Friday, July 15, 2016

હાર્દિક- ગાંધી નથીઃ ભીડ જોઈ પ્રજાએ રાજી અને સરકારે ડરવાની જરૂર નથી.

નવ મહિના પછી હાર્દિક પટેલ જેલમાંથી છુટયો , ત્યારે ભીડ જોઈ મને 25 ઓગષ્ટ 2015ના દિવસ યાદ આવી ગયો, અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં આ ભીડ કરતા દસ ગણી ભીડ હતી, ત્યારે પહેલી વખત રાજય સરકારને પાટીદારનો જનાધારનો અંદાજ આવ્યો, સત્ય પણ મીંડાઓ વગર અધુરૂ હોય છે તેમ વિસનગરથી શરૂ થયેલા અનામત આંદોલનની સતત અવગણના કરતી રાજય સરકારને હવે આ મુદ્દે ટેબલ ઉપર આવવુ પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ. પણ 23 વર્ષની નાની ઉમંરે પોતાની શકિતનો અંદાજ મેળવવામાં હાર્દિક નિષ્ફળ સાબીત થયો, એક પાકટ નેતાને બદલે સડક છાપ નેતાની જેમ  બફાટ કરવા લાગ્યો, તેમાં વાંક તેનો પણ નથી કદાચ તેણે જે નેતાઓને રાષ્ટ્રીય રાજકારણમાં મોટા થતાં જોયા છે, તેમનો વિકાસ આવી જ રીતે થયો છે, હાર્દિકે ઈન્દીરાની મુત્સદી અને બાજપાઈજીની  સહિષ્ણુતા જોઈ જ નથી, તેની સામે તો નરેન્દ્ર મોદી અને ઉધ્ધવ ઠાકરેને જ સત્તા સુધી પહોંચતા જોયા છે.

25 ઓગષ્ટના રોજ સવારના અખબારમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના નામે આવેલી જાહેરખબર આજે પણ મને બરાબર યાદ છે, તેનો સારાંશ એવો હતો કે દેશનું બંધારણ મને પટેલોને અનામત આપવાની મંજુરી આપતુ નથી અને બંધારણથી ઉપર કોઈ નથી, આ વાત ગુજરાતનો મુખ્યમંત્રી જ નહીં પણ એક પટેલ મુખ્યમંત્રી કહી રહ્યો હતો., મારા વ્યકિતગત  આનંદીબહેન પટેલ સામે અનેક વાંધા છે, પણ તેમણે અનામતના મુદ્દે જે નિર્ણય લીધો તો બહુ સ્પષ્ટ અને હિમંતપુર્વકનો હતો, કારણ બંધારણમાં આર્થિક ધોરણે અનામતનો કોઈ ઉલ્લેખ જ નથી તો તો કઈ રીતે રાજય અથવા કેન્દ્ર સરકાર અનામત આપી શકે.

પણ હાર્દિકના બફાટના કારણે તેની સામે રાજદ્રોહ લાગ્યો અને તે જેલમાં ગયો, જો કે વ્યકિતગત રીતે તમામ સરકારો જે રીતે રાજદ્રોહના કાયદાનો ઉપયોગ કરી રહી છે તેનો હુ પોતે પણ એક સમયનો પીડીત છુ, મારી ઉપર પણ દેશદ્રોહની છ ફરિયાદો થઈ હતી. તેના કારણે 150 વર્ષ જુના અંગ્રેજોએ ઘડેલા કાયદાઓ અંગે હવે આપણે વિચાર કરવો જોઈએ તેવા મતનો હુ રહ્યો છુ.પણ જયા સુધી હાર્દિક સામે મુકવામાં આવેલા આરોપનો સવાલ હતો તેના કારણે તેને નવ મહિના સુરતની લાજપોર જેલમાં રહેવાનો વખત આવ્યો.
માણસ એકલો હોય ત્યારે વિચારે પણ જેલમાં રહેલો હાર્દિક રોજે રોજ મહાત્મા  ગાંધી, નહેરૂ અને સરદાર પટેલને પત્ર લખતા હતા તેવી અદામાં લગભગ દર અઠવાડીયે કોઈને કોઈને ગાળો ભાંડતો પત્ર લખતો રહ્યો, તેનો પત્ર કોઈ પણ સંવેદનશીલ માણસને સ્પર્શે તેવો ન્હોતો, આમ છતાં અખબારો અને ટેલીવીઝનની સમાચારોની ભુખને કારણે સમાચારમાં સ્થાન  મેળવતો રહ્યો, તેને એક પત્રકાર તરીકે અમારી કમનસીબી કહેવામાં પણ મને વાંધો નથી. પટેલોને અનામત મળવી જોઈએ તેવો હાર્દિક અને તેની જ્ઞાતિના લોકોનો મત હોઈ શકે, પણ એક નેતા તરીકે હાર્દિકમાં હોવી જોઈએ તેવી પુખ્તતાનો હાર્દિકમાં કાયમ અભાવ રહ્યો, ભીડ જોઈ કાયમ તે પોતાનું માનસીક સમતુલન ગુમાવી બેસે છે. અને પછી શુ બોલે છે તેની પોતાને પણ ખબર હોતી નથી.

