Saturday, September 3, 2016

તારા પ્રેમને મારી બંધ મુઠ્ઠીમાં અકબંધ રાખીશ

તે દિવસ સાગર ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યારે માનસીનો ફોન આવ્યો, તેણે પુછયુ સાગર તમે ઘરે વહેલા આવી જશો, સાગરે રોજ પ્રમાણે મઝાક કરતા પુછયુ કેમ મેડમ રોમાન્સનો મુડ છે, માનસીએ ધીમા અવાજે કહ્યુ ના જરા તબીયત સારી લાગતી નથી, સાગર ગંભીર થઈ ગયો,, તેણે તરત વાત બદલતા પુછયુ શુ થયુ માનસી આર યુ ઓકે. માનસીએ કહ્યુ ના ના તેવુ ખાસ નથી,.પણ ઉલટીઓ બહુ થઈ રહી છે, બેચેની લાગી રહી છે. સાગર ફોન મુકયો અને તરત ઘરે જવા નિકળ્યો. સાગરે ઘરે જઈ જોયુ તો માનસી બેડમાં સુઈ રહી હતી, તેની તબીયત સારી ન્હોતી, તેમ છતાં કોણ જાણે આજે સાગરને માનસી ખુબ સુંદર લાગી રહી હતી.

સાગરે તેના કપાળ ઉપર હાથ મુકી જોયુ તો ટેમ્પરેચર નોર્મલ હતું, માનસી સાગરનો હાથ પકડી લેતા કહ્યુ ઉતાવળે કયાં આવવાની જરૂર હતી, મેં માત્ર વહેલા આવવાનું કહ્યુ હતું તરત નહીં, મેં લીંબુ સરબત પીધુ થોડુ સારુ  પણ લાગી રહ્યુ છે, તો પણ સાગર તેને લઈ ડૉકટર પાસે ગયો, માનસી શાંત હતી,ડૉકટરે માનસીનું મેડીકલ ચેકપ કર્યુ અને કહ્યુ મીસ્ટર સાગર કોંગ્રેચ્યુલેશન તમે પિતા થવા જઈ રહ્યા છો, સાગરના ચહેરા ઉપર કોઈ જ ભાવ ના આવ્યો, ડૉકટરની વાત સાંભળી માનસી પોતાના હર્ષના આંસુ રોકી શકી નહીં, સાગર દીગમુઠ થઈ જોઈ રહ્યો હતો, ડૉકટરને તો ઠીક માનસીને પણ કઈક વિચિત્ર લાગ્યુ, તેણે બાજુમાં બેઠેલા સાગરનો હાથ પકડતા ધીમેથી કહ્યુ સાગર તમે પપ્પા થવાના છો, માનસીના સ્પર્શે સાગરને હલાવી મુકયો, તે એકદમ સફાળો જાગ્યો હોય તેમ તેણે માનસીને વ્હાલથી નજીક લેતા કહ્યુ આ લવ યુ માનસી.. માનસી શરમાઈ ગઈ કારણ સામે ડૉકટર બેઠા હતા, સાગરનો વહેવાર જોઈ ડૉકટર પણ હસવા લાગ્યા.

રસ્તામાંથી સાગરને ખુબ ફ્રુટ લીધા, ડૉકટરે કહેલી દવાઓ અને વિટામીન્સ લીધા, સાગર કાર ચલાવી રહ્યા હતા ત્યારે બાજુમાં બેઠેલી માનસીનો હાથ સાગરના સાથળ ઉપર હત, સાગર એકદમ શાંત હતો, સાગર અને માનસીના લગ્નના દસ વર્ષ બાદ તેમના ઘરે સંતાન આવી રહ્યુ હતું, અનેક દવાઓ અને બધા પછી જયારે સાગર માનસીક હારી ગયો ત્યારે બાળકના આગમનના સમાચાર મળ્યા હતા, ઘરે આવ્યા ત્યાર સાગર તેનો હાથ પકડી ઘરમાં લઈ આવ્યો, તેને સુવાડી, સાગરના મનમાં કઈક ચાલી રહ્યુ હતું, પણ તે શુ હતું માનસી સમજી શકી નહીં, સાગરે પોતાની તીજોરી ખોલી કોઈક ફાઈલ વાંચી અને પાછી મુકી દીધી. ત્યાર બાદ માનસીનો સમય જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ સાગર તેની ખુબ કાળજી લે. ઘણી વખત સાગર માનસીને ધ્યાનથી જોતો, તેને લાગતુ માનસી કેટલી ખુશ છે.

