરાયેલા બેસી ગયા હતાં.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. This comment has been removed by the author.

    ReplyDelete
  13. Bar varshe Bavo bolyo
    Khub sachot pan modu chhata chalshe

    ReplyDelete
  14. ohh... aavi haqiqat ne akhabar ma stan male?

    ReplyDelete
  15. પ્રશાંતભાઈ, એ વખતે આવું વાંચ્યું હતું પરંતુ આટલી ડિટેઇલમાં બનાવની જાણ ન હતી. તમે ખરેખર ઘણી બધી માહિતી ધરાવો છો અને પાછી સ્ફોટક. લગે રહો

    ReplyDelete
  16. Jay ajj na media kbarekhar lidha jevi nondh che sachu kehvani himnat rakho prasant sir asiqbana diya apne to

    ReplyDelete
  17. The matter is shameful for Gujarat and Gujarati

    ReplyDelete
  18. Sankarsinh waghela matra gundo nathi..pan characterless pan chhe.kehvay chhe k ene ghar ma na lai javay..taddan najik na mitra ni stri sabhyo na mari najar same banela banav chhe..atla halka prakar na gunda o thi gujarat kyare mukt thase?

    ReplyDelete
  19. Sankarsinh waghela matra gundo nathi..pan characterless pan chhe.kehvay chhe k ene ghar ma na lai javay..taddan najik na mitra ni stri sabhyo na mari najar same banela banav chhe..atla halka prakar na gunda o thi gujarat kyare mukt thase?

    ReplyDelete
  20. Prashant in reporters dilipbhai,vikash upadyo, Suketushah, ane tu. Blue colour ni ambesadorcar htI mangalsingh ni black open jeep hti.mangalsingh na manso aapdi gaadiroki pa6ad bethela vikash pr humlo thyelo. Gaadi ni steoring todvana pryaso kryo driver ni kabilyaat na karan ee aapdi bhagi shkya. Aa vakhte narendra modi radhanpur vidhan sabha na prabhari hta. Aapde aapda pr thyela humla pr police faryad Thai hti ane bhajap ee kidhu htu k ame chodisu nai pagla laisu ane police same b action lais.bhajap sata pr aavtaj humlo krnar ane police vada bhajap na keypoint pr aavi gya. Ane reporters jota rhi gya lo bolo.

    ReplyDelete
  21. The otherside of ex chief minister we are all like that only!

    ReplyDelete
  22. Shankersing is an opportunist of the first order...he has amassed wealth by corruption...allotted lands at cheap rates for his college and now nobody relies him....as you sow, so you reap

    ReplyDelete
  23. Thank you prashant for telling truth....but why so many years?....truth comes out immediately. Are you still scared of shankersing?

    ReplyDelete
  24. Thank you prashant for telling truth....but why so many years?....truth comes out immediately. Are you still scared of shankersing?

    ReplyDelete
  25. Thank you prashant for telling truth....but why so many years?....truth comes out immediately. Are you still scared of shankersing?

    ReplyDelete
  26. Shankersing is an opportunist of the first order...he has amassed wealth by corruption...allotted lands at cheap rates for his college and now nobody relies him....as you sow, so you reap

    ReplyDelete