Sunday, July 10, 2016

લાશોની તસ્વીર વેંચીને મળેલા પૈસાનું આપણા ઘરમાં કોઈ સ્થાન નથી.

26 જાન્યુઆરીનો દિવસ હતો, મને  ભુજમાં એક ગૃહપ્રવેશના પ્રસંગે વિડીયોગ્રાફી કરવાનો કોન્ટ્રાકટ મળ્યો હતો, પ્રસંગ ચાલી રહ્યો હતો અને તે પ્રસંગને કચકડે કંડારી રહ્યો હતો, ત્યાં જ જમીન અને મકાનો સહિત બધુ જ ધ્રુજવા લાગ્યુ,  પહેલા તો કઈ સમજાયુ જ નહીં, પણ ક્ષણમાં પત્તાના મકાનો હોય તેમ એક પછી એક મકાનો જમીન દોસ્ત થવા લાગ્યા, મને સમજતા વાર લાગી નહીં આ સદીનો ભયાનક ભુકંપ હતો, ખબર નહીં ત્યારે મારી અંદર હિમંત અને સમજ કયાંથી આવી, હું આખો દિવસ પાગલની જેમ ભુજની ગલીમાં દોડતો રહ્યો, મારો વિડીયો કેમેરા ચાલુ હતો, મેં ભુજને ધરાશય થતાં મારા કેમેરામાં કેદ કરી લીધુ હતું આ શબ્દો ભુજમાં જ ફોટો સ્ટુડીયો ચલાવતા ફોટોગ્રાફર પરેશ કપટાના છે

અત્યંત સામાન્ય આર્થિક સ્થિતિમાં રહેતા પરેશ કપટાનું મકાન પણ રહ્યુ હતું તે પોતાના આખા પરિવાર સાથે સરકારી તંબુમાં રહેવા આવી ગયા હતા. પરેશ કહે છે મેં જે શુટીંગ કર્યુ તે કેટલુ મહત્વનું હતું તેનો મને અંદાજ ન્હોતો, મારે મન તે એક સામાન્ય ઘટના હતી, પણ ભુકંપના ચાર-પાંચ દિવસ બાદ ભુજમાં અનેક ટીવી પત્રકારો આવી પહોંચ્યા હતા, જેમાં વિદેશી ટીવી ચેનલના ગોરા પત્રકારો પણ હતા, તેમને જોવા માટે લોકો ટોળે વળતા એટલે પોલીસ લાઠી વીઝી તેમને ભગાડતી હતી, હું પણ ત્યાં હતો, મને કઈ સમજ પડતી ન્હોતી, પણ એક પરિચીત પોલીસ અધિકારી સાથે મે વાત કરી મેં કહ્યુ કે જો આ ગોરા પત્રકારોને હું કઈ મદદ કરી શકુ તો મારી પાસે પાસે કેટલાંક વીડીયો ફુટેજ છે, પેલા પોલીસ અધિકારીઓ પોતાની અંગ્રેજી ભાષામાં ગોરા પત્રકારને મારી વાત કરી.

પહેલા તો ગોરો પત્રકાર મને ઉપરથી નીચે સુધી જોઈ રહ્યો તેને લાગ્યુ કે આ સામાન્ય ફોટોગ્રાફર શુ મદદ કરી શકે, તેને ખાતરી થાય એટલે મેં મારા વિડીયો કેમેરાના નાના સ્ક્રીન ઉપર તેને કેટલાંક દર્શ્ય બતાડયા, અને તે એકદમ ઉછળી પડયો, તે મારા હાથ પકડી મને નજીકમાં આવેલા તેના તંબુમાં લઈ ગયો, તેણે કેટકેટલાંક કાગળો ઉપર મારી સહીઓ કરાવી, મારા વિડીયો ફુટેજ મારી પાસેથી લીધા અને બદલામાં મારા હાથમાં ડોલરોનું એક બંડલ થમાવી દીધુ. ત્યારે તે પણ ખબર ન્હોતી કે રૂપિયા આ ડોલરની કિમંત કેટલી હશે.

