Sunday, September 4, 2016

સર અમારો મીત્ર ત્રાસવાદી થાય તે પહેલા તેને બચાવી લો..

પ્રતિકાત્મક તસવીર






  





સર અમારા મીત્રને બચાવી શકો તો બચાવી લો, અમને શંકા છે કે તે ત્રાસવાદી પ્રવૃત્તીમાં જોડાઈ ગયો છે, અમે તેને ગુમાવવા માગતા નથી, અને હવે તે અમને મળતો પણ નથી. આ શબ્દો સ્કુલમાં જઈ રહેલા બાળકોના છે.તેઓ આ વાત મને તે ભરોસા સાથે  કરી રહ્યા હતા કે  હું તેમને જતા રહેલા મીત્રને બચાવી શકુ, મેં તેમને ખરેખર શુ બન્યુ તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે માંડીને વાત કરતા કહ્યુ.

તે અમારા જેવો મસ્તીખોર, વાતોડીયો અને અમારો ખુબ સારો મીત્ર, પણ ધીરે ધીરે તેનો વ્યવહાર બદલાવવા લાગ્યો, તે અમારાથી દુર  રહેવાનો પ્રયાસ કરવા લાગ્યો અને સ્કુલમાંથી અચાનક લાંબી રજા પાડી જતો રહે, કયાં જાય છે શુ કરે છે તેની કોઈને જ ખબર પડે નહીં, તેને પુછીએ તો પણ તે કયાં ગયો હતો તેની કોઈ વાત કરે નહીં. પહેલા તો અમને લાગ્યુ કે તે કોઈ મુશ્કેલીમાં હશે અમે તેને મદદ કરવા માગતા હતા, જો કે તે બહુ જ શ્રીમંત પરિવારમાંથી આવે છે તેના કારણે તેને કોઈ આર્થિક સમસ્યા હોય નહીં તેવુ આજે પણ અમે માનીએ છીએ.

અમારા બધા પાસે મોબાઈલ ફોન, અમે એકબીજાના ફોનમાં ગેઈમ પણ રમતા અને ફોનની આપલે પણ કરતા હતા, પણ જેવો તેની અંદર બદલાવ આવ્યો એટલે તેણે અમને ફોન આપવાનો બંધ કરી દીધો, તે પોતાનો ફોનને જીવની જેમ સાચવવા લાગ્યો, છતાં એક દિવસ તેનો ફોન અમારા હાથમાં આવી ગયો, જયારે તેના ફોનના મેસેજ અને કેટલાંક ફોટોગ્રાફ જોયા તો અમે બધા જ ચૌંકી ગયા, કારણ તેમાં રહેલી વિગતો બહુ જ ધ્રુજાવી મુકનારી હતી, અમને અંદાજ આવી ગયો તો દેશ બહારથી ચાલતી ત્રાસવાદી પ્રવૃત્તીનો તે હિસ્સો બની ગયો છે.

અમે તેને વિશે પુછયુ ત્યારે તેણે અમારા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યો નહીં, પછી તેણે અમારો સંપર્ક તોડી નાખ્યો છે, તે પોતાની જીંદગીનો ખોટી જગ્યાએ દાવ લગાડી રહ્યો છે, તે તો બરબાદ થશે તેની સાથે અનેક જીંદગીઓ તબાહ થઈ જશે, તે હમણાં દક્ષિણ ભારતના એક શહેરમાં રહી રહ્યો છે, તેને કઈ રીતે પાછો લાવવો અમને ખબર નથી, તમે જે કઈ કરી શકો તે કરો, કારણ તે આજે અમારો મીત્ર છે અને આવતીકાલે તે અમારો મીત્ર હતો તેવુ અમારે કહેવુ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત ત્રાસવાદીઓના સોફટ ટાર્ગેટ ઉપર છે, હમણાં ભલે ગુજરાત શાંત હોય પણ કોઈ સંગઠન   ટીનએજર યુવકોનો ઉપયોગ કરી ગુજરાતમાં સ્લીપર સેલ તૈયાર કરી રહ્યુ હોય તો તે શકયતા નકારી શકાતી નથી. મને મળવા આવેલા બાળકોની શંકા ખોટી જ નિકળે તેવુ આપણે મનોમન માનીએ, પણ તેમ છતાં આવુ બને જ નહીં, તેમ માની આ  માહિતી ખોટી જ હશે તેમ માની તેને ટાળી શકાય નહીં જયારે મામલો ત્રાસવાદને લગતો હોય. મેં આ સંબંધે સંબંધીત અધિકારીઓનું ધ્યાન દોર્યુ જ છે. પણ સારી બાબત એવી પણ છે કે એક મીત્રની ચીંતા કરનાર આવા મીત્રો હોય તો મીત્રની સાથે ઘણી જીંદગીઓ બચાવી શકાય તેમ છે.

18 comments:

  1. Great dada jhindgima mitro bahu jaruri cha

    ReplyDelete
  2. So true. Guj is ideal for development of support network of terrorism..with it open porous borders.. and a huge chunk of population feeling that justice was not given to them..ideal condition for development of ..what Intel calls sleeping cells..
    You have highlighted very beautifully. What is the problem as well as the solution
    People should be aware of their surroundings and those who they are in contact with.. and bring suspicious activities to attention..not think.. yeh to police ka kaam...

    ReplyDelete
  3. So true. Guj is ideal for development of support network of terrorism..with it open porous borders.. and a huge chunk of population feeling that justice was not given to them..ideal condition for development of ..what Intel calls sleeping cells..
    You have highlighted very beautifully. What is the problem as well as the solution
    People should be aware of their surroundings and those who they are in contact with.. and bring suspicious activities to attention..not think.. yeh to police ka kaam...

    ReplyDelete
  4. પ્રશાતભાઇ ચોક્કસ પણે ચિતાનો વિષય છે.

    ReplyDelete
  5. Pan aa mahiti nu seriously folloup thay to saru..

    ReplyDelete
  6. Pan aa mahiti nu seriously folloup thay to saru..

    ReplyDelete
  7. DIEVA DATIES. SAMNVU CHANAI. SACHEVAT VAT LAKHANIANANDB@GMAIL.COM RAHO

    ReplyDelete
  8. Prashantbhai Tamara jeva mitro life ma badha ne made

    ReplyDelete
  9. Prashantbhai Tamara jeva mitro life ma badha ne made

    ReplyDelete
  10. શાતભાઇ ચોક્કસ પણે ચિતાનો વિષય....
    AP sachie DASBAGTIE KAROCHO ..LOK JAGRUTIPAN

    ReplyDelete
  11. શાતભાઇ ચોક્કસ પણે ચિતાનો વિષય....
    AP sachie DASBAGTIE KAROCHO ..LOK JAGRUTIPAN

    ReplyDelete
  12. શાતભાઇ ચોક્કસ પણે ચિતાનો વિષય

    ReplyDelete