Friday, August 5, 2016

ઉપ મુખ્યમંત્રી તો થઈ ગયા પણ નિતીનભાઈ અનામત નામના વાઘ ઉપરથી ઉતરશો કેવી રીતે ....

1990 ના વર્ષ સુધી ખાસ કરી ઉત્તર ગુજરાતના ચૌધરીઓ કોંગ્રેસ સાથે હતા, તે ગાળામાં નિતીન પટેલ પોતાની ગ્રુપ મિટીંગમાં પટેલ યુવકોને કહેતા હતા જુઓ ચૌધરીને અનામત મળી પણ પટેલોને કેટલો અન્યાય થાય છે,  આ સમયગાળામા નિતીનભાઈના ભાજપની સરકાર પણ ન્હોતી. મત લેવા માટે પટેલ યુવકોના મનમાં નાખેલુ એક બીજ ધીરે-ધીરે મોટુ થવા લાગ્યુ હતું, બીજી તરફ ચૌધરીઓને સમજાયુ કે શિક્ષણ વગર આપણો ઉધ્ધાર નથી, અને છેલ્લાં દોઢ દાયકામાં ચૌધરી યુવક -યુવતીઓ ખુબ ભણ્યા, આજે તમે મહેસાણાથી  પાલનપુર તરફ જતા આવતા કોઈ પણ ગામમાં ચાલુ કારે પથ્થર ફેકો  તો પાંચ શિક્ષકોને અચુક પથ્થર વાગશે, કહેવાનો હેતુ એટલો છે કે ચૌધરીઓ ભણ્યા માટે સરકારી નોકરીઓ મળી

પરંતુ બીજી તરફ ચૌધરીઓની સરખામણીમાં પટેલોમાં શિક્ષણનું  પ્રમાણ ઓછુ રહ્યુ, તેના પરિણામ સ્વરૂપ ખાસ કરી ઉત્તર ગુજરાતનો પટેલ યુવાનો વાગ્યુ કે તેમની સામે જ રહેતા ચૌધરીને નોકરી મળી પણ તેને નોકરી મળતી નથી, ભાજપે ઉભુ કરેલુ અનામતનું ભુત બાળક માટે મોટુ થવા લાગ્યુ હતું બીજી તરફ હવે ભાજપની સત્તા આવી ગઈ હતી, હવે ભાજપ માટે  અનામત  આભડછેટનો વિષય બની ગયો હતો. આનંદીબહેન બદનામ થાય તે માટે ભાજપના જ ઘણા નેતાઓને રસ હતો.

તા 15મી ઓગષ્ટ 2015નો દિવસ મને બરાબર યાદ છે, પટેલોની સભા અમદાવાદમાં થવાની હતી, તે જ દિવસ આનંદીબહેન પટેલે તમામ  અખબારોમાં એક મોટી જાહેરખબર આપી કહ્યુ હતું દેશનું બંધારણ મને આર્થિક પછાતોને અનામત આપવાની મંજુરી આપતુ નથી, પછી સ્થિતિ બગડી અથવા બગાડવામાં આવી, બહેનની નારાજગી વચ્ચે અમીત શાહે વિજય રૂપાણી પાસે આર્થિક અનામત આપવાની જાહેરાંત કરાવી દીધી, ખુદ ભાજપને પણ ખબર હતી કે બંધારણ અને કોર્ટ પણ આ બાબતને મંજુરી આપશે નહીં. અને તેવુ જ થયુ.

હવે અનામત નામના ભુતનો જયા જન્મ થયો તે મહેસાણામાંથી નિતીનભાઈ આવે છે જેવાનું રહ્યુ કે કઈ રીતે અનામત નામના વાઘ ઉપરથી ઉતરી શકે છે કે નહીં.

4 comments:

  1. Very True dear Prashantbhai."Hathna karya Haiye Vage"

    ReplyDelete
  2. Very True dear Prashantbhai."Hathna karya Haiye Vage"

    ReplyDelete
  3. I think New CM along with his colleagues have to find out some amicable solution of the burning issue of reservation otherwise the situation in the state may not remain silent

    ReplyDelete
  4. Prashantbhai date khoti lakhi che chek karo 15 august nohti 25 august hati..

    ReplyDelete