Wednesday, August 10, 2016

સર કાશ્મીરમાં પાકિસ્તાની ધ્વંજ ફરકે છે, તો આપણો ત્રીરંગો કેમ નહીં...

સર રોજ હુ ટીવી ઉપર જોઉ છુ, કાશ્મીરમાં પાકિસ્તાન ધ્વંજ ફરકે છે તો આપણો ત્રીરંગો કેમ ફરતો નથી, મારે કાશ્મીરમાં આપણો ત્રીરંગો લહેરવવા છો, હું ત્યાં જઈ શકુ.... આ શબ્દ સાંભળતા જ અમદાવાદની બોપલ તુલીપ ઈન્ટરનેશનલ સ્કુલના ચેરમેન યોગેશ શ્રીધરનો શ્વાસ થંભી ગયો, તેમને સ્કુલના ધોરણ આઠમાં ભણતી માત્ર તેર વર્ષની તંજીમ મહેરાણીના હતા. એક પુખ્ત ઉમંરની વ્યકિને પણ કયારેય વિચાર ના આવે તેવો વિચાર એક નાનકડી તંજીમને આવ્યો હતો.

આ ઉમંરે તંજીમને વીડીયો ગેઈમ અથવા સહેલીઓ સાથે રમવાનો વિચાર આવવો જોઈએ તેના બદલે તેને શ્રીનગરના લાલચોકમાં ત્રીરંગો લહેરાવવાનો વિચાર આવ્યો હતો, વિચાર ખોટો ન્હોતો, પણ તંજીમ હજી ખુબ જ નાની હતી, અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી અમીર મહેરાણીની દિકરી તંજીમના મનમાં ઉદ્દભવેલા પ્રશ્નનો શુ ઉત્તર હોઈ શકે, તેની યોગેશ શ્રીધરને સમજ પડી નહીં, તેમણે ફોન કરી અમીરભાઈને સ્કુલમાં બોલાવ્યા, જો કે સ્કુલમાં પહોંચેલા અમીરભાઈને જયારે તંજીમના વિચાર અંગે કહ્યુ ત્યારે તેમને આશ્ચર્ય થયુ નહીં કારણે તંજીમે પોતાના મા-બાપને પણ તે શ્રીનગર લાલચોકમાં  15મી ઓગષ્ટે ત્રીરંગો લહેરાવવા માગે છે તેની વાત કરી હતી.

પોતાની દિકરીના વિચારથી પહેલાથી પ્રભાવીત થયેલા અમીરભાઈએ કહ્યુ સાહેબ અત્યારે શ્રીનગરમાં જે કઈ ચાલી રહ્યુ છે, તે સારૂ નથી, સ્થિતિ નાજુક છે તેની મને ખબર છે, પણ કોઈકે તો કઈક કરવુ પડશે, તંજીમ એકલી તો શ્રીનગર જઈ શકશે નહીં, જો તંજીમની ઈચ્છા હોય તો પણ તેની સાથે શ્રીનગર જઈશુ અને તંજીમના હાથે લાલ ચોકમાં ત્રીરંગો ફરકાવીશુ. અમીરભાઈ અને તેમની પત્ની હિમંત જોઈ સ્કુલના સંચાલક સ્તબ્ધ થઈ ગયા હતા, હાલની સ્થિતિમાં કોઈ કાશ્મીર ફરવા તૈયાર નથી, રોજ ગોળીબાર થઈ રહ્યા છે,ત્યારે જુહાપુરામાં રહેતુ એક પરિવાર લાલચોકમાં ત્રીરંગો લહેરવવા તૈયાર થયુ હતું.

