Saturday, July 16, 2016

મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાવ કહેનારે પણ દેશના બંધારણને માન આપવુ પડશે

આ વિડીયો ફુટેઝ કદાચ તમે પહેલા જોયો હશે, તો પણ એક વખત ફરી  જોઈને પછી પોસ્ટ  વાંચવાની શરૂઆત કરવી.

 આ વિડીયો ફુટેજ હું અનેક વખત જોઈ ગયો.. મનમાં અનેક સવાલો ઉભા થયા.. આધાત તે વાતનો હતો કે આ ફુટેજ ગુજરાતના ઉના પોલીસ સ્ટેશનની બહારના હતા., પોલીસ સ્ટેશન બહાર જ કોઈ આ પ્રકારનું કૃત્ય આચરે અને પોલીસ અધિકારી પોલીસ સ્ટેશનની બહાર પણ ફરકે નહીં , આવુ તો કેવી રીતે બને. પણ બન્યુ માટે જ આ વિડીયો વાયરલ થયો. જેમને આ ઘટનાની ખબર નથી તેમના માટે થોડીક વાત કરી દઉ, ઉના પાસે કેટલાંક હિન્દુ દલીત  જ્ઞાતિના લોકો.. યાદ રહે તેના માટે ફરી લખુ છુ હિન્દુ દલીત જ્ઞાતિના લોકો મરેલા ઢોરને લઈ ગામ બહાર ગયા . તે તેમને વારસામાં મળેલો વ્યવસાય છે, મરેલા ઢોરનું ચામડુ ઉતારી તેનો વેપાર કરે છે.
જો કે  આઝાદીના આટલા વર્ષો બાદ પણ કોઈ એક ચોક્કસ જ્ઞાતિના લોકોને આ વ્યવસાય કરવો પડે તે જુદો ચર્ચાનો વિષય છે, તે ઉપર વાત કરતા નથી, પણ મરેલા ઢોરનું ચામડુ ઉતારી રહ્યા હતા ત્યારે એક કારમાં કેટલાંક યુવકો ત્યાં આવી પહોંચ્યા, તેમની કાર ઉપર પ્રમુખ શીવસેના તેવી પ્લેટ પણ લાગેલી હતી, પોતે ગૌરક્ષક હોવાનો દાવો કરતા આ સેના સૈનિકોએ દલીત  જ્ઞાતિના લોકોનેા  મારવાની શરૂઆત કરી, પછી તેમને કારની પાછળ બાંધી મારતા મારતા ઉના પોલીસ સ્ટેશન લઈ આવ્યા, આ સૈનિકો પોતાને કાયદાના ઠેકેદાર ગણાવી રહ્યા હતા, જયારે જેમના શીરે કાયદાની જવાબદારી છે તેવી પોલીસ નિંભર બની સુઈ રહી હતી.
શીવ સૈનિકનો દાવો હતો કે આ યુવકો ગૌમાંસનો ધંધો કરતા હતા, જો કે તે હકિકત સાવ જુઠ્ઠી હતી, આ તો અલ્લાહએ સૈનિકોનો આભાર માનવો પાડે   કે આ બધા ચમાર જ્ઞાતિના હિન્દુ  યુવકો  હતા, જો તે મુસ્લિમો હોત તે તેમની સાચી વાત પણ કોઈ સાંભળતુ નહીં. અને ટોળાને તેડાની જરૂર ન્હોતી, મોટી સંખ્યામાં મારા અને તમારા જેવા ગાય બચાવવા મેદાનમાં ઉતરી પડતા અને એક ગાયને બચાવવા માટે કેટકેટલાય માણસોના જીવ લઈ લેતા. માની લો કે આ યુવકોએ કાયદાનો ભંગ કર્યો હોત તો પણ તેમને સજા  આપવાની સત્તા કાયદા સિવાય કોઈને મળતી નથી, આપણા દેશમાં રોડછાપ ગુંડાઓને નેતા થવા માટે ગૌવંશ અને લવજેહાદ વિષયને કારણે સરેઆમ રસ્તામાં કોઈને પીટવાનો પરવાનો મળી ગયો હોય તેવુ લાગે છે.

આ મામલે હોબાળો થતાં પોલીસ હિન્દી સિનેમાની જેમ છેલ્લે આવી, ચમાર યુવકોને બહેરહમીપુર્વક પીટનાર સામે ગુનો દાખલ કર્યો, પણ હવે એક નવા સવાલ ઉભો થયો, રાજય સરકારે જાહેરાંત કરી કે કાયદા પ્રમાણે ભોગ બનનાર યુવકો છે તેમને કાયદાની જોગવાઈ પ્રમાણે ચાર-ચાર લાખનું વળતર ચુકવવામાં આવશે. ગુનો કોઈ કરે અને સરકાર આપણા ખીસ્સામાંથી વળતર ચુકવે આ કેવો ન્યાય. ખરેખર તો કાયદામાં એવી જોગવાઈ કરવાની જરૂર છે કે આ પ્રકારના અત્યાચાર કરનારાના  ખીસ્સામાંથી ભોગ બનનારને વળતર ચુકવવુ જોઈ અને જો તેની પાસે પૈસા ના હોય તો તેમની મિલ્કત કબજે કરી તેને વેંચી પૈસા વસુલ કરવા જોઈએ.