ડોલરનું બંડલ લઈ હું મારા તંબુમાં આવ્યો, મારા હાથમાં ડોલર જોઈ મારી પત્ની પ્રિતીએ પુછયુ કોણે આપ્યા.. મેં તેને વિગત વાગ બધી વાત સમજાવી તે ઉછળી પડી અને મને ઉંચા અવાજે કહ્યુ લાશોના ફોટો વેંચી મળેલા પૈસાનું મારા ઘરમાં કોઈ સ્થાન નથી, હું અચંબામાં પડી ગયો, અમારી પાસે જ ઘર ન્હોતુ, આવતીકાલે સવારે અમારે શુ થવાનું છે તેની મને પણ ખબર ન્હોતી, પણ પ્રિતી પૈસા લેવાની ના પાડી રહી હતી, મને અંદરથી તો તેની વાત સાચી લાગતી હતી. હું કઈ બોલ્યો નહીં મેં તે ડોલર તેમજ મુકી રાખ્યા, ભુજ ધીરે ધીરે થાળે પડવા લાગ્યુ, બેન્કો પણ શરૂ થઈ, હું તે ડોલર લઈ બેન્કમાં ગયો તે ભારતીય ચલણમાં પુરા દસ લાખ હતા, મેં તેનું એક અલગ  એકાઉન્ટ ખોલાવી તેમાં તે રકમ જમા કરાવી, પછી તો એવુ થવા લાગ્યુ કે જયારે પણ પેલી વિદેશી ચેનલ કોઈ સમાચારમાં મારા ફુટેજનો ઉપયોગ કરે તો તે પેટેની રોયલ્ટી મારા એકાઉન્ટમાં જમા કરાવી દેતી.

પણ મારે મન તે પૈસાનું શુ કરવુ તે એક પ્રશ્ન હતો, આખરે એક વિચાર આવ્યો અને ભુજમાં અનાથ થયેલા અથવા જેના મા-બાપ ગરીબ છે તેવા બાળકોને આ રકમમાંથી ભણાવવાની શરૂઆત કરી, ભુકંપ ભલે ભયાનક હતો, પણ મારા વિડીયો શુટીંગને કારણે ગરીબ બાળકો સુધી શિક્ષણ પહોંચ્યુ તેનો મને સંતોષ છે, પરેશ કપટાના નાનકડા એક યજ્ઞને કારણે એક ડઝન કરતા વધુ બાળકો શિક્ષણ પુરૂ કરી સરકારી નોકરી મેળવી ચુકયા છે, મેં જયારે પરેશને તે બાળકો પૈકી કેટલાંક બાળકોના નામ લખવાની પરવાનગી માંગી ત્યારે તેણે કહ્યુ ના હું તેમને  નામ જાહેર કરી  બીચારા અને ગરીબની કતારમાં ઉભા રાખવા માગતો નથી.

આજે પરેશ કચ્છના અનેક નાના મોટા અખબાર માટે પણ ફોટોગ્રાફી કરે છે, મેં પરેશ અંગે ભુજના કેટલાંક અગ્રણીઓને પુછયુ ત્યારે તેમણે મને એક નવો શબ્દ આપ્યો અને તેમણે કહ્યુ પરેશ કપટા એટલે પત્રકારત્વનો સાધુ....મને લાગે છે કે વધુ નહીં તો કઈ નહીં પણ દરેક રાજયમાં પત્રકારત્વનો એક સાધુ હોય તો પણ ઘણુ થઈ શકે તેમ છે.

19 comments:

 1. Dada.. patrakaro ni duniya ma tamara jeva bija sadhu o pan chhe..salute chhe..pareshbhai ane prasantbhai ne

  ReplyDelete
 2. Dada.. patrakaro ni duniya ma tamara jeva bija sadhu o pan chhe..salute chhe..pareshbhai ane prasantbhai ne

  ReplyDelete
 3. bhale game te hoy,
  pan Dada is NO-1

  ReplyDelete
 4. Paresh ne Salute!
  This is the value of our people.
  Very inspirational article.
  Thanks
  Ramesh Savani

  ReplyDelete
 5. Speechless ...! I personally had experenced that Earth Quake and heard the story of Paresh Kapta but this emotional and human portion of story has came in the light today ..!

  ReplyDelete
 6. We salute this photographer. He took a wise decision. It was better to use this money for those in need rather than refusing it outright.

  ReplyDelete
 7. Not only in this country but In the world there are few people like Paresh and Prashant due to their excellent work for the welfare of people the world is existing today.

  ReplyDelete
 8. Not only in this country but In the world there are few people like Paresh and Prashant due to their excellent work for the welfare of people the world is existing today.

  ReplyDelete
 9. પરેશ કપટાની સાથે સાથે તેમની પત્ની પ્રિતીબહેન પણ સલામને તેટલી જ હક્કદાર છે. તમે આવું લખતા રહો જેથી બીજા લોકો પણ આવું કંઇક કરવાનું શીખી શકે.

  ReplyDelete
 10. પરેશભાઈ નો મોબાઈલ નંબર હોય તો આપવા વિનંતી...ભરૂચ થી જગદીશ સેડાલા...ફોટોગ્રાર એશોસીએશન મેમ્બર...મારો નંબર 98241 90526 છે...

  ReplyDelete