જયારે માનસીના ગર્ભમાં રહેલું બાળક અંદર ફરવા લાગ્યુ ત્યારે માનસી સાગરનો હાથ પકડી પોતાના પેટ ઉપર મુકી કહેતી જુઓ તમારા જેવુ છે, મસ્તીખોર મમ્મીને હેરાન કરે છે. સાગર તેનું ખુબ જ ઘ્યાન રાખતો, માનસી નાની હતી ત્યારે જ તેની મમ્મી ગુજરી ગઈ હતી, એટલે જયારે માનસીને ડેટ નજીક આવી ત્યારે સાગરે પંદર દિવસ પહેલા રજા લઈ લીધી હત, રાતના ત્રણ વાગે માનસીને દુખાવો શરૂ થયો, સાગર તેને તરત હોસ્પિટલ  લઈ ગયો, માનસી લેબર રૂમમાં હતી, અને સાગર બહાર આટા મારી રહ્યો હતો, તેનું મન બેચેન થઈ રહ્યુ હતું, માનસીને જયારે અંદર લઈ જતા ત્યારે સાગરે તેને હાથ પકડી કહ્યુ હું છુ તારી સાથે... સવારનાસાડા પાંચ વાગ્યા, હોસ્પિટલની બાજુમાં આવેલા મંદિરમાં આરતીનો ઘંટનાદ થયો, તે જ વખતે નર્સ લેબર રૂમમાં બહાર આવી મીસ્ટર સાગર તમને દિકરો થયો છે. સાગરે આંખો બંધ કરી લીધી, નર્સને પણ સમજાયુ નહીં કે સાગર ખુશ થયો કે નહીં.

સાગરે આંખો ખોલી સુર્યના પહેલા  કિરણનો કુમળો પ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો તેણે નક્કી કર્યુ દિકરાનું નામ ક્ષીતીજ હશે. સાગર અને ક્ષીતીજ વચ્ચે ખુબ જ પ્રેમ સમયની સાથે ક્ષીતીજ મોટો થવા લાગ્યો, માનસી પણ ખુશ હતી, ઘણી વખત સાગર માનસીને ખુશ જોતો ત્યારે તેને લાગતુ કે તે હસતી હોય છે ત્યારે કેટલી સુંદર લાગે છે, જયારે સુખ હોય ત્યારે સમય ચાર પગે દોડવા લાગે છે, ક્ષીતીજને મોટો થતા વખત લાગ્યો નહીં , તેણે કોલજ પુરી અને બેગ્લોર જઈ કોમ્પયુટર સોફટવેરનો અભ્યાસ કરી અમદાવાદ પરત આવ્યો, સાગરના જ કહેવાથી નોકરી કરવાને બદલે તેણે પોતાની જ એક કંપની શરૂ કરી, બધુજ  હેપ્પી એન્ડીંગ ફિલ્મની જેમ સારૂ ચાલી રહ્યુ હતું. સાગર ઘણી વખત જોતો કે ક્ષીતીજ કોના જેવો લાગે છે, ત્યારે લાગતુ કે તે માનસી જેવો જ છે.

