Thursday, July 28, 2016

રમેશભાઈ અનીલ-મુકેશ અંબાણીનું સમાધાન કરાવો છો, તો ઉના પણ આવો

પુજ્ય
રમેશ ઓઝા

મે દિવસ પહેલા પુજય મોરારી બાપુને ખુલ્લો પત્ર પાઠવી, ઉનામાં જે કઈ બન્યુ તે મામલે બે શબ્દો કહેવા વિનંતી કરી હતી, કારણ સમાજ તેમનું સાંભળે છે, પણ તેમના ભકતો દ્વારા મને જાણ થઈ કે હાલમાં વિદેશમાં કથા કરી રહ્યા છે કદાચ તેના કારણે તેમના સુધી વાત પહોંચી નહીં  હું માની લઈ છુ, પણ તમે તો ભારતમાં જ હશો તેવુ માની તમને પત્ર લખી રહ્યો છુ.

ભાઈ તમે અને મોરારીબાપુ જેવા સંતો વ્યાસપીઠ ઉપર બેસો છો તેના કારણે તમારી જવાબદારીઓ વિશેષ  વધી જાય છે, બહુ સમય પહેલા તમે ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ મુકેશ અને અનીલ વચ્ચે ઉભી થયેલી ગેરસમજ દુર કરવામાં ખાસ્સુ યોગદાન આપ્યુ હતું, સારી વાત છે, મુકેશ અને અનીલ ભારતના એક વિશાળ ઉદ્યોગગૃહોના વારસદાર છે, તેમના ઉઘ્યોગગૃહને કારણે દેશના લાખો લોકોના ચુલા સળગે છે, કદાચ તમે તેમની ચીંતા હશે,  કારણ  અંબાણી પરિવારનો  વિખવાદ આમ માણસના  ચુલાને બુજવી નાખે નહીં તેના માટે કોકીલાબહેનની વિનંતીને કારણે મુંબઈ દોડી ગયા હશો. અંબાણી પરિવારમાં આપનું ખુબ માન છે, તેઓ તમારૂ સાંભળે પણ છે અને તમે સમાધાનનો માર્ગ પણ આપ્યો અને બન્ને બંધુઓએ સ્વીકાર્યો પણ ખરો.

ભાઈ પણ બધા જ પરિવાર અંબાણી હોતા નથી, જેના કારણે ઘરે ઘરે જવુ તમારી માટે પણ શકય નથી, આજે  જયાં તમારો સાંદીપની આશ્રમ આવ્યો છે ત્યાંથી થોડાક જ કિલોમીટર દુર ઉના આવેલુ છે, તમે અખબાર તો વાંચતો જ હશો, જે કઈ બન્યુ તે એક ગુજરાતી તરીકે અને માણસ તરીકે બધા જ માટે શરમજનક છે. હું માનુ છે કે આ રાજય સરકારની સમસ્યા કરતા સમાજની સમસ્યા વધારે છે, જયારે સમાજ જ રસ્તો ભુલે ત્યારે તમારા જેવા સંતોએ વ્યાસપીઠ ઉપર બોલવુ પડશે, પણ તમે હજી સુધી કઈ બોલ્યા નથી. બની શકે તો તમે ઉના પણ જઈ શકયા  હોત, કારણ ઉના મુંબઈ કરતા તો નજીક જ છે.

