Monday, September 5, 2016

હું તો અમદાવાદ કલેકટર થવા માટે આવી હતી

2002ના વર્ષની વાત છે, પહેલી વખત ગામ છોડી અમદાવાદ આવી હતી, મહેસાણાના શંખલપુરમાં જ ઉછેરી હતી, બીએસસીનો અભ્યાસ પુરો કરી અમદાવાદ આવી યુપીએસસીની તૈયારી માટે આવી હતી, ત્યારે ખબર પડી કે અમદાવાદમાં પત્રકારત્વનો અભ્યાસ ચાલે છે. યુપીએસસીના તૈયારી સાથે પત્રકારત્વમાં અભ્યાસ શરૂ કર્યો, ત્યારે ઘણા બધા નવા લોકોને મળવાનું થયુ, સ્વૈચ્છીક સંસ્થાઓમાં જવાનું થતુ, તે જોઈ લાગતુ કે કેટલાંક લોકો કેટલુ સારૂ કામ કરે છે..

આ વાત મીત્તલ પટેલની છે, જે છેલ્લાં એક દસકાથી સામાન્ય રીતે પુરૂષો પણ જે વિષય ઉપર કામ કરવાનું ટાળે તેવા હાઈવે લુંટ કરતા ડફેરો અને વાડીયામાં દેહવિક્રય કરતી મહિલાઓની વચ્ચે કામ કરે છે.તાજેતરમાં વાડીયાથી નવી જીંદગીની શોધમાં ભાગી નિકળેલી સોનલના કેસમાં મીત્તલ પટેલની નિર્ણાયત્મક ભુમીકા રહી, મીત્તલનો પરિચીય ખાસ્સો જુનો છે, પણ આ સંદર્ભમાં વિગતે વાત થઈ, ત્યારે થયુ કે તે અંગે  પણ કઈક લખાવુ જોઈએ.

પત્રકારત્વના અભ્યાસ દરમિયાન સોનલ પંડયા જેવા કેટલાંક સંવેદનશીલ શિક્ષકો અને મીત્રો મળ્યા, તેના કારણે વિચારવાની પ્રથા બદલાઈ ગઈ, પત્રકારત્વના અભ્યાસને કારણે એક સંસ્થા દ્વારા સ્કોલરશીપ મળી, જેમાં મારે દક્ષિણ ગુજરાતમાં જઈ શેરડી પકડવતા ખેત મજુરો ઉપર એક રીપોર્ટ તૈયાર કરી આપવાનો હતો, જીંદગીન પહેલો અનુભવ હતો, મેં માત્ર થોડા કપડા અને થોડા પુસ્તકો લઈ  ટ્રેઈન પકડી, દોઢ મહિનો ત્યાં જ રહેવાનું હતું, ટ્રેઈનમાંથી ઉતરી હું ચાલતી ખેતરોમાં થઈ ખેત મજુરો રહેતા હતા ત્યાં, પહોંચી. મારી તમામ ધારણાઓ ઉપર પાણી ફરી વળ્યુ, મને હતું ત્યાં ખેતરો વચ્ચે મારી રહેવાની વ્યવસ્થા હશે, કામ કરીશ અને મજા પણ આવશે, ખેત મજુર ગરીબ તો હોય, પણ આ લોકો અત્યંત ગરીબ હતા.

મારી સાથે એક સ્થાનિક વ્યકિત આવ્યો હતો, મેં તેને પુછયુ મારી રહેવાની વ્યવસ્થા શુ છે, તેણે મજુરના ઝુપડા તરફ ઈશારે કરી મારૂ ઠેકાણુ બતાવ્યુ, તેને ઝુપડુ પણ કઈ રીતે કહું, માત્ર પ્લાસ્ટીક બાંઘેલુ હતું અને તે પણ ત્રણ ફુટની ઉંચાઈ, તેમાં પલાઠીવાળી બેસવુ પણ મુશ્કેલ હતું. મેં નક્કી કર્યુ કે દોઢ મહિનો તો અહિયા રહી જ શકાય નહીં., આજે જ ખેત મજુરો સાથે વાત કરીશ અને સાંજે જ અમદાવાદ જતી રહીશ. મારૂ મન  અશાંત થઈ ગયુ. ત્યાં જ એક ગરીબ મજુર રડતો રડતો આવ્યો તેની કેડમાં એક સાવ નાનું બાળક હતું, તેના કાનમાંથી લોહી આવી રહ્યુ હતું.