આપણે ત્યાં હિરોઈઝમ ચાલે છે, પોલીસ - સરકાર અને ગુંડાઓને પડકારને પ્રજા નેતા માનવા લાગે છે કારણ પ્રજા જે કરી શકતી નથી, તે બધુ જે કોઈ કરે છે  તેનો તે  નેતા માનવા લાગે  છે, અને આપણે ત્યાં બહુ ક્ષુલ્લક કારણોસર મેં પટ્ટરોને નેતા થતા જોય છે. પણ તેમનું આયુષ્ય પરપોટા જેવુ હોય છે. વાતમાં દમ ના હોય તો વાત બહુ ટકતી નથી, હાર્દિક પટેલ કઈ ગાંધી નથી, તેની અંદર સામાન્ય સમજદારીથી લઈ , વિષયના અભ્યાસની પણ કમી છે. સૌથી પહેલા તો તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી, તેના કારણે હજી બે દિવસ અખબારો અને ટીવી ન્યુઝ હાર્દિકને સારી જગ્યા આપશે પણ તે પાટીદારોની માગણીનો ઉકેલ આપી શકશે નહીં.
હાર્દિકે આંદોલન ચલાવવુ હોય તો ભલે ચલાવે, પણ તે લાંબુ ચાલશે નહીં, કારણ કોઈ પણ આંદોલનનો આધાર એક ચોક્કસ વિચારધારા આધારીત હોય છે, તે સાચી અથવા ખોટી છે તે બીજો મુદ્દો છે, પણ કોઈ એક વિચાર હોવો જોઈએ, માત્ર ભીડના કારણે સફળતા મળતી હોત તો ઓસામાબીન લાદેને વિશ્વ ઉપર કબજો કરી લીધો હતો, કારણ તેની પાસે હાર્દિક કરતા અનેક  ગણી ભીડ હતી, જે લોકો આજે હાર્દિકના નામે એકત્ર થયેલી ભીડને કારણે રાજી છે તેમને પણ વિચાર કરવો પડશે, કારણ પટેલોની કુલ સંખ્યા કરતા અન્ય જાતીના લોકોની સંખ્યા ગુજરાતમાં વિશેષ છે ,જો બધા જ રસ્તા ઉપર આવી ન્યાય માંગશે તો કોઈ કિમંત ચુકવશે તેની બધાને જ ખબર છે. તેથી રાજી થવા જેવુ પણ કઈ નથી.
મારી વ્યકિતગત જાણકારી પ્રમાણે આનંદીબહેન પટેલ આર્થિક ધોરણે આપવામાં આવેલી અનામતની તરફેણમાં પણ ન્હોતા, પણ બહેન કઈ કરી શકતા નથી, ભાજપની આબરૂ બગડી રહી છે તેવુ બુમો પાડનાર નેતાઓના દબાણમાં આર્થિક અનામતનો નિર્ણય થયો અને પ્રદેશ અધ્યક્ષ વિજય રૂપાણીએ જાહેરાંત કરી હતી, સુરતની જેલમાંથી બહાર આવેલા હાર્દિકની ભીડને કારણે રાજય સરકારે પણ ડરવાની જરૂર નથી કારણ સરકાર- સરકાર હોય છે.તેણે પ્રજાને સારૂ શુ લાગે છે તેના કરતા પ્રજા માટે સારૂ શુ છે તે અંગે નિર્ણય કરવાનો છે.

