Wednesday, July 13, 2016

સરફરાજ મારી સાથે લડવા પણ તારે જીવવુ પડશે

સરફરાજ શેખ
તા 13 જુલાઈ હું રાત્રે ઘરે પહોંચ્યો, ત્યારે ઘડીયાળમાં રાતના 11.50નો સમય થઈ રહ્યો હતો, દસ મિનીટ પછી તા 14 જુલાઈ થઈ જવાની હતી , સામાન્ય રીતે મને છેલ્લાં થોડા સમયથી વહેલા સુઈ જવાની ટેવ  ખરી પણ આજે ઉંઘ આવતી ન્હોતી કારણ  હું સરફરાજના વિચારમાં હતો, મને બરાબર યાદ નથી પણ લગભગ 2000ની સાલમાં મારો અને સરફરાજનો પહેલો પરિચય થયો હતો, ત્યારે તે ગુજરાત ટુ ડે અખબારમાં ક્રાઈમ રીપોર્ટર હતો, તે ત્યારે ખુબ જ હાઈપર સ્વભાવનો જો કે આજે પણ તેમાં ખાસ ફર્ક પડયો નથી, તેની ઉમંર વધી પણ તે સ્વભાવે નાનો જ રહ્યો, મારા કરતા તે પાંચ વર્ષ ઉમંર અને કેરીયરમાં નાનો છે.

પાછળથી  અમે બન્ને  દિવ્ય ભાસ્કરમાં સાથે જોડાયો, ત્યારથી એકબીજાને નજીકથી ઓળખતા થયા, અમે બન્ને એકબીજાની જમા-ઉધાર બાજુ સારી રીતે જાણવા લાગ્યા, સરફરાજનો સતત પ્રયત્ન રહેતો કે તે મારા કરતા સારી સ્ટોરી કરે, તેના કારણે તેને મારી સાથે સતત માનસીક સંઘર્ષ પણ થતો હતો, જો કે તે તેની અંદર ચાલી રહેલા સંઘર્ષને સંતાડી શકતો નહીં, તેના કારણે નારાજ થઈ જાય, ગુસ્સો થઈ જાય તે બહુ સ્વભાવીક હતું. તે મને રીપોર્ટીંગમાં મારો તેને હરિફ ગણે તેની મને ત્યારે પણ ખબર હતી અને આજે પણ છે. જો કે તેના કરતા પાંચ વર્ષ તડકી છાયડી વઘારે જોઈ હોવાને કારણે હું તેને બેસીને સમજાવતો કે જો સરફરાજ આજે આપણે જે ખુરશી ઉપર બેઠા છીએ ત્યારે પહેલા કોઈક બેઠુ હતું, એક જમાનામાં તેમના નામના સીક્કા પડતા હતા,આજે આપણે જે  ખુરશી ઉપર બેઠા છીએ, અને આવતીકાલે કોઈક બીજુ બેઠુ હશે. તેથી જીંદગીની સહજ ભાવે જીવી લેવી જોઈએ, તે મારી વાત સાથે સંમત્ત પણ થતો અને પાછી કોઈ સ્ટોરીની વાત આવે તો તે મારા સામે છેડે જ ઉભો હોય.

2002ના તોફાનોમાં અમદાવાદ શહેરમાં સ્થિતિ નાજુક હતી, શહેરના નદીપાર વિસ્તારમાં મુસલીમો નિકળી શકતા ન્હોતા, ત્યારે એક દિવસ તેનો મને ફોન આવ્યો , આપણે આઈઆઈએમ પાસે મળીએ છીએ, મને આશ્ચર્ય પણ થયુ અને ડર પણ લાગ્યો, મને થયુ કે મીયાનું મગજ ફરી ગયુ છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આઈઆઈએમ પાસે દુર દુર સુધી કોઈ મુસલમાન વસ્તી નથી તો આ શુ કામ મને ત્યા મળવા બોલાવે છે. પણ હું કઈ સવાલ કરૂ તે પહેલા તેણે ફોન મુદી દીધો. હું વસ્ત્રાપુર નક્કી કરેલી ચ્હાની લારી ઉપર પહોંચ્યો, તે ખુશ હતો, મેં પુછયુ તુ બહાર કેમ નિકળ્યો.. તેણે કહ્યુ નોકરી તો કરવી પડે.. મેં આજુબાજુ જોતા પુછયુ તને કઈ ભાન છે.. તે મારો પ્રશ્ન સમજી ગયો.. તેણે ખીસ્સામાં હાથ નાખી કોઈ કાર્ડ કાઢી મારી સામે મુકતા કહ્યુ ચીંતા ના કરો મારૂ નામ સરસ્વતીચંદ્ર છે.. તે 2002ના તોફાનો દરમિયાન સરફરાજ માંથી સરસ્વતીચંદ્ર બની મારી સાથે રીપોર્ટીંગમાં ફરતો રહ્યો