મેં તેને પુછયુ શુ થયુ, તેણે કહ્યુ તે તેની પત્ની સાથે ખેતરના રસ્તે આવતો હતો, પત્નીની કેડમાં બાળક હતું, ત્યારે બે માણસો મોટર સાયકલ ઉપર આવ્યા અને તેની પત્નીને ઉપાડી લઈ ગયા, કેડમાં રહેલુ બાળક રસ્તામાં ફેંકી દીધુ. હું આ સાંભળી  ડરી ગઈ, મેં તો ભાગી જવાનો નિર્ણય કર્યો, પણ તરત જવામાં પણ ડર લાગતો હતો, કારણ આ મજુર જે રસ્તે આવ્યો હતો તે જ રસ્તે અડધો કલાક પહેલા હું આવી હતી, મારી સાથે પણ આ જ થઈ શકતુ હતું. મને હતું કે હમણાં થોડીવારમાં પોલીસ આવશે અને મજુર સ્ત્રીને શોધવાની શરૂઆત થશે, પણ અડધો કલાક થઈ ગયો , પોલીસ પણ આવી નહીં અને પેલો મજુર જેની પત્નીને ઉપાડી ગયા હતા, તે પણ ખેતરમાં કામે લાગી ગયો હતો.

મને આર્શ્ચય થયુ મે પેલા મજુરને પુછયુ તને તારી પત્નીની ચીંતા નથી, પોલીસને ના બોલાવી .. તેણે મને કહ્યુ બેન પોલીસને બોલાવીશ તો મને કોઈ મુકાદમ ખેતરમાં કામ આપશે નહીં, મને આ સાંભળી આધાત લાગ્યો, એક માણસની પત્ની જતી રહી હતી, પણ કોઈ મજુરી નહીં આપે તેની ચીંતામાં તે પોતાની પત્નીનો આધાત પણ ભુલી જવા તૈયાર હતો., અંદરથી મારો ડર વધી રહ્યો હતો, રાતે પાછા જવાય તેવુ ન્હોતુ, રાત ખેતરમાં જ રહેવાનું નક્કી કર્યુ, એક મજુર સ્ત્રીને પુછયુ, મને રહેવા મળશે. તેણે કહ્યુ બેન આખી જીંદગી રોકાઈ જાને.. તેણે રાત રહેવાની મંજુરી આપી, સુવા માટે એક મીણીયુ આપ્યુ નવેમ્બરની ઠંડી હતી,મારી પાસે ઓઢવાનું પણ કઈ ન્હોતુ, મેં રાતે એક પછી એક છ કપડાં એક ઉપર પહેરી લીધા છતાં રાત પસાર થતી ન્હોતી, મેં જોયુ તો મારી બાજુમાં પેલી સ્ત્રી પોતાની પહેરેલી સાડીને ઓઢી ઘસઘસાટ ઉંઘતી હતી અને તેનો પતિ મારા કારણે ઝુપડાની બહાર ખુલ્લામાં સુતો હતો..

