Monday, August 29, 2016

નરેન્દ્રભાઈ તમે મારા મનની વાત કયારે સાંભળશો..


આદરણીય નરેન્દ્રભાઈ

હું તમને સાહેબના નામથી સંબોધતી નથી કારણ તમે વડાપ્રધાન થયા પછી પણ અમને પોતાના લાગો છો, આજે તમે ગુજરાત આવ્યા છો, અને હું અમદાવાદના નારી સંરક્ષણગૃહમાં છુ,હું વાડીયાની વતની છુ, પણ મારૂ હાલનું ઠેકાણુ ઓઢવ નારી સંરક્ષણ ગૃહ છે, વાડીયાનું નામ તો તમે સાંભળ્યુ જ હશે,  પાલનપુરથી થરાદ જવાના રસ્તા ઉપર પાલનપુરથી સીત્તેર કિલોમીટર દુર આવેલુ છે, મારા ગામનું નામ ભલે બદનામ હોય છે, પણ રાત પડતા મારા ગામમાં બહુ નામી લોકો આવે છે, કયારેક લાલ લાઈટવાળી કાર પણ આવે છે, મારૂ કામ ગ્રાહકોને સંતોષ આપવાનું છે, મારી દાદી અને મારી માં પણ આ જ કામ કરતા હતા, કદાચ આવતીકાલે મારી દિકરી થાય તો પણ તેને પણ આ કામ જ કરવુ  પડે.

મારી દિકરીની વાત નિકળી એટલે કહુ છુ, મારી માતાએ જે ધંધાને  નસીબ માની સ્વીકારી લીધો, તે મને કયારેય પસંદ ન્હોતુ, અને એટલે જ ઘરેથી ભાગી નિકળુ છુ , હું હવે ધંધો કરીશ નહીં અને  મારી થનારી દિકરીને પણ આ નર્કમાં જવુ પડે  નહીં તે માટે વાડીયા છોડયુ છે.. મારે તો સ્કુલમાં જવુ હતું, ભણવુ અને રમવુ હતું, પણ તે મારૂ નસીબ બની શકયુ નહીં, હજી હું ઘરના આંગણામાં ઘર ઘર રમતી હતી, અને મને માસીક આવવા લાગ્યુ, મને ખબર ના પડી, મને તેની પીડા થતી હતી, પણ મારી રાજી થઈ, થોડા જ દિવસ પછી મારે ઘરે આવતા પુરૂષો પૈકી મારી માંએ મને કહ્યુ આજથી તુ ધંધા ઉપર બેસીશ , હું રડી પડી મે ના પાડી તો માર પડયો. રોજ માર સહન કરવાની મારી તાકાત ન્હોતી.

તમે કલ્પના કરી જુઓ જે પુરૂષને ઓળખતી નથી, જેની સાથે મને પ્રેમ નથી, અને માત્ર પૈસા વસુલ કરવા આવતા પુરૂષો મારી કેવી હાલત કરતા હશે, હજી તો મેં જીંદગીને સમજી ન્હોતી, પણ જીંદગી આટલી ભયાનક હશે તેની મને કલ્પના ન્હોતી. આવુ રોજ અને દર કલાકે થાય છે. ગામની હું એક માત્ર છોકરી નથી, મારી સહેલીઓ અને બહેનો પણ છે, તેઓ પણ આ જ ધંધો કરે છે, તેમને પણ ધંધો કરવો નથી, તેમને ભણવુ છે અને પોતાના રાજકુમાર સાથે સંસાર માંડવો છે. સંસારની વાત નિકળી તો કહી દઉ અમને અમારી માં કોણ તેની ખબર હોય છે પણ અમારો બાપ કોણ હોય છે તેની કયારેય ખબર હોતી નથી કદાચ અમારી માંને પણ નહીં.

