Tuesday, September 13, 2016

પત્રકાર થવા માટે અમદાવાદ આવવુ હતું, પણ બસ ભાડુ પણ ન્હોતુ

કેટલીક વખત અમદાવાદની વિવિધ પત્રકારત્વની કોલેજના સંચાલકો મને લેકચર લેવા માટે બોલાવવાની હિમંત કરે છે. થોડા દિવસ પહેલા મારા મીત્ર અને સિનિયર  પદ્મકાંત ત્રિવેદ્દીએ પણ શરૂ કરેલી પત્રકારત્વની કોલેજમાં એક લેકચર લેવા માટે બોલાવ્યો, હું મારા તમામ લેકચરની શરૂઆતમાં બધાને જ એક પ્રશ્ન પુછુ છુ, કે તમારે પત્રકાર કેમ થવુ છે, આ પ્રશ્નનો જવાબ તમારે કોઈને આપવાનો નથી, માત્ર પોતાની જાતને પુછી લેવાનો છે. જો તમને લાગે કે એક વખત પત્રકાર થયા પછી મઝા જ મઝા આવશે તેવુ નથી., તેવુ જરા પણ નથી., તમારે કોઈ ચોકકસ સમય મર્યાદાની  નોકરી કરવી છે, વિકીલ ઓફ તો જોઈશે જ, સમયસર નોકરીએ જઈશુ અને છુટી જઈશુ તો તેવુ જરા પણ નહીં થાય.

પત્રકારત્વની નોકરીનું પહેલુ પર્યાય અસલામતી છે, છતાં તમામ પ્રકારની અસલામતી વચ્ચે તમારે તમારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે, પત્રકાર થયા પછી સૌથી પહેલા તમારી અંદર જાત સાથેની લડાઈ શરૂ થયા છે, એટલે જે પહેલા તો પોતાની સાથે લડી શકે, તેણે જ આ લડાઈમાં ઝકાવવુ જોઈએ,મનમાં સતત સારા અને નરસાની વચ્ચેનો  દ્વંધ ચાલવો જોઈએ, આપણે બીજાને તો કઈ પણ સમજાવી શકીએ પણ આપણે જે કરીએ છીએ તે યોગ્ય છે તે સમજાવવુ બહુ અઘરુ હોય છે. એટલે હું વિધ્યાર્થીઓેને કહુ છુ કે ગ્રેજયુએશન થયા પછી કોઈ કામ ન્હોતુ અથવા ટીવીમાં રીપોર્ટરોને જોઈ મને પણ પત્રકાર થવાનો વિચાર આવ્યો જો તેવુ જ હોય પાછા જતા રહેજો, કારણ જો પત્રકાર કેમ થવુ છે તેની સ્પષ્ટતા નહીં હોય તો પત્રકારત્વ એક નોકરી થઈ થઈ જશે અને પછી તેનો કંટાળો આવશે અને કંટાળા સાથે કરેલુ કોઈ કામ કયારે શ્રેષ્ઠ હોઈ શકે નહીં.

1988માં જયારે હુ પત્રકારત્વ ભણવા માટે ગયો ત્યારે પત્રકાર કાંતી રામી અમને ભણાવતા હતા, તેમણે પહેલા જ લેકચરમાં એવુ કહ્યુ હતું કે બહારથી રંગીન દેખાતી દુનિયા બહુ બીહામણી છે, ગ્લેમર દેખાય છે પણ તેવુ નથી, આગળ વધતા પહેલા એક વખત  વિચાર કરી લેજો, પછી પાછા જવુ મુશ્કેલ છે. અમારી બેચમાં પચાસ વિધ્યાર્થી હતા, હાથમાં પત્રકારત્વની ડીગ્રી તો આવી ગઈ , પણ પછીની જદ્દોજહદ થકવી નાખનારી હતી, પચાસની બેચમાંથી ડીગ્રી લઈ બહાર નિકળેલા મારા સાથીઓ એક પછી એક ઓછા થતાં ગયા, આજે હું અને મારો એક મીત્ર બીરેન કોઠારી જે હવે કોમર્સ રીપોર્ટીંગ કરે છે તેને બાદ કરતા અડતાલીસ મીત્રો કયા જતા રહ્યા તેની મને ખબર નથી. થાક લાગશે રોજ લાગશે. પણ બીજા દિવસે ફરી પોતાને જ હિમંત આપવી પડશે, કારણ તમને હિમંત આપનાર પણ કોઈ નહીં હોય.

