Friday, July 29, 2016

ગૃહમંત્રી હરેન પંડયા સ્કુટર ઉપર નિકળતાઃ ગૃહમંત્રી રજની પટેલ સચિવાયલની બહાર નિકળતા જ નથી



કેશુભાઈ પટેલની સરકારમાં ગૃહરાજયમંત્રી તરીકે હરેન પંડયા હતા, ત્યારે ભાગ્યે જ તેમની સાથે પોલીસ રહેતી હતી, હરેન જાણતા હતા કે જો તેમની આસપાસ પોલીસનો કાફલો રહ્યો હતો તો પ્રજા સાથે તેમને સંપર્ક તુટી જશે, તેઓ સરકારી કારનો ઉપયોગ કરતા પણ સાંજે સચિવાયલથી આવે એટલે  પોતાની સરકારી કાર અને સાથે રહેલા કમાન્ડોને મુકી એકલા સ્કુટર ઉપર નિકળતા હતા.

ગૃહમંત્રી હતા ત્યારે કોઈક દિવસ તેમનો ફોન આવે, પ્રશાંતભાઈ મળીશુ, અમારૂ મળવાની નક્કી થાય એટલે તેઓ સાંજે અમદાવાદના ટાઉનહોલની સામે આવેલી પરોઠા ગલી તરીકે ઓળખાતી ગલીમાં રામભાઈ ઉર્ફે મામાની લારી ઉપર સ્કુટર લઈ એકલા આવી જાય, પછી રામભાઈ લારીના ચ્હા મંગાવે, અને હરેન પત્રકારો સાથે ગપ્પા મારે. હરેન પંડયાની રાજકારણમાં ઉમંર ભલે નાની હોય પણ પ્રજાની નાડ પારખતા આવડી ગઈ હતી, બહુ ભપકા કરતા પ્રજાનું કામ કરતા હિરોને પ્રજા પસંદ કરે છે.

હરેન માત્ર મને જ મળવા આવતા તેવુ ન્હોતુ, તે જુદા જુદા વિસ્તારના લોકોને મળતા હતા, હરેનનો મકસદ બહુ સ્પષ્ટ હતો કે લોકો કાયદો અને વ્યવસ્થા અંગે શુ માને છે, શહેરના કયાં ખુણે શુ ચાલી રહ્યુ છે પોલીસ તંત્રમાં કોણ શુ કરી રહ્યુ છે. હરેન પ્રજા સાથે જોડાયેલા હતા અને સામાન્ય માણસ  પણ તેમના સુધી  આસાનીથી પહોંચી શકતો હતો, કારણ તે લોકનેતા હતા, હા તે ચોક્કસ વાત છે કે હરેન પંડયાને ઓળખ આપવામાં ભાજપનું મોટુ યોગદાન હતું, પણ પછી હરેને એક ભાજપના નેતા કરતા ગુજરાતના  ગૃહમંત્રી તરીકે પોતાની એક અાગવી  ઓળખ ઉભી કરવા મહેનત કરી.


હરેન પંડયા ગૃહમંત્રી હતા ત્યારે પણ બનાવ બનતા હતા, પણ જેવી બનાવની જાણકારી મળે તેઓ તરત કેશુભાઈ પટેલની રાહ જોયા વગર રાજયના કોઈ પણ ખુણે પહોંચી જતા હતા ડાંગમાં ધર્માતરણના મુદ્દે તોફાન થયુ ત્યારે કેશુભાઈ પટેલે હરેન પંડયાને ડાંગ પહોંચી જવાની સુચના આપી ત્યારે હરેન પંડયાએ કહ્યુ હતું સાહેબ હું ડાંગમાં જ છુ અને અધિકારીઓ સાથે મિટીંગ કરી રહ્યુ છુ. હરેન પંડયાને લાગતુ હતું કે આ મારૂ ખાતુ છે તેનું નુકશાન એટલે રાજયનું નુકશાન છે. પણ આનંદીબહેન પટેલની સરકારના ગૃહરાજય મંત્રી રજની પટેલ તો પ્રજાને તો ઠીક પત્રકારોને પણ શોધ્યા મળતા નથી. રજની પટેલને તમે ફોન કરો તો તેમનો અંગત સચિવ રાકેશ જ ફોન ઉપાડે છે અને એક જ જવાબ આપે સાહેબ મિટીંગમાં છે, પછી ફોન કરાવુ પણ રજની પટેલનો કયારેય ફોન આવે જ નહીં.

