Tuesday, August 16, 2016

જીજ્ઞેશ દલિત છે તો પછી મેવાણી અટક કેમ લખાવે છે....

માણસ સૌથી પહેલા કોઈના પ્રેમમાં પડે તો તે તેનો પોતાનો ચહેરો હોય છે, દરેક માણસને પોતાનો ચહેરો ગમતો જ હોય છે, ત્યાર બાદ માણસનો બીજો પ્રેમ તેનું નામ હોય છે. છેલ્લાં કેટલાય સમયથી મારા મનમાં દલિતો પોતાની અટક કેમ બદલે છે , તે વિષય ઉપર મારે લખવુ હતું, કારણ અટક બદલવાની વાત  પીડાદાયક હોય છે જે ઉપરની સપાટીથી સમજી શકાય તેવી નથી, પણ આજે સવારે મને મારા જ એક નજીકના પત્રકાર મીત્રનો ફોન આવ્યો તે પણ દલિત સમાજમાંથી આવે છે, મેં બે દિવસ પહેલા મારા બ્લોગ ઉપર જીજ્ઞેશને એક પત્ર લખ્યો હતો, તે તેણે વાંચ્યો હતો, એટલે હું જાણે જીજ્ઞેશનો પ્રવકતા હોઉ તે રીતે મને મીત્રતામાં પુછયુ.. તમારી જીજ્ઞેશવાળી પોસ્ટ મેં વાંચી. પણ મારો એક સવાલ તમને છે.

જીજ્ઞેશ દલિત આંદોલનનો ચહેરો અને નેતા છે તો પછી તે પોતાની અટક બદલી મેવાણી કેમ લખાવે છે. કદાચ આ પ્રશ્ન મને બીજી કોઈ જ્ઞાતીના મીત્રએ પુછયો હોત, તો ઓછો આધાત લાગતો પણ તે પોતે પણ જીજ્ઞેશના સમાજનો છે. છતાં તેના મનમાં આ પ્રશ્ન કેમ આવ્યો તેવુ મને લાગ્યુ, કારણ તમે અમદાવાદમાં રહો કે પછી અમરેલીમાં દલિત તરીકેની  પીડાનો પ્રકાર અલગ હોઈ શકે પણ પીડાની વેદના તો સરખી જ થવી જોઈએ. મેં પ્રશ્ન પુછનાર મીત્રને કહ્યુ કે ભાઈ જીજ્ઞેશ તારા  જેટલો બહાદુર અને હિમંતવાળો નથી, તુ આજે પણ તારી મુળ અટક પરમાર લખી શકે છે, પરમાર અટક લખ્યા પછી તને કેટલી તકલીફ પડતી હશે, અથવા તારી પીઠ ફરતા જ તારા અંગે કેવા શબ્દોનો પ્રયોગ થતો હશે તેની મને ખબર નથી.. મેં પરમાર-મકવાણા સેનવા વગેરે અટક ધરાવતી વ્યકિતઓ સાથે થતાં વ્યવહાર અને તેમના અંગે કહેવાતી કહેવતો સાંભળી છે અને જો ઈશ્વર હોય તો હું તેવા સમાજમાંથી આવુ છુ જયા અમને... તમારી જ્ઞાતીના લોકોને  ગાળ આપવાનો અધિકાર મળ્યો છે...