આજે પત્રકારત્વમાં ખુબ કામ છે, પણ વર્ષો પહેલા કામ પણ ન્હોતુ અને પત્રકારત્વને માન પણ મળતુ ન્હોતુ, તેના કારણે દામ પણ મળતા ન્હોતા. તે અરસામાં મારા કેટલાંક મીત્રો પત્રકાર થવાની ધુન સાથે અમદાવાદ આવ્યા હતા. રહેવા માટે ઘર ન્હોતુ અને સાંજે શુ જમીશુ તેની ખબર ન્હોતી, છતાં સીસ્ટમ સામેનો ગુસ્સો લઈ પોતાના વતનથી અમદાવાદ આવ્યા હતા. પદ્મકાંત ત્રીવેદ્દી મારા સિનિયર હોવા છતાં મીત્રતાને કારણે મને તુકારો વાત કરવાનો અધિકાર મળ્યો છે., તેથી તેની જ વાત કરૂ. જયારે પદ્મકાંતે પોતાન વતનમાં પિતાને કહ્યુ કે મારે પત્રકાર થવુ છે તેવુ પોતાના વતન કપડવંજમાં કહ્યુ ત્યારે તેઓ નારાજ થઈ ગયા હતા, પત્રકાર તો થવા તેમ કહી તેમણે સ્પષ્ટ શબ્દમાં અમદાવાદ જવાની ના પાડી દીધી.

 પણ પત્રકાર તો થવુ જ છે તેવી ધુન પદ્મકાંડને પીછો છોડતી ન્હોતી. એક દિવસ અમદાવાદ આવવાનો નિર્ણય કર્યો, તે જ દિવસે પદ્મકાંતના પિતાએ પોતાનો પુત્ર અમદાવાદ જઈ પત્રકાર થાય નહીં તે માટે ઘરના ખુણે ખુણે રહેલા પૈસા શોધી તે લઈ જતા રહ્યા, સવારના પોણા બાર થઈ રહ્યા સાડા બારની એક બસ અમદાવાદની નિકળતી હતી, કઈ રીતે કપડવંજથી અમદાવાદ જઈશ તેની પદ્મકાંતને ચીંતા હતી, તે જમવા બેઠો હતો, મા પીરસી રહી હતી, ત્યાં ભંગારનો સામાન ખરીદનારની બુમ સંભળાઈ, એક ચમકારો થયો, રસોડોમાં તેલનો ખાલી ડબ્બો પડયો હતો, પદ્મકાંત અને તેની મમ્મીની નજર એક સાથે તેલના ખાલી ડબ્બા ઉપર પડી, માંએ આંખન ઈશારે ડબ્બો આપવાની મંજુરી આપી.

તેલના ખાલી ડબ્બાના ભંગારવાળાએ ત્રણ રૂપિયા પંચ્ચાયાસી પૈસા આપ્યા. અમદાવાદનું ભાડુ ત્રણ રૂપિયા પાસઠ પૈસા હતું, તેનો અર્થ એક વખત અમદાવાદ આવ્યા પછી પાછા કપડવંજ જવાનો પ્રશ્ન ન્હોતો, અને બસની ટીકીટ લીધા પછી માત્ર વીસ પૈસા બચતા હતા, પદ્મકાંત તેલનો ડબ્બો વેંચી પત્રકાર થવા અમદાવાદ આવ્યો, સંઘર્ષ કર્યો અને રોકાઈ ગયો, તેવી જ રીતે મારો સિનિયર દિલીપ પટેલ પણ પત્રકાર થવા પોતાના વતન જામનગરથી પોતાના બનેવી પાસેથી વીસ રૂપિયા ઉધાર લઈ પિતાની જાણ બહાર અમદાવાદ આવ્યો, દિવસો સુધી લારી ઉપર જમ્યો, છાપા પાથરી સુઈ ગયો, આજે તેઓ જયાં ઉભા છે તે સ્થળે ઉભા રહેવા માટે તેમણે ખુબ કિમંતો ચુકવી છે, કારણ તેઓ કિમંત ચુકવવા તૈયાર હતા.

પત્રકારત્વ કિમંત માગે છે, જો તે ચુકવવાની તૈયારી હોય તો જ આવવુ નહીંતર કોઈ બેન્કના કલાર્ક થઈ જવુ સારૂ છે.જે નોકરી ઘડીયાળના ટકોરે દસથી છ જ ચાલે છે.

17 comments:

 1. Wahhhh PRASTBHAI bug sachievat cha...padmkat bai and PRASTBHAI no sar pariecha chchPritchardcha ...KHUB .MULAKTO CHAL40 YARS MO ATMYA SABHTH CH.PADMKATBHAI NA PACHAL. RAJKOT..KHUB MALACHA....bana firad miedagagtan navie desa SAGRKARINA AAPIECHA.Marie 40 ..good lak BI DILP PATEL NO ALG...ADAM CHA..3 FIRADS ALL BAST...