 વારે-તહેવારે મુસ્લિમો પાકિસ્તાન જાવ તેવા નારા લગાવનારી ફોજ  આપણે ત્યાં  બહુ મોટી છે, અને જે લોકો આ ફોજમાં સામેલ નથી તેવા ખાનગી સૈનિકોની સંખ્યા પણ આપણે ત્યાં મોટી છે. પણ મુસ્લિમોને પાકિસ્તાન જવાની સલાહ આપતા લોકોએ સમજી લેવાની જરૂર છે, ભારત માટે તેનું બંધારણ ગીતા અને કુરાનની બરોબરીમાં આવે છે, એટલે જે હિન્દુ પણ દેશના બંધારણને માન આપતો નથી, તેમને પણ ભારતમાં રહેવાનો અધિકાર નથી, તેમણે પણ તેમના માટે કોઈ નવા દેશનું સરનામુ શોધી લેવાની જરૂર છે..

જલીયાવાલા બાગમાં જનરલ ડાયરે ગોળીઓ વરસાવી ત્યારે તે કોઈ એક કોમના લોકો માટે ન્હોતી તે ભારતીયો માટે હતી, 1971ની લડાઈમાં પાકિસ્તાનની સત્તર-સત્તર ટેંકોને સફાયો કરી શહિદ થયેલો અબ્દુલ હમીદ મુસ્લિમો માટે નહીં પણ ભારત માટે લડયો હતો, અમદાવાદમાં કોમી તોફાનમાં શહિદ થયેલા વસંત-રજબ પણ ભારત માટે દેશની અંદર થયેલા શહિદો છે, ઉના જેવી ઘટના ઘટે ત્યારે ભારત માતા કી જય બોલનારો નેતાઓ દેશને શરમજનક સ્થિતિમાં મુકનાર લોકોને સજા થાય તે માટે ઉત્સાહ બતાડવો પડશે.
મુસ્લિમોને પ્રેમ કરવાની વાત તો દુર પણ જે દેશમાં લોકો આટલા વર્ષો બાદ પણ હરિજનો અને આદિવાસીને સ્વીકારી શકતા નથી તેવા ભારત દેશના તમામના પરિવારમાંથી એક-એક વ્યકિત ચંદ્ર ઉપર જશે તો પણ તેવા વિકાસનો કોઈ અર્થ નથી. ઘણી વખત ડીસકરવરી ચેનલ ઉપર એક બકરા-કુતરાને બચાવવા માટે રેસકયુ ટીમ હેલીકોપ્ટર લઈ આવી તેવા દર્શ્ય જોઈ આપણે કહીએ છીએ કેટલો મહાન દેશ છે, પણ હું કહીશ દેશ મહાન હોતો નથી, પણ મહાન માણસો પોતાના દેશને મહાન થવાનું ગૌરવ આપે છે

18 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. Vah Prashant Bhai vah - Aaje sachi ane Satya hakikat lakhvani Himmat joi lidhi.

    ReplyDelete
  3. Pasha kaka tamari vat sarkar e dhyan ma leva jevi khari. K dhamal koi kare ne paisa praja na Jay. Te na chale. Vikas mate Jo atla paisa vapre to kadach Ghana badha problem solve Thai Jay..hardik dwara je dhamal Thai tena paisa pan eni pase thi vasul karo nahiter pachi jail ma nakho ene....

    ReplyDelete
  4. Pasha kaka tamari vat sarkar e dhyan ma leva jevi khari. K dhamal koi kare ne paisa praja na Jay. Te na chale. Vikas mate Jo atla paisa vapre to kadach Ghana badha problem solve Thai Jay..hardik dwara je dhamal Thai tena paisa pan eni pase thi vasul karo nahiter pachi jail ma nakho ene....

    ReplyDelete
  5. सच है साहब आज के ये लोग आंख अॉंख के अन्धे नही दिमाग के अन्धे है.

    ReplyDelete
  6. सच है साहब आज के ये लोग आंख अॉंख के अन्धे नही दिमाग के अन्धे है.

    ReplyDelete
  7. All citizens of this great country in which there is a unity in diversity are abide by the norms of constitution.Hence respected citizens of this nation should think twice before giving any opinions.This I learnt from this article

    ReplyDelete
  8. All citizens of this great country in which there is a unity in diversity are abide by the norms of constitution.Hence respected citizens of this nation should think twice before giving any opinions.This I learnt from this article

    ReplyDelete
  9. All citizens of this great country in which there is a unity in diversity are abide by the norms of constitution.Hence respected citizens of this nation should think twice before giving any opinions.This I learnt from this article

    ReplyDelete
  10. All citizens of this great country in which there is a unity in diversity are abide by the norms of constitution.Hence respected citizens of this nation should think twice before giving any opinions.This I learnt from this article

    ReplyDelete
  11. Beshak dada, kayado kayadanu kaam kare chhe. Darek nagrike desh na bandharan par vishvas rakhvo pade. Gau raksha mate pan kayado banelo chhe chhata maramari thai rahi chhe. Kyarek jivdaya na naame fakt shanka na aadhare pan gundagiri thati jova male chhe. Ketlak varsh pahela Mundra(kutch) ma vaachharda lai jata muslim vrudhh ni nagn karine dholai karai hati. Bicharaye panchayat nu lakhaan bataavyu . pan ko manyu nahi. Humlakhoroe daheshat felavava eno vedio pan viral karyo. Ema VHP no ek agevan pan aaropi hato.....
    Muslimo ne bharat ma kattarvadi kahevani feshion sharu thai chhe pan koi musalman daaru ke jugaar virodhi zumbesh chalaavav mate jange chadyo nathi. Jyareke islam ma daaru-jugaar ni sakht manaai chhe. Pan Bharat no muslim bandharan ma vishvaas raakhe chhe, kayada ma maane chhe. Chhata 'pakistan chalya javanu' mahenu kem marvama aave chhe e samjatu nathi . Saru chhe RSS, VHP jevu muslimonu koi sangathan nathi.

    ReplyDelete