27 comments:

  1. Hardik,pachhi dr Zakir naik uper thai hay ekad

    ReplyDelete
  2. Dada tamari vat ma dum che bandharan thi vishes kai nathi

    ReplyDelete
  3. Hardik to murakh chhe j dada... pan apde patrakaro maha murakh chhiye..hardik hoy k kanaiyo hoy enu astitva j na hot jo media teni pachal dodyuna hot..vismay a 2 chhokra ne mari nakhya tyare media a je awaj uthavyo te yogya hato.tena thi nabira ne saja mali saki..pan hardik na karane to ketlay ashaspad yuvano mari gya..hardik jeva faltu tapori o to apdi society na otla per rojjova male chhe..leader to ene kehvay je mari gayela pstidar yuvano na maa baap nu gujaran chalave.. faltu ni herogiri mare media sahu thi motu javabdar chhe..

    ReplyDelete
    Replies
    1. Tame pan hardik ni vyakhya
      sachi j kari....nice

      Delete
    2. ek dam sachu, patrakaro j murkh chhe.

      Delete
  4. Hardik to murakh chhe j dada... pan apde patrakaro maha murakh chhiye..hardik hoy k kanaiyo hoy enu astitva j na hot jo media teni pachal dodyuna hot..vismay a 2 chhokra ne mari nakhya tyare media a je awaj uthavyo te yogya hato.tena thi nabira ne saja mali saki..pan hardik na karane to ketlay ashaspad yuvano mari gya..hardik jeva faltu tapori o to apdi society na otla per rojjova male chhe..leader to ene kehvay je mari gayela pstidar yuvano na maa baap nu gujaran chalave.. faltu ni herogiri mare media sahu thi motu javabdar chhe..

    ReplyDelete
  5. આ એન્કાઉન્ટર નામ યથોચિત જ આપ્યું છે... વિષયને મર્મસ્પર્શી ન્યાય આપ્યો છે , નાની નાની વાતે રસ્તા પર ઉતરી આવવું એવું આજની પેઢીને ઘેલું લાગ્યું છે, નાના નાના આંદોલનો વિકરાળ જનસમુદાયના સમર્થને માથા ફરેલ નેતાઓના જન્મસ્થાનો બની ચુક્યા છે તો એમાં સમજદારી અને વિષય અભ્યાસ જેવી વાતોને ક્યાંય સ્થાન મળતું નથી... ( ચર્ચા ઘણી લાંબી છે ... પણ મને તમારા સાદા પણ મર્મસ્પર્શી શબ્દો ખૂબ ગમે છે , વાંચનમાં ગમી જાય ત્યાં લીટી કરી લેવાની ટેવ છે એટલે તમારી પોસ્ટ માં પણ લીટી કરી લીધી કે આ મને ખૂબ ગમ્યું...સત્ય પણ મીંડાઓ વગર અધુરૂ હોય છે... અખબારો અને ટેલીવીઝનની સમાચારોની ભુખ...ભીડ જોઈ કાયમ તે પોતાનું માનસીક સમતુલન ગુમાવી બેસે છે...તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી, તેના કારણે હજી બે દિવસ અખબારો અને ટીવી ન્યુઝ હાર્દિકને સારી જગ્યા આપશે પણ તે પાટીદારોની માગણીનો ઉકેલ આપી શકશે નહીં...માત્ર ભીડના કારણે સફળતા મળતી હોત તો ઓસામાબીન લાદેને વિશ્વ ઉપર કબજો કરી લીધો હતો, કારણ તેની પાસે હાર્દિક કરતા અનેક ગણી ભીડ હતી...)