મને જયારે આ અંગે સમાચાર મળ્યા ત્યારે પહેલા લાગ્યુ કે તંજીમ એક મુસ્લીમ બાળકી હોવાને કારણે, આખી ઘટનાને કારણે મહત્વ મળી રહ્યુ છે, પણ બીજી ક્ષણે વિચાર આવ્યો કે તંજીમ કયા જન્મી છે અને કયા વિસ્તારમાં રહે છે, તેના કરતા તેના  બાળ માનસમાં આવેલો વિચાર વધારે મહત્વનો હતો,કદાચ તંજીમ ટીવીમાં જે જોઈ રહી હતી તે દેશના લાખો માણસો રોજ જુવે છે અને પાનના ગલ્લે  તેની ચર્ચા કરી છુટા પડી જાય છે, તંજીમ લાલચોકમાં જઈ હાલની સ્થિતિમાં ત્રીરંગો કેવી રીતે લહેરાવશે તે એક મોટો પ્રશ્ન છે, છતાં તેણે અને તેના પરિવારે ડર વગર અથવા મનમાં ડર હોય તો પણ લાલચોક તરફ જવાનો નિર્ણય કર્યો છે, તેની કદર રૂપે તમામ શબ્દો ઓછા પડે તેમ છે.

બધા જ ચોર છે અને આ દેશમાં કઈ જ સારૂ થાય તેમ નથી તેવા શબ્દો કહેનારની આપણે ત્યાં કમી નથી, ભલે તંજીમ લાલચોક સુધી પહોંચી ત્રીરંગો લહેરાવે તેના કારણે કાશ્મીરની સ્થિતિમાં કોઈ ફેર પડવાના ના હોય છતાં તે એક  ગુજરાતી છોકરી તરીકે લાલચોક સુધી પહોચે તે આખી ઘટના પ્રતિકાત્મક રીતે બહુ મહત્વની છે, કારણ જો તંજીમ ત્યાં સુધી પહોંચી ગઈ અને તેણે ત્રીરંગો લહેરાવ્યો તો વિશ્વને એક સંદેશો આપશે કે કાશ્મીર અમારૂ છે. કારણ કાશ્મીરમાં  ત્રીરંગો લહેરવાનાર નાનકડી તંજીમ ગુજરાતી અથવા મુસ્લીમ નહીં પણ એક ભારતીય હશે.

1991માં કન્યાકુમારીથી મુરલીમનોહર જોષીની આગેવાની હેઠળ એક એકતા યાત્રા નિકળી હતી, તેમાં ગુજરાતમાંથી નરેન્દ્ર મોદી, બીમલ શાહ અને શંકરસિંહ વાઘેલા હતા, જેમણે 26 જાન્યુઆરીના રોજ લાલચોકમાં ત્રીરંગો ફરકાવ્યો હતો, બરાબર પચ્ચીસ  વર્ષ પછી એક ગુજરાતની નાનકડી છોકરી ત્રીરંગા સાથે લાલચોક જવા નિકળી છે, તેની સાથે પોલીસ નથી લશ્કર નથી, બસ તેની સાથે તેના મા-બાપ છે, તંજીમ અને તેના મા-બાપ દિલ્હી થઈ 15મી ઓગષ્ટે લાલચોક પહોચશે.વાત માત્ર બંદુકની હોત તો નરેન્દ્ર મોદી પહેલા આવેલી તમામ સરકારો બંદુકના નાળચે કાશ્મીર સમસ્યાને શાંત કરી દેતા, બંદુક શરિરને મારી શકે પણ વિચારોને નહીં અને આખી લડાઈ વિચારોની છે ત્યારે તંજીમ એક વિચાર સાથે નિકળી છે ત્યારે તેને  એક ગુજરાતી તરીકે મારી તેને  સલામ છે.

14 comments:

  1. "After 25 year" it's correction in last pera.
    KU.Tanjim goes at LAL CHOWK is very proud for all of us.

    ReplyDelete
  2. Salute to Tanjim and her parents!

    ReplyDelete
  3. Ajatak ma saru coverage apu hatu
    Good one

    ReplyDelete
  4. I congratulate this pride of city for selecting to do such an adventurous work at very small age in terrorism prone area.This is a spirit of nationalism

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. Chalo dada apde pan tema jodaiye

    ReplyDelete
  7. Chalo dada apde pan tema jodaiye

    ReplyDelete
  8. 🇮🇳🌺🇮🇳🌺🇮🇳🙏

    ReplyDelete
  9. તન્જિમને લાખ લાખ સલામ, જય હિન્દ

    ReplyDelete
  10. Salute and wish success success and success to her and family

    ReplyDelete