Friday, July 22, 2016

હાર્દિકભાઈ નેતાગીરી અને ગુંડાગીરીમાં અંતર છે...

એક પત્રકાર મીત્ર સાથે મારી વાત થઈ હાર્દિક પટેલ અવારનવાર તેમની સાથે ફોન ઉપર વાત કરે છે અને વોટસઅપ મેસેજ ઉપર ચર્ચા પણ  કરે છે. મારા પત્રકાર મીત્રનો જયા સુધી સવાલ છે ત્યાં સુધી મને ખબર છે કે તેનો હાર્દિક સાથેનો સંબંધ માત્ર સમાચાર પુરતો સિમીત છે, પણ મારા આ પત્રકાર મીત્ર સાથે થયેલી વાતચીતમાંથી મને સમજાયુ તે પ્રમાણે હાર્દિકનો આદર્શ બાળાસાહેબ ઠાકરે છે.પત્રકાર મીત્ર સાથે હાર્દિકે કરેલા સંવાદ પ્રમાણે તે ચુંટણી લડવા માગતો નથી, પણ જે રીતે ઠાકરે સત્તામાં આવ્યા વગર મુંબઈની સત્તાને હચમચાવતા તેવુ તેને ગુજરાતમાં કરવુ છે, આમ સ્પષ્ટ વાત છે કે હાર્દિક જવાબદારી વગરની સત્તા લેવા માગે છે.
હાર્દિક બેફામ અને તર્ક વગરનું બોલે છે, કયારેક તે પોતાના સાથી લાલજી પટેલને ગાળો આપે છે તો કયારેક સમાજના નેતાઓને ગાળો આપે છે. કોઈની લીટી ભુસી પોતાની લીટી મોટી કરવાનો સહેલો રસ્તો તેણે અપનાવ્યો છે. બીજી તરફ આર્થિક રીતે પછાત વર્ગનું પ્રતિનિધિત્વ કરતો નેતા  અલ્પેશ ઠાકોર છે, જેની વાતમાં તર્ક અને સમજદારી છે, જો કે તેનો પણ વ્યકિતગત સ્વાર્થ અને રાજકિય મનસા પણ હોઈ શકે છે, અલ્પેશના પિતા ખોડાજી ઠાકોર મારા મીત્ર છે, જે પહેલા ભાજપમાં હતા અને હાલમાં કોંગ્રેસમાં છે. આમ છતાં અલ્પેશ જયારે વાત કરે ત્યારે તેમાંથી સમજદારી ડોકાય છે, રાજકિય ગણિત હોવા છતાં તે પોતાના ઠાકોર સમાજની બદીઓ ઉપર જાહેરમાં અને સમાજની મિટીંગમાં બોલવાની હિમંત કરે છે., તેનું લક્ષ રાજકારણ પણ હોઈ શકે પણ તે તેની ગંધ કોઈને આવે નહીં તેની તકેદારી રાખે છે.
હાર્દિકના વ્યવહારમાં છીછરાપણુ છે, હાલમાં તે રાજસ્થાનમાં રહે છે , શ્રીનાથજીના દર્શને ગયો ત્યારે ટોલટેકસ ભરવાના મુદ્દે માથાકુટ કરી.. સવાલ સો-દોઢ સો રૂપિયાનો હતો, છતાં વાત વટની બનાવી, ટોલટેકસ ઉપર નોકરી કરતા સામાન્ય માણસો સામે રોફ જાડયો તેનો કોઈ અર્થ ન્હોતો, ગરીબને ધમકાવાનો કોઈ અર્થ નથી, અંતે પોલીસ કેસ થયો. હાર્દિકની ઈચ્છા નેતા થવાની છે તેમાં કઈ ખોટુ પણ નથી, પણ નેતાગીરી અને ગુંડાગીરી વચ્ચે પાતળી ભેદ રેખા છે, તે સત્તાના  મદમાં કયારે પાર થઈ જાય તેની ખબર રહેતી નથી, આપણા સમાજમાં લોકો ગુંડાને પણ સલામ કરે છે અને નેતાઓને પણ કરે છે, પણ પ્રજા તરફથી મળી રહેલી સલામ જીલનારે નક્કી કરવાનું છે કે સલામ કરનાર કઈ સલામી આપી રહ્યો છે.
હાર્દિકનો એક ટીવી પ્રોગ્રામ મેં જોયો તેમાં ઈન્ટરવ્યુ લેનાર થોડી થોડી વારે હાર્દિકને  યુવા દિલો કી ધડકન કહી પાનો ચડાવતા હતા, હાર્દિકને ખબર નથી આ બધી ટીઆરપીની રમતો છે, આ તો હમણાં ટીવી ઉપર હાર્દિક વેચાય છે, માટે યુવા દિલો કી ધડકન કહે છે, સમય જતા હાર્દિક  ખુદ પ્રેસનોટો લઈ અખબારની ઓફિસમાં જશે તો પણ કઈ છાપશે નહીં. રાજકારણના ગ્રાઉન્ડમાં રમતા રહેવા માટે કઈક નક્કર કરવુ પડે, માત્ર નિવેદન આધારે કઈ થાય.  પટેલ આંદોલન બાદ અલ્પેશ ઠાકોરે ઓબીસી  આંદોલન શરૂ કરતા હાર્દિકે કહ્યુ ઓબીસી સમાજને અમારો ટેકો છે, પછી દલિતનો મુદ્દો આવતા હવે તે કહે છે અમે દલિતોની સાથે છીએ, અરે ભાઈ દલિતોની સાથે છો તો  સરકાર ગઈ તેલ પીવા પણ જે ગામોમાં પટેલ-દલીતો વચ્ચે રોજે રોજ કંકાસ થાય તે દિશામાં કઈક કરો તો પણ ઘણુ છુ.
હાર્દિકની સ્થિતિ અત્યારે દેશી રજવાડાઓ જેવી છે, તેના દરબારીઓ હાર્દિકને ટીવીમાં જોઈ કહે છે વ્હા હાર્દિકભાઈ વ્હા.. પણ આવુ કરાય અને આવુ ના કરાય તેવુ કહેનાર કોઈ નથી, હાર્દિકે પોતાની ટીમ સારૂ નહીં સાચુ બોલનાર એકાદ વ્યકિત પણ રાખવો જોઈએ ભલે પછી તે લાલજી પટેલ પણ કેમ ના હોય.