  ReplyDelete
 2. પત્રકારત્વ કિમંત માગે છે, જો તે ચુકવવાની તૈયારી હોય તો જ આવવુ નહીંતર કોઈ બેન્કના કલાર્ક થઈ જવુ સારૂ છે.જે નોકરી ઘડીયાળના ટકોરે દસથી છ જ ચાલે છે.....સાહેબ તમારી હિમ્મત અને મહેનત ને મારી સલામ... ( પત્રકારત્વની નોકરીનું પહેલુ પર્યાઈ અસલામતી છે, છતાં તમામ પ્રકારની અસલામતી વચ્ચે તમારે તમારો શ્રેષ્ઠ દેખાવ કરવાનો છે, પત્રકાર થયા પછી સૌથી પહેલા તમારી અંદર જાત સાથેની લડાઈ શરૂ થયા છે, એટલે જે પહેલા તો પોતાની સાથે લડી શકે, તેણે જ આ લડાઈમાં જુકાવવુ જોઈએ,મનમાં સતત સારા અને નરસાની વચ્ચેનો દ્વંધ ચાલવો જોઈએ )

  ReplyDelete
  Replies
  1. Excellent. But nowdays there is no any financial and social securities for any journalist except famous media houses journos. You are right.

   Delete
 3. Journalism teach you how a Pen is mightier than the sword

  ReplyDelete
 4. Journalism teach you how a Pen is mightier than the sword

  ReplyDelete
 5. This comment has been removed by the author.

  ReplyDelete
 6. Very nice. Khoob Anand thayo. Lakho Salam Karu Chu. Thanks so much Prashant Dayal ji.

  ReplyDelete
 7. Media is the mirror of our society and to work which haď as it's the work of pluckily.

  ReplyDelete
 8. પ્રશાંતભાઈ, પદ્મકાંતભાઈ
  આ બ્લોગ મને અધૂરો લાગ્યો, કારણ કે...
  ત્રણ આંકડાનો પગાર મેળવવા માટે તમે મહિનાઓ સુધી તનતોડ મહેનત અને ગરીબી સાથે સંઘર્ષ કર્યો છે. એ સાથે જ વરિષ્ઠ પત્રકારોના ગુસ્સા તથા તિરસ્કારને જીરવી સજ્જતા કેળવવાના તમારા અનુભવોની આ બ્લોગમાં ઉણપ જણાઈ છે. તમારા સંઘર્ષથી સંપૂર્ણપણે વાકેફ નથી, પણ એનો મને થોડોઘણો અંદાજ છે. પહેલી નોકરી સાથે ચાર અને હવે પાંચ આંકડાનો પગાર મેળવતી આજની પેઢી પાસે ભાષા અને સમાચારનું મહત્વ સમજવાની-પારખવાની સૂઝ નથી એ હકીકતથી તમે વાકેફ હશો જ. આ પેઢી માટે પણ તમે તમારા એ અનુભવો લખશો તો આનંદ થશે અને તમારી પાસે આજે જે સજ્જતા છે એ ક્યાંથી અને કેવી રીતે આવી છે તેનો પરિચય પણ થશે.

  ReplyDelete
 9. સંઘર્ષ એ કોઈ પણ સફળતા નો પર્યાય છે , પદ્મકાંતભાઈ નો સંઘર્ષ અને એ સંઘર્ષ ના પરિણામો ને હોંશે હોંશે પચાવવાની કોઠાસૂઝ કદાચ તેમને આ ઊંચાઈ એ લાવ્યા હશે , ચાલો આ સંઘર્ષ થી ગુજરાત ને એક પ્રખર પત્રકાર તો મળ્યો. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  ReplyDelete
 10. I am lucky enough that, I was there in this event. To showing the real face of any field is not so easy. And further to this how to do and what to do with out off tracting your self, was best part of the event.
  special thanks Prashant Sir and Padmakant Sir.

  ReplyDelete
 11. પત્રકારત્વ કિમંત માગે છે, જો તે ચુકવવાની તૈયારી હોય તો જ આવવુ નહીંતર કોઈ બેન્કના કલાર્ક થઈ જવુ સારૂ છે.જે નોકરી ઘડીયાળના ટકોરે દસથી છ જ ચાલે છે.
  ખૂબ જ ધારદાર શબ્દો....

  ReplyDelete