Saturday, July 16, 2016

વડોદરામાં મહિલાએ મને પુછયુ આવવુ છે...

આજે રવિવાર છે, મને લાગ્યુ કે રોજ કઈક ભારેખમ લખવુ તેના કરતા આજે કઈક હલકુ-ફુલકુ લખવુ જોઈએ, મને પણ વાત કહેવાની મઝા આવે અને તમને સાંભળવામાં આનંદ થાય, કદાચ થોડુ હસવુ પણ આવે. સામાન્ય રીતે આપણે કોઈ પડી જાય, કોઈકની મઝાક થાય અથવા કઈક અચાનક એવુ બને કે આપણે હસવાનું રોકી ના શકીએ, મને બીજાની ઉપર હસવુ ગમે છે, તેમ મારી વાત ઉપર પણ કોઈ હસે તો પણ મને એટલુ જ ગમે છે તે શરૂઆત મારાથી કરવી જોઈએ તેવુ મને લાગ્યુ.

મારા દેખાવને લઈ સૌથી પહેલા મને કોઈ ટોકતુ હોય તો મારી પત્ની શિવાની અને મોટી થઈ રહેલી મારી દિકરી પ્રાર્થના છે. તે બન્ને જયારે પણ અમે બહાર નિકળીએ ત્યારે કહે  કપડા વ્યવસ્થીત  પહેરો, પગમાં સ્લીપર ના પહેરો, વગેરે વગેરે, પણ હું ત્યારે તેમને કહુ હું ગમે એટલે સારો દેખાવાનો પ્રયત્ન કરૂ તો પણ ખાસ ફેર પડવાનો નથી, કારણ જેવો છુ તેમાં મારો કંપની ફોલ્ટ છે, પણ આવુ બન્ને કેમ કહે છે તેની પાછળ મારી સાથે તેમની હાજરી અને ગેરહાજરીમાં બન્નેલી ઘટનાઓ છે. જે પૈકી કેટલીક જ ઘટનાઓ ક્રમ પ્રમાણે અહિયા મુકી રહ્યો છુ

(1)  વાત લગભગ પંદર વર્ષ પહેલાની છે, ઘરમાં એક કાર હોવી જોઈએ તેવી ઈચ્છા થઈ, જો કે હાથમાં પૈસા બહુ ઓછા હતા, બહુ મહેનત કરી પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટની રકમ ભેગી કરી હું કાર ખરીદવા એક શો રૂમમાં ગયો, સૌથી પહેલા મેં સસ્તામાં સસ્તુ મોડલ કયુ છે તે જોઈ રહ્યો, ત્યારે શો રૂમમાં કામ કરતો એક કર્મચારી આવ્યો, તેણે મને પુછયુ ટેકસીમાં લેવી છે, સૌથી પહેલા મને આધાત ત્યાં જ લાગ્યો, તે કર્મચારી મને ડ્રાઈવર સમજી બેઠો હતો, હું ગુસ્સો ગળી ગયો અંતે કાર ખરીદી ઘરે આવ્યો. આ વાત મેં કોઈને કહી કારણ આ પહેલી શરૂઆત થઈ હતી.

ક્રાઈમ રીપોર્ટીંગ કરતો તેના કારણે રોજ અમદાવાદ પોલીસ કમિશનર  ઓફિસમાં બાઈક લઈ જતો હતો, તેના કારણે કમિશનર ઓફિસના ગેટ ઉપર રહેલો જવાન મને ઓળખતા પણ હતા, અને મને જુવે એટલે હાથ ઉંચો કરી અભિવાદન પણ કરે, મને થયુ લાવ નવી કાર લાવ્યો છુ,  આજે કાર લઈ કમિશનર ઓફિસ જઈએ, એટલે કાર લઈ હું કમિશનર ઓફિસના ગેટમાં દાખલ થયો તેની સાથે રોજ હાથ ઉંચો કરતા પોલીસ જવાને બુમ પાડી મને રોકયો, મને લાગ્યુ કે નવી કાર જોઈ પાર્ટી માંગશે, તે ડ્રાઈવર શીટ તરફ આવ્યો અને મને પુછયુ કહા જાના હૈ, મને આશ્ચર્ય થયુ આ જવાન મને ભુલી ગયો કે શુ .. એટલે મેં વધુ ચર્ચા કરવાને બદલે મારો પરિચય આપતા  કહ્યુ ભાઈ પ્રેસ મેં હુ.. તેણે તરત કારની પાછળની સીટ તરફ જોતા પુછયુ સાહબ કહા હૈ... આ વાકય સાંભળતા મારો શ્વાસ હેઠો બેસી ગયો આ પણ ને ડ્રાઈવર જ સમજી રહ્યો હતો.

