Saturday, July 9, 2016

નરેન્દ્ર મોદીની હોમ પીચ ઉપર રમતા પહેલા કેજરીવાલાનો સોમનાથ અભિષેક...

સામાન્ય રીતે સોમનાથ મંદિરમાં નેતા-અભિનેતા અને  ઉદ્યોગપતિઓ આવે ત્યારે ટેલીવીઝન ક્રુ મેમ્બરને સોમનાથ ટ્રસ્ટમાં કેમેરા સાથે પ્રવેશ કરવાની ખાસ પરવાનગી આપવામાં આવે છે, જો કે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ તેમના પરિવાર અને આપના સભ્યો સાથે સોમનાથ મંદિરના દર્શને આવ્યા ત્યારે સોમનાથ ટ્રસ્ટે પત્રકારોને કેમેરા સાથે પ્રવેશ આપવાની ઘરાર ના પાડી દીધી, જો કે અહિયા કોના ઈશારે ટ્રસ્ટે આ નિર્ણય લીધો તે કહેવાની જરૂર નથી, કારણ કુકડો બોલે જ તો સવાર પડે તેવુ કુકડો માનતો હોય છે. પણ તેવુ હોતુ નથી કુકડાના બોલ્યા વગરની પણ અનેક સવારો થઈ છે.

કેજરીવાલના સોમનાથ દર્શન રાજકિય દ્રષ્ટીએ ખુબ મહત્વના માનવામાં આવી રહ્યા છે, તેની પાછળના બે મુખ્ય કારણ છે, 1985ની લોકસભાન ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીને આખા દેશમાં માત્ર બે જ બેઠકો મળી હતી, પાનના ગલ્લાના ભાષામાં કહીએ તો ભાજપની છીંકણી સુઘવા પણ કોઈ તૈયાર ન્હોતુ, ત્યારે લાલકુષ્ણ અડવાણીએ 1990માં સોમનાથથી અયોધ્યાની યાત્રાના કાઢી હતી, હમણાં જે ભાજપ 56ની છાતી વાત કરે છે તે છાતી પહોંળી કરવામાં અડવાણીની મહત્વની ભુમીકા હતી આજે જુદી બાબત છે કે અડવાણીને પાર્ટીએ અભરાઈએ ચઢાવી દીધા છે. સોમનાથથી અયોધ્યાની યાત્રા બાદ આઈસીયુમાં વેન્ટીલેટર ઉપર રહેલા પેશન્ટમાં પ્રાણનો સંચાર થાય તેમ ભાજપમાં પ્રાણ ફુકાયો અને પાર્ટીમાં શકિતનો સંચાર થયો હતો.

કેજરીવાલ ભલે માત્ર દર્શન કરવા આવ્યો હોવાનું કહે છે, પણ હવે તો તે પણ રાજકારણી બની ગયા છે, તેમના દર્શન 2017ની વિધાનસભાની ચુંટણીના સંદર્ભમાં છે તે વાત આપના નેતાઓ પણ ખાનગીમાં કબુલ કરે છે.પણ સૌથી મહત્વની બાબત કેજરીવાલે ગુજરાત પ્રવેશ ભગવાન સોમનાથના દર્શનથી કર્યો છે તે ખુબ જ સુચક છે, અડવાણી બાદ હવે કેજરીવાલ પણ સોમનાથના રસ્તે ગાંધીનગરની યાત્રા કરી રહ્યા છે. ભાજપને અને ખાસ કરી નરેન્દ્ર મોદીને તેમની જ ભાષામાં જવાબ આપી શકે તેવો દેશમાં અત્યારે એક જ નેતા છે અને તે અરવિંદ કેજરીવાલ છે, કદાચ પ્રજાને જ હવે મોદી અને કેજરીવાલની ભાષા જ ગમે છે તેવુ કહેવામાં આવે તો અતિશયોકતિ નથી.


પણ ગુજરાતમાં આવી સોમનાથના દર્શન કરી અરવિંદ કેજરીવાલે નરેન્દ્ર મોદીને સીધો પડકાર ફેંકયો છે, નરેન્દ્ર  મોદીની હોમ પીચ ઉપર તે રમવા તૈયાર છે તેનો નિર્દેશ આપ્યો છે, જો કે છેલ્લાં 21 વર્ષથી ગુજરાતમાં એકલા હાથે સત્તા સંભળાનર ભાજપીની નેતાગીરી સત્તા અને અહંમથી છલોછલ છે, પાટીદાર  આંદોલન હોય અથવા ખેડુત આંદોલન હોય તમામ આંદોલનો બાદ થયેલી ચુંટણીના પરિણામોમાં ભાજપને ખાસ કોઈ ફેર પડયો નથી, રાજકિય નિરીક્ષકોના મત પ્રમાણે ચુંટણીના પરિણામોને ધ્યાન લેતા પ્રજા આપણી સાથે છે તેવા ભ્રમમાં ભાજપે રહેવાની જરૂર નથી, કારણ મધ્યવર્ગ અને ઉચ્ચ મધ્યવર્ગમાં ભાજપ પ્રત્યે ભારે નારાજગી છે, પણ આ મતદાર કોંગ્રેસને મત આપવા માગતો નથી, ખાસ કરી શહેરી મતદાર માને છે કે કોંગ્રેસ એટલે મુસ્લીમોની પાર્ટી તેના કારણે તે પોતાનો મત ભાજપને આપે છે.આ સંજોગોમાં કેજરીવાલ કાઠુ કાઢી શકે તેવુ સંભાવના પ્રબળ રહેલી છે.