મારી અને સરફરાજ વચ્ચેની કામની હરિફાઈ કોઈ છાની બાબત ન્હોતી, પત્રકારો તો ઠીક પણ પોલીસ અધિકારીઓ પણ જાણે છે, જેનો જેણે લાભ લેવાનો હતો તે લીધો, પણ તેની સામે મારી કોઈ નારાજગી પણ નથી. સરફરાજ મને હરિફ માનતો હોવા છતાં તેની નિખાલસતાની કેટલીક વાતો મારી પાસે છે, હું દિવ્ય ભાસ્કર છોડી ટાઈમ્સ  ઓફ ઈન્ડીયામાં જોડાયો હતો, તેના એકાદ વર્ષ બાદ તેને દિવ્ય ભાસ્કરમાં ડેપ્યુટી ચીફ રીપોર્ટર તરીકેનું પ્રમોશન મળ્યુ, તેણે મને ફોન કર્યો, કહ્યુ પ્રશાંતભાઈ મને અભિનંદન આપો, મેં કહ્યુ શેના ભાઈ, તેણે કહ્યુ પહેલા અભિનંદન આપો પછી વાત કરીશ , મેં તેને અભિનંદન આપ્યા, તેણે તેને મળેલા પ્રમોશનની વાત કરતા કહ્યુ, સાચુ કહુ તો હું તમને પસંદ કરતો નથી, પણ મારા મનમાં સતત એવો પ્રયાસ હોય છે કે મારે પ્રશાંત દયાળ જેવા રિપોર્ટર થવુ છે.

અમારી વચ્ચે ઝઘડા પણ ખુબ થયા, અને અબોલા પણ થયા છતાં બન્ને એકબીજાની તાકાતથી પુરા વાકેફ છીએ, મેદાનમાં તમે એકલા જ દોડો તો પહેલો અને બીજો નંબર તમારો પોતાનો જ રહે, તેમાં નવાઈ કઈ નથી, પણ મેદાનમાં તમારી સાથે લગોલગ કોઈ હરિફાઈ કરનાર હોવો જોઈએ, છેલ્લાં પંદર વર્ષથી સરફરાજ રીપોર્ટીંગના મેદાનમાં મારી સાથે દોડતો રહ્યો છે, તેના કારણે જ મારે પણ દોડતા રહેવુ પડયુ છે તેવુ કબુલ કરતા મને સંકોચ થતો નથી, પરંતુ સરફરાજ હજી પણ નાના બાળક જેવો છે, તે આજે પણ માને છે કે દરેક દોડમાં તેનો જ નંબર પ્રથમ આવવો જોઈએ, જો કે દરેક વખતે શકય પણ હોતુ નથી, પણ જયારે તેવુ ના  બને ત્યારે તે ખુબ દુખી થયો હોય તેવુ પણ મેં જોયુ છે.

હું એક વર્ષ વડોદરા ગયો ત્યારે તેણે કેટલાંક મીત્રનો કહ્યુ હતું કે પ્રશાંતભાઈ અમદાવાદ નથી, તેના કારણે મને પડકાર મળતો નથી, તેમની હાજરી મને દોડાવે છે,  આ વાત હું પણ સરફરાજ માટે કહી શકુ તેમ છુ, આજે અમદાવાદના પત્રકાત્વમાં સરફરાજ કરતા ઉમંરમાં અનેક રીપોર્ટરો નાના  છે છતાં સરફરાજનો ઉત્સાહ અને મહેનત કોઈ પણ જુનિયરને શરમાવે તેવો  છે, મ્યાર્દાઓ તો તમામમાં રહેવાની તેમાં હું પણ બાકાત નથી, છતાં સરફરાજ એક સારો લડવૈયો છે તેવી વાત નિશંક છે..

