Wednesday, August 3, 2016

જેલની કોટડીમાં બેસીને અમીત ઘણુ આગળનું વિચારી રહ્યા હતા.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન થયા ત્યારથી તેમના જમણા-ડાબે આનંદીબહેન અને અમીત શાહ રહ્યા છે, અમીત અને આનંદીબહેન વચ્ચેનો અહંમનો ટકારવ નવો અને ખાનગી પણ રહ્યો નથી, બન્નેને જયારે પણ તક મળી છે ત્યારે બન્નેએ  એકબીજાનો હિસાબ કરવા માટે કઈ બાકી રાખ્યુ નથી, મોદીએ પણ એકબીજાના કટ્ટર દુશ્મન અને હરિફોને એક સાથે રાખી  બહુ કુનેહપુર્વક કામ લીધુ. મેં અનેક રાજકારણીઓ જાય છે, પરંતુ અમીત શાહ અન્ય રાજકારણીઓ કરતા અલગ છે, જયાં અન્ય રાજકારણી વિચારવાનું બંધ કરે ત્યાંથી ત્યાંથી તે વિચારવાનું શરૂ કરે છે, અમીત શાહ વર્તમાન તો ઠીક આવનાર દસ વર્ષ પછી શુ થશે તેના આધારે નિર્ણય કરે છે. 2010માં શૌહરાબઉદ્દીન એન્કાઉન્ટર કેસમાં સાબરમતી જેલની મહેમાનગતી પણ માણી આવ્યા છે, પણ જેલની બેરેકમાં બેસીને પણ તેમણે જે સોંગઠી મારી હતી તે આનંદીબહેન પટેલની કલ્પના બહારની હતી.

અમીત શાહ જેલમાં હતા, તે જ અરસામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી આવી હતી, સૌથી વધુ ફફડાટ અમીત શાહના ટેકેદારોમાં હતો, કારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રભારી મંત્રી તરીકે આનંદીબહેન હતા, સ્વભાવીક રીતે જ અમીત જેલમાં હતા અને બહેન પ્રભારીમંત્રી હતા, અમીત શાહના ટેકેદારોનો હિસાબ કરી નાખવાની બહેનના હાથમાં પુરી તક હતી, ભાજપના નેતાઓ અન્ય લોકો માટે તો ઠીક પોતાના લોકો માટે પણ એટલા જ ડંખીલા છે, જે પોતાની સાથે નથી, તે પોતાની સામે છે તેવુ તેઓ દ્રઢપણે માને છે.

અમીતના ટેકેદારોને ડર હતો કે કોર્પોરેશનની ચુંટણીમાં બહેન તેમની બાદબાકી કરી નાખશે, વર્તમાન રાજકારણના સંજોગો કહેતા હતા, બહેનને મળી લેવુ અનિવાર્ય છે. અમીત શાહના ટેકેદારો બહેનના એક વિશ્વાસુ નેતાને લઈ આનંદીબહેન પટેલને મળવા ગાંધીનગર ગયા, અપેક્ષીત હતું, તે બધુ જ થયુ, બહેને પેલા નેતાઓની ભુતકાળની બધી ઘટનાઓ યાદ કરાવી જાહેર સમારંભોમાં કઈ રીતે અમીતના ઈશારે તેમની અવગણના કરવામાં આવી ત્યાંથી લઈ બધુ જ કહ્યુ, બહેનને મળવા ગયેલા અમીતના ટેકેદારો પાસે માફી માગી વાત પુરી કરવા સિવાય કોઈ રસ્તો ન્હોતો.

બહેનને ગુસ્સો શાંત થયા પછી તેમના વિશ્વાસુ નેતાએ  અમીતના ટેકેદારો માટે ભલામણ કરતા કહ્યુ બહેન મોટુ મન  રાખો આ બધા અમીતના ટેકેદાર હોવાને કારણે તેમને ટીકીટ મળવામાં અન્યાય ના થાય તે જોઈ લેવા વિનંતી કરતી. આનંદીબહેન પોતાના વિચારોમાં સ્પષ્ટ હતા, તેમણે કહ્યુ જુઓ અમીતના માણસોને ટીકીટ મળે તે માટે હું ભાજપના કોઈ નેતાઓને ભલામણ કરીશ નહીં, પણ જો તેમને ટીકીટ મળતી હશે તો હું વાંધો લઈશ નહીં તેની ખાતરી આપુ છુ. સાથે બહેને અમીતના ટેકેદારને  રસ્તો પણ બતાડયો કે અમીત શાહ પોતાની ભલામણો મોકલાવે તેમા તમારૂ નામ હોય તે જોઈ લેજો.

બધુ સમુસુથરુ પાર પડયુ માની અમીતના ટેકેદારો રાજી થતાં બહાર નિકળ્યા, બે દિવસ પછી તે જ ટેકેદારો જેલમાં જઈ અમીતને મળી આવ્યા, સાથે પોતાને ટીકીટ મળે તે જોઈ લેવા વિનંતી પણ કરતા આવ્યા હતા, ભાજપની નેતાગીરીએ નક્કી કરેલા દિવસે અમદાવાદના કોર્પોરેશનની ચુંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી, તેમાં અમીત શાહના એક પણ જાણીતા ટેકેદારોના નામ ન્હોતો, જેઓ બહેનને મળવા ગયા હતા તેમના પણ નહીં, બધાને આધાત લાગ્યો. આનંદીબહેને ખાતરી આપ્યા પછી પણ અમીતના ટેકેદારોની બાદબાકી થઈ હતી.