12 comments:

  1. પ્રશાંતભાઈ આપે એકદમ પરફેક્ટ શબ્દ વાપર્યો "મદ"...શ્રીમદ્દ ભગવતગીતા માં મદ અને અભિમાન વચ્ચે એક રેખા તાણી છે...ભગવાને મને શ્રેષ્ઠ શક્તિ આપી છે તે અભિમાન અન્યાય સામે નહિ જુકવા ના સ્વાભિમાન તરફ દોરી જાય છે...!!! પણ હું એકલોજ ડાહ્યો બાકી બધા બુદ્ધિના બારદાન આ મદ ચડે ત્યારે તમારા અધઃપતનને કોઈ રોકી શકતુ નથી અને વ્યક્તિ જયારે સંસ્થાથી મોટી થવા પ્રયત્ન કરે ત્યારે એ સંસ્થાને હંમેશા નુકશાનજ કરે છે...પછી ભલે એ સંસ્થા રાજકીય હોય સામાજિક હોય કે ધાર્મિક...!

    ReplyDelete
  2. પ્રશાંતભાઈ આપે એકદમ પરફેક્ટ શબ્દ વાપર્યો "મદ"...શ્રીમદ્દ ભગવતગીતા માં મદ અને અભિમાન વચ્ચે એક રેખા તાણી છે...ભગવાને મને શ્રેષ્ઠ શક્તિ આપી છે તે અભિમાન અન્યાય સામે નહિ જુકવા ના સ્વાભિમાન તરફ દોરી જાય છે...!!! પણ હું એકલોજ ડાહ્યો બાકી બધા બુદ્ધિના બારદાન આ મદ ચડે ત્યારે તમારા અધઃપતનને કોઈ રોકી શકતુ નથી અને વ્યક્તિ જયારે સંસ્થાથી મોટી થવા પ્રયત્ન કરે ત્યારે એ સંસ્થાને હંમેશા નુકશાનજ કરે છે...પછી ભલે એ સંસ્થા રાજકીય હોય સામાજિક હોય કે ધાર્મિક...!

    ReplyDelete
  3. Hardik ne khara samye chetvyo che dada tame samje to thik baki aapdu su javanu

    ReplyDelete
  4. I think this article gives proper advice and also guideline to Hardik

    ReplyDelete
  5. Ah. So true... But this will also be true for many of our politicians and leaders

    ReplyDelete
  6. It may be good advice to hardik for his political career. But as you told about Alpsesh thakor he is clearly wanted to become chief minister of Gujarat but it is truly impossible because he is against Patidars and other sawarnas. If your favour your cast it is good but you go against other's that not good practice in politics.

    ReplyDelete