Tuesday, July 26, 2016

દલીત અને મુસ્લીમોને પહેલી વખત સમજાયુઃ સરકાર અને સમાજ બન્ને મુરખ બનાવે છે.

ગુજરાતમાં કોમી તોફાનો કઈ નવા નથી, દરેક દસકમાં તોફાનો થયા છે, અને તોફાનમાં માર્યા જનાર મોટા ભાગના દલીત અને મુસ્લીમો હતા, અમદાવાદની ભુગોળનો ધ્યાનમાં લઈ તો દલીતો અને મુસ્લીમો નજીક નજીક રહે છે, આમ બન્ને પડોશી રહ્યા છે, પણ તોફાન શરૂ થાય એટલે બન્ને કોમના લોકો એકબીજાને મારી નાખવા માટે તત્પર રહે છે. દલિત અને મુસ્લીમને બાદ કરતા અન્ય કોમના લોકો છે, જેમાં ઓબીસી અને સવર્ણો  કયારેય પસંદ કરતા નથી કે તેમની પડોશમાં દલિત અથવા મુસ્લીમ રહેવા આવે. 2002ના થયેલા તોફાનોમાં અમદાવાદમાં એક હજાર જેટલાં લોકો માર્યા ગયા હતા, જેમાં સરકારી આંકડા પ્રમાણે 937 વ્યકિતઓ દલીત અથવા મુસ્લીમ કોમની હતી, બાકીના 63 જ ઉચ્ચ વર્ણના અને ઓબીસી જ્ઞાતીના હતા.

બીજી તરફ 2002ના તોફાનમાં પકડાયેલા અને સજા પામેલા મોટા ભાગના આરોપીઓ ઉચ્ચ વર્ણ અને ઓબીસી જ્ઞાતિના હતા, અમદાવાદના સૌથી મોટા બે હત્યાકાંડ નરોડા અને ગુલબર્ગમાં બે-ચાર આરોપીને બાદ કરતા બધા ઓબીસી જ્ઞાતિના હતા, ચિત્ર બહુ સ્પષ્ટ હતું, પણ આ વાત સમજતા ગુજરાતના દલિતો અને મુસ્લીમોને સમજતા સાત દાયકા લાગી ગયા. ઉનાની ઘટના બાદ દલિતો પોતાના હક્ક અને થઈ રહેલા અન્યાય માટે બહાર આવ્યા ત્યારે તેમના સમર્થનમાં પહેલી વખત સુચક રીતે મુસ્લીમો પણ બહાર આવ્યા, અમદાવાદ, પાટણ અને કચ્છમાં મુસ્લીમોએ કલેકટરને આવેદનપત્ર આપી દલિતોને થઈ રહેલા અન્યાય સામે દલિતોનું સમર્થન કર્યુ.

કોઈ પણ સભ્ય સમાજ માટે એક રીતે સારી નિશાની છે, બીજાની પીડાને પોતાની પીડા સમજી મુસ્લીમો બહાર આવ્યા તે સારી બાબત છે, ખરેખર  બ્રાહ્મણ, પટેલ અને જૈનોની પણ વિશાળ રેલીઓ નિકળવાની જરૂર હતી, તેવુ થયુ નથી ખેર તેનો અફસોસ કે નિરાશ થવાની પણ જરૂર નથી, આજે દલિતોની પીડામાં ભાગીદાર થવાની મુસ્લીમોએ તૈયારી બતાડી, તે પ્રસંશાને પાત્ર છે, આવતીકાલે બીજા સમાજના લોકો પણ બહાર આવશે, હું આશાવાદી છુ.

