Friday, September 30, 2016

જીજ્ઞેશ સમજદાર અને સંવેદનશીલ માણસ છે.

બે દિવસ પહેલા જીજ્ઞેશ મેવાણી સાથે મારી વાત થઈ ત્યારે તેણે કહ્યુ.. અમારી કોઈ માગણી ખોટી અથવા ગેર બંધારણી હોય તો તમે કહો.. અમે(દલિત) તો માત્ર માણસ તરીકે જીવવાનો અધિકાર માંગી છીએ, આઝાદીના આટલા વર્ષો પછી અમને રહેવા માટે ઘર પણ ના હોય તંત્ર અમને ગરીબ પણ સમજે નહીં અને ગરીબી રેખા નીચે જીવતા લોકોની વ્યાખ્યામાં પણ અમારો સમાવેશ કરે નહીં. અમારી માંગણીઓ બહુ નાની છે, તંત્રએ માત્ર સંવેદનશીલ થઈ અમારી સાથે વાત કરવાની જરૂર છે, પણ આજ સુધી અમને કોઈ મળવા પણ તૈયાર થતુ નથી.

જીજ્ઞેશની વાતમાં તર્કની સાથે વેદના પણ હતી. તેણે મને કહ્યુ રસ્તા રોકો અને રેલ રોકો કાર્યક્રમને કારણે પ્રજા પરેશાન થાય છે તેની મને ખબર છે, પણ જયાં સુધી પ્રજા પરેશાન થતી નથી ત્યાં સુધી સરકાર તમને સાંભળે જ નહીં આ સ્થિતિ પણ યોગ્ય નથી. અમારી સાથે રાજય સરકાર માત્ર વાત કરવા પણ તૈયાર છે એટલુ કહે તો પણ હું રેલ રોકો કાર્યક્રમ પાછો ખેંચવા તૈયાર છુ, માંગણીઓ ચર્ચા તો ટેબલ ઉપર બેસીને જ થાય જાહેર રસ્તા ઉપર થઈ શકે નહીં. મેં તે અંગે મારા બ્લોગ ઉપર પોસ્ટ લખી, જીજ્ઞેશની જ વાત તેની ભાષામાં મુકી હતી. ત્યાર બાદ મારી  રાજયના કેટલાંક અધિકારીઓ સાથે પણ વાત થઈ, મેં જીજ્ઞેશની લાગણી તેમના સુધી પહોંચાડી હતી.

રાતના બાર વાગે મને સંદેશો મળ્યો કે દલિત નેતાઓ સાથે રાજય સરકાર વાત કરવા તૈયાર છે, બીજી જ મિનીટે મને જાણ થઈ કે દલિત નેતાઓ રાજય સાથે વાત કરવાની તૈયારી બતાડી, રેલ રોકો આંદોલન પાછુ ખેંચી લેવાની જાહેરાંત કરી હતી. રાજય અને દલિત બંન્નેના પ્રયાસની હું કદર કરૂ છુ, રાજય કાયમ પિતાની ભુમીકામાં હોવુ જોઈએ, પુત્રની માગણી સાચી અથવા ખોટી પણ હોઈ શકે, પણ તેમની વચ્ચે સંવાદ થવો જોઈએ, સંવાદનો અભાવ વ્યકિતગત જીવન અને સામાજીક જીવનમાં ઘણા પ્રશ્નો નિર્માણ કરે છે. જીજ્ઞેશ અભ્યાસ કરતો હતો ત્યારથી હું તેના પરિચયમાં છુ, તેની અંદર પહેલાથી એક સંવેદનશીલતા રહી છે.

ઉંમર તો ઉંમરનું કામ કરવાની છે, દલિત આંદોલન વખતે અનેક વખત તે મુદ્દાથી ભટકી જતો હતો, તેવુ તેના વડિલો માનતા હતા, પણ હાર્દિક અને જીજ્ઞેશમાં આ જ ફર્ક છે, જીજ્ઞેશને જયારે તેને ભુલ ઉપર આંગળી મુકી બતાડો તો તે ત્યાંથી પાછો ફરવા તૈયાર હતો અથવા તેવા પ્રયાસ પણ કરતો હતો, દલિત આંદોલન પહેલા પાટીદાર આંદોલન થયુ હતું પાટીદારોની મેદની જોઈ હાર્દિક હોશ ખોઈ બેઠો હતો, તેવુ જીજ્ઞેશના કિસ્સામાં થાય નહીં તેવુ તેના મીત્રો તેને વાંરવાર કહેતા હતા, જીજ્ઞેશ સાથે સારૂ કહેનાર કરતા સાચુ કહેનારની સંખ્યા વધારે છે, અને તેની પાસે તેમનું સાંભળવાના કાન છે, તેની પાસે શિક્ષણ સાથે વાંચન પણ છે. તે માત્ર પુસ્તકીય નથી, તેણે પોતાની ગળથુથીમાં તે ઉતાર્યુ છે.

