Saturday, July 23, 2016

દલિત મંત્રીની ચેમ્બરના સરકારી સોફા ઉપર સુચના છેઃ મંત્રીની મંજુરી વગર સોફા ઉપર બેસવુ નહીં

પ્રશાંત દયાળ એટલે તમે કઈ જ્ઞાતિના તેવો પ્રશ્ન મને અનેક લોકોએ અનેક વખત પુછયો છે... આ પ્રશ્ન પુછાયો ત્યારે મને મનમાં સતત એવો પ્રશ્ન થાય છે કે મારી કઈ જ્ઞાતી કઈ  તેનાથી કોઈને શુ કામ ફર્ક પડવો જોઈએ. પરંતુ દયાળ અટક ગુજરાતમાં નહીં હોવાને કારણે હું કોણ છુ તેવો અનેકોને પ્રશ્ન થાય છે. ત્યારે હું માત્ર એટલુ જ કહુ છુ કે ઘરમાં મરાઠીભાષામાં વાત કરૂ છુ, અને મારા જન્મ પ્રમાણપત્રમાં  બ્રાહમણ લખ્યુ છે.પણ આ બધી બાબત ગૌણ છે, હું મારા બાળકોને કાયમ શીખ આપવાનો પ્રયત્ન કરૂ છુ કે લોકો તમને સારા કામથી ઓળખે તેવુ કામ કરજો, તમે કયાં જનમ્યા છો તે બાબતનું કોઈ મહત્વ નથી.

ઉનાની ઘટના ઘટી ત્યારે મારૂ મન વ્યથીત હતું, મેં મને જે લાગ્યુ કે આકરા શબ્દોમાં લખ્યુ, મારા કેટલાંક અંગત મીત્રોએ પોસ્ટની કોમેન્ટમાં તો કઈ લખ્યુ નહીં પણ મને જયારે મળ્યા ત્યારે મને કહ્યુ તમને નથી લાગતુ કે તમે દલિતોના મુદ્દે થવુ જોઈએ તેની કરતા વધુ સંવેદનશીલ થઈ જાવ છો. હું તેમને કોઈ જવાબ આપતો નથી, કારણ તે ચર્ચાનો કોઈ અર્થ નથી, સવાલ સંવેદનશીલતાનો છે ત્યાં સુધી તેનું કોઈ મીટર હોઈ શકે નહી. જન્મ અને કર્મના કુળને કારણે કોઈને અન્યાય થઈ શકે નહીં તેવુ હું સ્પષ્ટપણે માનું છુ. પણ ઉના કરતા વધુ માઠુ મને જયારે હું ગાંધીનગર સચિવાલયમાં ગયો ત્યારે લાગ્યુ.

બીન દલિત વ્યકિત પણ કોઈ દલિત સાથે ભેદભાવ કરે તો તેને ચલાવી લેવાય નહીં, પણ સચિવાયલમાં બેસતા એક દલિત મંત્રીની ચેમ્બરમાં ગયો ત્યારે પહેલા તબ્બકે મારી આંખો જે જોઈ રહી હતી તે મને ખુદને સાચુ લાગતુ ન્હોતુ. હું એક દલિત જ્ઞાતીના મંત્રીની ચેમ્બરમાં હતો, તેમની ચેમ્બરના સરકારી સોફા ઉપર એક સ્ટીકર મુકવામાં આવ્યુ હતું, જેની ઉપર નોંધ હતી કે મંત્રીની સુચના વગર સોફા ઉપર બેસવુ નહીં. આવી તો કેવી સુચના હોઈ શકે મને ખબર પડી નહીં, મેં મારી થોડા અંતરે ઉભા રહેલા મંત્રીના સ્ટાફને બોલીવી સ્ટીકર તરફ ઈશારો કરતા પુછયુ આવી સુચના કેમ લગાવી.. તેણે તરત આજુબાજુ કોઈ ઉભુ તો નથી તેની ખાતરી કરતા કહ્યુ સાહેબ મંત્રી સાહેબનું ખાતુ તો તમને ખબર છે, તેમને મળવા કોણ આવે. તે આખી વાત મોઘમમાં કહી રહ્યો હતો. તેણે ફરી એક વખત ચારેતરફ નજર ફેરવી લેતા કહ્યુ સાહેબને મળવા આવતા લોકો મેલા-ઘેલા હોય છે, અને તે આવતા જ સોફા ઉપર બેસી જાય છે તે વાત સાહેબને પસંદ નથી.