બીજી તરફ કોંગ્રેસની હાલત વધુ કફોડી છે, એક તરફ ગુજરાતના હિન્દુ મતદારો કોંગ્રેસને મુસ્લીમોનો પક્ષ માને છે, બીજી તરફ ગુજરાતના મુસલીમ મતદારો પણ કોંગ્રેસથી રાજી છે તેવુ પણ નથી, કોંગ્રેસે તમને વર્ષોથી કેવી રીતે મુર્ખ બનાવી માત્ર વોટ બેન્ક સુધી સિમીત રાખ્યા તેની સારી એવી સમજ આવી ગઈ છે, પણ તેમની પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. આ સંજોગોમાં મુસલીમો પણ કેજરીવાલ ઉપર વરસી જાય તો નવાઈ નહીં.

ગુજરાતની પ્રજા એક વિકલ્પને લાંબા સમયથી શોધી રહી છે, પણ ભાજપના પ્રવકતા ભરત પંડયા કહે છે કે ગુજરાતમાં કયારે કોઈ ત્રીજો પક્ષ ફાવ્યો નથી પછી તે રાષ્ટ્રીય જનતા પાર્ટી હોય કે અન્ય કોઈએ બનાવેલો ત્રીજો પક્ષ હોય  તમામ લોકો ત્રીજા વિકલ્પ તરીકે નિષ્ફળ  નિવડયા છે. ભરત પંડયાના તર્ક સાચો છે તેવુ હમણાં કહેવુ જ પડે, પણ ખાસ કરી દેશના યુવાનોમાં કેજરીવાલની લોકપ્રિયતા છે તેની અવગણના પણ થઈ શકે તેમ નથી. પરંતુ લોકોની નારાજગીને કેજરીવાલ મતદાન મથક સુધી લઈ જવામાં સફળ થાય તે સૌથી મહત્વનું છે, પણ તેના કરતા પણ અગત્યની બાબત ગુજરાતમાં  કેજરીવાલને અનેક નવા અને સાફ ચહેરાઓની જરૂર છે, દિલ્હીની ચુંટણી પહેલા દેશની જનતાએ મનિષ સીસોદીયા, કુમાર વિશ્વાસ અથવા આશીષ ખેતાનનું નામ સાંભળ્યુ ન્હોતા, પણ કેજરીવાલના પક્ષમાં યતીન ઓઝા જોડાઈ રહ્યા છે તેવી તેમણે જાહેરાંત કરી છે.. યતીનભાઈને તો પ્રજા ઓળખે જ છે પણ  તે  અંગે હવે કેજરીવાલે જ વિચારવાનું  રહ્યુ

12 comments:

  1. Lol. Kahi pe nigahe ..kaahi pe nishhana
    But true prediction. ..bjp is not that confident of again getting so many seats...

    ReplyDelete
  2. Lol. Kahi pe nigahe ..kaahi pe nishhana
    But true prediction. ..bjp is not that confident of again getting so many seats...

    ReplyDelete
  3. Dear Prashantbhai Bravo Nana Patekar keep on going.RD

    ReplyDelete
  4. Dear Prashantbhai Bravo Nana Patekar keep on going.RD

    ReplyDelete
  5. કટાક્ષમાં 'ટર્નિંગ પોઇન્ટ' ;-)

    ReplyDelete
  6. પ્રશાંત ભાઈ સરસ, લગે રહો....

    ReplyDelete
  7. પ્રશાંત ભાઈ સરસ, લગે રહો....

    ReplyDelete
  8. આમાં નામદારો અને બેનામી તમામના એન્કાઉન્ટર થઇ ગ્યા!

    ReplyDelete
  9. આમાં નામદારો અને બેનામી તમામના એન્કાઉન્ટર થઇ ગ્યા!

    ReplyDelete
  10. હમ્મ્મ્મ,
    તો વાત જાણે આમ છે....

    ReplyDelete
  11. Dada aato gujrat 6,
    kai j fer na pade,
    kejrival hoy k manish ji...
    jay ho

    ReplyDelete
  12. Kejarival with family Darshan mate avya che ....jo ekla with kumar Vishvas ke
    Manish jode avya hot to jarur rajkiya entry ni sakyta mulvi sakay ....ane kejarival na statement Ma matra buri shakti o same bal male Bhagvan Somnath nu ej magni hati ....any way cricket Kon ramse koni pitch per avnaro Samay kehse....

    ReplyDelete