સવારે પડી હું નિકળી જવાની હતી, પેલા મજુરોની સવાર રોજ જેવી જ હતી. જેની પત્નીને ઉપાડી ગયા હતા, તે કામે કરવા લાગી ગયો હતો, દરેક મજુર પોતાની જીંદગીમાં વ્યસ્ત હતો, મને વિચાર આવ્યો હું તો રીપોર્ટ બનાવી દઈશ અને અહિયાથી જતી રહીશ પણ પછી મારા રીપોર્ટને કારણે આ લોકોની જીંદગીમાં શુ ફેર આવશે, મારી પાસે બે જ વિકલ્પ હતા, ભાગી જઉ અથવા આ લોકો માટે લડુ, પણ લડવુ સહેલુ ન્હોતુ, મારી ઉમંર નાની હતી, અનુભવ ન્હોતો, અને સ્ત્રી પણ હતી. પણ મેં હવે દોઢ મહિનો રોકાઈ જવાનો નિર્ણય કર્યો, મુશ્કેલી બહુ હતી, જે મજુરો વચ્ચે રહેતી, તેઓ મને બહુ શ્રીમંત માનતા હતા, સ્ત્રીઓ ચુલા ઉપર રસોઈ કરતી હોય ત્યારે તે જોઈ મને ખુબ ભુખ લાગતી, એક દિવસ તો ત્રણ દિવસ સુધી જમી ન્હોતી, પેલી સ્ત્રીઓ એવી માનતી કે આ બહેન તો બહુ મોટા ઘરના છે તે થોડુ આપણુ જમે, મને થતુ કે જો તે પુછે કે જમવુ છે તો હમણાં જ તુટી પડુ. ભુખ લાગી છે તેવુ કહેવાની પણ હિમંત થતી ન્હોતી.

નજીકના ગામમાં કોઈ જમવાની પણ વ્યવસ્થા ન્હોતી, છતાં ત્યાં જઈ પુછયુ કયાં જમવાનું મળે, એક માણસે કહ્યુ ત્રણ કિલોમીટર દુર જલારામ મંદિરમાં સદાવ્રત ચાલે છે, બસ આ સાંભળતા હું રીતસર દોડતી ત્યાં પહોંચી, પણ બપોરના ત્રણ વાગી ગયા હતા. વાસણો ઘસાઈ રહ્યા હતા, જમવાનું ખલાસ થઈ ગયુ હતું, મેં તમને કહ્યુ મને ભુખ લાગી છે, તેમણે મને કહ્યુ કઈ નથી માત્ર પ્રસાદ છે, મેં કહ્યુ પ્રસાદ આપો, તો તેમણે પ્રસાદની માત્રામાં જ પ્રસાદ આપ્યો, મેં વિનંતી કરી થોડો વધારે આપો, તો ગુસ્સામાં થોડો વધારે આપ્યો આ રીતે ત્યાં રોકાઈ હતી. હું પત્રકારત્વ ભણી રહી હતી, પણ ત્યાંના લોકો મને પત્રકાર માની રહ્યા હતા તેના કારણે તેમને પણ અસહકાર રહેતો હતો, ખેત મજુરોનું તમામ રીતે શોષણ થતુ હતું, તેમની પત્નીઓ ઉપાડી જવાતી હતી, મજુરીના પુરતા પૈસા પણ મળતા ન્હોતા.

દોઢ મહિનો રોકાઈ, અમદાવાદ આવી રહી હતી ત્યારે મન ખુબ જ વ્યાકુળ હતું, મારી કલ્પના અને ઘારણા કરતા વધુ દારૂણ સ્થિતિ શેરડી પકડતા ખેત મજુરોની હતી, મારો રીપોર્ટ તૈયાર થઈ ગયો હતો, પણ તેથી શુ થાય. અમદાવાદ જતાં પહેલા મેં વલસાડ કલેકટરને મળી ખરેખર મજુરોની હાલત કેવી છે તે અંગેે તેમને રજુઆત કરવાનો નિર્ણય કર્યો. હું કલેકટર પાસે પહોંચી , મારી મેં તેમને જમીની વાસ્વીકતા શુ છે, સરકારી કાયદાના લીરા કેવી રીતે ઉડી રહ્યા છે, બધી જ વાત કરી. તેમણે મને સાંભળી કહ્યુ.. તમે મને જે કહો છો તેમા નવુ શુ છે.. મને બધી જ ખબર છે, પણ કોઈ ફરિયાદ કરે નહીં ત્યાં સુધી કોઈ પણ કલેકટર કઈ જ કરી શકે નહીં.