તા 13મી જુલાઈ સાંજના છ વાગ્યા હશે હું હુ રોજ પ્રમાણે ટાઈમ્સ ઓફ ઈન્ડીયા નીચે આવેલા ચ્હાની કીટલી ઉપર પહોચ્યો ત્યારે મારા સાથી પત્રકાર સઈદ ખાને મને એક તરફ બોલાવી કહ્યુ સરફરાજને હોસ્પિટલ લઈ ગયા છે તેને હાર્ટ એટેક આવ્યો છે.. હું મારો સાથી મેહુલ જાની સાથે તરત હોસ્પિટલ પહોંચ્યા, ઈમરજન્સી વોર્ડમાં તેની સારવાર ચાલી રહી હતી, કોણ જાણે પણ મને સરફરાજ સામે જોતા નર્સે  મારી તરફ કેટલાંક કાગળો મુકતા પુછયુ તમે સરફરાજના પિતા છો.. કદાચ મારા સફેદવાળ અને ઉમંરને કારણે કહ્યુ હશે ખેર તે મુદો વિશેષ ન્હોતો મેં હા કહ્યુ તેણે મને કાગળો ઉપર સહી કરવાનું કહ્યુ, મેં કાગળો ઉપર સહીઓ કરી અને દર્દીના સાથેના સંબંધના ખાનામાં મીત્ર હોવાની નોંધ કરી.

નર્સે કાગળો જોયા અને મારી સામે જોતા પુછયુ, તમે ફ્રેન્ડ કેમ લખ્યુ.. મે હસતા હસતા જવાબ આપ્યો હું તેનો મીત્ર જ છુ માત્ર મારી ફાધર ફીગર છે. તરત એન્જીયોગ્રાફી થઈ, મેં તેના તમામ ફોર્મ ઉપર સહી કરી હોવાને કારણે ડૉકટરે મને બોલાવી તેના નિદાનની વાત કરી, તેના હાર્ટમાં બ્લોકેજ હોવાનું જણાવ્યુ જો કે મેડીકલ કારણોસર  એન્જીયો પ્લાસ્ટી થઈ શકે તેમ ન્હોતી, તેની સારવાર શરૂ થઈ અને આઈસીસીયુ વોર્ડમાં લઈ ગયા. તેની પત્ની અલફીયા સાથે તેના પ્રેમ લગ્ન થયા , બન્ને મુસલીમ હોવા છતાં તેને અલફીયા સાથે નિકાહ પઢવામાં માટે પણ અનેક મોરચે લડવુ પડયુ હતું.. આ દરમિયાન મેં તેની પત્ની અલફીયાને જાણ કરતા તે પોતાના બે બાળકો સાથે હોસ્પિટલ દોડી આવી, તેમની આંખમાં આંસુ હતા તે સરફરાજ જલદી સારો થઈ જાય તેની દુઆ માંગી રહ્યા હતા. સતત મારી સાથે લડતો ઝઘડતો  સરફરાજ આઈસીસીયુ વોર્ડમાં સ્ટ્રેચર ઉપર જઈ રહ્યો હતો ત્યારે મેં તેની આંખોમાં પોતાના પરિવારને જોઈ આવેલો ડર જોયો હતો, તેની આંખોમાં એક પ્રકારની લાચારી હતી. મને લાગ્યુ કે મારે લાચાર સરફરાજને જોવો નથી.

હું હોસ્પિટલથી નિકળ્યો ત્યારે મનમાં આવ્યુ કે  સરફરાજનો ખુદા ભલે મારા ઈશ્વરથી જુદો હોય, પણ મારા ઈશ્વરે સરફરાજને બચાવવો પડશે કારણ મારી સાથે લડવા પણ સરફરાજે જીવવુ પડશે

44 comments:

  1. Bat man movie ni ek philosophy yad aave che jema joker bat man ne kahe che tu che to hu chu ane hu chu to tu che.tu etlo saro etla mate che kAran ke hu tarathi vadhu kharab chu.

    ReplyDelete
  2. Bat man movie ni ek philosophy yad aave che jema joker bat man ne kahe che tu che to hu chu ane hu chu to tu che.tu etlo saro etla mate che kAran ke hu tarathi vadhu kharab chu.

    ReplyDelete
  3. માનવી માનવ બને તોય ઘણું! તકલીફોમાં જ તો કસોટી થાય છે, બાકી તો જીવન ઘણું જ સહજ છે!