આનંદીબહેનના વિશ્વાસુ નેતા જે બહેનના બંગલે અમીતના ટેકેદારોને લઈ ગયા હતા તેમને પણ આશ્ચર્ય થયુ હતું, અમીતના ટેકેદારો પેલા નેતાને મળવા ગયા, બહુ વિચાર કર્યા પછી પેલા નેતાઓ  બહેનને ફોન લગાડયો અને સંકોચ સાથે પુછયુ, બહેન હું જેમને લઈ આવ્યો હતો તે બધાની જ ટીકીટ કેમ કપાઈ ગઈ... બહેને ઠંડા કલેજે જવાબ આપ્યો જુઓ ભાઈ મેં કઈ કોઈની ટીકીટ કાપી નથી, પણ તમે એક કામ કરો અમીતભાઈએ જેલમાંથી એક યાદી મોકલાવી હતી , તમે શંકરને મળી લો તમને બધુ જ સમજાઈ જશે.

શંકર એટલે શંકર ચૌધરીની બહેન વાત કરતા હતા, શંકર ચૌધરી પાસે ત્યારે કોર્પોરેશનની ચુંટણી અને સંગઠનનો હવાલો હતો. આનંદીબહેન પટેલના વિશ્વાસુ નેતા અને અમીતના ટેકેદારો શંકર ચૌધરી પાસે ગયા ત્યાં સુધી બહેને શંકર ચૌધરીને ફોન કરી દીધો હતો. અમીતના ટેકેદારો આવતા જ ચૌધરીએ અમીત શાહે જેલમાંથી પોતાના ઉમેદવારોની યાદી મોકલાવી હતી તે તેમની સામે ધરી દીધી. યાદી વાંચતા જ અમીતના માણસોના ચહેરા ઉપરનું નુર ઉડી ગયુ. યાદીમાં પોતાના એક પણ ટેકેદારનું નામ ન્હોતુ, બધા જ નવા ચહેરાઓની અમીતને ભલામણ કરી હતી.

કોઈ નેતા પોતાના માણસોની ખસી કરી નાખે આવુ બને, પણ બન્યુ હતું, આવુ કેમ બન્યુ હવે આખો વિચાર અમીત શાહના મગજમાં ચાલતી રમતના આધારે કરવાનો હતો, અમીત શાહ કાબા રાજકારણી છે તેમને ખબર હતી કે પોતે જેલમાં છે, જો પોતાના માણસોને ટીકીટ મળે તો અમીત શાહ વગર પણ અમને ટીકીટ મળી શકે છે તેવો વિચાર પણ તેમના ટેકેદારોને આવે તો તેમને પોતાની વફાદારી બદલતા સમય લાગશે નહીં કારણ રાજકારણ અને વફાદારીને કઈ ખાસ નીસ્બત હોતી નથી, પણ જો પોતાના ટેકેદારોની ટીકીટ કપાય તો તેમને પહેલી શંકા આનંદીબહેન ઉપર જાય એટલે તેમનો પણ બહેન તરફનો ગુસ્સો એકબંધ રહે. આજે તો નહીં તો કાલે જેલની બહાર આવીશુ ત્યારે આપણા પોઠીયા આપણા જ રહેશે.

અમીતના બધા જ ટેકેદારો અમીત શાહે જેલમાંથી મોકલી યાદી જઈ, ભાજપ કાર્યાલયની બહાર નિકળ્યા ત્યારે લાગ્યુ કે આપણુ વિચારવાનું બંધ થાય ત્યાંથી અમીત શાહ વિચારવાનું શરૂ કરે છે.

15 comments:

  1. Its best example of political game and amit shah is master

    ReplyDelete
  2. Its best example of political game and amit shah is master

    ReplyDelete
  3. Jail no vanvas ane dosti ghanu badhu shikhvadi jay che

    ReplyDelete
  4. प्रशांतभाई बहुत समझनेवाला लेख ....

    ReplyDelete
  5. ઘણું જાણવા મળ્યું

    ReplyDelete
  6. ઘણું જાણવા મળ્યું

    ReplyDelete
  7. Maja aavi....pan have Sankar bhai nu su thase ???

    ReplyDelete
  8. By this article you narrated the quality of King and Kingmaker which Amit Shah is having

    ReplyDelete
  9. आँखे खोल दी ।

    ReplyDelete
  10. Can u please answet one question : Amit shah ni yaadi ma jemna naam na hata e badha pachhi pan Amit Shah na tekedar rahya ?

    ReplyDelete
  11. Can u please answet one question : Amit shah ni yaadi ma jemna naam na hata e badha pachhi pan Amit Shah na tekedar rahya ?

    ReplyDelete