    ReplyDelete
  6. એક વાત મેં કાલે અંગ્રેજી માં લખી તી એનું ગુજરતી વર્જન આ પ્રશાંત ભાઈ એ આપી દીધું
    હું કોલેજ માં હતો ત્યારે 1999 માં નવસારી માં ગૌ રક્ષકો ઉપર ના હમલા અને હત્યા મુદ્દે તોફાન થયા તા અને ઘણા વાંક વગર ના ઢીબાઈ ગયા તા
    મારા એમ મિત્ર ને કહ્યું કે ભાઈ આ બધું સુ થઈ રહ્યું છે સમાજ માં આવી હિંસક માનસિકતા ક્યાંથી આવી જાય છે આ વિચાર હિન્દૂ અને મુસલમાન બંને માટે હતો મારો
    ત્યારે મારા મિત્ર સુનિલ રાઠોડ નું એક નિવેદન મને યાદ છે
    એ કહેતો હતો કે કોઈ પણ સમાજ જયારે ભીડ બની જાય છે ત્યારે એ બુદ્ધિમત્તા અને સમઝ શક્તિ બંને ગુમાવી દે છે અને
    દિશાવિહીન થઈ જાય છે
    અને દિશાવિહીન સમાજ કે ધર્મ ક્યારેક હિંસક સ્વભાવ ના ને પોતાનો નેતા ગણી લેતી હોય છે એની હિંસક અને જુસ્સા પ્રેરક વાતો ને ક્રાંતિ ગણી લેતી હોય છે
    અને આવી બુદ્ધિ વગર ની ક્રાંતિ સમાજ તેમજ ધર્મ બંને ને પતન તરફ લઈ જાય છે
    આજે એ વાત સચ્ચી જ લાગે છે
    એક ધર્મ તરીકે ઇસ્લામ અને એક સમાજ તરીકે હિન્દૂ સમાજ ની બધી જ્ઞાતિ ઓ જાણે ભીડ બની ગયી હોય એવું લાગે છે

    સમાજ નું આવું અધઃપતન જોઈ ને દુઃખ થાય છે ને બીજી સચ્ચી ક્રાંતિ ની શરૂઆત થાય એવી ઈચ્છા ને આશા છે

    ReplyDelete
    Replies
    1. To garib patidar na santano ne bhanava no kharch su jeloko ne anamat Mali chhe te loko uthava na chhe jo ha to a adolan khotu chhe ane jo na to a adolan pure puru sachu chhe

      Delete
    2. To garib patidar na santano ne bhanava no kharch su jeloko ne anamat Mali chhe te loko uthava na chhe jo ha to a adolan khotu chhe ane jo na to a adolan pure puru sachu chhe

      Delete
  7. સાચું એન્કાઉન્ટર કર્યું દાદા....

    ReplyDelete
  8. It is to be understood by recalling old political activities that the name and fame earned at the behest of cast is not exist for long periods in politics.If Hardik will take people of all section in to confidence then I think he will achieve his goal otherwise everything will go into vain

    ReplyDelete
  9. It is to be understood by recalling old political activities that the name and fame earned at the behest of cast is not exist for long periods in politics.If Hardik will take people of all section in to confidence then I think he will achieve his goal otherwise everything will go into vain

    ReplyDelete
  10. Patrakaratva ma to dada j chale,
    hu pan mara patidar dosto ne kaheto k
    pahela to hardik ne pu6o k anamat ni
    vyakhya shu thay ?
    j encounter ma dada A kahyu
    સૌથી પહેલા તો તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી,......
    enu encounter eni jate j karyu 6...

    ReplyDelete
  11. Tejal shukla tame ek dam sachi vaat kahi

    ReplyDelete
  12. ગાળો ભાંડતો પત્ર
    સમાચારોની ભુખ
    પુખ્તતાનો કાયમ અભાવ
    બહુ ક્ષુલ્લક કારણો
    લાંબુ ચાલશે નહીં
    બધા જ રસ્તા ઉપર (trevad nathi biji jati ni)
    રાજય સરકારે પણ ડરવાની જરૂર નથી (bhajap tamne paisa aape chhe)
    કારણ સરકાર- સરકાર હોય છે.તેણે પ્રજાને સારૂ શુ લાગે છે તેના કરતા પ્રજા માટે સારૂ શુ છે તે અંગે નિર્ણય કરવાનો છે. (haju mara gam sudhi piva nu pani ek week ma ek var aave chhe)


    Aa upar na shabdo lage chhe, lekhak ni andar ni bhadash chhe. 27% vala ne anamat malyu ane tethi te loko no udhdhar thayo evo dakhalo nathi, neta o badha grant na paisa chari gaya.

    tethi hardik par lekh lakhava ne badale, anamat system mathi kem kadhavu ena par lakho.