છતાં સારા કામમાં કયારે મોડુ થતુ નથી, તમારી તરફના પુરા આદર સાથે કહુ છુ, હવે વ્યાસપીઠ ઉપરથી ઉતરી સમાજની વચ્ચે આવવાનો સમય થઈ ગયો છે, મોરારીબાપુ વર્ષોથી રામકથા કરે છે અને તમે ભાગવત કથા કરો છો, આમ છતાં માણસ-માણસને ધીક્કારી રહ્યો છે, તેનો અર્થ કથા માત્ર કથા મંડપો પુરતી સિમીત રહી છે. હું વાંક કોનો છે તેની ચર્ચા કરતો નથી કારણ કોઈ કહેશે દલિતો જવાબદાર છે , તો કોઈ કહેશે સવર્ણો આવુ કરે છે. હું માનું છુ ભાઈ આ માણસની વાત છે, રાજકિય નેતાઓ રાજકારણ રમતા રહેશે પણ તમે તો ધર્મના છડીદાર છો, કયો પક્ષ શુ માને છે અથવા તમારા આ દિશામાં ઉપડેલા એકાદ કૃત્યના લેખાજોખા કેવી રીતે લેવાશે તેમાં પડશો નહીં.

અત્યારે પ્રમુખ સ્વામીની તબીતય નાદુરસ્ત છે, એટલે તેમના માટે પ્રાર્થના સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી, પણ સ્વામીજી પછી જેમના શીરે સમાજની જવાબદારી છે તેઓ પણ તમારી બધાની જેમ શાંત છે,  જયારે સમાજ માણસાઈના ત્રીભેટો ઉભો છે ત્યારે  દેશ અને વિદેશમાં અક્ષરધામો બનાવવા કરતા માણસાઈના ઘડતરની વધારે જરૂર છે, આજે તાજમહેલ એક સ્મારક બની ગયુ છે એક દિવસ અક્ષરધામ પણ તેની જ હરોળમાં ઉભુ હશે, પણ તેનો અર્થ શુ. જે ધર્મ- જે વ્યાસપીઠ જે અક્ષરધામ અને હજારોની સંખ્યામાં બંધાતા મંદિરો અને આશ્રમો માણસના જીવનમાં કઈ જ કરી શકે નહીં. તો માણસો શુ કામ તમારી પાસે આવશે.

ભાઈ તમારે ત્યાં આવનાર ગરીબ અથવા શ્રીમંત તમારી પાસે પોતાની સમસ્યાનું સમાધાન માટે જ આવે છે કારણ તમારી પાસે તેનો ઉત્તર છે તેવુ તે માને છે.અને તેવી જ અપેક્ષાએ એક પત્રકાર તરીકે નહીં, પણ એક માણસ તરીકે વિનંતી કરી રહ્યો છુ, સમાજ ધર્માધિકારીઓની તરફ મોંઢુ રાખી ઉભો છે કે તમે અમને આ જાતપાતના ઝેરીલા ચક્રમાંથી બહાર કાઢશો

ઉત્તરની અપેક્ષા નથી માત્ર આ દિશામાં કઈક થાય તેવી અભ્યર્થના છે.

આપનો

પ્રશાંત દયાળ


22 comments:

 1. એક પત્રકાર ને શોભે એવી તર્કબદ્ધ દલીલો કરી છે પણ સૌથી પહેલા તો પત્રકારો અને છપાઓ માં છપાતી ખબરો નું વિશ્લેષણ કરવા ની જરૂર છે , આ વૈમંનષ્ય ફેલાવવા માં એમનો ફાળો ઓછો નથી , વાત રહી મંદિરો અને સાધુઓ ની ..સાધુ સંતો કે મંદિરો નું અપમાન કરી સામાજિક ઉથાન કરવાની વાતો બધા કરે છે ...મેથડ કોઈ પાસે નેથી ..બાકી સાધુ સંતો ને રાજ્કીય લોકો ની જેમ સમય ઉપર તાબોટા પાડવા ના કે છાતી ફૂટવા ની નો હોય જો પ્રશ્ન સામાજિક છે તો રાતો રાત કોઈ ને સ્ટેટમેન્ટ આપવાથી કંઇજ ફેર નથી પાડવાનો ...