મને આધાત લાગ્યો, આ મંત્રી દલિત જ્ઞાતિના હોવાને કારણે ભાજપ સરકારે દલિત તરીકે મંત્રીમંડળમાં સ્થાન આપ્યુ હતું, પણ હવે તેમની ચેમ્બરમાં તેઓ જેમને મેલા ઘેલા કહી રહ્યા હતા તે બધા જ દલિતો તેમના સોફા ઉપર આવી બેસે તે તેમને પંસદ પડતુ ન્હોતુ. મને આ સાંભળી આધાત લાગ્યો, બીજા તો ઠીક દલિતોને દલિત ધીક્કારી રહ્યો હતો.કારણ કે ગરીબ અને મેલો ઘેલો હતો. દલિત જ્ઞાતિમાં કુલ 22 પેટા જ્ઞાતિનો સમાવેશ થાય છે. વણકર માને છે કે તે ચામડુ ઉતારતી જ્ઞાતિ કરતા ઉપર છે, અને ચામડુ ઉતારનાર માને છે કે વાલ્મીકી સમાજ કરતા ઉપર છે.અને દલિતોની ત્રણે મુખ્ય જ્ઞાતિઓ એકબીજા સાથે આભડછેટ રાખે છે. શહેરમાં વસતા લોકોને ખબર પણ નહીં હોય કે દલિતોના બ્રાહ્મણ પણ અલગ હોય છે, તેમને ગરોડા બ્રાહ્રણ તરીકે ઓળખવામાં આવે છે..

પણ મંત્રીની ચેમ્બરમાં જે કઈ જોયુ તેનાથી હુ્ં વ્યથીત થઈ ગયો, એક તરફ ભાજપીની ભગીની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ ખ્રીસ્તીઓ દ્વારા ધર્માતરણ થઈ રહ્યુ છે તેની બુમો પાડે છે. પણ મંત્રીના ચેમ્બરમાં જે કઈ જોયુ તે જોઈ મને લાગ્યુ કે કોઈ પણ દલિતે શા માટે હિન્દુ રહેવુ જોઈએ, રોજે રોજ અન્ય જ્ઞાતીઓમાં તો તેમનું અપમાન થાય છે પણ તેમના જ કુળના લોકો તેમને માન આપતા નથી.એક વખત કઈ દલિત હિન્દુ ધર્મનો ત્યાગ કી ખ્રીસ્તી થઈ જાય પછી તેની જ્ઞાતિ કોઈ પુછતુ નથી, કારણ ખ્રીસ્તી કોઈ પણ હોય બધા જ ખ્રીસ્તી સરખા હોય છે.હિન્દુત્વની દુહાઈ દેતા આપણા સંતો અને હિન્દુ નેતાઓ મંદિરો અને મઠો બાંધી રહ્યા છે, ત્યારે ખ્રીસ્તી મીશનરીઓ સ્કુલો અને હોસ્પિટલો બાંધી રહ્યા છે, અત્યારે આપણે જરૂર કઈ બાબતની છે મંદિરો-મઠોની  કે પછી સ્કુલ-હોસ્પિટલોની.

મારે મન માણસ હિન્દુ રહે અથવા ખ્રીસ્તી થઈ જાય તેનું કોઈ મહત્વ નથી, કારણ માણસ જીવે  અને સારી રીતે જીવે તે જ અગત્યનું છે.આજે કોઈ પણ પટેલ પોતાની ઓળખ આપે એટલે તરત તેને પુછવામાં આવે છે કે કડવા કો લેઉવા તો આવી સ્થિતિમાં દલિતની વાત તો બહુ દુરની છે, પણ મંત્રીમંડળમાં બેસનારી વ્યકિત જે બંધારણના સોંગદ લે છે તેવી જવાબદાર વ્યકિત આવો વ્યવહાર કરે તે જરા પણ ચલાવી શકાય નહીં. આ પોસ્ટ લખવા બેઠો ત્યારે એક તબ્બકે મારી ઈચ્છા આવો  બેજવાબદારી પુર્વક વ્યવહાર કરનાર મંત્રીના  નામ જોગ આવી વાત અહિયા મુકવાનો ઈરાદો હતો.

હું મંત્રીને વ્યકિગત રીતે છેલ્લાં ત્રીસ વર્ષથી ઓળખુ છુ આ તેમનો સ્વભાવ નથી, પણ સતત સચિવાલયમાં બેસવાને કારણે તેઓ પોતાનો ભુતકાળ ભુલી ગયા હોય તેવુ લાગે છે તેમણે દલિત જ્ઞાતિમાં જન્મ લીધો હોવાને કારણે તેમને આ ભાજપે મંત્રી બનાવ્યા છે. હવે તેમને દલિત જ ગમતા નથી, તેમનું નામ અહિયા લખી નાખવામાં મારી કોઈ બહાદુરી ન્હોતી, પણ તેઓ જરૂર આપત્તીમાં મુકાઈ જતા, તેમને અપમાનીત કરવાનો ઈરાદો પણ નથી, બસ તેમની ચેમ્બરના સોફા ઉપર રહેલી સુચના નિકળી જાય અને મેલા ધેલા કપડાવાળો માણસ પણ સરકારી સોફામાં બેસે તે મારે મન બસ છે, કારણ આ સચિવાલય, સરકારી ગાડીઓ, એસી ચેમ્બરો અને સરકારી તીજોરીમાં રહેલા અબજો રૂપિયાનો માલિક તો પેલો ગરીબ માણસ છે, પ્રજાએ મંત્રીઓને માત્ર ટ્રસ્ટી તરીકે રાજયની જવાબદારી સોંપી છે પણ ટ્રસ્ટી પોતાને માલિક માની બેઠો છે.