મારે ભાઈઓ પણ છે, અમારા ગામના પુરૂષો વર્ષોથી કોઈ કામ કરતા નથી તે વાડીયાના હાઈવે ઉપર ઉભા રહી, ગ્રાહકોને બોલાવે છે તેઓ અમારા દલાલ છે. આ ગામના કેટલાંક શાહુકારો પણ દલાલ છે, જે મારી મા અને સગાઓને પૈસા ધીરે છે, અને આખી જીંદગી વ્યાજ પેટે અમારે અનેક પુરૂષોના પડખા સેવવા પડે છે. બસ હવે બહુ થયુ મારી સહન શકિતની હદ આવી ગઈ છે. પહેલા તો થરાદ પોલીસ સ્ટેશન જવાનો વિચાર આવ્યો પણ તેઓ પણ આખરે તો પુરૂષ જ છે, મે જોયુ છે કે થરાદ પોલીસ સ્ટેશન અમારાના દલાલોને અડ્ડો છે, તેમની ઉઠક-બેઠક પોલીસ અધિકારીઓ અને નેતાઓ સાથે છે. મેં પહેલા તો એવુ પણ સાંભળ્યુ હતું પોલીસ કસાઈ, હત્યા અને વેશ્યાના પૈસા લેતી નથી, પણ અમારા ગામની પોલીસને વેશ્યાનો પૈસા લેતા પણ સંકોચ થતો નથી, તેમને કયારેય પોતાની દિકરી યાદ આવી નહીં હોય..

ખેર પોલીસને દોષ દેવાનો અર્થ નથી, કારણ વર્ષોથી અમે લડવાની તાકાત ગુમાવી દીધી હતી, પણ હવે મેં લડવાનો નિર્ણય કર્યો છે., તકલીફ એવી છે કે જયાં સુધી કોઈની હત્યા ના થાય અને હોબાળો ના થાય ત્યાં સુધી તંત્ર કોઈનું સાંભળતુ નથી, મારા જીવને જોખમ છે, મને પાછી વાડીયા લઈ જઈ ધંધો કરવા માટે મારા જ ઘરના લોકો અને દલાલો ફરી રહ્યા છે. હું કયાં સુધી સંતાતી ફરીશ, પણ મેં નક્કી કર્યુ છે, હું મરી જઈશ પણ હવે મારો ધંધો કરવો નથી, કદાચ મારા મૃત્યુ પછી તંત્ર થોડુ પણ હલે તો મારા જેવી બીજી સ્ત્રીઓને વાડીયામાં સ્ત્રી તરીકે જીવવાનો અધિકાર મળે.

નરેન્દ્રભાઈ હું ભીખ માગતી નથી, હું મારો અધિકાર માંગુ છુ, મારે એક માણસ તરીકે અને એક સ્ત્રી તરીકે જીવવુ છે. મને તે અધિકાર આપો. તમે બેટી બચાવો અને બેટી પઢાવોની વાત કરો છો, તમારા ઈરાદા નેક છે, પણ હું અને મારૂ વાડીયા સાવ છેવાડાના છીએ, દલિત માટે દલિતો લડે અને પટેલો માટે પટેલો નિકળે પણ મારી કમનસીબી એવી છે કે હું તો ધંધો કરતી હતી, પણ મારી તો કોઈ કોમ જ નથી, કારણ કે હું સમાજનું ગંદુ પાત્ર છુ, જેને દિવસે લોકો ધીક્કારે અને રાત્રે પસંદ કરે છે. મને લાગે છે તમારે મારા મનની વાત સાંભળીને કઈક કરવુ જોઈએ.

ચાલો વધુ લખાઈ ગયુ છે, તમને વધુ કહેવાની જરૂર પણ લાગતી નથી, કારણ તમને ભારતનું મન વાંચતા આવડે છે, અને હું પણ  એક ભારત છુ, હા  એક મિનીટ તમે તો હમણાં વિમાનમાં બેસી દિલ્હી જતા રહેશો, પણ કઈ વાંધો નહીં, ત્યાં અમારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા જ છે. તે પણ સારા માણસ છે, તેવુ મેં સાંભળ્યુ છે.. તમે તેમને મારી દરકાર રાખવાનું કહેતા જાવ તો સારૂ છે, અને વાડીયાની બીજી છોકરીઓને પણ મદદ થઈ શકે તો સારૂ..

બસ આટલી જ વિનંતી છે, કારણ હું વિનંતી કરવા  સિવાય કઈ કરી પણ શકતી નથી. કારણ હું  ધંધો કરનારી સ્ત્રી છુ.

