Monday, July 11, 2016

મારા અને મારા દારૂના ગ્લાસ વચ્ચે આવનાર તમામ મારા દુશ્મન છે

મારા એક મીત્રને લીવર સોરાયસીસની બીમારી થઈ, સામાન્ય રીતે અતિશય દારૂ પીનારને આ બીમારી થઈ શકે છે, હું તેને મળવા તેની ઓફિસે ગયો, તે તો મને ના મળ્યો, પણ તેનો નાનો ભાઈ મળી ગયો, મેં તેને પુછયુ કેમ છે ભાઈની સ્થિતિ.. નાના ભાઈએ નિસાસો નાખતા કહ્યુ જાહેરમાં મોટાભાઈ  લેતા  નથી, પણ ખાનગીમાં  પેગ મારી લે છે. મારા જે મીત્રને લીવર સોરાયસીસની બીમારી થઈ, તેનો સારો કહી શકાય તેવો મોટો બીઝનેસ છે, ઘરમાં પત્ની અને બે દિકરીઓ છે, ઘરના બધા  જ તમને સમજાવે છે કે ડૉકટરના નિદાન પ્રમાણે હવે લીવર સોરાયસીસની બીમારી અંતિમ તબ્બકામાં પહોંચી ગઈ છે, તાત્કાલીક સારવાર એટલે સૌથી પહેલા દારૂ પીવાનું બંધ થાય એટલે લીવરમાં આપમેળે સુધારો આવવાની શરૂઆત થાય, લીવરની સારવાર કરનાર ડૉકટરના મત પ્રમાણે એક માત્ર લીવર જ શરીરનું એવુ અવયવ છે કે જો તેને માણસ નુકશાન પહોંચાડવાનું બંધ કરે તો, તેને અગાઉ થયેલુ નુકશાન આપોઆપ ઠીક કરી શકે છે.

મારા મીત્રને દારૂ પીવાનું બંધ કર તેવુ કહેનાર તમામને તે તેની અને દારૂના ગ્લાસની વચ્ચે આવનાર દુશ્મન માનવા લાગ્યો છે. 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન થયુ ત્યારે ગુજરાતે સ્વૈચ્છીક દારૂબંધી સ્વીકારી હતી, પણ ગુજરાતમાં દારૂ પીવા ઈચ્છતી વ્યકિત કયારે તરસી રહી નથી, ગુજરાતમાં રેશનીંગની દુકાનો કરતા દારૂના અડ્ડાઓની સંખ્યા વધારે તે વાત કોઈ નકારી શકે તેમ નથી, કોઈ પણ રીતે દારૂની તરફેણ થઈ શકે તેમ નથી, આમ છતાં ગુજરાતમાં દારૂની સ્થિતિ સેકસના વિષય જેવી છે, નાનપણથી ગુજરાતી લોકો દારૂ એટલે ખરાબ એવુ ગણથુથીમાં ઉતારી ચુકયા છે, જેના કારણે બહુ  મોટો વર્ગ દારૂમાં ખરાબ શુ છે તે જાણવા તેની તરફ આકર્ષાયો અને પછી તે લપસણા રસ્તે આગળ વધી ગયો, સરકારી આંકડા પ્રમાણે જયા દારૂબંધી નથી તેવા રાજયોની સરખામણીમાં ગુજરાતમાં દારૂ પીવાને કારણે લીવર સોરાયસીસની બીમારીનો ભોગ બનનાર અને તેના કારણે મૃત્યુ પામનારની સંખ્યા વધારે છે, માત્ર અમદાવાદ શહેરની સરકારી હોસ્પિટલના આંકડાઓ જ ધ્યાનમાં લઈ તો અમદાવાદમાં દર વર્ષે લીવર સોરાયસીસની બીમારીના 11-12 હજાર દર્દીઓ નોંધાય છે, જેમાં 70 ટકા દર્દીઓ દારૂની ટેવને કારણે આ બીમારીનો ભોગ બને છે, જયારે બાકીના 30 ટકા દર્દીઓ સતત એન્ટીબાયોટીક અથવા પેઈન કીલર દવાઓના ઉપયોગને કારણે લીવર બગાડે છે.
ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે દારૂ પીનાર વ્યકિતઓની માનસીકતા સમજવી પણ જરૂરી છે, સૌથી પહેલા તેને કાયદા અને સમાજને કારણે દારૂ સંતાઈને પીવો પડે છે, મેડીકલ સાયન્સ પ્રમાણે પણ રોજ બે પેગ એટલે 60 એમએલ દારૂ પીનારને નુકશાન થતુ નથી, પણ સંતાઈને દારૂ પીવાનો હોવાને કારણે એક જ ઝાટકે દારૂ ગટગટાવી જાય છે,  ગુજરાતમાં અન્ય રાજયની જેમ પેગ ઉપર દારૂ મળતો નથી, તમારે આખી બોટલ અડ્ડા ઉપરથી લેવી પડે, હવે માની લો કે બે અથવા ત્રણ મીત્રો વચ્ચે તમે એક બોટલ ખરીદો તો તે પુરી કરે જ છુટકો હોય છે, દારૂડીયા મઝાકમાં કહે છે દારૂ તો ઘી કરતા મોંઘો છે, ફેંકી થોડો દેવાય એટલે ગટગટાવ જાય છે, વધેલો દારૂ કયાં રાખવો તે મોટી સમસ્યા હોય છે તેના કારણે પણ ક્ષમતા કરતા વધુ પીવો પડે છે, ત્યાર બાદ તે ઘરે જાય એટલે દારૂની તીવ્ર વાસ અને લથડીયા ખાતા પગને કારણે ઘરે પણ ઝઘડો થવાનો તે નિશ્ચીત જ હોય છે.