આનંદીબહેન પટેલ જેવા જન્મે શિક્ષક મુખ્યમંત્રી હોય ત્યારે તેમણે પોતાના મંત્રીમંડળના સભ્યોને માણસ થવાનો પાઠ પણ ભણાવવા પડશે, નહીતર પ્રજા પાઠ ભણાવશે ત્યારે મોડુ થઈ ગયુ હશે.

25 comments:

  1. મને લાગે છે તમારા લખાણની અસર જરૂર થશે...

    ReplyDelete
  2. दादा जबरदस्त।। दलित चिंतक जो हजारों पेज बरबाद कर दिये कहने में वह आपने कुछ लाईन में उतार दिया। दिलीप चु मंडलों को यह पडना चाहिए।

    ReplyDelete
  3. સામાજિક સમરશતા ની જરૃરી છે.

    ReplyDelete
  4. સામાજિક સમરશતા ની જરૃરી છે.

    ReplyDelete
  5. સામાજિક સમરશતા ની જરૃરી છે.

    ReplyDelete
  6. શબ્દો નું ઉંડાણ સ્પર્શી ગયું.

    ReplyDelete
  7. totally agreed...
    humanity is far above then cast...

    ReplyDelete
  8. રમણલાલ વોરાની ચેમ્બરમાં આવું લખાણ લખેલું છે.

    ReplyDelete
  9. રમણલાલ વોરાની ચેમ્બરમાં આવું લખાણ લખેલું છે.

    ReplyDelete
  10. Bhai tame koni pase thi apexa rakho chho? Jena sarir ma hraday j nathi..teni pase thi? Aavi laykatvala ne j mantri banavay chhe.. aa j to mapdand hoy chhe aa loko no..khursi male pachi to pati kon ane patni kon a pan kya koi ne yaad rahe chhe? Shame on him

    ReplyDelete
  11. Ane bhai e mantri nu naam kem nahi lakhvanu? Jo tene aava bord mukta saram na hoy to praja ne pan koi saram na nadvi joiye..

    ReplyDelete
  12. Ane bhai e mantri nu naam kem nahi lakhvanu? Jo tene aava bord mukta saram na hoy to praja ne pan koi saram na nadvi joiye..

    ReplyDelete
  13. Dada great job
    Hindustan ma vykti nu naam ane pachi indian lakhvu joie aava kyada ni jarur che aa pahel sharu thavi joie
    (Dipak indian)

    ReplyDelete
  14. આ મંત્રી આભડછેટ રાખે છે. દલિતોના કાર્યક્રમમાં ભાગ લેવા જાય ત્યારે પણ. ગુસ્સે થાય ત્યારે જાહેરમાં ન બોલી શકાય તેવી ગાળો બોલે છે. રમણલાલ વોરા.

    ReplyDelete
  15. આ મંત્રી આભડછેટ રાખે છે. દલિતોના કાર્યક્રમમાં ભાગ લેવા જાય ત્યારે પણ. ગુસ્સે થાય ત્યારે જાહેરમાં ન બોલી શકાય તેવી ગાળો બોલે છે. રમણલાલ વોરા.

    ReplyDelete
  16. Thanks for bringing the real thing of Ministers chambers to the innocent people of the state

    ReplyDelete
  17. Thanks for bringing the real thing of Ministers chambers to the innocent people of the state

    ReplyDelete
  18. 🕊परिंदो को नही पता उनका 'मजहब' क्या है,

    वरना आसमा से 'खून' की बारिश होती.....

    ReplyDelete
  19. Wah....wah....dadabhai aani asar thai gai....👍👍

    ReplyDelete
  20. Really padgha padya bhai....!!!

    ReplyDelete
  21. અનુસુચીત જાતીના મતથી ચંટાયેલા ઉમેદવાર પોતાની જ્ઞાતીથી ઉપર ઉઠીને સુપરસ્ટાર બની ગયાના વહેમ તળે પોતાની જ્ઞાતીના ભાંડુઓથી અભડાઈ જવાના વહેમમાં આવા ફતવા બહાર પાડે છે તે શરમજનક છે...!!!

    ReplyDelete