ક્ષીતીજ પણ પ્રેમમાં પડયો, તેને રાધીકા નામ હતું તે પણ સોફટવેર એન્જીનિયર હતી, એક દિવસ ક્ષીતીજે કહ્યુ પપ્પા કાફે કોફી ડેમાં મળીશુ મારે તમારે કામ છે આ કઈ નવુ ન્હોતુ, માનસીને સરપ્રાઈઝ આપવાના બાપ -બેટાના બધા જ કામ કાફે કોફી ડેમાં જ  પ્લાન થતાં હતા. સાગર કોફી શોપમાં પહોચ્યો ત્યાં ક્ષીતીજ અને  રાધીકા  હતા, ક્ષીતીજે રાધીકાને પોતાના પપ્પાની ઓળખાણ આપતા કહ્યુ  મા મારો શ્વાસ છે અને આ પપ્પા મારો પ્રાણ છે. તેમના વગર જીવી ના શકુ, સાગરની આંખ ભરાઈ આવી, અને નક્કી થયા પ્રમાણે માનસીને કીધા વગર રાધીકાને ઘરે લઈ આવ્યા, થોડા દિવસમાં માનસી સાસુ પણ થઈ ગઈ, ક્ષીતીજના લગ્નને બે વર્ષ થયા હશે એક રાતે માનસીની તબીયત બગડી શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી, સાગર અને ક્ષીતીજે  એમ્બુલન્સ બોલાવી હોસ્પિટલ લઈ ગયા, સારવાર શરૂ થઈ એટલે સાગરે ક્ષીતીજને કહ્યુ તુ ઘરે જા હુ છુ મમ્મી પાસે તુ સવારે આવજે,

દવાની અસર થતા થોડુ સારૂ લાગતા, માનસીએ આંખ ખોલી તેણે એક નજર હોસ્પિટલના રૂમમાં ફેરવી જોઈ લીધુ, સાગર સિવાય કોઈ ન્હોતુ.  માનસીથી બોલી શકાતુ ન્હોતુ તેમ છતાં ક્ષીતીજ કયાં છે તે પુછી લીધુ, તે કઈક કહેવા માગતી હતી,. તેનો હાથ હલ્યો, તેની આંગળીઓ જાણે સાગરને કહી રહી હતી,. મારે રહેવુ છે તમારી સાથે, એટલે સાગરે તેનો હાથ પકડયો, માનસીના હોઠ ફફડયા, પહેલા તો સાગર સમજી શકયો નહીં, પણ પછી સમજાયુ કે માનસીએ કહ્યુ મારે તમને કહેવુ છે.. સાગરે જોયુ તેને બોલવામાં પણ શ્રમ પડી રહ્યો હતો,. સાગરે કહ્યુ માનસી અત્યારે સુઈ જા સવારે મને જે કહેવુ હોય તે કહેજો, હું તને સાંભળીશ હું તારી પાસે જ  છુ. માનસીએ આંખો બંધ કરી ત્યારે તેની બંધ પાપળોની પાછળથી આંસુ નિકળ્યા, સાગરે તે જોયા અને તેણે આંસુઓને પોતાની હથેળીમં લઈ લીધા.

સવારે માનસી ઉઠી જ નહીં, સાગરને મુકી માનસી ચાલી નિકળી, જીંદગીના  મંચ ઉપરનું એક પાત્ર અચાનક  ચાલી નિકળે જેની આપણને આદત થઈ ગઈ હોય છે, હવે તે આદત ભુલવી મુશ્કેલ પણ મુશ્કેલ હોય છે. સાગરે તમામ વિધીઓ કરી, દસમું હતું ત્યારે કાગડો માનસીના પીંડને સ્પર્શ કરતો ન્હોતો, ત્યારે સાગરે મનોમન કહ્યુ માનસી ક્ષીતીજ મારો છે હું ધ્યાન રાખીશ અને તરત કાગડો પીંડને સ્પર્શ કરી ગયો. એક એક માન્યતા છે કે દસમાની વિધિમાં મૃત વ્યકિતના નામે બનાવેલા પીંડને કાગડો સ્પર્શ ના કરે તો તેની કોઈ ઈચ્છા અધુરી હોય તો કાગડો પીંડને સ્પર્શ કરતો નથી. હવે સાગર , ક્ષીતીજ અને રાધીકા ઘરમાં હતા.