(2)  થોડા વર્ષો પહેલા હુ મારી પત્ની અને બન્ને બાળકો મહારાષ્ટ્ર ફરવા ગયા હતા, નાસીક પહોચ્યા, અમારે એક હોટલમાં રહેવાનું હતું, એક હોટલ ઉપર નજર પડતા મેં કાર ઉભી રાખી હું અને મારી પત્ની હોટલ જોવા અંદર ગયા, બન્ને બાળકો કારમાં બેઠા હતા, હોટલ પસંદ કરી એટલે મેં કાઉન્ટર ઉપર જઈ ચોપડામાં એન્ટ્રી કરવાની શરૂઆત કરી, મારી પત્ની મારી બાજુમાં ઉભી હતી, મેનેજર વેઈટરને ક્હયુ બહાર કાર મેં સે સામાન લેકે આવો.. વેઈટર મારી કારમાંથી સામાન લેવા બહાર આવ્યો, કારમાં મારા બાળકો બેઠા હતા, તેણે સામાન ઉપાડતા ધીમેથી મારા બાળકોને પુછયુ સાથ મેં પપ્પા નહીં આયે.. પછી રૂમમાં આવી મારા બાળકો જયારે અમને આ વાત કરી ત્યારે હું હસી પડયો કારણ મારા માટે તો રોજનું થઈ ગયુ હતું, પણ મારી પત્નીએ છણકો કરતા કહ્યુ હજાર વખત કહ્યુ બહાર નિકળો ત્યારે વ્યવસ્થીત થઈને નિકળો.

(3) પત્રકારત્વમાં લગભગ ત્રીસ વર્ષ થવા આવ્યા, તેના કારણે ગુજરાત સહિત દેશના અન્ય શહેરોમાં પણ પત્રકારો ચહેરાથી નહીં તો નામથી અચુક ઓળખે છે, ગયા વર્ષે એક વર્ષ માટે વડોદરા ભાસ્કરમાં જવાનું થયુ, એક દિવસ વડોદરાના સુરસાગર તળાવમાં કોઈએ આત્મહત્યા કરી  તેવા સમાચાર મળતા ફોટોગ્રાફર વિપુલ  માનેની બાઈક ઉપર હું સુરસાગર પહોંચ્યો, ત્યાં વડોદરાના ઘણા ફોટોગ્રાફર હતા, વિપુલે તેમનો મારી સાથે પરિચય કરાવ્યો, ગુજરાત સમાચારના ફોટોગ્રાફર કિર્તી પડીયાના કાને પ્રશાંત દયાળ નામ પડતા તેણે મને ઉપરથી નીચે સુધી જોયો, પછી વિપુલને એક તરફ લઈ જઈ પુછયુ.. ખરેખર આ પ્રશાંત દયાળ છે... લાગતા નથી, વિપુલ હસતો હસતો મારી તરફ આવ્યો.. તેણે મને કહ્યુ પ્રશાંતભાઈ તમારૂ આઈ કાર્ડ બતાવોને આ કિર્તી માનવા તૈયાર નથી કે તમે જ પ્રશાંત દયાળ છો... મારી હાલત પેન્શર જેવી થઈ ગઈ, કારણ પેન્શરે દર વર્ષે બેન્કમં પોતે જીવીત હોવાનો ગેજેટેડ ઓફિસરનો દાખલો આપવો પડે છે.