મે અનેક દારૂ પીનાર વ્યકિતના મોંઢે સાંભળ્યુ કે મારે દારૂ છોડી દેવો છે.. એવુ પણ નથી કે દારૂ પીનાર તે છોડવા માગતો નથી.. તે પ્રયત્ન પણ કરે છે.. પણ ત્યારે તેની કોઈકની જરૂર પડતી હોય છે. દારૂ પીનાર જયારે એવી જાહેરાંત કરે કે હવેથી હું દારૂ પીઈશ નહીં ત્યારે તેના જ ઘરની વ્યકિત તેની જાહેરાંતની કત્લેઆમ કરતા કહે છે રહેવા દો તમારાથી કઈ છુટશે નહીં., એક સારી અને સાચી દિશામાં ઉપડેલા પગલાંને માનસીક રીતે રોકવાનો ઘરથી પ્રયાસ થાય છે., આમ  દારૂ છોડનારને કોઈના માનસીક સહકારની જરૂર હોય છે, એવુ પણ બને  અગાઉ આ  સત્યના આ પ્રયોગ થઈ ચુકયા હોય અને ફરી પાછો તે અસત્યના માર્ગે ગયો હોય તો પણ તે દિશામાં પ્રયત્ન કરવામાં કઈ ગુમાવવાનું નથી.

જાણિતા મનોચીકીત્સક ડૉ મૃગેશ વૈષ્ણવ સાથે અગાઉ થયેલી એક વાતચીત મને યાદ આવી મને યાદ છે ત્યાં સુધી તેમણે કહ્યુ હતું પહેલા શોખને કારણે પછી ટેવને કારણે અને બાદમાં સતત દારૂ પીવો તે એક બીમારી બની જાય છે. પણ હજી આપણે ત્યાં સતત દારૂ પીવાને બીમારી તરીકે આપણે જોતા નથી, દારૂ પીનાર તરફની સતત ઘૃણાને કારણે આપણે વધુને વધુ તે વ્યકિતને દારૂના પીડાકારક નશા તરફ ધકેલી દઈએ છીએ. સતત દારૂ પીનાર જો તેને બીમારી સમજી તેની સારવાર કરાવે તો તેમાથી બહાર આવી શકે છે. ગુજરાત કેડર આઈપીએસ અધિકારી શમશેરસિંહ સાથે એક દિવસ થયેલી અમસ્તી વાતચીતમાં તેમણે ક્હયુ કે   જયારે તમને કોઈ ખોટી ટેવ પડી જાય ત્યારે તેમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરવાને બદલે કોઈ સારી ટેવ પાડો , થોડા સમય પછી સારી ટેવને કારણે આપોઆપ ખોટી ટેવ છુટી જશે.

18 comments:

  1. Like a psychologist's analysis....superb

    ReplyDelete
  2. So true.. for any addiction... but psycological support and genuine wish to stop.. need to be combined..

    ReplyDelete
  3. Mare noto pivo ne mane payo re madhro daro mahke chhe
    Aa pankti rachana karnar yuvan gayak manitaj barot nu mot pan daru piva thi akasmate mot thayu hatu

    ReplyDelete
  4. Sachi vat che ane daru dushan manatu hovathi te ketlo and kevo pivo eni pan koi mahiti nathi etle vadhare reactions save che

    ReplyDelete
  5. કોઈ પણ વ્યસન કે પછી કહેવાતી ખરાબ આદતો છોડવા અને છોડાવવા માટે એક સાચા સાથ અને હૂંફની ખાસ જરૂર હોય છે...

    ReplyDelete
  6. કોઈ પણ વ્યસન કે પછી કહેવાતી ખરાબ આદતો છોડવા અને છોડાવવા માટે એક સાચા સાથ અને હૂંફની ખાસ જરૂર હોય છે...

    ReplyDelete
  7. વાત સાચી છે, પૃથ્વી પર ની કોઈ પણ વસ્તુ કે જે પીવા અથવા ખાવા લાયક છે તે ચોક્કસ પ્રમાણ મા લેવાથી તે ક્યારેય નુકશાન નથી કરતી પણ અચુક ફાયદો કરે છે,Even ઝેર પણ.

    ReplyDelete
  8. Psoriasis अने cirrhosis अलग रोग छे. Psoriasis (सोरियासिस) त्वचा नो रोग छे
    ज्यारे cirrhosis (सिरोसिस) ए लिवर नो रोग छे.
    अहीं लेखक ने cirrhosis अभिप्रेत छे.

    ReplyDelete
  9. To leave any addiction moral support require.If near and dear will provide this I think gradually people can free from this addiction.

    ReplyDelete
  10. This comment has been removed by the author.

    ReplyDelete
  11. To leave any addiction moral support require.If near and dear will provide this I think gradually people can free from this addiction.
    Prashant thanks for disclosing some truth about the wine which is so called officially banned.

    ReplyDelete
  12. To leave any addiction moral support require.If near and dear will provide this I think gradually people can free from this addiction.
    Prashant thanks for disclosing some truth about the wine which is so called officially banned.

    ReplyDelete
  13. sachhi vaat chhe prashant bhai

    ReplyDelete