    ReplyDelete
  4. અલ્લાહ, ઈશ્વર આપણા પ્રિય મિત્ર સરફરાજ ભાઈને આફિયત સાથે સિફા આપે..આમીન, ભાઈ સંબંધો માં દોસ્તી સરવોપરી...Getwell soon sarfaraz bhai

    ReplyDelete
  5. અલ્લાહ, ઈશ્વર આપણા પ્રિય મિત્ર સરફરાજ ભાઈને આફિયત સાથે સિફા આપે..આમીન, ભાઈ સંબંધો માં દોસ્તી સરવોપરી...Getwell soon sarfaraz bhai

    ReplyDelete
  6. અલ્લાહ, ઈશ્વર આપણા પ્રિય મિત્ર સરફરાજ ભાઈને આફિયત સાથે સિફા આપે..આમીન, ભાઈ સંબંધો માં દોસ્તી સરવોપરી...Getwell soon sarfaraz bhai

    ReplyDelete
  7. Good one...Dada...get well soon sarfaraz....bawa

    ReplyDelete
  8. Praying for fast recovery of Sarfaraz. Get well soon Miyan.

    ReplyDelete
  9. Praying for fast recovery of Sarfaraz. Get well soon Miyan.

    ReplyDelete
  10. સર્ફરાઝ....એક સરફિરો રીપોર્ટર છે..એ આ એસાઇન્મેન્ટ માં પણ જરૂર સફળ થશે.મોહમ્મદ અને માધવ બંને તેને જીતાડશે. અને મિત્રોની દુઆ રંગ લાવશે.

    ReplyDelete
  11. સર્ફરાઝ....એક સરફિરો રીપોર્ટર છે..એ આ એસાઇન્મેન્ટ માં પણ જરૂર સફળ થશે.મોહમ્મદ અને માધવ બંને તેને જીતાડશે. અને મિત્રોની દુઆ રંગ લાવશે.

    ReplyDelete
  12. Healthy rivalry is essential to bring out the best in people. Hope and pray that the feisty and plucky journalist gets well soon.

    ReplyDelete
  13. Safu. May Allah grant you speedy recovery.

    ReplyDelete
  14. સરફરાઝને ઝડપથી સારા થઇ જવાની શુભેચ્છા.
    બહુ સરસ, ભાવવાહી લખ્યું છે.

    ReplyDelete
  15. Get well soon Sarfaraz .....sarsvatichandra

    ReplyDelete
  16. સરફરાજભાઇ જલદી સાજા થઇ જાવ તેવી મારા પ્રભુને મારી પ્રાર્થના...!!

    ReplyDelete
  17. Get Well Soon Sarfaraz Bhai..!! :) :)

    ReplyDelete
  18. સરફરાઝભાઈ સાથે દિવ્યભાસ્કરની ઇન્ટર્નશીપ વખતે થોડો પરિચય થયો હતો.... Get well soon.... સરફરાઝભાઈ...

    ReplyDelete
  19. Divine friendship between both of you....Get well soon Sarfarjbhai

    ReplyDelete
  20. Get well soon..... Sarfarazbhai.

    ReplyDelete
  21. આપ બન્નેના અન્દાજ છે અપના અપના - સરફરાજ નો મતલબ જ થાય છે
    'આશિર્વાદ પ્રાપ્ત' તે જલ્દી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના અને એજ જુની રફ્તારથી સમાચારની દુનિયામાં પરત ફરી પ્રશાંતભાઇને સતત દોડતા રાખે અને બન્ને હંમેશા મન તન ધન ને શરીરથી અલમસ્ત અને તંદુરસ્ત રહે તેવી શુભેચ્છા

    ReplyDelete
  22. મિત્રતામાં મસ્તી હોય, મારામારી પણ હોય અને વાત વણસે તો મહાભારત પણ થઈ થાય. પણ એ જ મિત્રાચારીનો આલેખ જ્યારે પ્રશાંત દયાળ માંડે ત્યારે તેમાં માનવતા પણ ભળે.
    પ્રશાંત દ્વારા લખાયેલી આવી અનેકોનેક વાત આજે વધુ એકવાર સાબિત થઈ.
    સો (100)થી વધુ વખત રક્તદાન કરનાર તરીકેની કોઈ મિશે મારે સરફરાઝને કોઈ રીતે મદદરૂપ થવાનું આવશે તો તેનો કોઈ ભાર રાખ્યા વગરની એ મારા માટે મનગમતી વાત હશે.

    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  23. સરફરાજભાઈએ મારા એક સંબંધીને જરૂર પડી ત્યારે લોહી આપેલું. હું દિલથી દુઆ કરું છું કે તેમનું દિલ ઝડપથી તંદુરસ્ત થઈ જાય...

    ReplyDelete
  24. Dada I try to ring him hope he is well.... May God bless him

    ReplyDelete
  25. This comment has been removed by the author.