  ReplyDelete
 2. એક પત્રકાર ને શોભે એવી તર્કબદ્ધ દલીલો કરી છે પણ સૌથી પહેલા તો પત્રકારો અને છપાઓ માં છપાતી ખબરો નું વિશ્લેષણ કરવા ની જરૂર છે , આ વૈમંનષ્ય ફેલાવવા માં એમનો ફાળો ઓછો નથી , વાત રહી મંદિરો અને સાધુઓ ની ..સાધુ સંતો કે મંદિરો નું અપમાન કરી સામાજિક ઉથાન કરવાની વાતો બધા કરે છે ...મેથડ કોઈ પાસે નેથી ..બાકી સાધુ સંતો ને રાજ્કીય લોકો ની જેમ સમય ઉપર તાબોટા પાડવા ના કે છાતી ફૂટવા ની નો હોય જો પ્રશ્ન સામાજિક છે તો રાતો રાત કોઈ ને સ્ટેટમેન્ટ આપવાથી કંઇજ ફેર નથી પાડવાનો ...

  ReplyDelete
 3. Aane kahevay modha Ma angala nakhi okavavu.... They are free to say anything or not....

  ReplyDelete
 4. santo no message to spasht j chhe...shanti thi, prem thi, sadachar thi jivan jivo....atyare je pan thai rahyu chhe te ganataripurvak nu rajkiy shadyantr chhe...je gujrat na election mate j chhe...je loko aa sant ma mane chhe, vishwas rakhe chhe, te aavi pravrutti thi ghana dur j hoy chhe...rajkiy rotala shekava aavta lokone tame aa patr lakhyo hot to vadhu saru hot....koi stri no balatkar thay to chhapa vada lakhe chhe...dalit stri no balatkar....are bhai, ema dalit kyathi aavyu? aa badhu bhagala karo ane raj karo teni ramat j chhe...ane mota bhag na loko aa jane j chhe...pan kahevay chhe ne ....ganda hai par dhandha hai yeh...

  ReplyDelete
 5. गुजरातमां जातीवाद नुं प्रमाण वघारे छे जेना प्रत्ये आपणा राजनेताओ घर्मगुरुओ मोट मोटा समाजीक कार्यकरो उद्योगपतीओ आ अंगे हंमेशा निश्क्रीयज जोवा मळे छे. खरेखर चींता करवा वाळा अग्रणी हवे रह्या नथी,गांघी नुं नाम वटावी रोटलो शेकवा वाळा धळा छे पण अफसोस नी वात छे के गांघीना साचा वारसो लुप्त थइ गया छे.

  ReplyDelete
 6. સમાજ વાત નો મર્મ સમજે તો પણ ઉના જેવી ઘટના ફરી નાં બને

  ReplyDelete
 7. This comment has been removed by the author.

  ReplyDelete
 8. Muraribapu k rameshbhai halni situation ma jaher ma statement aapi aa mudde kai kari sake em nathi. Desh na vadapradhan khud chup che ne.

  ReplyDelete
 9. वहा बाबा जबाब नही दे पयेंगे

  ReplyDelete
 10. वहा बाबा जबाब नही दे पयेंगे

  ReplyDelete
 11. GOOD HEART TOUCHING SUGGESTIONS

  ReplyDelete
 12. GOOD HEART TOUCHING SUGGESTIONS

  ReplyDelete
 13. અધોગતિનું મૂળ આપણી વર્ણવ્યવસ્થા જે જડબેસલાક આપણા DNA માં ઘૂસી ગયેલી છે.
  કોઈ માયનો લાલ આપણા કહેવાતા ધર્મધુરંધર તેમજ રાજકીય નેતામાંથી આગળ આવતો નથી. સાલો એક તો નીકળે કે જે એની માને બચ બચ ધાવ્યો હોય! બધા જ સાલા સાવ નમાલા બાટલીવાળા... and that include us too! SHAME!

  ReplyDelete
 14. Very easy to play the blame game in a very polished way by journalists also!!!

  ReplyDelete
 15. This comment has been removed by the author.

  ReplyDelete
 16. This comment has been removed by the author.

  ReplyDelete