થોડા દિવસ પહેલા સાગર પોતાની તીજોરી સાફ કરવા બેઠા ત્યારે જુના કાગળો જોઈ જઈ ફાડી રહ્યા હતા ત્યારે ત્રીસ વર્ષ પહેલાની એક ફાઈલ મળી તે સાગરનો મેડીકલ રીપોર્ટ હતો, તેના પાના પીળા પડી ગયા હતા, સાગરે ફાઈલ ખોલી જોઈ , તે ડૉકટર સાગરનો મીત્ર હતો, તે સાગરને કઈ કહ્યો શકયો ન્હોતો માટે ફાઈલ ઉપર નોંધ  કરી   હતી. સોરી દોસ્ત સાગર તને કહેતા મારી હિમંત થતી નથી.. પણ વાસ્વીકતા નકારી શકાતી પણ નથી, તારા બધા જ રીપોર્ટ મેં ચેક કર્યા છે, તુ પિતા થઈ શકે તેમ નથી. માનસીનું ધ્યાન રાખજે. સાગર પિતા થઈ શકે તેમ નથી તે વાત ખુદ સાગરે ત્રણ દસકા છુપાવી રાખી હતી, આજે ક્ષીતીજ  પણ અઠ્યાવીસ વર્ષનો થઈ ગયો હતો.

જે દિવસે માનસી પ્રેગનન્ટ હોવાની ખબર પડી ત્યારે સાગરને થયુ કે તે માનસીને એક વખત પોતાની ફાઈલ બતાડી પુછે, માનસી તુ કઈ રીતે પ્રેગનન્ટ થઈ શકે, પણ તે માનસીની આંખમાં જોયેલી ખુશીને કારણે સાગર કયારે પુછી શકયા જ નહીં, કદાચ માનસી છેલ્લાં દિવસે પણ આ જ વાત કહેવા જઈ રહી હતી, પણ સાગરમાં સાચુ સાંભળવાની હિમંત ન્હોતી, આજે માનસી રહી નથી અને સાગરને ખબર નથી ક્ષીતીજના  પપ્પા કોણ છે ક્ષીતીજ  માટે તો હવે તેનું વિશ્વ એટલે સાગર છે. સાગર તેનું વિશ્વ બનાવી રાખશે કારણ તેણે માનસીને વચન આપ્યુ છે. સાગરને ખબર હોવા છતાં કે ક્ષીતીજ તેનું સંતાન નથી છતાં તે કયારેક ક્ષીતીજનો તીરસ્કાર કરી શકયો નહીં. સાગર કાગળો ફાડી રહ્યા હતા ત્યારે ક્ષીતીજ ત્યાં આવ્યો શુ કરો છો પપ્પા. સાગરે તરત પેલી ફાઈલ લઈ તેના જીણા ટુકડા ટુકડા કરતા કહ્યુ કઈ નહીં બેટા ભુતકાળને ફાડી રહ્યો છુ.. આ સાંભળી ક્ષીતીજ અને રાધીકા બન્ને હસવા લાગ્યા, પણ તેમને ખબર ન્હોતી કે ખરેખર સાગરના ભુતકાળના હવે ટુકડા ટુકડા થઈ ગયો છે.

9 comments:

 1. Touchy... Not many men have such heart...

  ReplyDelete
 2. Touchy... Not many men have such heart...

  ReplyDelete
 3. Selfless love...dada ultimate writing

  ReplyDelete
 4. Selfless love...dada ultimate writing

  ReplyDelete
 5. Dada sagar na report khota pan hoi sake ?
  Report bad pan human body ma ferfar thai sake che
  sagar ne kehjo ke ek var dna test karvi le kemke tevo e mansi ne maf kari ne mahan kam to karyu j che

  ReplyDelete
 6. This is also a story of real love

  ReplyDelete
 7. પ્રેમ શિવાય બીજી કઈ નઈ ...........

  ReplyDelete