લીઃ સોનલ ચૌહાણ (ઉમંર-20)
મુળ વતન વાડીયા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા
હાલનું ઠેકાણુ અમદાવાદ ઓઢવ નારી સંરક્ષણ ગૃહ
તા 30 ઓગષ્ટ 2016

(સોનલની સાથે થયેલી વાતચીતના આધારે લખાયેલો પત્ર છે)

17 comments:

  1. Big tragedy of our society and we enter in the 70th year of independence,it's shameful for entire nation and now when you pickup the issue,don't leave it till the result;don't feel alone,we all friends are stand with you in this fight.

    ReplyDelete
  2. We all friends with u Dada and results comes in short times

    ReplyDelete
  3. We all friends with u Dada and results comes in short times

    ReplyDelete
  4. Hu Modisahebne samjuchu parinam malse ✌🏿️✌🏿✌🏿✌🏿✌🏿

    ReplyDelete
  5. દાદા આમ જોવા જઇએ તો મને લાગતુ નથી કે આપના સિવાય એને કોઇ બચાવી શકે, દાદા તમારી કલમમાં એ તાકાત મે જોઇ છે, એટલે સોનલ માટે તો આપ એના તારણહાર છો, માટે આપના વાચક તરીકે મારી પણ વિનંતી છે કે ગમે તે થાય પણ સોનલ પાછી વાડીયા જવી જોઇએ નહી.....લવ યુ દાદા

    ReplyDelete
  6. દાદા આમ જોવા જઇએ તો મને લાગતુ નથી કે આપના સિવાય એને કોઇ બચાવી શકે, દાદા તમારી કલમમાં એ તાકાત મે જોઇ છે, એટલે સોનલ માટે તો આપ એના તારણહાર છો, માટે આપના વાચક તરીકે મારી પણ વિનંતી છે કે ગમે તે થાય પણ સોનલ પાછી વાડીયા જવી જોઇએ નહી.....લવ યુ દાદા

    ReplyDelete
  7. દાદા આમ જોવા જઇએ તો મને લાગતુ નથી કે આપના સિવાય એને કોઇ બચાવી શકે, દાદા તમારી કલમમાં એ તાકાત મે જોઇ છે, એટલે સોનલ માટે તો આપ એના તારણહાર છો, માટે આપના વાચક તરીકે મારી પણ વિનંતી છે કે ગમે તે થાય પણ સોનલ પાછી વાડીયા જવી જોઇએ નહી.....લવ યુ દાદા

    ReplyDelete
  8. ये कैसी जगह है जहा पे पुलिस और पोलीटिक्स दोनो लाचार है सर जिस के नाम से तंत्र हिल जाता है वो मोदी साहब का आज तक ध्यान उधर गया ही नही लेकिन जब जायेगा तो कचरा साफ हो जायेगा

    ReplyDelete
  9. I think this representation will definitely compelled the administration to take drastic legal action in the village.

    ReplyDelete
  10. I think this representation will definitely compelled the administration to take drastic legal action in the village.

    ReplyDelete
  11. 12 વર્ષ સુધી કાઈ નથી થયુ પણ હવે થાય તો તો ......

    ReplyDelete
  12. 12 વર્ષ સુધી કાઈ નથી થયુ પણ હવે થાય તો તો ......

    ReplyDelete
  13. Aavda mota dusan ni politic k poice na jan bar hoy sake?????
    K pachi ankh ada kan kare che!!
    Prashant bhai jyar thi tame aa vadiya vishe lakhva nu saru karyu tyar thi vanchi article vanchi ne pan ruvata ubha thai jay ane aa loko to anubhave che aa yug ma bov kharab kevay jo aa vanchi ne pan sarkar koi pagala na lye to dhat teri ki avi sarkar ni to

    ReplyDelete
  14. આ સમાજ ર્ુપી શરીરનો એવો સડી ગયોલો ભાગ છે, જેને આપણે કાપી પણ શકતા નથી.
    રાેજ ની સારવાર જ આનો ઊપાય છે. ઘાવ ઊંડા છે, પણ સામાજીક જાગ્તી થી ભરી સકાય તેવા છે.

    ReplyDelete
  15. સાહેબ, મને અને મારા ગૃપ ને એટલુજ જાણવામા રસ છે કે મોદીજી આમા કેટલી મદદ કરે છે? બાકી તમારી અને સોનલ ની પડખે તો અમો હંમેશા છીએ જ. Anytime Sir.

    ReplyDelete