ખરેખર તો પ્રશ્ન થાય છે રજની પટેલ ગૃહમંત્રી છે કે તેમનો અંગત સચિવ રાકેશ મંત્રી છે, કારણ પોલીસ અધિકારીઓ પણ કહે છે અમને મોટાભાગની સુચના રાકેશભાઈ જ આપે છે.પત્રકારોને તો ઠીક પણ કોઈ પોલીસ અધિકારીને પુછો કે રજની પટેલને છેલ્લે કયારે મળ્યા તો તેમને પણ માથુ ખંજવાળી યાદ કરવુ પડે, ઉના જેવી ઘટના ઘટે છતાં પણ ગૃહરાજય મંત્રી તરીકે રજની પટેલના પેટનું પાણી હલતુ નથી, મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ પહેલા તેમણે સ્થળ ઉપર પહોંચી જવાની જરૂર હતી, પણ કદાચ તે કહ્યાગર મંત્રી હશે, તેમને હશે કે મેડમ સુચના આપે પછી જ જવાનું એટલે પહેલા પહોંચ્યા નહી. ઘણીવાર તો ટીવી ચેનલના પત્રકારો કહે છે કે રાજયની કોઈ ગંભીર બનાવ બાદ હમણાં આવી માહિતી આપુ તેવુ કહી મંત્રી પાછલા બારણે જતા રહે છે, રજની પટેલની બોડી લેગ્વેજ જુવો તો એવુ લાગે કે ગૃહરાજયમંત્રી હોવા છતાં તેમને જ પોલીસની બીક લાગે છે.

પહેલા પટેલ આંદોલન થયુ હવે દલિત આંદોલન ચાલે છે, પણ ગૃહમંત્રી તરીકે તેમણે કોઈ આંદોલનકારી સાથે વાટાઘાટો કરી હોય તેવુ બન્યુ નથી જાણે તેમનું કામ તો લાલ લાઈટવાળી કારમાં ફરવા સિવાય કઈ નથી તેવો તેમનો વ્યવહાર છે. ગૃહમંત્રી તો ઠીક પણ ગુજરાતના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ પણ રજની પટેલના નાના ભાઈ હોય તેવુ લાગે છે, તે પણ પોતાની ચેમ્બરમાંથી જવલ્લેજ બહાર આવે છે.
ઈશરત એન્કાઉન્ટર કેસમાં ચાર્જશીટ થયા પછી અને ચાર-ચાર ખુન કેસનો આરોપ હોવા છતાં અત્યંત ધાર્મિક   સ્વભાવના પૃથ્વીપાલ પાન્ડેય ઈન્ચાર્જ ડીજીપી બન્યા તે તેમની ભાજપ તરફની વફાદરીનું પરિણામ છે સાથે તેમનું નસીબ પણ બળવાન છે. ડીજીપી થયા પછી તેમને પહેલી પત્રકાર પરિષદ અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસમાં બોલાવી હતી, જેમાં તેમણે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના લગ્નમાં થયેલા ગોળીબાર અંગે કહ્યુ હતું હમારે લખનઉ મેં તો ઈસ સે ભી જાદા  ગોલીયા ચલતી હતી. તેમને ઉત્તર પ્રદેશના હોવાનું ગૌરવ છે તેઓ ઘણીવાર કોઈને ડરાવવા માટે ધમકીનાસુરમાં કહે છે હમ ઉત્તર પ્રદેશ સે આતે હૈ.
 જો કે પહેલી પત્રકાર પરિષદ પછી તેઓ પત્રકારોને મળતા નથી, તેમના જનસંપર્ક અધિકારી મડીયા પ્રેસ કોન્ફરન્સ માટે બોલાવે ખરા પણ છેલ્લી ઘડીએ પાન્ડેયની જગ્યા એડીજીપી વિ એમ પારઘી આવી પહોંચે. પાન્ડેય પત્રકારોને ના મળે તો વાંધો નહીં કારણ ઈશરત કેસમાં તેમના અંગે પત્રકારોએ ખુબ લખ્યુ તેના કારણે નારાજ હોઈ શકે, પણ ઉનાની ઘટના બાદ મુખ્યમંત્રી, મુખ્યસચિવ, ગૃહ સચિવ મુખ્યમંત્રીના સલાહકાર સહિત છેલ્લે ગૃહરાજય મંત્રી પણ ઉના જઈ આવ્યા પણ ગુજરાતના પોલીસ વડા તરીકે હજી મીસ્ટર પાન્ડેયને ઉના જવાનો સમય મળ્યો નથી અને તેમને તેમના સાહેબ રજની પટેલ પુછતાં પણ નથી કે તમે ચેમ્બરની બહાર નિકળી સ્થળ ઉપર કયારેય ગયા હતા.