પણ સવાલ એવો હતો કે કઈ રીતે કોમી તોફાનમાં એકબીજાના લોહી તરસ્યા દલીત - મુસ્લીમો એક મુદ્દે બહાર આવ્યા, બંધના એલાનના દિવસે અમદાવાદના જુહાપુરાની અનેક દુકાનો બંધ રહી હતી, ત્યાં કોઈ દલીત બંધ કરવા નિકળ્યો ન્હોતો. આવા જ એક બંધને અગાઉ પણ મુસ્લીમો ટેકો આપી ચુકયા છે. આશારામના આશ્રમમાં દિપેશ-અભિષેકના શંકાસ્પદ મોત બાદ આપેલા બંધના એલાનને આખા અમદાવાદના મુસ્લીમોએ ટેકો આપી સ્વંયભુ બંધ પાળ્યો હતો. ત્યારે પણ મુસ્લીમો માટે દિપેશ-અભિષેક હિન્દુ બાળકો ન્હોતા, માત્ર બાળકો હતા.દાઢી અને ટોપી પહેરતા મુસ્લીમોને જોઈ સામાન્ય હિન્દુના મનમાં કેવો ભાવ થાય છે તેનો એક હિન્દુ તરીકે હું એક સાક્ષી છુ, છતાં તેમણે દલિતોને ટેકો આપી એક સારી દિશામાં પગલુ ઉપાડયુ છે.

સાત સાત દાયકા બાદ મુસ્લીમોને લાગ્યુ કે તેમની અને દલીત વચ્ચે કોઈ ફેર નથી, એક ધર્મના કારણે દલીત છે બીજે જન્મના કારણે. બન્નેની સ્થિતિ સરખી છે., સમાજ અને સરકાર તેમને બન્નેએ એક જ  લાકડીઓ હાંકયા છે. દલિત આંદોલને ટેકો આપનાર એડવોકેટ ઈમ્તીયાઝ પઠાણ કહે છે, અમારી અને દલીતો વચ્ચે કોઈ ફેર નથી, અમે મુસ્લીમ હોવાને કારણે કિમંત ચુકવવી છીએ અને દલિત જન્મના કારણે સ્થિતિ તો બન્નેની સરખી છે. આ આંદોલનને જનસંઘર્ષ મંચના કાર્યકર્તા અને સ્વગર્સ્થ ડૉ મુકુલ સિન્હાના સાથી શમશાદ પઠાણે પણ ટેકો આપ્યો છે. તેમણે આ સંદર્ભમાં અમદાવાદ કલેટકરને આવેદનપત્ર પણ આપ્યુ છે. આ રીતે જ ચંડોળા તળાવ પાસેની એક  વસાહતમાં કામ કરતા સ્વૈચ્છીક સંસ્થાના કાર્યકર્તા રફી મલેકે પણ કલેટકરને મળી દલિતોને ન્યાય મળે તેવી માંગણી કરી હતી.

પણ મારો અનુભવ એવુ કહે છે કે ન્યાય કોર્ટમાં મળતો નથી, આપણી આઝાદી કોઈ કોર્ટના હુકમથી આપણને મળી ન્હોતી, ન્યાય મેળવવા માટે સંખ્યાની જરૂર હોય છે, કારણ સંખ્યા વગરના સત્યનો કોઈ અર્થ નથી. દલીત અને મુસ્લીમ વધુ કઈ માંગતા નથી માત્ર તેમને માણસ સમજવામાં આવે તે જ તેમની માગણી છે, સંખ્યાની ગણતરી રસ્તાઓ ઉપર જ થાય છે, કારણ સરકારને તે ભાષા જ સમજાય છે

17 comments:

 1. Dada... Very ture...courageous

  ReplyDelete
 2. You talk on right topic on right time.my friend keep on going.Bravo

  ReplyDelete
 3. Now it's needed for to build healthy society.

  ReplyDelete
 4. You talk on right topic on right time.my friend keep on going.Bravo

  ReplyDelete
 5. So true about democracy and first-past -the-post system. But when will it be avoided ? I don't belive it is not understood...

  ReplyDelete
 6. So true about democracy and first-past -the-post system. But when will it be avoided ? I don't belive it is not understood...

  ReplyDelete
 7. મારા હિસાબે બીજા સમાજ પણ આગળ આવતાં પરંતુ ઘટનાને કોમી રૂપ આપવાના આશયથી દલિતોને બ્રાહ્મણોએ માર્યા છે એવો મેસેજ આમ આદમી પાર્ટીના સ્થાનિક મહિલા અગ્રણીએ આપવા પ્રયાસ કર્યો જે કદાચ કારણભૂત હોઇ શકે!! મારા અંગત મત મુજબ બીજી કોમ્યુનિટીના સ્થાનિક લોકોએ શરૂઆત કરી હોત તો રાજકારણીઓ દુર રહેત આ ઘટનાથી!!