હું સાંભળી જ રહી, મને હતું કે કલેકટર એટલે વિશાળ સત્તા ધરાવતો અધિકારી, જે સામાન્ય લોકોની જીંદગી બદલી શકે છે, અને સરકારે તેના માટે જ તેમને આ ખુરશીમાં બેસાડયા છે. પણ જો કલેકટર કઈ જ કરી શકતો નથી તો પછી મારે શુ કામ કલેકટર થવુ જોઈએ, અને મેં કલેકટર થવાનો વિચાર ત્યાં જ પડતો મુકી નવા વિચારની શોધમાં અમદાવાદ પાછી ફરી.

(ક્રમશઃ)

21 comments:

 1. Beautifully written.. powerful

  ReplyDelete
 2. Beautifully written.. powerful

  ReplyDelete
 3. गुजरात नी साहसी महिला पत्रकारो ऐ एंटरटेनमेंट के PR वधारवा करता आवा रिपोर्ट करवा जोईए । कदाच् तो ज महिला शशक्तिकरण लेखे छे । आज काल हिरा-हीरोइनों साथे प्रेस कॉन्फरन्स माँ फोटा मुकी -मुकी,पत्रकारत्व नी परिभाषा बदली नांखि छे । सचोट निरूपण,स्तुत्य ब्लॉग ।

  ReplyDelete
 4. આટલા સરસ કામ માટે સત્તાની નહી કામ કરવાની પ્રબળ ઇચ્છાશકિતની જરૂર હોય છે. વાહ મિત્તલબેન...

  ReplyDelete
 5. THANK YOU MITAL. I AM ALWAYS A PROUD TEACHER. YOU PEOPLE ARE MY REAL STRENGH.THANK YOU PRASHANTBHAI FOR THIS WOUNDERFUL NARRATION

  ReplyDelete
 6. જો કલેકટર કઈ જ કરી શકતો નથી તો પછી મારે શુ કામ કલેકટર થવુ જોઈએ, અને મેં કલેકટર થવાનો વિચાર ત્યાં જ પડતો મુકી નવા વિચારની શોધમાં અમદાવાદ પાછી ફરી. Excellent ✌️✌✌

  ReplyDelete
 7. Thank you પ્રશાંતભાઈ મિત્તલ બેન નો પરિચય આપવા માટે.સામાન્ય રીતે પુરુષો પણ જ્યાં કામ કરવાનું ટાળે ત્યાં આ વિરાંગના જઝુમી રહી છે.

  ReplyDelete
 8. I appreciate the interest taken by Mahila reporter for the people of down trodden society

  ReplyDelete
 9. Its really commendable what Mital Patel or any other social activist does. However I refuse to believe that someone at collector level can not take any action against these crimes,he or she can easily influence/ask any police person to file complaint about the incidents. As a matter of fact you could have also filed complaint about the incident, to report any crime its not necessary that one have to be either victim or relative of victim.

  In this caee therr could only be 3 possibilities:
  1. Collector is not bothered at all
  2. He is getting enough to overlook such incidents
  3. He is too scared to take any action.

  I really appreciate the effort you took to get this article published, it just that i am trying to articulate some facts that i am aware of.

  ReplyDelete
 10. પ્રશાંતભાઈ, મિત્તલબેન ગરીબ ખેતમજુર તલસ્પર્શી જાતે જોયા બાદ કલેક્ટર ન બનવાનો નિર્ણય, સમાજ જીવનમાં દરિદ્રનાયારણ ના હક્ક માટે મિત્તલબેનની જરૂર છે.
  Good Article...!!

  ReplyDelete
 11. Suparb
  N very brave heart Mittal Ben

  ReplyDelete
 12. NICE MITTALBEN PATEL I SALUTE TO U N UR GREAT....

  ReplyDelete