25 comments:

  1. Harenbhai was very good friend of mine.we will miss him for ever.dearNana Patekar.

    ReplyDelete
  2. Harenbhai was very good friend of mine.we will miss him for ever.dearNana Patekar.

    ReplyDelete
  3. રજનીકાંત પટેલને એવું લાગતું હશે કે એ ગૃહમંત્રી છે,એટલે એમણે ગૃહમાં (ઘરમાં) જ રહેવાનું હોય. ��������

    ReplyDelete
  4. રજનીકાંત પટેલને એવું લાગતું હશે કે એ ગૃહમંત્રી છે,એટલે એમણે ગૃહમાં (ઘરમાં) જ રહેવાનું હોય. ��������

    ReplyDelete
  5. વાસ્તવિકતા અદ્દભુત રીતે રજૂ કરી છે, દાદા

    ReplyDelete
  6. વાસ્તવિકતા અદ્દભુત રીતે રજૂ કરી છે, દાદા

    ReplyDelete
  7. Rajni patel to gruhmantri nshi pan constebal banva ne layak nathi

    ReplyDelete
  8. પબ્લિક લાઇફના હરેનભાઇ પંડયાનું અચૂક નામ આવે તેમની પાસે નાના માણસનાં કામ થાય.આજે આવા વ્યક્તિ શોધવા અઘરા...!!!

    ReplyDelete
  9. Excellence at its best dada....

    ReplyDelete
  10. Gunda ane badmaso bahar j hoy evu jaruri nathi..chamber ma pan besi ne lukhai kari sake..mantri bani ne koi kaam na karva a to emni mantri banvani laykat kehvay..

    ReplyDelete
  11. કોના માટે શુ લખવુ અને કયારે લખવુ તે સમજવુ બહુ જરૂરી છે, સલામ છે સાહેબ તમારી વિચારશૈલી અને તમારી કલમની તાકાત ને.

    ReplyDelete
  12. Gunda ane badmaso bahar j hoy evu jaruri nathi..chamber ma pan besi ne lukhai kari sake..mantri bani ne koi kaam na karva a to emni mantri banvani laykat kehvay..

    ReplyDelete
  13. Bilkul sachi vat che prashantbhai

    ReplyDelete
  14. Bilkul sachi vat che prashantbhai

    ReplyDelete
  15. Dayal sir manvu oade ho apnu stya hakiqat kehva vada aj kal bov ocha journalist chhe

    ReplyDelete
  16. Dayal sir manvu oade ho apnu stya hakiqat kehva vada aj kal bov ocha journalist chhe

    ReplyDelete
  17. I do agree with you even during assembly session I have also seen Shri Pandya Sir surrounded by my reporter friends including you in canteen of assembly.Unknown person can't recognize him as MOS for Home

    ReplyDelete
  18. I do agree with you even during assembly session I have also seen Shri Pandya Sir surrounded by my reporter friends including you in canteen of assembly.Unknown person can't recognize him as MOS for Home

    ReplyDelete