Thursday, July 14, 2016

સાહેબ બળાત્કાર થયેલી છોકરી સાથે લગ્ન કોણ કરશે..


(પ્રતિકાત્મક)
આ વાતની શરૂઆત લગભગ 25 વર્ષ પહેલા થઈ હતી, મહેન્દ્રસિંહનું પોલીસ સબઈન્સપેકટર તરીકેનું પહેલુ પોસ્ટીંગ જુનાગઢમાં થયુ હતું, મહેન્દ્રસિંહના પરિવારમાંથી પહેલા કોઈ પોલીસ ખાતામાં ન્હોતા, પિતા શિક્ષક હતા, આપી શકાય તેવુ પિતા પાસે કઈ હતું તો તે શિક્ષણ હતું, પુસ્તકીયા જ્ઞાનની સાથે માણસ થવાનું જ્ઞાન પણ આપ્યુ હતું, મને 25 વર્ષ પહેલાના પોલીસ અધિકારી મહેન્દ્રસિંહ અચાનક કેમ યાદ આવી ગયા તેનું એક ચોક્કસ કારણ હતું, હજી હમણાં જ અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદમાં અરજી દફતરે કરવાના કામ માટે બે મહિલા પોલીસ કર્મચારી રૂપિયા સાત લાખની લાંચ લેતા ઝડપાઈ અને મહિલા પોલીસ ઈન્સપેકટર દિવ્ય રવીયાનો કોઈ પત્તો નથી.

એક મહિલા જ બીજી મહિલાની વેદના નહીં સમજે તો મહિલાને કોણ ન્યાય આપી શકશે તેનો જવાબ આજે પણ મને મળતો નથી, પરંતુ 25 વર્ષ પહેલા જુનાગઢના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ સબઈન્સપેકટર તરીકે જોડાયેલા મહેન્દ્રસિંહને પોલીસ સ્ટેશન ઓફિસરે જાણકારી આપી કે જુનાગઢથી 30 કિલોમીટર દુર આવેલા એક ગામમાં વાસંતી નામની યુવતી ઉપર ગામના જ કેટલાંક માથાભારે યુવકોએ સામુહિક બળાત્કાર કર્યો છે, ત્યારે મહેન્દ્રસિંહના બન્ને હાથની મુઠીઓ ગુસ્સામાં ભીડાઈ ગઈ હતી, એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર મહેન્દ્રસિંહ પોતાના સ્ટાફના માણસો સાથે ગામમાં પહોંચ્યા, ગામ સુમસામ હતું, હવે પોલીસ આવશે જ તેવી ગામના બધા જ લોકોને ખબર હતી, પણ ગામના લોકોએ પોતાના મોંઢા બંધ કરતા પહેલા પોતાના ઘરના કમાડ બંધ કરી લીધા હતા.

મહેન્દ્રસિંહ વાસંતીના ઘર સુધી પહોંચી ગયા, પણ ઘરની સ્થિતિ કહેતી હતી કે આને  ઘર પણ કેવી રીતે કહેવુ ...., દલિત પરિવાર હોવાને કારણે વાસંતીનું ઘર ગામના છેવાડે હોવાનું નિશ્ચીત હતું, ઢાળીયાવાળા છાપરના મકાનમાં દાખલ થતાં, એક વૃધ્ધ માણસ મહેન્દ્રસિંહની સામે આવ્યો , પોલીસ અધિકારીની સામે જોતા તેણે બે હાથ જોડી વિનંતી શરૂ કરી, અને તેની આંખમાં આંસુ  વહેવા લાગ્યા,.. સાહેબ અમે ગરીબ માણસ છીએ, અમારે કોઈ ફરિયાદ કરવી નથી, કુદરતની ઈચ્છા હતી તેવુ જ વાસંતી સાથે થયુ છે તેમા  કોઈનો  દોષ નથી. મહેન્દ્રસિંહને આશ્ચર્ય થયુ પોતાની સગી દિકરી ઉપર સામુહિક બળાત્કાર થયો હતો પણ એક પિતા તેને કુદરતીની મરજી માની રહ્યો હતો