    ReplyDelete
    Replies
    1. બીજી સમસ્યાઓ પર લખવાને બદલે હાર્દિક પર 2-3 લેખ લખી નાખ્યા છે... દોસ્ત અંકુર, જયારે લોકો વધુ વિરોધ કરવા લાગે ત્યારે સમજવું કે તેને તમારાથી જલન થાય છે. તમે આગળ વધો તે એના થી જોઈ શકાતું નથી. ચિંતા ના કરો. લોકો વિરોધ કરે એનો મતલબ તમે પ્રગતિ કરી રહ્યા છો.

      Delete
  13. દોસ્ત આ લેખક પાટીદારોનો પર્સનલ વિરોધી લાગે છે. બેઠા બેઠા વાતો કરે છે. એક વખત 100 લોકો ભેગા કરવા જાય તો ખબર પડે. હાર્દિકે સમાજના લોકોના પ્રશ્નોને વાચા આપી છે ત્યારે તો લાખો લોકો ભેગા થાય છે. મદારીના ખેલ જોવા ભેગા નથી થતા. 25 ઓગસ્ટ એ જે જનમેદની ભેગી થઇ હતી એનો રેકોર્ડ છે. અને બીજા સમાજની વાતો કરે છે તો યાદ કરે ઓબીસી વાળાઓએ પણ શક્તિ પ્રદર્શનનો પ્રયત્ન કરેલો. આ લોકોને નહિ સમજાય. કુતરા તો ભસ્યા કરે.

    ReplyDelete
  14. Kyarek modi na election pehla and pa6i ni speech ni controversy par pan lakho cotton na 1500 PRICE corruption mate ACB FORCE TAMARO OPINION JANVO 6E

    ReplyDelete
  15. સાચી વાત... હું દાદા ના બધા લેખ વાંચુ છું અને આભારી છું કે તેઓ કોઈના પણ વિશે સાચું સિવાય કંઈ લખતાં નથી . પરંતુ, આ પટેલ અનામત વિશે લખે છે ત્યારે મને લાગે છે કે કંઈક ખોટુ છે. મારી એટલી જ વિનંતી છે કે હાર્દિક ની બુરાઈ કરવા કરતાં એવો સચોટ લેખ લખે જેમાં અનામત પ્રણાલી માં કોઈ સુધારો કરવાની વાત હોય. આપશ્રી ને પટેલ અનામત એ બહુ મોટો પ્રશ્ન કદાચ ન પણ લાગતો હોય... પણ તેના વિશે ની સાચી સમજ તો તમે ત્યારે જ મેળવી શકો જ્યારે તમે એક યુવા પટેલ વિદ્યાર્થી હોવ કે જે સરકારી નોકરી લેવા માંગે છે કાં તો તમે સૌરાષ્ટ્ર નાં એક ખેડુત પરિવાર માથી હોવ કે જેના બાળક ને સરકારી કૉલેજ મા 1-2 માર્કસ્ માટે એડ્મિશન ન મળતાં Private College માં Donation ના નામે ફી ભરવી પડે છે.


    અને રહી વાત કાયદાની... કાયદો કહે છે કે આર્થિક અનામત ન આપી શકાય તો .... ડૉ. આંબેડકરે 10 વર્ષ માટે અનામત પ્રથા રાખવાનો કાયદો ભારત આઝાદ થયુ ત્યારે બનાવેલો એવું મેં PSI ની પરીક્ષાની તૈયારી કરતી વખતે વાંચેલું. તો 10 વર્ષ પછી પણ અનામત પ્રથા નાબૂદ ન થઈ ત્યારે ભારતીય બંધારણ ક્યાં ગયેલુ ?


    આનો જવાબ જોઈશે મારે દાદા...

    ReplyDelete