મારો પત્રકાર મીત્ર મારી કરતા ઉમંરમાં  નાનો છે, છતાં એક સારૂ લાગ્યુ કે તેની અંદર વિચારવાની અને પ્રશ્ન પુછવાની પ્રક્રિયા ચાલુ છે, મેં તેને અનેક ઉદાહરણ આપી સમજાવ્યુ કે ગુજરાતના કેટલાંય આઈએએસ અને આઈપીએસ અધિકારી કોલેજમાં ભણ્યા ત્યાં સુધી તેમની જુદી અટક હતી, પણ નોકરી મળ્યા પછી જયાં બધા જ અજાણ્યા લોકો વચ્ચે તેમને કામ કરવાનું હતું , જયાથી તેમની નવી ઓળખની શરૂઆત થવાની હતી ત્યાં તેમણે નવી અટક સાથે તેમની જીંદગીની શરૂઆત કરી હતી.જો કે તેમની જુની અટકે તેમનો પીછો છોડયો ન્હોતો, નવી અટક હોવા છતાં તેમના પરિચીતો જેમને ના ખબર હોય તેમને ઈન્ડીય આર્મીનું કોઈ સીક્રેટ કહેતા હોય તેેમ ખબર સાહેબ પહેલા પરમાર હતા હવે પટેલ થઈ ગયા.

જે દલિતોએ પોતાની અટક બદલી છે, તેમને ઈરાદો પોતાની ઓળખ છુપાવવા કરતા અટકને કારણે થતાં અપરોક્ષ અપમાન અને ધૃણાથી બચવાનો હતો, તમે પાકિસ્તાન જાવ અને તમારૂ નામ હિન્દુ હોવાને કારણે તમારે તમારી નવી ઓળખ ધારણ કરવી પડે તો સમજાય, પણ તમારા જ દેશમાં તમારા જ શહેરમાં તમારે નવા નામ સાથે જીવવુ પડે તો તે જીંદગી કેવી છે તેની કલ્પના કરી જુઓ. મે મારા મીત્રને સમજાવ્યુ કે પહેલા દલિત વ્યકિતીએ પોતાને ગમતુ નામ બદલ્યુ, પણ તે જે વિસ્તારમાં રહેતો હતો તેના કારણે તેની ઓળખ છતી હતી, એટલે તેનો ઉછેર જયાં થયો છે તે વિસ્તાર છોડી તે અમદાવાદના નારણપુરા, નવરંગપુરા અને સેટેલાઈટ વિસ્તારમાં રહેવા આવ્યો છતાં કયારેકને કયારેક તે વાત બહાર આવી ગઈ કે આપણી પડોશમાં પટેલ સાહેબ રહે છે તે ખરેખર પટેલ નથી હો.

અટક બદલવા પાછળનો જે તર્ક છે તેમાં આજે કોઈ દલિત પોતાની અટક બદલી નાખે તો તેને ચોક્કસ તરત  કોઈ લાભ થતો નથી, છતાં તેના સંતાનો અને પૌત્રોને તેના લાભ અચુક થવાનો છે. સતત ત્રણ પેઢીઓ સુધી નવી અટક ચાલતી રહેશે તેના કારણે આવનારી ત્રીજી પેઢીને તેની પડોશમાં રહેતો પટેલ-મેવાણી-પંડયા અને મેકવાન કોણ છે, તેનું ગોત્ર કયુ છે તેની ખબર જ પડશે નહીં, ત્યારે જે પુર્વજોએ અટક બદલી તેનું ફળ મળશે તેવુ મને લાગી રહ્યુ છે.