(3) મારા દેખાવને કારણે મારી સાથે આવુ કાયમ બને છે એક વખત હું પરિવાર સાથે રોડ ટચ લારી ઉપર જમવા ગયો, ત્યાં સેલ્ફ સર્વિસ હતી, તેના કારણે મારો ઓર્ડર તૈયાર થતાં હું મારા પરિવારની ડીશો લઈ તેઓ બેઠા હતા તે તરફ જઈ રહ્યો હતો ત્યારે બે યુવકો આવ્યા અને તેમણે મને તેમનો જમવાના ઓર્ડર આપવાની શરૂઆત કરી દીધી, મેં તેમની સામે ડોળા કાઢયા તો તેમને સમજાયુ જ નહીં કે વેઈટર ડોળા કેમ કાઢી રહ્યો છે. મારી સાથે આવુ સતત બન્યા કરે છે તેવી વાત મેં મારા વડોદરાના સાથી પત્રકાર મનિષ પંડયાને કરી તે હસવા લાગ્યો તેણે કહ્યુ મઝાક ના કરો આવુ થોડુ બને... પછી થોડા દિવસ પછી 20મી ઓગષ્ટ 2015નો દિવસ હતો. વડોદરામાં પાટીદારોની રેલી નિકળી હું અને મને રેલીનું રીપોર્ટીંગ કરી રહ્યા હતા, રેલી સાથે ચાલીને અમે થાકી ગયા હતા, રેલી રાવપુરા ટાવર પાસે પહોંચી ત્યારે થાકને કારણે એક દુકાનની આડશમાં છાયડો હોવાને કારણે ઉભા રહ્યા ત્યારે એક માણસ હાથમાં એક સોરૂપિયાની નોટ લઈ મારી સામે આવ્યો અને મને કહ્યુ બે પેકેટ બાલાજી વેફર આપો.. મેં મનિષ સામે જોયુ તે હસી પડયો પેલો માણસ મને કરિયાણાની દુકાનનો માલિક સમજી રહ્યો હતો.

(4) વડોદરાની સેવઉસળ ખુબ વખણાય એક દિવસ ફોટોગ્રાફર ભરત પારેખ મને સેવ ઉસળ ખાવા લઈ ગયા, બહાર આવી હું મસાલો બનાવી રહ્યો હતો, હજી ભરતભાઈ બીલ ચુકવી રહ્યા હતા રાસ્તાના સામે ઉભી રહેલી  એક મહિલાએ મને કઈક ઈશારો કર્યો , હું ઈશારો જોઈ ચમકી ગયો, મને આ મહિલા ઈશારો તેમ કરતી હશે.. હું તો તેને ઓળખતો પણ નથી.. હું તેની સામે બાધાની જેમ જોતો રહ્યો, મારો મસાલો મસળવાનું બંધ થઈ ગયુ.. એટલે તેણે મને મોટા અવાજે પુછયુ આવવુ છે .. હવે કોઈ મહિલા તમને પુછે કે આવવુ છે તે તેનો શુ અર્થ કરવો.. મને લાગ્યુ કે વડોદરા અમદાવાદ કરતા બહુ ફાસ્ટ છે. એક મહિલા જાહેર રસ્તા ઉપર કોઈ પણ પુરૂષને આવવુ છે તેવુ પુછી શકે.. જો કે હું તે  મહિલાને સમજી શકતો નથી તે તરત સમજી ગઈ તેણે મને મારી પાછળ તરફ ઈશારો કરતા પુછયુ રીક્ષા તમારી છે.. મેં મારી પાછળ વળી જોયુ તો હું એક રીક્ષાની આગળ ઉભો હતો તે મહિલા મને રીક્ષાવાળો સમજી રહી હતી, પણ હવે માઠુ લાગતુ નથી કારણ કંપની ફોલ્ટ છે, હવે આ ઉમંરે કઈ થાય તેમ નથી