મહેન્દ્રસિંહે પોતાની સામે હાથ જોડી ઉભી રહેલી વૃધ્ધ વ્યકિતના બન્ને હાથ પકડી લેતા કહ્યુ બાપા હાથ ના જોડો, તમે કોઈ ભુલ કરી નથી, હું તમારી સાથે છુ, મારા ઉપર ભરોસો રાખો, લગભગ એકાદ કલાકની સમજાવટ બાદ પેલી વૃધ્ધ વ્યકિત સ્વસ્થ થઈ, ઘરના એક ખુણામાં હિબકા ભરી રહેલી વાસંતનીને મહેન્દ્રસિંહ મળ્યા, સાથે રહેલી મહિલા પોલીસ કોન્સટેબલની મદદથી ખરેખર તેની સાથે કોણે હેવાનીયત આચરી તેની જાણકારી મેળવી, સાથે રહેલા એક કોન્સટેબલે આરોપીના નામ સાંભળતા જ મહેન્દ્રસિંહના કાનમાં કહ્યુ સાહેબ ગામના મોટા જમીનદારના છોરાઓ છે, તેમની પહોંચ ગાંધીનગર સુધી સુધી છે, મહેન્દ્રસિંહે કરાડી નજરે કોન્સટેબલ સામે જોતા તે ચુપ થઈ ગયો.

વાસંતીની ફરિયાદ લઈ, તેના ઘરની બહાર બે પોલીસ કોન્સટેબલનો પહોરો મુકી, મહેન્દ્રસિંહ આરોપીનો શોધવા નિકળી પડયા, એક અઠવાડીયાની લાંબી રજળપાટ બાદ આરોપીને રાજકોટથી પકડી લાવ્યા, અને વાસંતનીના ગામમાં જ લાવી તેમની જાહેરમાં ધોલાઈ કરી, ગામના લોકો પોતાના ઘરની અડધી ખુલી બારીઓમાંથી પહેલી વખત પોલીસનું આ સ્વરૂપ જોઈ રહ્યા હતા, મહેન્દ્રસિંહ જયારે મારતા મારતા થાકી ગયા ત્યારે તેમણે વાસંતી તરફ જોયુ અને અચાનક વાસંતી પોતાના ફળીયામાંથી બહાર આવી અને મહેન્દ્રસિંહના હાથમાં લાકડી લઈ તે પોતાની ઉપર બળાત્કાર કરનાર ઉપર તુટી પડી.

કોર્ટમાં કેસ મુકાઈ ગયો હતો, દરેક મુદતે મહેન્દ્રસિંહ પોલીસની જીપ સ્ટાફ સાથે વાસંતીના ઘરે મોકલતા અને વાસંતી કોર્ટમાં આવી પોતાની જુબાની આપતી, બચાવપક્ષના વકિલના આડા અવળા તમામ પ્રશ્નોના જવાબ તે બહુ સહજ અને સારી રીતે આપતી હતી, કોર્ટમાં હાજર રહેલા મહેન્દ્રસિંહને અચરજ થતી કે એક અભણ છોકરીમાં આટલી હિમંત કયાંથી આવી હશે. એક વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો.. તમામ આરોપીઓને સાત વર્ષની સજા ફટકારી. વાસંતની આબરૂ લુટાઈ હતી, પણ આરોપીને સજા મળી તેવો ચુકાદો આવ્યો ત્યારે તેના ચહેરા ઉપર ન્યાય મળ્યાના અહેસાસ હતો.

હવે વાસંતને કયારેય કોર્ટમાં આવવાનું ન્હોતુ,  મહેન્દ્રસિંહ પણ તેને કયારે મળવાના ન્હોતા, કોર્ટમાંથી ઘરે જઈ રહેલી વાસંતી બે હાથ જોડી મહેન્દ્રસિંહને આભાર માનવા આવી ત્યારે મહેન્દ્રસિંહના મોઢામાંથી સહજભાવે કહેવાઈ ગયુ, કોઈ સારો છોકરો જોઈ લગ્ન કરી લે.. વાસંતી મહેન્દ્રસિંહ સામે જોતી રહી, કોઈ પ્રત્યુતર આપ્યો નહીં. મહેન્દ્રસિંહે વાસંતી સામે જોયુ.. વાસંતીએ પુછયુ શુ કહ્યુ સાહેબ લગ્ન... મારા લગ્ન.. સાહેબ બળાત્કાર થયો હોય તેની સાથે લગ્ન કોણ કરશે. મહેન્દ્રસિંહ સ્તબ્ધ થઈ ગયા, વાસંતીના સવાલનો કોઈ જવાબ ન્હોતા. વાત ત્યાં અધુરી મુકી વાસંતી જતી રહી