મેં મારા મીત્રને પુછયુ આજે તને પ્રશ્ન થયો કે જીજ્ઞેશ દલિત હોવા છતાં  મેવાણી અટક લખે છે તેની સામે તારો વાંધો છે, તો તુ અનેક વર્ષોથી પત્રકાર છે છે ત્યારે આ પ્રશ્ન તે કોઈ આઈએએસ અથવા આઈપીએસ અધિકારીને કેમ પુછયો કે સાહેબ તમે અટક કેમ બદલી છે. તેણે કહ્યુ મેં એક આઈએએસ અધિકારીને આ પ્રશ્ન પુછયો હતો, પણ તેમણે મને જવાબ આપ્યો નહીં, માટે આ પ્રશ્ન તમે પુછી રહ્યો છુ. મેં કહ્યુ જો ભાઈ મને વાગ્યુ છે, એટલે મેં પાટો બાંધ્યો છે, પાટો જોઈ તુ મને પુછે કે વાગ્યુ છે, હું હાભાઈ મને વાગ્યુ છે, તુ કહે પાટો ખોલી બતાડો.. એટલે હું પાટો ખોલી મારો ઘા બતાડુ.. એટલે તુ મારા ઘામાં આંગળી ખોસી પુછે કે દુખે છે.. તો અટક બદલવાની વાત અને તે અંગે તેને પ્રશ્ન પુછવાની વાત આટલી જ પીડા દાયક છે, હું દલિત છુ તેની કોઈને ખબર પડે નહીં માટે મેં અટક બદલી હવે મેં અટક કેમ બદલી તે પુછી ફરી તુ મને દલીત હોવાની ફરી  યાદ આપવાની કેમ દુખી કરવા માગે છે.

થોડા દિવસ પહેલા મુંબઈ રહેતા પત્રકાર મીત્ર દિપક સોલીયા સાથે આ મુદ્દે ચર્ચા થઈ, તેણે કહ્યુ મને લાગે છે કે બહુ ઓછા દલિતો પોતાની અટક બદલે છે, તેના કારણે તેઓ ખાનગી રહેતા નથી, પણ મને લાગે છે, દેશના બધા જ દલિતોએ એક સાથે તેમની અટક બદલી નાખવી જોઈએ, પછી લોકોને કહેવાનું ચાલો હવે અમને ઓળખો. આ તો વાત થઈ જીજ્ઞેશની અટકની, પણ જીજ્ઞેશ સામે અન્ય કેટલાંક વાંધોઓ પણ મારા મીત્રોને છે. જે દિવસે મેં જીજ્ઞેશ અંગે લખ્યુ તેની થોડીક જ મિનીટોમાં મારા એક મીત્રનો ફોન આવ્યો.. પ્રશાંતભાઈ તમે બરાબર કરતા નથી , તમે જીજ્ઞેશને માથે ચઢાવો છે.. હું કઈ જ સમજયો નહીં, મેં કહ્યુ માથે હું કઈ રીતે તેને માથે ચઢાવુ, મને ફોન કરનાર જીજ્ઞેશનો પણ સારો મીત્ર છે, અને તે બન્ને સમવશ્યક છે.

તેણે કહ્યુ તમે ખબર છે જીજ્ઞેશ 2017મી મટીરીયલ છે, તમે જો જો તે વિધાનસભાની ચુંટણી લડશે. મેં કહ્યુ  કે પહેલી વાત હું જે કઈ આજે લખી રહ્યો છુ તે દલિત આંદોલનના સંદર્ભમાં લખી રહ્યો છુ, વાત નંબર બે, જીજ્ઞેશ 2017ની ચુંટણી લડે અથવા લડવા માગે છે તો તેની સામે આપણને  કઈ વાંધો હોવો જોઈએ નહીં , કારણ છગનભાઈ-મગનભાઈ ચુંટણી લડે અને જીજ્ઞેશ પણ લડે તેમાં આપણે કયાં દુખી થવાની જરૂર છે, પણ તે બધુ જ 2017ની ચુંટણીને ધ્યાનમાં રાખી કરી રહ્યો છે તેવી શંકાને આધારે હું તેને આજે દંડા મારૂ તે મને વાજબી લાગતુ નથી, માની લો કો જીજ્ઞેશનો ઈરાદો ચુંટણી જ લડવાનો છે તો પણ પાંચમુ પાસ   શિક્ષણમંત્રી થઈ શકતા હોય તો જીજ્ઞેશ મેવાણી તો વધુ ભણેલો છે, તે મંત્રી થાય તો હમણાં કરતા તો કઈક સારૂ જ થશે.