દલિત આંદોલન શરૂ થયુ તે પહેલા તે સંપર્કો અરવિંદ કેજરીવાલ સાથે હતા, તે આપ પાર્ટીમાં સક્રિય પણ હતો, છતાં મીત્રોએ તેને સલાહ આપી કે આંદોલન કરવુ હોય તો રાજકિય પાર્ટીમાં રહેવુ જોઈએ નહીં, અને જીજ્ઞેશે તરત આપ સાથેના સંબંધનો અંત લાવી દીધો હતો. જીજ્ઞેશને તેના જ દલિત નેતાઓ પણ પસંદ કરતા નથી તેની મને ખબર છે, કારણ હમણાંનો આવેલો છોકરો તેમની જાગીર લુંટી જશે તેવો ડર પણ લાગે છે. જીજ્ઞેશની મર્યાદાઓ હોઈ શકે છે, પણ તેની પાસે હજી હાર્યા અને ડર્યા વગર લડવાની તાકાત છે કારણ તે હજી નાનો અને નવો છે તેની પાસે ગુમાવવા જેવુ કઈ નથી.ત્યારે તેના જ સમાજના લોકો પોતે ના લડી શકે તો કઈ નહીં, પણ તેની હિમંતમાં ઘટાડો કરવો જોઈએ નહીં.

હવે જીજ્ઞેશ અને તેના સાથીઓ સાથે રાજય સરકાર સંવાદ કરશે, તેની સાથે જ દલિતોની સમસ્યના અંત આવશે તેવુ પણ નથી  દલિતોની સમસ્યા રાજકિય કરતા સામાજીક વધુ છે. સરકાર સાથે સંવાદ થઈ શકે, તેમનો તો ફરજ પણ પાડી શકાય પણ હજી સામાજીક લડાઈ લાંબી છે. આમ છતાં એક નાનકડી શરૂઆત આવનાર આવતીકાલ માટે આશાનું કિરણ છે.

14 comments:

 1. સરસ....એકદમ રસપ્રદ છણાવટ....

  ReplyDelete
 2. સાચી, સરળ અને સચોટ વાત કરતો બ્લોગ એટલે ENCOUNTER...ખરેખર આ રીતે મિડીયાવાળા નિષ્પક્ષ અને પોઝીટિવ માહિતી પુરી પાડે તો દેશમાંથી અડધો અડધ સમસ્યાનું આપમેળે સમાધાના આવી જાય.

  ReplyDelete
 3. Samaj etle Kon? Tame , Hu ane aapne sau ..: Aapne badha e badlavanu che ... Badlav ni sharuaat kariye....

  ReplyDelete
 4. Ape Jignesh Ni vat pohchadi te nu a Result chhe.Thanks

  ReplyDelete
 5. હું જીગ્નેશ ભાઈને ગુજરાત વિદ્યાપીઠમાં મળ્યો હતો સમજોને લગભગ ૮ એક મહિના પહેલા. ફક્ત જાહેર જીવન નહીં પણ પોતાના સામાજિક જીવનમાં અને ખાનગી જીવનમાં પણ દલિત સાથે થતા અત્યાચારો અને તેમના માટે થઇ રહેલા પોતાના પ્રયત્નો વિશે એટલીજ સજાગતા હતી જેટલી આપણા બધાને અત્યારે જોવા મળે છે. મને મારા મિત્ર એ પરિચય કરાવ્યો પણ કહેવાય છે ને કે તેમનો કાર્યશીલ વ્યક્તિનો ઓરાં કૈંક અલગ જ હોય છે. હા! એવું જ કૈંક અનુભૂતિ થઇ હતી. ત્યારે અમે ચીનની પરમ ભેટની ચૂસકી મારતા મારતા ભારતની વિદેશનીતિ પર ચર્ચા કરતા હતા એટલે બીજા કોઈ મુદ્દા પર ધ્યાન નહોતું ગયું. પરંતુ સાચા માણસોના ઈરાદા તેના એક એક રૂવાંડે હોય છે.

  ત્યારે વિદ્યાપીઠમાં પુસ્તક મેળો લાગ્યો હતો, ૫૦% વળતરનો એટલે અમુક પુસ્તક લેવા અમે ડાબી બાજુ વળી ગયા અને એ સીધા નીકળી ગયા.

  પરંતુ જીગ્નેશભાઈની સક્શીયત કૈંક અલગ છે. એમણે માટે વસ્તુ મહત્વની નથી પણ મુદ્દો મહત્વનો છે એ દેખાઈ આવે છે. અને એ તે જ વ્યક્તિમાં સંભવ હોય જે માનસિક રીતે દ્રઢ-નિશ્ચયી અને સવેદનશીલ હોય. જે પ્રમાણે તમે જણાવ્યું.

  પ્રશાંત ભાઈ, ધન્યવાદ તમને આ લેખ માટે.

  કમલ ભરખડા
  http://kamalbharakhda.blogspot.in/

  ReplyDelete
 6. Now the matter has reached to the Gov't we hope amicable solution Wil come out between Jignesh and Gov't.All the best to both.

  ReplyDelete
 7. Dada tamara encounter thi pm ane cm jaldi samjijay che 👍

  ReplyDelete
 8. Dada you are a good mediator, who ever may be Sonal or Jignesh.I personally appreciate your heartily Efforts.Keep on going ENCOUNTER.

  ReplyDelete
 9. Dada you are a good mediator, who ever may be Sonal or Jignesh.I personally appreciate your heartily Efforts.Keep on going ENCOUNTER.

  ReplyDelete