    ReplyDelete
  26. Dada I try to ring him hope he is well.... May God bless him

    ReplyDelete
  27. Dada I try to ring him hope he is well.... May God bless him

    ReplyDelete
  28. સરફરાઝભાઇ ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભકામનાઓ...

    ReplyDelete
  29. 🙏🙏🙏🙏🙏🙏🙏 Get Well Soon

    ReplyDelete
  30. Very touchy...... Sarfarajbhai get well soon....

    ReplyDelete
  31. Dada.khub saras.sarfarajbhai saja Thai Jay tevi Prabhu ne prarthna.

    ReplyDelete
  32. Dada.khub saras.sarfarajbhai saja Thai Jay tevi Prabhu ne prarthna.

    ReplyDelete
  33. God May Bless Him & Get Well Soon For Him. May ur Frndship Provide The Best Strength To His Health.

    ReplyDelete
  34. Get Well Soon Sarfarazbhai...દિવ્ય ભાસ્કરમાં સાથે કામ જરૂર કર્યું,પરંતુ ખાસ બોલતા ચાલતા નહતા. હું હતો સાવ જુનિયર...કોઇ સિનીયર સાથે વાત કરતાં ગભરામણ થતી...પરંતુ આજે પણ એ દિવસ યાદ જ્યારે 2004માં ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટની સંદેશ સામેની સેમિફાઇનલ...છેલ્લી ઓવરમાં છ રનની જરૂર હતી અને સંદેશ પાસે વિકેટો કોઇ મુશ્કેલી નહતી. દિવ્ય ભાસ્કરની આ પ્રથમ ટૂર્નામેન્ટ હતી. હંમેશની માફક અમારા સાહેબે (નામ નથી લખવું) મને આખી ટૂર્નામેન્ટમાં ઓવર આપી નહતી. સેમિફાઇનલમાં માત્ર સરફરાઝના કહેવાથી મારાા સાહેબ મને બલી નો બકરો બનાવવા તૈયાર થયા...(સરફરાઝનો ઇન્ટેન્સન પોઝિટિવ હતો..) કદાચ જાણતો હતો મારી ક્ષમતાને...સ્ટમ્પની અડોઅડ ઉભા રહીને વિકેટકિપીંગ કરવા સરફરાઝ જાણીતો હતો...એણે જેમ કહ્યું તેમ તેમ છ બોલમાં છ અલગ અલગ ટપ્પીઓ પાડી...રોમાંચક મેચમાં દિવ્ય ભાસ્કરનો વિજય થયો અને સંદેશનો પરાજય...બલીના બકરાએ જીત અપાવી....મને યાદ છે પીચ ઉપરથી સરદાર પટેલ સ્ટેડિયમના પેવેલિયન પર આવતા પ્રશાંતભાઇએ પણ ખભે ઉંચકી અભિનંદન આપ્યા હતા...જુનિયર હતો એટલે કદાચ આ અનમોલ ક્ષણ બહુ ઓછાને યાદ હશે, પરંતુ ખરાઇ કરવા ઇન્ટર પ્રેસ ક્લબની એ સેમિફાઇનલની સ્કોરબુક ચેક કરી શકે છે.....સરફરાઝભાઇ આમ તો ઘણો દૂર છું આજે પણ તમારાથી પરંતુ એક ઇચ્છા જરૂર છે કે હજુ પણ અનેક ટૂર્નામેન્ટમાં કિપીંગ કરો અને હું બોલિંગ...જલદી સારા થઇ જાવ તેવી શુભકામનાઓ અને ભગવાનને પ્રાર્થના..

    ReplyDelete
  35. જ્યાં સુધી આપણી સાથે હરીફાય કરનાર કોઈ ના હોઈ ત્યાં સુધી કોઈ પણ ક્ષેત્ર માં કામ કરવાની મજા ના આવે, પ્રશાંતભાઈ આપ સહભાગી છો કે આપને હરીફ તરીકે સરફરાજભાઈ જેવા ધુરંધર પત્રકાર મળ્યા

    ReplyDelete
  36. "હું હોસ્પિટલથી નિકળ્યો ત્યારે મનમાં આવ્યુ કે સરફરાજનો ખુદા ભલે મારા ઈશ્વરથી જુદો હોય, પણ મારા ઈશ્વરે સરફરાજને બચાવવો પડશે કારણ મારી સાથે લડવા પણ સરફરાજે જીવવુ પડશે " દોસ્ત પ્રશાંત, આ શબ્દો તો મને રડાવી ગયા યાર...

    ReplyDelete
  37. Get well soon, Sarfarazbhai. Best wishes

    ReplyDelete