(5) જો કે પત્રકાર હોવા છતાં કોઈ તમને પત્રકાર સમજે નહીં તેના ફાયદા પણ થાય છે, અમદાવાદ સેન્ટ્રલ જેલમાં સુરંગકાંડ થયો ત્યારે સમાચાર લેવા માટે હું અને મારા સાથી પત્રકાર મિહીર ભટ્ટ સાથે રોજ સેન્ટ્રલ જેલની બહાર બેસી રહેતા, પણ ત્યાંથી કોઈ સમાચાર મળતા નહીં, એક દિવસ અમે મારા ખાવાની તૈયારી સાથે સમાચાર લેવા માટે જેલના પ્રતિબંધીત વિસ્તારમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો, હું પોલીસ ઈન્સપેકટરની અદામાં પ્રતિબંધીત વિસ્તારમાં ચાલવા લાગ્યો, મિહીર મારો કોન્સટેબલ હોય તેમ મારી પાછળ મારી જ ઝડપે ચાલતો.. અમારા રસ્તામાં ત્રણ પોલીસ પોઈન્ટ હતા, પહેલા બન્ને પોલીસ પોઈન્ટવાળાએ અમને પોલીસ અધિકારી માની અમને સલામ પણ કરી દીધી, ત્રીજા પોઈન્ટ ઉપર સલામી તો મળી પણ આઈ કાર્ડ માંગ્યુ .. મને પરસેવો છુટી ગયો તો પણ મેં હિમંત કરી મારા ખીસ્સામાં રહેલુ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા અખબારનું કાર્ડ પોલીસ સામે મુકયુ.. કાર્ડ ઉપર સ્પષ્ટ શબ્દમાં ટાઈમ્સ ઓફ ઈન્ડીયા લખ્યુ હોવા છતાં તે અમારી બોડી લેગ્વેજથી પ્રભાવીત હતો તેણે  કાર્ડ જોઈ પરત કરતા તેને પ્રેસનું કાર્ડ જઈને પણ લાગ્યુ નહીં હું પત્રકાર હોઈ શકુ, તેણે કહ્યુ સાહેબ આ તરફ જાવ અને અમે ખોદાયેલી સુરંગ સુધી પહોંચી ગયા હતા.

26 comments:

 1. सच बोलना और सच सुनना दोनो सब के बस की बात नही है सर.

  ReplyDelete
 2. જોરદાર dada....જોરદાર

  ReplyDelete
 3. પત્રકાર એજ કહેવાય જેમા સાદગી હોય

  ReplyDelete
 4. પત્રકાર એજ કહેવાય જેમા સાદગી હોય

  ReplyDelete
 5. ગાંધીજી સાદાઈ મા રહેતાં હતાં આજે પુરી દુનિયા ને નચાવે છે

  ReplyDelete
 6. ગાંધીજી સાદાઈ મા રહેતાં હતાં આજે પુરી દુનિયા ને નચાવે છે

  ReplyDelete
 7. Aaj to ramari olkhan che sayb

  ReplyDelete
 8. I appreciate your simple living and high thinking.I also appreciate while doing journalism you have performed a role of senior police officer which is a quality of real reporter.

  ReplyDelete
 9. Tamari sadagi e j tamari mahanata chhe prashantbhai

  ReplyDelete
 10. Scropio ni sathe rikshaw pan ubhi rakhi ne photo padavi lo! To pan loko ni gersamaj dur nahi thay... company fault chhe!

  ReplyDelete
 11. Scropio ni sathe rikshaw pan ubhi rakhi ne photo padavi lo! To pan loko ni gersamaj dur nahi thay... company fault chhe!

  ReplyDelete
 12. Dekhav thi Manas ne judge karvani toh fashion chhe.. Pan ha ek kadak crime reporter Ni hasya lekhan Ni chhata abhinandan ne patra chhe..

  ReplyDelete
 13. Sadgi....ane....nikhalasta....

  ReplyDelete
 14. Vastvik paristhiti swikarvani himant ne salam.Bahu ocha loko jeva che teva batavama saram anubhave che.

  ReplyDelete
 15. કંપની ફોલ્ટ...હાહાહા..nice sirji.

  ReplyDelete
 16. Only few have this courage .You are one of them Prashant.Proud of you.

  ReplyDelete
 17. haha prashant da really nice...isi ka nam jindgi hai..nice experience u shared sir...sach me kai kahaniya hamare aaspas hi chupi hoti hai...aapne use sahi mayne me sabdo me sab ke sath bayan kiya hai..nice dada

  ReplyDelete
 18. મારી પત્નીએ છણકો કરતા કહ્યુ હજાર વખત કહ્યુ બહાર નિકળો ત્યારે વ્યવસ્થીત થઈને નિકળો !!!

  ReplyDelete
 19. હદ કર દી આપને!સાદી અને સરળ પણ હકીકતની જોરદાર રજૂઆત. ધન્યવાદ.

  ReplyDelete