પણ વાસંતીના પ્રશ્નનો મહેન્દ્રસિંહ જવાબ શોધી રહ્યા હતા, દિવસો સુધી વાસંતીનો પ્રશ્ન સાહેબ બળાત્કાર થયેલી છોકરી સાથે લગ્ન કોણ કરશે.. તે રાત દિવસ પીછો કરતો હોય તેવુ લાગ્યા કરતુ હતું. એક દિવસ મહેન્દ્રસિંહ વાસંતીન ઘરે પહોંચી ગયા, ઘરના તમામ સભ્યો મજુરીએ ગયા હતા, વાસંતી એકલી ઘરે હતી, મહેન્દ્રસિંહને જોતા, વાસંતની આશ્ચર્ય થયુ, આજે પહેલી વખત મહેન્દ્રસિંહને સિવિસ ડ્રેસમાં જોઈ રહી હતી, સાથે હવે સાહેબ કેમ આવ્યા હશે તેવો પણ પ્રશ્ન હતો.. તે પાણી લઈ આવી, કોણ જાણે આજે મહેન્દ્રસિંહ વાસંતી સામે નજર મીલાવી વાત કરી શકતા ન્હોતા. પાણી પીધા પછી હિમંત કરી વાસંતીની આંખોમાં જોતા પુછયુ મારી સાથે લગ્ન કરીશ.

વાસંતીના હાથમાં રહેલો પાણીનો ખાલી ગ્લાસ પડી ગયો, તે એક પગલુ પાછી હટી ગઈ, તેણે કોઈ જવાબ આપ્યો નહીં, પણ પછી મહેન્દ્રસિંહ દર અઠવાડીયે વાસંતની મળવા આવવા લાગ્યા, વાસંતીના મનમાં ઉપર એક ભારેપણુ આવી ગયુ હતું તેને લાગી રહ્યુ હતું સાહેબ તેની ઉપર ઉપકાર કરી રહ્યા છે. આખરે છ મહિના પછી વાસંતીએ હા પાડી. અને મહેન્દ્રસિંહે મંદિરમાં જઈ વાસંતીની માંગમાં સીંદુર ભરી તેને પત્નીનો દરજ્જો આપ્યો હતો.
(પ્રતિકાત્મક)
વાસંતી મહેન્દ્રસિંહના ઘરે આવી, પછી મહેન્દ્રસિંહે તેણે ભણાવવાની શરૂઆત કરી, અને સ્કુલમાં ગયા વગર વાસંતીએ દસમાં ધોરણની પરિક્ષા પાસ કરી, થોડા વર્ષ પછી વાસંતી બે સંતાનોની માતા બની, આજે તે બન્ને સંતાનોના લગ્ન થવાની તૈયારીમાં છે, મહેન્દ્રસિંહની લાખ વખતના ના છતાં વાસંતી આજે પણ મહેન્દ્રસિંહને સાહેબ કહીને જ સંબોધે છે. વાસંતી કહે છે તેમના લગ્નને 23 વર્ષ થઈ ગયા, પણ મહેન્દ્રસિંહે કયારેય ભુતકાળનો જાણે અજાણે વાતમાં ઉલ્લેખ કર્યો નથી. કદાચ મહેન્દ્રસિંહના ખાખી કપડાની પાછળ રહેલો માણસ ગયા જન્મે કોઈ સંત હશે તેવુ કહેવામાં  અતિશયોકિત નથી, સારા માણસો તો તમામ જગ્યાએ છે બસ આપણે તેમને શોધવા માટે આપણી નજરને ટેવ પાડવી પડશે.

29 comments:

  1. Mahendrasinh ni mulakat karavjo aashirvad leva padse

    ReplyDelete
  2. Dada tame zaveri chho..hera ni parakh tamne j thay

    ReplyDelete
  3. આવાં ઉમદેા વ્યક્તિત્વો પર પ્રકાશ પાડવા નું ઉમદા કામ .....

    ReplyDelete
  4. આવાં ઉમદા વ્યક્તિત્વો પર પ્રકાશ પાડવા નું ઉમદા કામ...

    ReplyDelete
  5. Dada A aaje fari 1 var mane Radavyo

    ReplyDelete
  6. Prashantbhai tamari joli ma avi dil ne sparse tevi anek story no sangrah che...jordar

    ReplyDelete
  7. અદ્દભુત..... સલામ છે.... બસ હવે આવા લોકો નથી તેનું દુઃખ....

    ReplyDelete
  8. I highly appreciate Mahendrasingh not only getting punish rap accused but accepting a rap victim as life partner I also appreciate you for bringing old truth in our notice. Thanks

    ReplyDelete
  9. I highly appreciate Mahendrasingh not only getting punish rap accused but accepting a rap victim as life partner I also appreciate you for bringing old truth in our notice. Thanks

    ReplyDelete
  10. ખુબ સરસ ઉમદા વિચાર વાળી પોસ્ટ

    ReplyDelete