17 comments:

  1. દાદા, આ વિષય પર પ્રકાશ પાડયો તે બદલ આભાર

    ReplyDelete
  2. દાદા, આ વિષય પર પ્રકાશ પાડયો તે બદલ આભાર

    ReplyDelete
  3. સરસ,જરૂરી અને સચોટ!

    ReplyDelete
  4. સરસ,જરૂરી અને સચોટ!

    ReplyDelete
  5. अगर जिग्नेश की लंबी यात्रा कुर्सी पर ही खत्म होने वाली है तो मुलायम,मायावती और जिग्नेश में क्या फर्क होगा प्रशांत भाई़॥ २०१७ में जिग्नेश के हिस्से में मान लीजिए कोई कुर्सी आ भी जाए दलित समाज के हिस्से में तो हमेशा की तरह धोखा और शोषण ही आएगा। जैसे यूपी में मायावती के इतने दिन तक सीएम रहने के बाद भी क्या बदला। प़ बंगाल में २५ साल तक वामपंथियों के शासन के बावजूद कितनी गरीबी खत्म हुई।

    ReplyDelete
  6. अगर जिग्नेश की लंबी यात्रा कुर्सी पर ही खत्म होने वाली है तो मुलायम,मायावती और जिग्नेश में क्या फर्क होगा प्रशांत भाई़॥ २०१७ में जिग्नेश के हिस्से में मान लीजिए कोई कुर्सी आ भी जाए दलित समाज के हिस्से में तो हमेशा की तरह धोखा और शोषण ही आएगा। जैसे यूपी में मायावती के इतने दिन तक सीएम रहने के बाद भी क्या बदला। प़ बंगाल में २५ साल तक वामपंथियों के शासन के बावजूद कितनी गरीबी खत्म हुई।

    ReplyDelete
  7. સરનેમ બદલવી એ જ કદાચ આખરી ઉપાય હોય તો દલિતોને આજે પણ પીઠ પાછળ કુલડી લગાવી ને ફરવું પડત....કારણ કે ડો.બાબા સાહેબ આબેંડકરે પોતે સરનેમ બદલી દીધી હોત તો.....અને આજના સમયમાં દલિતોને બાબા સાહેબે જે પીડા વેઠી છે તેટલી તો નથી જ વેઠવી પડી..તો શા માટે સરનેમ બદલવી પડે..અને તમારી સરનેમથી કોઇને તકલીફ હોય તો તમારા કામથી એનુ મોંઠું બંધ કરવાની હિંમત રાખો....જય ભીમ ..સંઘર્ષ એ જ ઉપાય....

    ReplyDelete
    Replies
    1. I think Babasaheb had also changed his surname to respect his teacher Mr. Ambedkar.

      Delete
  8. આપના જવાબની પ્રતીક્ષા રહેશે દાદા....

    ReplyDelete
  9. સરનેમ બદલવામાં કાઈ ખોટુ નથી પણ પછી નવી સવર્ણ સરનેમ મુજબ અનામત છોડશે ?
    .
    બીજુ કે સરનેમ બદલાવીને એ જ જાતી વિરૂદ્ધ ઝેર ઓકે ત્યારે ગામ ગલત માર્ગે દોરાય . લોકોને એમ થાય કે પોતાની જાતિનો બોલે છે તૌ કૈંક સત્ય હશે. સરનેમ સાથે સંસ્કારો બદલવાની પણ જરુર છે.

    ReplyDelete
  10. Bhai Aapni moti bhul that che dalito Ni mil Atak Parmar .makvana nathi please te visay par jara purtu knowledge melvi pachi post karo.Aapna Adhura knowledge Ni advertising na karo please

    ReplyDelete
    Replies
    1. Parmar, solanki,makwana,vaghela,zala, patel,joshi,bhatt...all these surnames are common in dalits of gandhinagar

      Delete
    2. Parmar, solanki,makwana,vaghela,zala, patel,joshi,bhatt...all these surnames are common in dalits of gandhinagar

      Delete