  ReplyDelete
 8. મારા હિસાબે બીજા સમાજ પણ આગળ આવતાં પરંતુ ઘટનાને કોમી રૂપ આપવાના આશયથી દલિતોને બ્રાહ્મણોએ માર્યા છે એવો મેસેજ આમ આદમી પાર્ટીના સ્થાનિક મહિલા અગ્રણીએ આપવા પ્રયાસ કર્યો જે કદાચ કારણભૂત હોઇ શકે!! મારા અંગત મત મુજબ બીજી કોમ્યુનિટીના સ્થાનિક લોકોએ શરૂઆત કરી હોત તો રાજકારણીઓ દુર રહેત આ ઘટનાથી!!

  ReplyDelete
 9. Prashantbhai that's true and continue always good topic

  ReplyDelete
 10. Prashantbhai that's true and continue always good topic

  ReplyDelete
 11. માત્ર એકજ વાત કરવાની જરૂર છે દલિતો મુસ્લિમો પટીદાર તો છેજ કોંગ્રેસી આપ અને અન્ય પણ જે આવી બરબરતા મા માનતુ નથી સાથે મળી ને આ કરાવનાર અને આખો બંધ કરીને જોનારો ને ઉખાડી ફેકવા જોઇયે પણ સવાલ એકજ છે આપણા મા પન આવુ ઝેર રાખનારા છે એમની મનહસ્થિતિ કેમ બદલવી ???

  ReplyDelete
 12. I think when there is atrocity on any person of the society not only Dalit or Muslim should but people of all walks of life irrespective of cast creed and religion should register protest.In this present scenario it is necessary to bring such type of awareness among the people of the society

  ReplyDelete
 13. Kadach Kai nahi kari shkvani majburi ane hu jivit chu tevo puravo darek manvi aa bhid ma aapvani koshish kari rahyo che...Dard ma hu shamil ni bhavna hoi ke na hoi pan ek balapo to nikali shaku chu

  ReplyDelete
 14. Apde darek manas ne naam thi j odakhie ane surname thi nahi to pan adadha bhedbhav door thai jashe... Ane rahi vaat dalit atyachar ni ane muslims na samarthan ni, 200 dalit loko e dharmaparivartan mate form bharya chhe e mate aapnu shu kehvu chhe ?

  ReplyDelete
 15. દલિત પણ ધર્મ ને કારણેજ અસ્પૃશ્ય બન્યા જે ઇતિહાસમાં જોવા મળશે અને તેની સજા આજે પણ તેમને મળી રહી છે. અનુસુસુચિત જતી અને અનુસુસુચિત જનજાતિ હિન્દૂ ધર્મના કોઈ વર્ણો હિસ્સો નથી અને આજે પણ હિંદુઓ તેમને પોતાના માનતા નથી અને હિન્દૂ સામ્રદાયના કર્તાહર્તા અને ઠેકેદારોની અંદર વસેલી બિન હિન્દૂ પ્રત્યેની ઘૃણાની લાગણી છે, પણ વસ્તી બતાવવા અનુસુસુચિત જતી અને અનુસુસુચિત જનજાતિને નામના હિન્દૂ બતાવા પેતરા હવે ખુલ્લા થઇ રહ્યા છે અને તેની સમજણ બહુ મોડે થોડા પ્રમાણમાં આ ભટકેલી અણસમજુ કોમોને થઇ તે ભારતના વિકાશના સાચા પથ માટેની ઉત્તમ નિશાની છે.

  ReplyDelete
 16. Saheb hoon brahman chhoon ne Mara friend ghana dalit chhe, ame saathe fariye, saathe khaye pan chhe. Mane nathi lagtu ke badha ek sarkha hoi, haan hoon manoon chhoon rajneeti thai chhe aama pan badha savarno ne dosh aapvo saru nathi

  ReplyDelete